Breaking News Local Body Election Result 2026: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત, અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢ જિલ્લા પંચાયતના અંતિમ પરિણામોમાં ભાજપે ફરી એકવાર મજબૂત પ્રદર્શન સાથે 30માંથી 23 બેઠકો જીતી દબદબો જાળવી રાખ્યો છે. આમ આદમી પાર્ટીએ 7 બેઠકો મેળવી જિલ્લામાં મુખ્ય વિપક્ષ તરીકે સ્થાન બનાવ્યું છે, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.

ખાસ નોંધનીય વાત એ છે કે ગત ટર્મમાં કોંગ્રેસને 6 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે એક પણ બેઠક ન મળતા પક્ષને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ગત ટર્મમાં ભાજપને 22 બેઠકો મળી હતી, જ્યારે આ વખતે એક બેઠકનો વધારો કરીને 23 સુધી પહોંચ્યું છે.
વિકાસના એજન્ડા પર જનમહોર ગણાઈ રહી છે
રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ વખતે કોંગ્રેસની જગ્યાએ AAPએ સ્થાન લીધું છે અને મતદારોમાં બદલાતી રાજકીય પસંદગી સ્પષ્ટ થઈ છે. ભાજપ માટે આ પરિણામ વિકાસના એજન્ડા પર જનમહોર ગણાઈ રહી છે, જ્યારે AAP માટે જૂનાગઢમાં ઉભરતી તાકાત તરીકે જોવામાં આવી રહી છે.
પરિણામો બાદ સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું છે, જ્યારે ભાજપ અને AAP વચ્ચે હવે સીધી રાજકીય ટક્કર જોવા મળી શકે છે.
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી