Breaking News : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ કામગીરી શરૂ
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. રાષ્ટ્રપતિ રાયસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યા હતા, પરંતુ હાર્ડ લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટરને રવિવારે અકસ્માત નડ્યો હતો. રાયસીની સાથે દેશના નાણામંત્રી પણ હેલિકોપ્ટરમાં હતા. રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હેલિકોપ્ટરમાં સવાર લોકોની હાલત કેવી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ પૂર્વ અઝરબૈજાનના ઉત્તર-પશ્ચિમ ઈરાનના પ્રાંતમાં રફ લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દોલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી, ઈમામ મોહમ્મદ અલી અલે-હાશેમ અને અન્ય કેટલાક મુસાફરો સવાર હતા.
રાષ્ટ્રપતિ રાયસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી મંત્રીઓ અને અધિકારીઓને લઈ જઈ રહેલા બંને હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યા હતા, પરંતુ હાર્ડ લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિની સાથે વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન પણ હતા. આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદ પર સ્થિત જોલ્ફા શહેરની નજીક બની હતી.
રાયસી અઝરબૈજાન ગયા હતા
ઇબ્રાહિમ રાયસી રવિવારે સવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા માટે અઝરબૈજાનમાં હતા. બંને દેશો વચ્ચે અરસ નદી પર બનેલો આ ત્રીજો ડેમ છે. કહેવાય છે કે ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. ઈરાનના સ્થાનિક મીડિયા અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, જેમાંથી બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યા હતા, પરંતુ હાર્ડ લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
કાફલામાં સામેલ હેલિકોપ્ટરનો સંપર્ક થઈ રહ્યો નથી
મીડિયા રિપોર્ટ અનુસાર, રાયસીના હેલિકોપ્ટરનો સંપર્ક થઈ રહ્યો નથી. રાયસીના હેલિકોપ્ટરમાં સવાર આયાતુલ્લા અલ-એ-હાશેમ સાથે થોડા સમય માટે વાતચીત થઈ હતી, પરંતુ ત્યારથી તેમનો સંપર્ક થયો નથી. મળતી માહિતી અનુસાર બચાવ ટીમ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને શોધી રહી છે. ડ્રોનની મદદથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઈરાનના ગૃહમંત્રીએ પણ પુષ્ટિ કરી છે કે ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ હેલિકોપ્ટરનો સંપર્ક થઈ રહ્યો નથી.