11 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : પાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત, બાકીનાની શોધખોળ ચાલુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2024 | 9:00 PM

આજે 11 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

11 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : પાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત, બાકીનાની શોધખોળ ચાલુ

ગુજરાત ન્યૂઝ :

  • કચ્છ પાલારા જેલમાં દુષ્કર્મના આરોપીનો આપઘાત.
  • મહીસાગર નદીમાં 235558 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.
  • મહી નદીમાં પાણી છોડાતા વડોદરાના ગામોને પણ એલર્ટ કરાયા
  • હાલિસા વાસણા ચૌધરી રોડ પરથી દારૂ ભરેલ 2 કાર ઝડપાઇ
  • વલસાડ શહેરમાં મોબાઈલ શોપ પર પથ્થરમારાની ઘટના
  • સુરત બાદ ભરૂચમાં બે કોમના ટોળા આવ્યા સામ સામે

નેશનલ ન્યૂઝ :

  • પીએમ મોદી આજે ગ્રેટર નોઈડાના પ્રવાસે
  • મણિપુરમાં 5 દીવસ ઈન્ટરનેટ બંધ
  • દિલ્હીમાં મંકીપોક્સનો કેસ સામે આવ્યો.
  • કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કાંદિવલીમાં અકુર્લી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
  • વિનેશ ફોગાટ હરિયાણા જુલાના વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે

આજનું હવામાન :

  • ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય.. ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી. જેના કારણે રાજ્યના જુદા-જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા.
  • રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી.. આગામી 2 દિવસ અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન કર્યું. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા.
  • અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી. હવામાન વિભાગના મતે, શહેરમાં મધ્યમ વરસાદ પડી શકે, ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદની સંભાવના.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Sep 2024 08:48 PM (IST)

    આજે સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં 1 થી 82 મિલીમીટર સુધી વરસ્યો વરસાદ

    ગુજરાતમાં આજે બુધવારે સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 90 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ધનસુરા, ભરૂચના નેત્રંગ, મહેસાણામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરા, મહિસાગરના વિરપુરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.

  • 11 Sep 2024 07:44 PM (IST)

    પાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત, બાકીનાની શોધખોળ ચાલુ

    સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત વ્યક્તિઓ ડૂબ્યા હોવાની વિગત સામે આવી છે. સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી કુલ ચાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી એક મૃત અવસ્થામાં હતો. જ્યારે બાકીના ત્રણને સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા છે. અન્યોની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય કીરીટ પટેલ, SDM , મામલતદાર, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. સરસ્વતી નદીમાં ડૂબી જનારા એક જ પરિવારના સભ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

  • 11 Sep 2024 07:16 PM (IST)

    રાહુલ ગાંધીએ અનામત નાબૂદ કરવાની વાત કરીને કોંગ્રેસનો છુપો એજન્ડા જાહેર કર્યો, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વિટ

    ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, વિદેશની ધરતી પરથી ભારતની અનામત નીતિ વિરુદ્ધ નિવેદનો કરવા રાહુલ ગાંધીને શોભતું નથી. અનામત નાબૂદ કરવાની વાત કરીને તેમણે પોતાના અને કોંગ્રેસ પાર્ટીના છુપાયેલા ઈરાદાઓ જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી અનામત ખતમ કરવાની તેમની કોઈપણ રણનીતિને સફળ થવા દેશે નહીં.

  • 11 Sep 2024 05:14 PM (IST)

    પાટણના સમી-રાઘનપુર હાઇવે પર અકસ્માતમાં 3 મોત

    પાટણના સમી-રાઘનપુર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 3 મોત થયા છે. ST બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇકસવાર 3 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ બાઇકમા આગ લાગી હતી. આગની ઝપેટમાં આવતા ગંભીર ઇજાથી મોત થયા હોવાની વિગતો સામે આવી છે.

