AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપનો ક્લીન સ્વીપ, સુરત જિલ્લા પંચાયતમાં પણ ભગવો લહેરાયો, જુઓ VIDEO

Breaking News: બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપનો ક્લીન સ્વીપ, સુરત જિલ્લા પંચાયતમાં પણ ભગવો લહેરાયો, જુઓ VIDEO

| Updated on: Apr 28, 2026 | 3:05 PM
Share

સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એકતરફી દબદબો જમાવ્યો છે. બારડોલી તાલુકા પંચાયતમાં તમામ 22 બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સૂપડું સાફ થઈ ગયું છે. આ જીત સાથે બારડોલી તાલુકામાં ભાજપે પોતાની મજબૂત સંગઠન શક્તિ અને મતદાતાઓનો વિશ્વાસ ફરી સાબિત કર્યો છે.

માત્ર તાલુકા પંચાયત જ નહીં, બારડોલીમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર પણ ભાજપે જીત નોંધાવી છે. પરિણામે સમગ્ર વિસ્તારમાં ભાજપના સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

આમ આદમી પાર્ટીને માત્ર 1 બેઠક મળી

બીજી તરફ સુરત જિલ્લા પંચાયત પર પણ ભાજપે કબ્જો જાળવી રાખ્યો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપ 34 બેઠકો પર આગળ અથવા વિજેતા બન્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 1 બેઠક મળી છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. એક બેઠકની ગણતરી હજુ ચાલુ છે.

આ પરિણામો સુરત જિલ્લામાં ભાજપના પ્રભુત્વને વધુ મજબૂત બનાવે છે. ખાસ કરીને કોંગ્રેસ અને AAP માટે આ પરિણામો મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યા છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">