JAMNAGAR : અતિભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસર્યા, ઠેરઠેર નજરે ચડયા તારાજીના દ્રશ્યો
જામનગર જિલ્લામાં 2 ચેકડેમ ટુટ્યા, 33 દુકાનોને નુકસાન થયું છે. વાહન વ્યવહાર, જનજીવન, વેપાર ધંધા અને ખેતીને વ્યાપક નુકસાન થયું છે.
જામનગરમાં 100 ટકા વરસાદ નોંધાયો હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે. ત્યારે ભારે વરસાદ બાદ જિલ્લામાં પુરના પાણી ઓસર્યા છે. જિલ્લાના ધુતારપુર ગામમાં બે દિવસ પહેલા આવેલા પુરે તારાજી સર્જી હતી. જેમાં ગામના 86 મકાનોમાં ઘરવખરીમાં નુકસાનીનો અંદાજ છે.
જિલ્લામાં 2 ચેકડેમ ટુટ્યા, 33 દુકાનોને નુકસાન થયું છે. વાહન વ્યવહાર, જનજીવન, વેપાર ધંધા અને ખેતીને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લાની ફુલઝર નદીમાં 40 ફુટથી પાણીનો ધસમસતો પ્રવાહના ઘરવખરી અનેક રહેણાંક મકાનો પણ તણાયા છે.
અનેક લોકોએ ઘરવખરી ગુમાવી, તો અનેક લોકો બેઘર બન્યા છે. ધુતારપુરના નિષ્ઠાનગરી વિસ્તારમાં 40 મકાનો તણાયા છે. લોકો જીવ બચાવવા સલામત સ્થળે જતા કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ગામમાં વ્યાપક નુકસાન થયું છે.
પાણી તો ઓસર્યા પરંતુ પિડીતોના આંસુ સુકાતા નથી. નદી કાંઠે વિસ્તારમાં અનેક વીજપોલ ધરાશાય, જેટકોના પોલ ટુટ્યા છે. મુખ્યપ્રધાનની જામનગરમાં મુલાકાત બાદ સર્વેની કામગીરીના આદેશ આપતા સર્વેની કામગીરીનો પ્રારંભ થયો છે.
ધુતારપુરમાં મકાનો, ખેતરો, ઘરવખરી, દુકાનનો સામાન સહિત વસ્તુ પુરમાં તણાયું છે. અનેક ઢોર પુરમાં તણાયા હોવાના પણ અહેવાલો છે. ધુતારપુરથી છ ગામને જોડતો પુલ ટૂટતા વાહનવ્યહાર ઠપ્પ થયો છે.
સુમરી, ખારાવેઠા, અમરાપુર, પીઠડીયા, નાગાજાર સહિતના ગામમાં જવામાં માટે રસ્તો બંધ થયો છે. લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલ બની ગઇ છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી રેડ એલર્ટની આગાહી હટાવાઈ, છતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી