8 મેના મહત્વના સમાચાર : અમદાવાદમાં ડિપોઝિટના રૂપિયા માંગવા ગયેલા દંપતી પર તલવાર વડે હુમલો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2024 | 11:34 PM

Gujarat Live Updates : આજ 08 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

8 મેના મહત્વના સમાચાર : અમદાવાદમાં ડિપોઝિટના રૂપિયા માંગવા ગયેલા દંપતી પર તલવાર વડે હુમલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણામાં જાહેર સભાને સંબોધન કરશે. તેઓ કરીમનગર, વારંગલ, રાજમપેટ અને વિજયવાડામાં જનતાને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસીય ઉત્તરપ્રદેશની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ લખીમપુર ખેરી, હરદોઈ અને કન્નૌજમાં ચૂંટણી રેલીને સંબોધશે.

રાજસ્થાનના બાડમેર લોકસભા ક્ષેત્રમાં બીજા તબક્કામાં મતદાન થયું હતું. અહીંના એક મતદાન મથક પર આજે ફેર મતદાન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજથી તેમના ભાઈ રાહુલ ગાંધી માટે રાયબરેલીમાં મત માંગશે. કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી, જે અહીં રાયબરેલી-અમેઠી પ્રચાર માટે ધામા નાખશે. તેઓ આજથી પ્રચાર કરશે.

CBI અને ED દ્વારા નોંધાયેલા ચાર કેસમાં વિદેશ જવાની માગણી કરતી કથિત આરોપી કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. યુપીના સીએમ યોગી અલીગંજમાં જનસભાને સંબોધશે. પૂર્વ સીએમ અખિલેશ યાદવ ઉમેદવાર ડો.નવલ કિશોરની તરફેણમાં ફરુખાબાદમાં જાહેર સભા કરશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 May 2024 11:01 PM (IST)

    ભાવનગર રેંક ટ્રેનનો કોચ ગઢેચી પુલ પાસેના ટ્રેક પરથી ઉતરી ગયો

    • ગઢેચી નદીના પુલ પાસેની ઘટના
    • રેંક ટ્રેનનો કોચ ગઢેચી પુલ પાસેના ટ્રેક પરથી ઉતરી ગયો
    • પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો
    • રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો
    • રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેનને પાછી પાટા પર લાવવા અને રેલવે લાઈન શરૂ કરવા પ્રયાસો હાથ ધરાયા
    • રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
  • 08 May 2024 11:00 PM (IST)

    અરવલ્લી મોડાસાના મોટી ચિચણો ગામે બબાલ

    • પંચાયતની મંજૂરી વિના ટાવર ઉભું કરવા બાબતે મારામારી
    • રજા ચિઠ્ઠી વગર બંધાતા ટાવરને લઈ પંચાયત દ્વારા અપાઈ હતી નોટિસ
    • નોટિસ બાદ પણ ટાવરનું કામ ચાલુ રખાતા સરપંચ સ્થળ મુલાકાતે ગયા હતા
    • બોલાચાલી બાદ મામલો બીચકતા થઈ મારામારી
    • જૂની અદાવતમાં માર મરાયાનો ઇજાગ્રસ્ત યુવકનો આક્ષેપ
    • મોડાસા રૂરલ પોલીસે તપાસ શરુ કરી
  • 08 May 2024 11:00 PM (IST)

    રાજકોટ ગ્રામ્ય LCB ઈંગ્લીશ દારૂનો જથ્થો કારમાંથી ઝડપી પાડ્યો,

    • LCB એ પેટ્રોલિંગ દરમિયાન પીઠડીયા ટોલ ટેક્ષ પાસેથી કારમાંથી દારૂ ઝડપી પાડ્યો,
    • કારમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખ્યો હતો,
    • ચોરખાના માંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 629 બોટલ મળી આવી,
    • જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરી હતી,
    • LCB એ ઈંગ્લીશ દારૂ,મોબાઈલ,કાર મળી 4 લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો,
  • 08 May 2024 10:02 PM (IST)

    જમ્મુ: અવંતીપોરામાં ઝેલમ નદીમાં બોટ પલટી, બે મજૂરો લાપતા

    જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરાના હાથીવાડા વિસ્તારમાં જેલમ નદીમાં નવ મજૂરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લીધા છે જ્યારે બે હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

  • 08 May 2024 09:07 PM (IST)

    અમદાવાદ ધોળકામાં મહિલા પર ટ્રક ડ્રાઈવરે ગુજાર્યું દુષ્કર્મ

    • દુષ્કર્મ બાદ મહિલાની પુત્રીને ટ્રકની કેબિનમાંથી નીચે ફેંકી
    • મહિલાએ ટ્રક ડ્રાઇવર પાસેથી માંગી હતી લિફ્ટ
    • મહિલાએ બૂમાબૂમ કરતા એક કાર ચાલકે કરી મદદ
    • પોલીસે આરોપી ટ્રક ચાલકને પકડી શરૂ કરી કાર્યવાહી
    • ટ્રક ચાલકે મહિલાની પુત્રી પર ટ્રક ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો
  • 08 May 2024 09:07 PM (IST)