  • 11 Sep 2024 04:36 PM (IST)

    બનાસકાંઠાના ધાનેરામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ

    બનાસકાંઠાના ધાનેરામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ધાનેરા શહેર અને હાઇવેના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. તુલસી નગર માર્કેટની દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. સાચોર ધાનેરા હાઇવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા નગરપાલિકાનો પ્રિ મોન્સૂન પ્લાન કાગળ પર જ રહ્યો હોવાનું સાબિત થયુ છે.

  • 11 Sep 2024 03:57 PM (IST)

    સુરતમાં લાલગેટ પોલીસ મથક હદમાં ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારાઈ

    સુરતમાં લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં 38 ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારાઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. રાત્રીના સમયે એક ગણપતિ પંડાલ પર કાંદા બટાકા મારવામાં આવ્યા હોવાની ફરિયાદ હતી. આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી છે. જ્યાં ઘટના બની ત્યાં પોલીસ ફોર્સ વધારી દેવામાં આવ્યા છે. સતત ગણપતિ પંડાલ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ધાબા પર લાઈટ લગાવામાં આવી છે. ધાબા પર લાઈટ લાગવાથી લોકોની હલચલ ખબર પડી શકે. લાલગેટ વિસ્તાર માં 3 DCP, 5 ACP દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે. 22 PI અધિકારીઓ ખડેપગે હાજર.

  • 11 Sep 2024 03:37 PM (IST)

    દાહોદના માછણ નદી પરના કોઝવે પર ફરી વળ્યાં પાણી

    દાહોદના લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણનદીમાં નવા નીરની આવક થવા પામી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણનદીમાં નવા નીરની આવક થઈ રહી છે. છેલ્લા 1 મહિનામાં ત્રીજી વાર પાણી કોઝવે પરથી પાણી વહેતા કોઝવે પરથી પસાર થતા મુશ્કેલી અનુભવાઈ રહી છે. કોઝવે ઉપર પાણી ભરાતા જીવના જોખમે પસાર થવા સ્થાનિકો અને વાહનચાલક મજબુર થયા છે. જો કે કોઈ દુર્ઘટના ના થાય તે માટે પોલીસ દ્વારા બેરીકેટ મૂકવામાં આવ્યા છે.

  • 11 Sep 2024 03:35 PM (IST)

    વડોદરામાં આવેલા પૂરથી 10,000 કારને નુકસાન

    વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરથી શહેરની 40 ટકા કારને પૂરના પાણીથી નુકસાન થવા પામ્યું છે. આશરે  10 હજાર જેટલી કારના રીપેરીંગમાં દિવાળી સુધીનો સમય લાગશે. કારનું રીપેરીંગની કોસ્ટ ઓછામાં ઓછી 50 હજાર જેટલી થઈ રહી છે. ડીલરોને ફ્લડની કાર મૂકવા અલગ પ્લોટ ભાડે રાખવાની ફરજ પડી રહી છે. એક ડીલર પાસે 400થી વધુ કાર ફ્લડમાં પ્રભાવિત થયેલી આવી હોવાનું સામે આવ્યું છે. કારના નુકસાનને સિગ્રિકેશન કરીને તેના સર્વિસ કરવામાં આવી રહી છે. અનેક કારના પાર્ટ્સ હાજર નહિ હોવાથી, અન્યત્રથી મંગાવવાની ફરજ પડી રહી છે.

  • 11 Sep 2024 02:13 PM (IST)

    નવરાત્રીમાં લવજેહાદના કિસ્સા રોકવા, રાજકોટમાં ગરબામાં આધારકાર્ડ-ફોટા પર અપાશે પ્રવેશ પાસ

    રાજકોટમાં કડવા પાટીદાર સમાજના UD કલબ દ્વારા દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે જણાવ્યું છે કે, નવરાત્રીમાં લવ જેહાદ રોક માટે અર્વાચીન ગરબાના આયોજકોએ આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ. જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. UD કલબ નવરાત્રીના પાસ માટે આધારકાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.

