6 જૂનના મહત્વના સમાચાર : આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2024 | 10:21 PM

આજે 6 June 2024ને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

6 જૂનના મહત્વના સમાચાર : આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત

નરેન્દ્ર મોદીને સર્વાનુમતે NDAના નેતા પસંદ કરાયા છે. જલ્દી જ તેઓ રાષ્ટ્રપતિને મળી સરકાર રચવાનો  દાવો કરશે. 8 જૂને ત્રીજી વખત તે શપથ લઈ શકે છે. INDIA ગઠબંધન સરકાર રચવાનો દાવો રજૂ નહીં કરે.  5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજથી મધ્ય બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 11 જૂન સુધી અમદાવાદમાં વરસાદ આવશે. રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ, RMC, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી. ખરાઈ વિના જ લાયસન્સ અપાયું છે.  વડોદરામાં ડૂબવાથી વધુ પડતા મોતને લઈ તંત્રનો મહત્વનો નિર્ણય. જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી, કેનાલ સહિત તળાવોમાં ન્હાવા પર પ્રતિબંધ..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jun 2024 07:40 PM (IST)

    આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત

    આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત થયા છે.  એકજ પરિવારના બે મહિલા અને બે યુવકો સહિત કુલ ચાર જણાના ડૂબી જવથી મોત થયા છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં નાહવા ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 06 Jun 2024 07:27 PM (IST)

    રાજકોટ મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસર સામે નોંધાઈ અપ્રમાણસર મિલકતની ફરિયાદ

    TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર સામે અપ્રમાણસર મિલકતો ધરાવવાનો કેસ નોંધાયો છે.  ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા પર ACBમાં ફરિયાદ નોંધાઈ છે. ACBએ 2012 થી 2024 સુધીની બેન્ક ડીટેઈલ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા છે. જેના આધારે ભીખા ઠેબા પાસે 79 લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. આવક કરતા 67.57 ટકા જેટલી વધુ રકમની સંપત્તિ મળી આવતા કેસ નોંધવામાં આવ્યો છે.

  • 06 Jun 2024 06:57 PM (IST)

    વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકોની પરીક્ષામાં પાસ કરાવવાના કૌંભાડમાં 20 કર્મચારીઓ સસ્પેન્ડ

    વડોદરામાં, વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડના મામલે 20 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા તમામે તમામ 20 કર્મચારીઓ Mgvclમાં ફરજ બજાવતા  હતા. 20 કર્મીઓમાંથી કેટલાક કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા છે. જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ થયા હતા. રાજ્યની વીજ કંપનીઓમાં વર્ષ 2020-21માં વિદ્યુત સહાયકોની લેવાઈ હતી ઓનલાઈન પરીક્ષા. સમગ્ર કૌભાંડનો સુરત પોલીસે કર્યો હતો પર્દાફાશ.

  • 06 Jun 2024 04:50 PM (IST)

    રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી કિરીટસિંહ જાડેજા જેલ હવાલે

    રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી કિરીટસિંહના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે, 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી કિરીટસિંહના વધુ રિમાન્ડની માંગણી કરી નથી. આથી કોર્ટે કિરીટસિંહને જેલમાંં મોકલી આપવાનો આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 28 મે ના રોજ ટીઆરપી ગેમ ઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરાઇ હતી.

  • 06 Jun 2024 04:25 PM (IST)

    અમદાવાદીઓ હવે વોટ્સએપ મારફતે AMCને કરી શકશે ફરિયાદ

    અમદાવાદઓ હવે whatsapp ઉપર ફોટા, વીડિયો અને એડ્રેસ મોકલીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, અલગ અલગ 7 ઝોનના 7 વોટસઅપ નંબર જાહેર કર્યા છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવા બાબત, ગંદકી બાબતે, ઝાડ પડવા બાબતે, બિસ્માર રોડ કે ભુવો પડવા કે લાઈટ સહિત તમામ પ્રકારની ફરિયાદ માટે ઝોન વાઈઝ whatsapp નંબર જાહેર કરવામાં આવ્યા છે. ભયજનક મકાન તેમજ જોખમી હોર્ડિગ્સ બાબતે પણ ફરિયાદ કરી શકાશે.