    ચોટીલા રાજા વાડ ગામેથી મળી આવ્યો યુવકનો મૃતદેહ

    • રાજા વાડ ગામેથી મળી આવ્યો યુવકનો મૃતદેહ
    • હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો
    • હત્યાના આક્ષેપ સાથે મૃતકના સગાએ હાઇવે જામ કર્યો
    • 4 દિવસથી ઘરેથી ગુમ યુવક દિપકની સળગેલ હાલતમાં મૃતદેહ મળ્યો છે
    • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા અને 2 DYSP અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા..
    • હાઇવે બ્લોક કરવામાં આવતા હાઇવે પર વાહનોની લાગી લાંબી કતારો..
    • ઘટનાને લઈ પોલીસ તપાસનો ધમધમાટ
  • 08 May 2024 08:14 PM (IST)

    ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર

    વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ચૂક્યો છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકશે. ગુજસેટનું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે..વિદ્યાર્થીઓ વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકશે.

  • 08 May 2024 08:13 PM (IST)

    અમદાવાદના વટવા વિસ્તારમાં થઈ મહિલાની હત્યા

    • વટવા વિસ્તારમાં થઈ મહિલાની હત્યા
    • ડિપોઝિટના રૂપિયા માંગવા ગયેલા દંપતી પર તલવાર વડે હુમલો
    • હુમલામાં મહિલાનું મોત નિપજ્યું
    • પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
  • 08 May 2024 08:13 PM (IST)

    રાજકોટમાં ખુલ્લેઆમ બોગસ વોટિંગ કરાતુ હોવાનો વીડિયો વાયરલ

    • પોરબંદર લોકસભાના ગોંડલ વિધાનસભામાં આવતા બીલયાળા ગામના સરપંચ દિપક રુપારેલીયા અને તેમના માણસોનો વીડિયો
    • સરપંચ દિપક રુપારેલીયા સહિત ચાર જેટલા લોકો મતદાન મથકમાં જોવા મળ્યા
    • ગોંડલ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ચૂંટણી પંચને વીડિયોને લઇને ફરિયાદ માટેની તજવીજ
  • 08 May 2024 08:11 PM (IST)

    નવસારીના વાંસદા વન વિભાગે ખેરના લાકડાની તસ્કરી પકડી

    • નવસારીના વાંસદા વન વિભાગે ખેરના લાકડાની તસ્કરી પકડી
    • કાંટસવેલ ગામના રિઝર્વ જંગલમાંથી તસ્કરી કરતા 4 ની કરી ધરપકડ
    • 50 હજારના 1.634 ઘન મીટર ખેરના લાકડા કબજે
    • ખેરના લાકડા સાથે 5.50 લાખના બે વાહન પણ કબજે લીધા
    • વાંસદા વન વિભાગે વન અધિનિયમ હેઠળ તપાસ આરંભી
  • 08 May 2024 03:38 PM (IST)

    Gujarati News : ગીર સોમનાથમાં ભૂંકપ, ચાર મિનિટમાં આવ્યા બે આંચકા

    ગીર સોમનાથમાં આજે ભૂંકપના આંચકા આવ્યા હતા.  4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.7ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ હતી. તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.

  • 08 May 2024 02:16 PM (IST)

    Gujarati News : પિરાણામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 3 પોલીસ ઘાયલ

    હિન્દુ અને મુસ્લિમ બને માટે સમાન આસ્થાના સ્થળ એવા પિરાણા ખાતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આજે સવારે આ જગ્યા પર બે કોમના લોકો એકઠા થયા હતા. બંને બાજુના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ત્રણ પોલીસ કર્મીને ઈજા પહોચી હોવાના સમાચાર સામે આવ્યા છે. પથ્થરમારો કરનાર બંને પક્ષના કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી છે. તંગ સ્થિતિને જોતા સમગ્ર પિરાણામાં પોલીસે પેટ્રોલિગ વધાર્યું છે.

  • 08 May 2024 01:00 PM (IST)

    Gujarati News : મતદારોને ખુશ કરવા માટે રુપાલાએ માફી માગી છેઃ ક્ષત્રિય સમાજ

    રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસકોન્ફરન્સમાં દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું કે, રુપાલાએ આજે માંગેલી માફી રાજકીય છે. રુપાલાને ક્યારે માફ કરવા તે સંકલન સમિતિ નિર્ણય લેશે. મતદારોને ખુશ કરવા માટે રુપાલાએ માફી માગી છે.

