Jamnagar : શ્રાવણી મેળો ફરી વિવાદમાં, નિયમોનો ભંગ થતાં 33 પ્લોટના વીજ જોડાણ કપાયા
જામનગર શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત શ્રાવણી મેળામાં એક બાદ એક વિવાદ સામે આવ્યા છે. મેળામાં કુલ 58 પ્લોટ આવેલા છે. જેમને આપવામાં આવેલી નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોવાનું મહાનગર પાલિકાના ચેકીંગમાં સામે આવ્યું હતું. જે 20 ટકાથી વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોય તેવા 33 પ્લોટ ધારકોને નોટીસ આપવામાં આવી હતી.
Jamnagar : જામનગરમાં શ્રાવણી મેળો વિવાદનો મેળો બન્યો છે. મેળાના 58 સ્ટોલ પૈકી 33 સ્ટોલના વીજ કનેકશન (Power Connection) તંત્ર દ્વારા કાપવામાં આવ્યા છે. નિયમભંગ બદલ નોટીસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના કરતા મનપા દ્વારા 33 પ્લોટને દંડ ફટકારી વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત શ્રાવણી મેળામાં એક બાદ એક વિવાદ સામે આવ્યા છે. મેળામાં કુલ 58 પ્લોટ આવેલા છે. જેમને આપવામાં આવેલી નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોવાનું મહાનગર પાલિકાના ચેકીંગમાં સામે આવ્યું હતું. જે 20 ટકાથી વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોય તેવા 33 પ્લોટ ધારકોને નોટીસ આપવામાં આવી હતી. જેમાં કુલ 13.50 લાખનો દંડ ભરવા આદેશ કર્યો હતો. પરંતુ દંડ ના ભરતા મહાનગર પાલિકા દ્વારા એક સાથે 58 પ્લોટ પૈકી 33 પ્લોટના લાઈટ કનેક્શન કાપી નાખવા આદેશ કર્યો છે.
મેળામાં અનેક રેકડીવાળા અને પાથરણાવાળાઓએ કબ્જો કર્યો હતો. જેની ફરીયાદ ઉઠતા તેને દુર કરવા માટે મહાનગર પાલિકાની ટીમ દ્વારા મેળામાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્લોટધારકો દ્વારા ફાળવેલ જગ્યા કરતાં વધુ જગ્યાનો કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું હતું. તેથી મહાનગર પાલિકાએ દંડ ભરવા નોટીસ આપી હતી. પરંતુ મેળામાં પ્લોટધારકો નોટીસને ગણકારી નહી. તેથી 33 પ્લોટના વીજ કનેકશન કાપવા મહાનગર પાલિકાએ PGVCLને આદેશ આપ્યો હતો. જેના કારણે 55 ટકા પ્લોટમાં લાઈટ ગુલ થઈ છે. હવે પ્લોટ માલિકોએ દંડની રકમ ભરવા અને ફરી વીજ કનેક્શન મેળવવા દોડધામ શરૂ કરી છે.
મેળામાં આ પ્રથમ વિવાદ નથી. મેળામાં પ્લોટધારકો અનેક નિયમોનો ભંગ કરતા હોવાની ફરીયાદ ઉઠી છે. મેળામાં વીજ ચોરી કરતા હોવાની ફરીયાદ થઈ હતી. તો આશરે 35થી વધુ રેકડી વાળાઓએ મેળામાં કબ્જો કરીને વેપાર શરૂ કર્યો હતો. માત્ર 8 પ્લોટમાં ફાયર સેફટીની મંજુરી મેળવી છે. રાઈડસના સંચાલકો દ્વારા રાઈડ્સના ભાવ નક્કી થયા હોય તેના બોર્ડ લગાવવાના હોય છે, પરંતુ તે નિયમનું પણ સંચાલકો પાલન કરતા નથી. તેથી મનોરંજનનો આ મેળો લોકો માટે લૂંટ મેળો બનતો હોય તેવું લાગે છે. નિયમોના પાલન કરવાની જેની જવાબદારી છે. તે કોઈ પગલા ના લેતા હોવાથી લોકોને વધુ નાણા ચુકવવા પડે છે.
જામનગરમાં આ વખતે શ્રાવણી મેળો વિવાદો સાથે શરૂ થયો છે. પહેલા મેળાનું ઉદ્ઘાટન નિયત દિવસે ના થયું. બાદમાં વીજ ચોરી અંગે સવાલો ઉઠ્યા, રેકડીઓનો મેળામાં કબજો, હાલ પ્લોટ ધારકોની વધુ જગ્યામાં દબાણ અને રાઈડ્સ સંચલાકો દ્વારા ભાવના બોર્ડ ના લગાવવા સહિત મુદાઓ સામે આવ્યા છે.