AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાઃ ચોમાસાને લઈ પ્રિમોન્સૂન બેઠક યોજાઈ, તંત્રનો એક્શન પ્લાન તૈયાર

બનાસકાંઠા વહીવટી તંત્ર અને પાલનપુર નગરપાલિકાએ પ્રિ મોન્સૂન પ્લાનને લઈને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પરંતુ અત્યારે પાલનપુર અને બનાસકાંઠા ની સ્થિતિ એવી છે કે જો કમોસમી વરસાદ વધુ આવે તો નાગરિકો માટે ખૂબ જ મુશ્કેલી ઉભી થાય.

બનાસકાંઠાઃ ચોમાસાને લઈ પ્રિમોન્સૂન બેઠક યોજાઈ, તંત્રનો એક્શન પ્લાન તૈયાર
એક્શન પ્લાન તૈયાર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2024 | 5:05 PM
Share

ચોમાસુ હવે ટૂંક સમયમાં જ દસ્તક દેશે અને કમોસમી વરસાદની પણ આગાહી છે. ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર અને પાલનપુર નગરપાલિકાએ પ્રિ મોન્સૂન પ્લાનને લઈને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પરંતુ અત્યારે પાલનપુર અને બનાસકાંઠા ની સ્થિતિ એવી છે કે જો કમોસમી વરસાદ વધુ આવે તો નાગરિકો માટે ખૂબ જ મુશ્કેલી ઉભી થાય.

ત્યારે નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે પ્રિમોન્સૂન પ્લાન માત્ર કાગળ પર હોય છે અને જેના લીધે ચોમાસાની મુશ્કેલીઓ સર્જાય છે. તો આ ચોમાસા માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલાના ભાગરૂપે પ્લાન તૈયાર કરી અને હાલાકી ન પડે તેવું કરવું જોઈએ. જિલ્લા ક્લેકટર દ્વારા આ માટે પ્રિ મોન્સૂન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર

આગામી ચોમાસાને લઈને વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ખાસ કરીને બનાસકાંઠામાં 2017 ના પુર ની સ્થિતિ ને ધ્યાને રાખી અને કંટ્રોલ રૂમ શરૂ કરાય છે.  ડીઝાસ્ટર વિભાગને પણ ખાસ સુચના અપાઇ છે. તેમજ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને પણ દરેક તાલુકામાં ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને રાખી અને સૂચનાઓ અપાઇ છે.

ચોમાસામાં વધુ વરસાદ પડે અને પાણી ભરાય અથવા તો કોઈ અનહોની થાય તેના માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાવી દીધી છે. જોકે પાલનપુર નગરપાલિકા દ્વારા પણ પાલનપુર શહેરમાં નદી નાળા અને ગટરોની સફાઈ નું અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જ્યારે લડબી નદીના વહેણ સફાઈ કરી અને ત્યાં પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.  આગામી અઠવાડિયામાં પાલનપુર પાલિકા દ્વારા ચોમાસાના પ્રિ મોન્સુન પ્લાનને લઈને તમામ કામગીરી હાથ ધરાનાર છે.

સ્થાનિકોના પણ આક્ષેપો

મહત્વની વાત એ છે કે કમોસમી વરસાદની આગાહી છે સાથે સાથે લોકોનું કહેવું છે કે, દર વર્ષે પ્રિ મોનસુન પ્લાન માત્ર કાગળ પર હોય છે અને કોઈપણ નક્કર કામગીરી ન થવાથી નાગરિકોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે. ચોમાસામાં વધું પાણી આવે છે પાણીના ભરાવાથી લોકોની ઘરવખરી પણ બગડી જાય છે .  અનેકવાર લોકો ઘર વિહોણા પણ થાય છે ત્યારે નદી નાળા ની સફાઈ ના હજુ સુધી તો કોઈ ઠેકાણા નથી. ચોમાસા પહેલા લોકો ઈચ્છે છે કે પાલનપુર નગરપાલિકા દ્વારા ચોમાસાની ધ્યાને રાખી અને કોઈ નક્કર કાર્યવાહી થાય તો મુશ્કેલીઓ ન ભોગવી પડે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">