    રૂપાલા સામેનુ ક્ષત્રિય આંદોલનને હાલ અલ્પવિરામ લગાવ્યું છે. કોઈએ તેને પૂર્ણ વિરામ લગાવ્યું હોવાની માનવાની ભૂલ ના કરવી. રૂપાલાના શબ્દોએ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે. ક્ષત્રિયોને હિન્દુત્વ અને રામરાજ્ય બાબતે શિખવાડવાની જરૂર નથી. આંદોલન અંગે સંકલન સમિતિની બેઠક યોજીને નક્કી કરાશે તેમ પણ તેમણે કહ્યું હતું.

  • 08 May 2024 11:10 AM (IST)

    Gujarati News : વડોદરામાં પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં લાગી આગ

    વડોદરામાં આજે વહેલી સવારે પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં આગ લાગતા ભયનુ વાતાવરણ સર્જાવા પામ્યું હતું. રેલવે ટ્રેક પરની હાઈ ટેન્શન વીજ લાઈનનો પાવર સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. આગને કાબૂમાં લઈ લીધા બાદ, પેટ્રોલ ભરેલ વેગનની ટ્રેન રવાના કરી દેવાઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા ત્યારે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ નજરે પડ્યો હતો. અજાણ્યા શખ્સનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

  • 08 May 2024 09:56 AM (IST)

    Gujarati News : હૈદરાબાદમાં વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં સાત મજૂરના મોત

    હૈદરાબાદના બચુપલ્લી વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન ઈમારતની દિવાલ ધરાશાયી થતા ચાર વર્ષના બાળક સહિત સાત લોકોના મોત થયા હતા. બચુપલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે રાત્રે બની હતી અને માર્યા ગયેલા લોકો ઓડિશા અને છત્તીસગઢના કામદારો હતા.

  • 08 May 2024 09:40 AM (IST)

    Gujarati News : એર ઇન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એકાએક માંદગીની રજા પર ઉતરી જતા 70 થી વધુ ફ્લાઇટ્સ રદ

    ટાટા અને એર ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અગાઉ વિસ્તારામાં પાયલોટની અછતને કારણે કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી, હવે એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ એકાએક સામુહિક માંદગીની રજા પર જતા રહ્યાં હોવાથી ઘણી સમસ્યાઓ સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓની આ પ્રકારની કાર્યવાહીને કારણે મંગળવાર રાતથી આજે બુધવાર સવાર સુધીમાં 70થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

  • 08 May 2024 09:21 AM (IST)

    Gujarati News : અલગ અલગ રહેતા બે ભાઈઓ પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઈ જવા સિવિલ હોસ્પિટલમાં બાખડ્યા

    સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારીનો એક બનાવ બન્યો છે. આશરે 200 લોકોનું ટોળુ ભેગુ થઈ જવા પામ્યું હતું. અલગ અલગ રહેતા બે ભાઈઓ, પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઈ જવા માટે ટેકેદારો સાથે બાખડ્યા હતા. બન્ને વચ્ચે લાંબો સમય સુધી મારામારી થતા આશરે 200 લોકોનુ ટોળુ થયું હતું. સિવિલ હોસ્પિટલથી પોલીસ ચોકીનું અંતર 50 મીટરે હોવા છતા કાયદાના ડર વિના બન્ને વચ્ચે લાબો સમય મારામારી થવા પામી હતી.

  • 08 May 2024 08:30 AM (IST)

    Gujarati News : અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરીમાં આવ્યો ભૂકંપ

    અરુણાચલ પ્રદેશના લોઅર સુબાનસિરીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ આજે વહેલી સવારે 4.55 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે.

  • 08 May 2024 08:18 AM (IST)

    Gujarati News : સૌથી વધુ મતદાન વલસાડમાં, સૌથી ઓછુ મતદાન અમરેલીમાં

    લોકસભાની ગઈકાલ 7મી મેના રોજ યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ કુલ 59.49 ટકા મતદાન થવા પામ્યું છે. જેમા સૌથી વધુ વલસાડમાં અને સૌથી ઓછુ અમરેલી બેઠક પર થવા પામ્યું છે. વલસાડમાં 72.24 ટકા મતદાન થયું છે. જ્યારે અમરેલી બેઠક પર 49.22 ટકા મતદાન નોંધાયુ છે.

  • 08 May 2024 07:39 AM (IST)

    Gujarati News : લોકસભાની ગત ચૂંટણી કરતા 5 ટકા ઓછુ મતદાન

    ગઈકાલ 7મી મેના રોજ યોજાયેલ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં કુલ સરેરાશ 59.49 ટકા મતદાન થવા પામ્યું છે. મોડીરાત્રે ચૂંટણી પંચે જાહેર કરેલા આખરી આંકડા મુજબ, મતદાનના છેલ્લા એક કલાક એટલે કે, 5 થી 6 માં 4.27 ટકા મતદાન થવા પામ્યું હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં વલસાડ લોકસભામાં સૌથી વધુ 72.24 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન 49.22 ટકા અમરેલી લોકસભા મતવિસ્તારમાં થયું છે.

Published On - May 08,2024 7:32 AM

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">