  • 11 Sep 2024 02:02 PM (IST)

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમ્યાન 15 અને 16 સપ્ટેમ્બરે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ. સૂત્રના જણાવ્યા મુજબ 2 દિવસ ગુજરાત મુલાકાત દરમ્યાન જાહેર કાર્યક્રમ સિવાય રાજભવનમાં કરશે બેઠક.

  • 11 Sep 2024 02:01 PM (IST)

    સુરત રેલ્વે સ્ટેશન પરના પાણીના પાઈપમાં લીકેજ

    સુરત રેલ્વે સ્ટેશન પર રાત્રીના સમયે પાણીનો પાઈપ તૂટતા લિકેજ . પાણીના કારણે પ્લેટફોર્મ પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો.સોશ્યિલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

  • 11 Sep 2024 02:01 PM (IST)

    અમદાવાદ આશિમા કંપનીને તાળા લાગતા કર્મચારીઓનો હોબાળો

    અમદાવાદના ન્યુ કોટન અમરાઈવાડી માર્ગ પરની આશિમા કંપનીમાં હોબાળો. કંપનીના સંચાલકોએ એકાએક તાળા મારતા કર્મચારીઓ બેકાર બન્યાં. મહિલા કર્મચારી સહિત સેંકડો કારીગરોએ ગેટ પાસે એકઠાં થઈ સૂત્રોચ્ચાર કર્યા. બાકી પગાર તેમજ અન્ય લેણાં ચુકવ્યા બાદ કંપની બંધ કરે તેવી માગ. પોલીસ કાફલો બોલાવવાની પણ ફરજ પડી.

  • 11 Sep 2024 01:39 PM (IST)

    અમદાવાદ થી અંબાજી 52 ગજની ધજા સાથે પહોંચ્યો વ્યાસવાડીનો સંઘ

    • અમદાવાદથી વ્યાસવાડીનો નીકળેલો સંઘ અંબાજી પહોંચ્યો.
    • 52 ગજની ધજા માતાજીને ચઢાવી ગરબા રમ્યા.
    • છેલ્લા 30 વર્ષથી સંઘ માતાજીને ચઢાવે છે 52 ગજની ધજા.
    • ચાચર ચોકમાં ભક્તો હર્ષોલ્લાસ સાથે માતાજીના ગરબે ઘૂમ્યાં.
    • દૂર-દૂરથી માં અંબેના દર્શને પધારેલા ભક્તોએ ધન્યતા અનુભવી.
  • 11 Sep 2024 01:38 PM (IST)

    અંબાજી શક્તિપીઠ અંબાજીમાં માઈભક્તોનું આગમન

    • શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા જ માઈભક્તોનું આગમન.
    • એક દિવસ અગાઉથી જ ભક્તો માં અંબેના દર્શનાર્થે ઉમટ્યા.
    • મંદિર પરિસર અને અંબાજી શહેર માઈભક્તોના ઘોડાપૂરથી ઉભરાયું.
    • માતાજીના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો ધજા અને છતર સાથે અંબાજી પહોંચ્યા.
    • મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી..
  • 11 Sep 2024 01:37 PM (IST)

    વડોદરા શહેર ભાજપમાં ફરી જૂથવાદ આવ્યો બહાર !

    વડોદરા ભાજપમાં ફરી જૂથવાદ આવ્યો સામે. પૂર બાદ ધારાસભ્યો, શહેર ભાજપ સંગઠન અને મનપાના હોદ્દેદારો વચ્ચે ગજગ્રાહની આશંકા. કોર્પોરેશનના કુત્રિમ તળાવના ઉદઘાટનની પત્રિકામાં શાસકોના જ ફોટો ગાયબ જોવા મળ્યાં. આમંત્રણ કાર્ડમાંથી સાંસદ, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સહિતના ફોટો ન હોવાથી ચર્ચા જાગી.

  • 11 Sep 2024 01:37 PM (IST)

    દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

    દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. સતત બીજા દીવસે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. લીમખેડા, ઝાલોદ, દેવગઢબારિયા, સિંગવડ સહિતના તાલુકાઓમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ.

