Breaking News : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયા છે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા રીવાબા જાડેજાએ નણંદ નયનાબા જાડેજાને જીત માટે શુભકામના પાઠવી હતી. ત્યારે આજે નયનાબાની હાર થઈ છે.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પારિવારિક સંબંધોની સાથે નણંદ-ભાભીનો રાજકીય જંગ પણ જોવા મળ્યો હતો.રાજકોટ-વોર્ડ નંબર 2માં કોંગ્રેસની હાર થઈ છે.વોર્ડ નંબર 2માં ભાજપની જીત થઈ છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર થઈ છે. રીવાબા જાડેજા ભાજપ (BJP) સાથે જોડાયેલા છે, જેનાથી રાજકોટમાં નણંદ-ભાભી વચ્ચે સીધો રાજકીય જંગ જોવા મળ્યો હતો.
સંબંધોમાં ખટાશ
તમને જણાવી દઈએ કે,રીવાબા જાડેજા (રવિન્દ્ર જાડેજાના પત્ની) ભાજપના જામનગર ઉત્તરના ધારાસભ્ય અને મંત્રી છે, જ્યારે નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન છે. બંને ભાભી-નણંદ વચ્ચે રાજકીય અને નિવેદનબાજીના કારણે સંબંધોમાં ખટાશ જોવા મળે છે.
રાજકોટશિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ ચૂંટણી પહેલા નણંદ નયનાબા જાડેજાને આપી શુભેચ્છા પાઠવી હતી.કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 2માં ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી હતી.જો કે રીવાબાએ કહ્યું,વોર્ડ નંબર 2 માં કાર્યકર્તાઓની મહેનતને કારણે ભાજપનો ભવ્ય વિજય થશે.નયનાબા જાડેજાને શુભેચ્છા આપી પરંતુ જીત ભાજપની થશે તેવું રીવાબાએ કહ્યું હતુ.
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સુરત મનપામાં ભાજપની આગેકૂચ, 44માંથી 43 બેઠકો પર વિજય, વોર્ડ 12થી કોંગ્રેસનું કમબેક અહી ક્લિક કરો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
