AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેવું રહેશે ચોમાસુ 2026 ? Skymet એ કરી આગાહી, જુઓ કયાં, કેવો વરસશે વરસાદ

આ વર્ષે ભારતમાં ચોમાસુ કેવુ રહેશે ? દેશની ખાનગી હવામાન સંસ્થા Skymet એ 2026ના વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે. Skymet ની આગાહી ખેડૂતો માટે ચોક્કસથી ચિંતાપ્રેરક છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ પાછલા વર્ષના ચોમાસા જેટલો નહીં હોય તેવું Skymetનું હાલ માનવું છે.

Breaking News : કેવું રહેશે ચોમાસુ 2026 ? Skymet એ કરી આગાહી, જુઓ કયાં, કેવો વરસશે વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2026 | 3:48 PM
Share

હવામાન અંગેની ખાનગી એજન્સી, Skymet weather એ, 2026 માટે ભારતના દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે આગાહી કરી છે. સ્કાયમેટના અહેવાલ અનુસાર, આ વર્ષે ચોમાસુ ‘સામાન્યથી ઓછુ’ રહેવાની સંભાવના છે. સ્કાયમેટ એજન્સીનો અંદાજ છે કે, જૂનથી-સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA) ના 94 % જેટલો વરસી શકે છે.

અલ નીનો અને નબળા ચોમાસાનો ભય

સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતીન સિંહના જણાવ્યા અનુસાર, ‘લા નીના’ સ્થિતિઓ – જે છેલ્લા દોઢ વર્ષથી સક્રિય હતી, તે હવે ઓછી થઈ રહી છે. પેસિફિક મહાસાગર ‘ENSO-તટસ્થ’ સ્થિતિ તરફ સંક્રમણ કરી રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, ચોમાસાના શરૂઆતના તબક્કા દરમિયાન ‘અલ નિનો’ સક્રીય થવાની સંભાવના છે, જે સિઝનના બીજા ભાગમાં વધુ મજબૂત થવાની શક્યતા છે. અલ ​​નિનોની હાજરી ચોમાસાને વધુ નબળી પાડી શકે છે અને વરસાદમાં અનિયમિતતા લાવી શકે છે.

સ્કાયમેટે ચોમાસાના ચાર મહિનાઓ માટે અલગ અલગ અંદાજ રજૂ કર્યા છે

  • જૂન: ચોમાસાની શરૂઆત મજબૂત રહેવાની અપેક્ષા છે. જૂનમાં વરસાદ LPA ના 101 % રહેવાનો અંદાજ છે, જે સામાન્ય માનવામાં આવે છે.
  • જુલાઈ: આ મહિનાથી ચોમાસામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. જુલાઈમાં 95 % વરસાદ થવાની સંભાવના છે.
  • ઓગસ્ટ: ઓગસ્ટ દરમિયાન વરસાદ વધુ ઘટવાની સંભાવના છે, જે સંભવત 92% સુધી ઘટી જશે.
  • સપ્ટેમ્બર: મોસમના અંતિમ મહિનામાં ચોમાસું સૌથી નબળું રહેવાની આશંકા છે, જેમાં માત્ર 89 % વરસાદનો અંદાજ છે.

કયા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થશે?

સ્કાયમેટના તાજેતરના અહેવાલ અનુસાર, દેશના મધ્ય અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં વરસાદની ઘટ જોવા મળી શકે છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સામાન્ય કરતા નોંધપાત્ર રીતે ઓછો રહેવાની સંભાવના છે. જોકે, દેશના પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભાગોમાં બાકીના ભારતના મુકાબલે સારો વરસાદ પડવાની અપેક્ષા છે.

Breaking News : ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો, 21 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">