  • 11 Sep 2024 01:37 PM (IST)

    સુરત પોલીસનું “મુસાફિર હું યારો” અભિયાન સફળ

    સુરત પોલીસનું “મુસાફિર હું યારો”નામનું અભિયાન રંગ લાવ્યું. ભટકતા માણસોનું કાઉન્સિલિંગ કરી હિસ્ટ્રી મેળવી પરિવાર સાથે કરાવે છે મિલન. પંચમહાલમાં રહેતા પરિવાર સાથે 40 વર્ષ પહેલાં છુટા પડેલા વ્યક્તિની પરિવાર સાથે મુલાકાત કરાવી, પિતાએ ઠપકો આપતા ઘર છોડી સુરત આવી કરતા હતા મજૂરી. પરિવારને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા.

  • 11 Sep 2024 01:36 PM (IST)

    ગીર સોમનાથ સિંહના રેસ્ક્યૂ સમયે અફરાતફરીના દ્રશ્યો

    ગીર સોમનાથના ગીર ગઢડામા સિંહ ઘરમાં ઘૂસ્યો. પટેલપરા વિસ્તારના એક મકાનમાં સિંહે ધામા નાંખતા ગામમાં ભયનો માહોલ સર્જાયો.  તાત્કાલિક વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું. સિંહના રેસ્ક્યૂ દરમિયાન અફરાતફરી અને દોડધામના દ્રશ્યો સામે આવ્યા.  રેસ્ક્યુ સમયે સિંહ નાસી છૂટતા ગ્રામજનોએ હાશકારો મેળવ્યો.

  • 11 Sep 2024 01:22 PM (IST)

    દિલ્હી-NCRમાં ભૂકંપના હળવા આંચકા, પાકિસ્તાનમાં હતું કેન્દ્ર બિંદુ

    બુધવારે દિલ્હી-NCRમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું. ઈસ્લામાબાદ અને લાહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધવામાં આવી હતી.

    પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તે ઘસવામાં આવે છે. જ્યારે તેઓ એકબીજા પર ચઢે છે અથવા તેમની પાસેથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.

  • 11 Sep 2024 01:02 PM (IST)

    ઉંઝા APMC ચુંટણી નો મુદ્દો, પૂર્વ APMC ચેરમેન નારાયણ કાકાનું મોટું નિવેદન

    મહેસાણા ઉંઝા APMCમાં ચુંટણી પહેલા ગરમાયું રાજકારણ. પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન.”મને રાજકારણમાં રસ નથી, હાલ સક્રિય રાજકારણમાં નિવૃત્ત છું. 25 વર્ષ પહેલા માર્કેટ છોડ્યું ત્યાર બાદ APMCમાં પગ નથી મૂક્યો. મારો પુત્ર APMCની ચૂંટણે લડશે કે નહિ તેની અંગે હું કંઇ ન કહી શકું.

  • 11 Sep 2024 01:02 PM (IST)

    ધોધમાર વરસાદ પડતા ધાનેરાના હાલ બેહાલ

    • બનાસકાંઠાના ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ધાનેરાના હાલ બેહાલ
    • ધાનેરાના મુખ્ય બજારોમાં ભરાયા વરસાદી પાણી
    • ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુસ્કેલીમાં મુકાયા
    • ધાનેરા મુખ્ય બજાર, ધાનેરા નગર પાલિકા, હિંગળાજ નગર વિસ્તારો પાણીમાં ગરકાવ
    • ધાનેરામાં અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
  • 11 Sep 2024 10:55 AM (IST)

    રાજધાનીમાં હળવા વરસાદી ઝાપટાં

    રાજધાની દિલ્લીના વાતાવરણમાં આવ્યો પલટો. શહેરના અનેક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યાં. ઈન્ડિયા ગેટ વિસ્તારમાં વરસાદથી સામાન્ય જનજીવનને અસર પહોંચી. નોકરી-ધંધાર્થે જવા નીકળેલા શહેરીજનો છત્રીનો સહારો લેતા નજરે પડ્યાં.

