AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત જિલ્લા પંચાયત સહિત તમામ 6 નગરપાલિકા પર કબજો

Breaking News: અમરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત જિલ્લા પંચાયત સહિત તમામ 6 નગરપાલિકા પર કબજો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2026 | 5:40 PM
Share

અમરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. જિલ્લા પંચાયતની 34માંથી 31 બેઠકો પર વિજય મેળવી, ભાજપે તમામ 6 નગરપાલિકાઓ અને 11માંથી 9 તાલુકા પંચાયતો પર કબજો જમાવ્યો છે. આ ભવ્ય જીત સાથે ભાજપે અમરેલીમાં તેની મજબૂત પકડ યથાવત રાખી છે.

અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એકવાર ફરી પોતાનો દબદબો સાબિત કર્યો છે. જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા અને તાલુકા પંચાયત સુધી ભાજપે ભવ્ય જીત નોંધાવી છે.

સૌથી પહેલા વાત કરીએ જિલ્લા પંચાયતની  કુલ 34 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીને 2 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સીમિત રહી ગઈ છે.

નગરપાલિકાની વાત કરીએ તો અમરેલીની તમામ 6 નગરપાલિકા પર ભાજપે કબજો જમાવ્યો છે. અમરેલી નગરપાલિકામાં 44માંથી 30 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે કોંગ્રેસને 13 બેઠકો મળી છે અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

સાવરકુંડલા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 21 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી છે.

તાલુકા પંચાયતની વાત કરીએ તો જિલ્લામાં આવેલી 11 તાલુકા પંચાયતમાં ભાજપે 9 પર જીત મેળવી છે. બગસરા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટી અને લીલીયા તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. અમરેલી તાલુકા પંચાયતમાં ભાજપે 18માંથી 16 બેઠકો જીતીને બમ્પર જીત નોંધાવી છે.

આ જીત બાદ અમરેલી શહેરમાં ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોમધખતા તાપ વચ્ચે પણ કાર્યકર્તાઓ અને નેતાઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન સ્વીકારતા નજરે પડ્યા હતા. અમરેલી જિલ્લામાં ભાજપે ફરી એકવાર તેની મજબૂત બતાવી છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.

Input Credit- Jaydev Kathi- Amreli

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: રાજકોટ જિલ્લા પંચાયતની 36માંથી 34 બેઠક પર ભાજપનો વિજય, 1-1 બેઠક કોંગ્રેસ-આપને ફાળે

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">