AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા, જુઓ વીડિયો

Breaking News : દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2026 | 5:36 PM
Share

દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે રાવલ નગરપાલિકાની જીતી છે. કુલ 24 બેઠકોમાંથી 21 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે.

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે 26 એપ્રિલના રોજ મતદાન હતુ. ત્યારે આજે 28 એપ્રિલના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે.દ્વારકા જિલ્લાની રાવલ નગરપાલિકાની કુલ 24 બેઠકોના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે જોવા મળી હતી.દેવભૂમિ દ્વારકા રાવલ નગર પાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે.વોર્ડ 6 માં પણ કોગ્રેસ પેનલ જીતી છે.કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે રાવલ નગર પાલિકાની સત્તા કબજે કરી છે.

રાવલ નગર પાલિકાની કુલ 24 બેઠકોમાંથી 21 બેઠકો કોંગ્રેસે કબજે કરી છે. જ્યારે ભાજપના ફાળે 03 બેઠક આવી છે. અનેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે.

 

તમને જણાવી દઈએ કે,કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી હતી.

 

 

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનુ રાજ, 28માંથી 25 બેઠક પર કમળ જીત્યું અહી ક્લિક કરો

Published on: Apr 28, 2026 04:24 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">