  • 06 Jun 2024 03:57 PM (IST)

    TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ કેસમાં, ACB અપ્રમાણસર મિલ્કત અંગેનો નોંધી શકે છે કેસ

    TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમગ્ર કેસમાં ACB સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. બે ક્લાસ 1 અધિકારીની અપ્રમાણસર મિલ્કતની ACB એ તપાસ પૂર્ણ કરી છે. Tpo એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર ની મિલકતોની ACB એ તપાસ કરી છે. અન્ય 8 જેટલા અધિકારીઓની મિલકતો પણ ACB તપાસ કરી રહી છે. આવતીકાલ સુધીમાં ACB નોંધી શકે છે પહેલી ફરિયાદ. અપ્રમાણસર મિલકત અંગે ACB માં આવતીકાલે નોંધાઈ શકે છે ફરિયાદ. રાજકોટના બે પૂર્વ પોલીસ ઇન્સ્પેકટર વિરૂદ્ધ પણ તપાસ શરૂ કરાઇ છે.

  • 06 Jun 2024 03:48 PM (IST)

    સુરતના ઈચ્છાપોરમાંથી ગેસ રિફિલિંગ કરવાનું કૌંભાડ ઝડપાયું

    સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું કૌંભાડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 23 ગેસની બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સાંઈ સેલ્સ એજન્સીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થતું હતું.  લોકોની જિંદગી જોખમમાં મૂકી કરવામાં આવતું રિફિલિંગ. ભૂતકાળમાં સુરત શહેરમાં આ રીતે રિફિલિંગ વખતે બ્લાસ્ટ થતા અનેક નિર્દોષ લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે.

  • 06 Jun 2024 02:39 PM (IST)

    વડોદરા: સેવાસદનનો સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા પકડાયો

    વડોદરા: સેવાસદનનો સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા પકડાયો. વારસાઇની એન્ટ્રી માટે ફરિયાદી પાસે પૈસા માંગ્યા હતા. ઓફિસર સબીર દીવાન સામે ACBએ કાર્યવાહી કરી હતી. કરજણ તાલુકા સેવાદનમાં ACBની સફળ ટ્રેપ રહી.

  • 06 Jun 2024 01:33 PM (IST)

    અંબાજી: મંદિર પરિસરમાં 3D થિયેટર સીલ કરાયું

    અંબાજી: મંદિર પરિસરમાં 3D થિયેટર સીલ કરાયું છે. ફાયર સેફટી અને ફાયર NOC ન હોવાથી કાર્યવાહી કરાઇ છે. 3D થિયેટરમાં ફાયબરની વસ્તુઓ હોવાથી આગ જલ્દી પકડી શકે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં તંત્ર સજ્જ છે.

  • 06 Jun 2024 12:35 PM (IST)

    કમોસમી વરસાદથી 1547 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન થયું

    મે મહિનામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. કમોસમી વરસાદના કારણે 235 ગામોને  અસર થઇ છે. ત્રણ જિલ્લાના 7 હજાર 438 હેકટરમાં નુકસાન થયું છે. સુરત, નર્મદા, વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયુ છે. 1547 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. કૃષિ વિભાગની કુલ 30 ટીમો દ્વારા સર્વે કરાયો હતો. ગત 13 મેથી 18 મે વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થયો હતો.

  • 06 Jun 2024 12:15 PM (IST)

    ચંદ્રબાબુ નાયડુ દેશના વિશ્વાસ પર ખરા ઉતરશે – પપ્પુ યાદવ

    બિહારની પૂર્ણિયા લોકસભા બેઠક પરથી અપક્ષ વિજેતા ઉમેદવાર પપ્પુ યાદવે કહ્યું, ‘નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ હંમેશા મહાત્મા ગાંધીના વિચારોને અનુસર્યા છે, તેઓ સામાજિક ન્યાયની વાત કરે છે. મને આશા છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે નીતિશજી દેશના વિશ્વાસ પર રહેશે અને ચંદ્રબાબુ નાયડુ પણ તેમના પર દેશને ગર્વ થશે. મને આશા છે કે ભારત ગઠબંધન સરકાર બનાવશે અને જો એનડીએ ગઠબંધન સરકાર બનાવશે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને.

