જામનગરમાં રમત-ગમત ક્ષેત્રે સરકારી શાળાઓની દયનીય હાલત, શહેરની 44 શાળા પૈકી 28 શાળામાં પૂરતા મેદાન જ નથી

જામનગર શહેરમાં મહાનગર પાલિકાની 44 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં 13,122 વિધાર્થી અભ્યાસ કરે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ 44 શાળા પૈકી માત્ર 2 શાળામાં પૂરતું મેદાન છે. શાળા નંબર 1 લાલવાડી અને શાળા નંબર 31 દિગ્જામ સર્કલ પાસે આવેલી છે. આ સિવાય 14 શાળામાં કહેવા પૂરતા મેદાન છે. શાળામાં નાના મેદાન હોય તેવી 14 શાળાઓ આવેલી છે.

જામનગરમાં રમત-ગમત ક્ષેત્રે સરકારી શાળાઓની દયનીય હાલત, શહેરની 44 શાળા પૈકી 28 શાળામાં પૂરતા મેદાન જ નથી
Government Schools
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 05, 2023 | 5:36 PM

Jamnagar : જામનગર મહાનગર પાલિકાની સરકારી શાળાઓમાં (Government Schools) પૂરતા મેદાન નથી. તેમજ 44 શાળામાં માત્ર 3 વ્યાયામના શિક્ષકો ફરજ બજાવે છે. રમત-ગમત ક્ષેત્રે સરકારી શાળાઓ દયનીય હાલતમાં જોવા મળે છે. કેટલીક શાળામાં ના તો રમત-ગમતના મૈદાન છે કે ના તો વ્યાયામના શિક્ષકો છે.

આ પણ વાંચો Jamnagar : શ્રાવણી મેળો ફરી વિવાદમાં, નિયમોનો ભંગ થતાં 33 પ્લોટના વીજ જોડાણ કપાયા

જામનગર શહેરમાં મહાનગર પાલિકાની 44 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં 13,122 વિધાર્થી અભ્યાસ કરે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ 44 શાળા પૈકી માત્ર 2 શાળામાં પૂરતું મેદાન છે. શાળા નંબર 1 લાલવાડી અને શાળા નંબર 31 દિગ્જામ સર્કલ પાસે આવેલી છે. આ સિવાય 14 શાળામાં કહેવા પૂરતા મેદાન છે. શાળામાં નાના મેદાન હોય તેવી 14 શાળાઓ આવેલી છે.

Skin Care : ચહેરા પર વારંવાર થાય છે પિમ્પલ્સ ? આ રીતે લો કાળજી
Iran University Girl Video : યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?
ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?
Video : હાથની આ આંગળીને માલિશ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ
તબ્બુ કરોડોની માલકિન છે, એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે
આજે Royal Enfield કરશે મોટો ધમાકો, લોન્ચ થશે બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક

વ્યાયામ શિક્ષકોનો પણ અભાવ

સરકારી શાળામાં અભ્યાસ માટે કુલ 429 શિક્ષકોની મહેકમ છે. જે 100 ટકા ભરાયેલી છે. પરંતુ વાત જયારે રમત-ગમતની હોય ત્યારે વ્યાયામ શિક્ષકોની 44માંથી 3 જ સંખ્યા છે. તો મેદાન પણ માત્ર 2 જ છે. તો અન્ય 28 શાળાઓ એવી છે જ્યાં નાના મેદાન પણ નથી.

સરકારી શાળાઓમાં વ્યાયામ અંગે ઉદાસીનતા

શહેરની સરકારી શાળાઓમાં વ્યાયામ અંગે ઉદાસીનતા જોવા મળે છે. જો સરકારી શાળામાં વ્યાયામ માટેના નિયમોનું પાલન થતું ન હોય, તો ખાનગી શાળાઓની હાલત વિષે પૂછવું જ શું! ગરીબ પરીવારના બાળકો સરકારી શાળામાં શિક્ષણ માટે આવતા હોય ત્યારે તેવા બાળકોને રમત-ગમત માટે પ્રોત્સાહીત કરવા પૂરતા મેદાન અને શિક્ષકો આપવા જોઈએ.

રમતના મેદાનમાં અન્ય ઈમારતો ઉભી કરાતા જગ્યા છીનવાઈ

સરકારી શાળાના મેદાનોમાં આંગણવાડીઓ, સરકારી આરોગ્ય કેન્દ્ર કે અન્ય ઈમારતો બનાવીને સરકારી શાળાના રમત-ગમતના મેદાન છીનવી લેવામાં આવ્યા છે. જેનાથી બાળકો રમત પ્રત્યેની રૂચિ વધવાને બદલે ઓછી થાય છે. 44 સરકારી શાળાના 13,122 વિધાર્થીઓને પુસ્તકનું જ્ઞાન વર્ગખંડમાં મળી રહે છે. પરંતુ ખુલ્લા મેદાનમાં રમવાની તક મળી શકતી નથી.

શાળામાં પુસ્તકીય જ્ઞાનની સાથે બાળકોને શારીરિક કસરત પણ કરાવી જરૂરી છે. રમત-ગમત ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહીત કરવા જોઈએ. પરંતુ સરકારી શાળાઓમાં આ શકય બનતુ નથી. કારણ છે પૂરતા મેદાન અને પૂરતા વ્યાયામ શિક્ષકો નથી. તેથી બાળકોની રમત-ગમત જેવી પ્રવૃતિ નિયમિત થતી નથી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">