30 સપ્ટેમ્બરના મહત્વના સમાચારઃ આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2024 | 7:35 AM

આજે 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 સપ્ટેમ્બરના મહત્વના સમાચારઃ  આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

LIVE NEWS & UPDATES

  • 30 Sep 2024 10:46 AM (IST)

    તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળનો મામલો, આજે SCમાં સુનાવણી

    સુપ્રીમ કોર્ટ આજે તિરુપતિ મંદિરના લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં પશુ ચરબીની ભેળસેળના મામલામાં હસ્તક્ષેપની માંગ કરતી અનેક PILની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.

  • 30 Sep 2024 10:15 AM (IST)

    સુરત: ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ આવ્યા વિવાદમાં

    સુરત: ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિવાદમાં આવ્યા છે. શરદ પાટીલ પાંડેસરા ભેસ્તાનના કોર્પોરેટર છે. તેમના પર બુટલેગર પાસેથી હપ્તો લેતા હોવાનો આરોપ લાગ્યો છે. માથાભારે ઇસમ સાથે મળી દારૂના અડ્ડા પરથી હપ્તા લેતા હોવાનો આક્ષેપ છે.  કોર્પોરેટરના સાથીદાર વિરુદ્ધ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે.

  • 30 Sep 2024 10:02 AM (IST)

    અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

    ભારતીય સિનેમામાં યોગદાન માટે  અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થશે.

  • 30 Sep 2024 09:44 AM (IST)

    રાજકોટઃ જસદણનું આલણસાગર તળાવ ઓવરફ્લો

    રાજકોટઃ જસદણનું આલણસાગર તળાવ ઓવરફ્લો થયુ છે. 31.50 ફુટ પાણી ભરાતા ઓવરફ્લો થયુ છે. તળાવ ઓવરફલો થતા નીચાણવાળા 5 ગામોને એલર્ટ કરાયા છે. જસદણ, બાખલવડ ,આટકોટ, પાંચવડા,જસાપર ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો નગરજનોમાં ખુશીનો માહોલ છે.

  • 30 Sep 2024 09:13 AM (IST)

    આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

    આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

  • 30 Sep 2024 08:34 AM (IST)

    જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત 2 ડેમ 95 ટકા ભરાયો

    જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત 2 ડેમ 95 ટકા ભરાયો છે. ઓઝત 2 ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. 5700 ક્યુસેક પાણીની આવક થતા એટલી જ જાવક કરાઈ છે.આ ડેમ ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે. રાત્રે વધુ વરસાદ પડતાં 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા.

  • 30 Sep 2024 07:38 AM (IST)

    નવરાત્રી પહેલા સુરત ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા

    નવરાત્રી પહેલા સુરત ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા મળી છે. સુરતમાં મોટા પ્રમાણમાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર અનિસખાન ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અનિસ ખાનને મુંબઈથી ઝડપી પાડ્યો. સુરતમાં જુદા જુદા 4 MD ડ્રગ્સના ગુનામાં આરોપી વોન્ટેડ હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઇમાં આરોપીની વોચમાં હતી. સતત વોચમાં રહી મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડ્યો છે.

  • 30 Sep 2024 07:38 AM (IST)

    વડોદરાઃ ઠેર-ઠેર ખાડાને કારણે રાહદારીઓને હાલાકી

    વડોદરાઃ ઠેર-ઠેર ખાડાને કારણે રાહદારીઓને હાલાકી પડી રહી છે. સંતરામનગરમાં પિતા-પુત્ર ખાડામાં ખાબક્યા હતા. પુત્રને બચાવવા જતા પિતા પણ ખાડામાં પડ્યા હતા. સ્થાનિકોએ પિતા-પુત્રને હેમખેમ બહાર કાઢ્યા હતા. સાઈન બોર્ડ, બેરિકેટ મુક્યા વગર પાલકિએ ખાડા ખોદી નાંખ્યા.

  • 30 Sep 2024 07:36 AM (IST)

    જૂનાગઢઃ 4 ઈંચ વરસાદ ખાબક્યો

    જૂનાગઢઃ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ પાણી-પાણી થયુ છે. ભવનાથ તરફ ન જવા કલેક્ટરે અપીલ કરી છે. વરસાદના કારણે ભવનાથ તરફ ન જવા સૂચના આપી છે. કાળવા નદીમાં પણ પૂરની સ્થિતિ છે.

સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 9 સેમી દૂર છે. સિઝનમાં પ્રથમવાર જીવાદોરી છલોછલ થઇ છે. ડેમના 5 દરવાજા ખોલાયા છે. 42 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.  સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 4 ઇંચ વરસાદથી જૂનાગઢમાં જળબંબાકાર છે, તો સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર ફરી વળતા 40 ગામનો સંપર્ક તૂટ્યો છે.  ફરીવાર વડોદરાના હાલ બેહાલ થયા છે. વિશ્વામિત્રીની સપાટી વધતા તંત્ર એલર્ટ પર છે. 300 લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યુ છે. NDRFની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા મનપા પાપે પ્રજા પરેશાન છે. રસ્તા પર પડેલા ખાડામાં પિતા-પુત્ર પડ્યા હતા. જે પછી સ્થાનિકોએ તેંમને બહાર કાઢ્યા, બેરિકેડિંગના અભાવે દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">