  • 06 Jun 2024 11:32 AM (IST)

    સુરતઃ આઈસક્રીમ વિક્રેતાઓ પર GSTના દરોડા

    સુરતઃ આઈસક્રીમ વિક્રેતાઓ પર GSTના દરોડામાં કરોડોના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. આઈસક્રિમ, જ્યુશ, ભજીયા અને પિઝાના વિક્રેતાઓ પર દરોડા પાડ્યા હતા. 40 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર મળ્યા છે. બિસ્મિલ્લાહ અને 51 રેમ્બો આઈસક્રિમની તપાસમાં 2 કરોડના વ્યવહાર મળ્યા.

  • 06 Jun 2024 10:09 AM (IST)

    જૂનાગઢ : કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

    જૂનાગઢ જિલ્લાના સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. કાર પલ્ટી મારી જતા કારમાં સવાર 2 ના મોત થયા છે. અકસ્માતમાં બે યુવતી સાથે કુલ 4 ઈજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

  • 06 Jun 2024 09:18 AM (IST)

    બનાસકાંઠાના પાલનપુરના 11 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

    બનાસકાંઠા: પાલનપુર શહેર અંગેના ટીવીનાઇનના અહેવાલની અસર થઇ છે. પાલનપુર શહેરના 11 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. 5 જૂનથી 5 જુલાઇ સુધી 11 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. હાલ 10 વિસ્તારના 30 લોકો  સારવાર હેઠળ છે. ખાસદાર ફળી, રબારીવાસ, જમાદારવાસ અને સલાટ વાસના રહીશોને અસર થઇ છે. આરોગ્ય વિભાગે 3 જૂને પાણીના નમૂના લીધા હતા.

  • 06 Jun 2024 08:52 AM (IST)

    રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી

    રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટની વિશેષ ડિવિઝનલ બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે. શહેરોના વર્તમાન અને તત્કાલીન અધિકારીઓ પાસે પણ ખુલાસો મંગાયો છે. રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં અત્યાર સુધી થયેલી તપાસ અને એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કર્યો છે.

  • 06 Jun 2024 08:45 AM (IST)

    આજે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી

    હવામાન વિભાગે  ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે. આજે 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં આગાહી છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં આગાહી છે. 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલમાં આગાહી છે. તો દાહોદ,નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ આગાહી છે. 9 જૂન 11 જૂને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

  • 06 Jun 2024 07:38 AM (IST)

    રાજકોટ: કાલાવડ રોડ પર મહિલાએ પોતાનું જ વાહન સળગાવ્યું

    રાજકોટ: કાલાવડ રોડ પર મહિલાએ પોતાનું જ વાહન સળગાવ્યું. સરકારી ક્વાર્ટર નજીક અકસ્માત થતાં મહિલા રોષે ભરાઈ હતી. અન્ય મહિલાએ નુકસાનના વળતર માટે રૂપિયા માંગતા મામલો બિચક્યો. વાહન સળગાવનાર મહિલા દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

  • 06 Jun 2024 07:37 AM (IST)

    વાયુસેનાએ ઉત્તરકાશીના સહસ્ત્રતાલમાં 3 પર્વતારોહીના જીવ બચાવ્યા

    ઉત્તરકાશીના સહસ્ત્રતાલમાં ભારતીય વાયુસેનાએ રેસ્ક્યૂ ઓપરેશન કરી  15માંથી 3 પર્વતારોહીના જીવ બચાવ્યા છે. ખરાબ હવામાનના કારણે 15 ટ્રેકર્સ ફસાયા હતા. ભારતીય વાયુસેનાને 5ના મૃતદેહ મળ્યા છે. ખરાબ હવામાનના કારણે પર્વતારોહીઓ રસ્તો ભૂલી ગયા હતા. IAFએ 2 ચિતા અને MI-17 V5 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

Published On - Jun 06,2024 7:33 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">