
અમેરિકામાં ગુજરાતીઓએ મોટેલ ઈન્ડસ્ટ્રીમાં એવી જમાવટ કરી છે કે આજે તેની ચોતરફ ચર્ચા છે. એમાં પણ ખાસ કરીને પટેલોનો સહયોગ બહુ મોટો છે. એક સમયે જે ધંધો શરૂઆતમાં કોઈ કરવા માંગતા ન હતા તે હવે દરેકની નજરમાં છે. લગભગ 1940-50ના દાયકામાં ગુજરાતીઓએ અમેરિકા આવીને પોતાની મહેનત, ભાઈચારા અને વિઝનના આધારે સફળતા મેળવી જેના કારણે અમેરિકાનો મોટેલ બિઝનેસ 40 ટકાથી વધુ ગુજરાતીઓ પાસે છે. અમેરિકાના હાઈવે પર જોવા મળતી કોઈપણ મોટેલ પર જશો તો મોટાભાગની મોટેલના રિસેપ્શન પર તમને કોઈ ગુજરાતી ચોક્કસથી મળી જશે. અમેરિકાના મધ્યમ કદના હોટેલ અને મોટાભાગના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓએ ધાક જમાવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓની કેવી રીતે એન્ટ્રી થઈ અને કેવી રીતે સફળ થયા. અમેરિકાના મોટેલ બિઝનેસમાં ગુજરાતીઓની એન્ટ્રી અમેરિકા જવું ઘણા લોકો માટે એક સપનું હોય છે. દર વર્ષે ભારત અને વિશ્વના અન્ય ભાગોમાંથી સેંકડો લોકો રૂપિયા કમાવવાનું સ્વપ્ન લઈને અમેરિકા આવે છે અને કાનજી મંચુ દેસાઈ આમાંના જ એક વ્યક્તિ હતા. કાનજી...
Published On - 6:00 pm, Wed, 19 June 24