  • 11 Sep 2024 10:55 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઈંચ જ્યારે ભરૂચના વાલિયામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. નર્મદાના સાગબારામાં 3 ઈંચ, ખેરગામમાં 2.9 ઈંચ વરસાદ નોંધાયો. 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.

  • 11 Sep 2024 10:21 AM (IST)

    Surat : સગીર બાળાના અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો

    • સુરત મહિધરપુરા પોલીસે સગીરા સાથે હૈદરાબાદથી ઝડપી પાડ્યો.
    • ભોગબનનાર બાળાને ભગાડી જનાર આરોપી મોહમદ નુરબાબુ બદરુદ્દીન સૈયદ ની ધરપકડ કરી.
    • બાળાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા સારુ ભારતના અલગ-અલગ રાજ્યોમા છુપાતો ફરતો હતો.
  • 11 Sep 2024 10:20 AM (IST)

    ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ

    • મહેસાણા ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ
    • સી એમ ભુપેન્દ્રભાઈ પટેલે ધજા મહોત્સવનો કરાવ્યો પ્રારંભ
    • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત
    • મહેસાણા સાસંદ હરિભાઈ પટેલ,ઊંઝાના ધારાસભ્ય કિરીટ ભાઈ પટેલ, સહિત અગ્રણીઓ ઉપસ્થિત
    • મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ઉપસ્થિત
    • સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી માં ઉમિયાના મંદિરે ધજા મહોત્સવ
  • 11 Sep 2024 10:20 AM (IST)

    દાહોદ : ખરવાણી ગામે રાત્રી ના સમયે મકાનની દિવાલ થઈ ધરાશય

    • ખરવાણી ગામે રાત્રી ના સમયે મકાન ની દિવાલ થઈ ધરાશય
    • ભારે વરસાદ ના પગલે અચાનક ઘર ની દિવાલ ધરાસાઇ થતા બે બાળકીના મોત
    • ખરવાણી ના સંગાડા ફળીયા ની ધટના
    • પરીવાર ના સભ્યો ઘર મા સુતા હતા ત્યારે અચાનક મકાન ની દિવાલ થઈ હતી ધરાસાઇ
    • મનૂભાઇ ભૂરા ભાઈ ડામોર ના મકાન ની દિવાલ ધરાશય થઈ હતી
    • 7 વષઁ જોસનાબેન, 5 વષઁ રોસનીબેન દિવાલ નીચે દબાઈ જતા ઘટના સ્થળ પર જ મોત
    • પૂત્ર કીરણ અને મનુ ભાઈ ને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા
  • 11 Sep 2024 09:17 AM (IST)

    જંબુસરમાં રહેણાંક વિસ્તારમાં મગર

    • ભરૂચના જંબુસરમાં રહેણાંક વિસ્તારમાં મગર આવી ચઢતા ફફડાટ
    • ખાનપુરી ભાગોળ વિસ્તારમાં મગર આવી ચઢ્યો
    • વન વિભાગ દ્વારા 6 ફૂટ લાંબા મગરનું રેસ્કયુ કરાયુ
  • 11 Sep 2024 09:16 AM (IST)

    અરવલ્લી : વાત્રક નદીમાં પાણીની આવક વધી

    • ઉપરવાસ રાજસ્થાન માં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો
    • વાત્રક ડેમ પણ પાણી વધતા મોડી રાત્રે ત્રણ દરવાજા ખોલાયા હતા
    • સવારે ડેમમાં 14500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ
    • વાત્રક ડેમના હાલ બે દરવાજા ખોલી 14500 ક્યુસેક પાણી છોડાયું
    • તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારની ગામોને કરાયા છે સતર્ક
  • 11 Sep 2024 09:16 AM (IST)

    અમેરિકા ચીને કબ્જે કરી ભારતની જમીન: રાહુલ ગાંધી

    અમેરિકા પ્રવાસ દરમિયાન ચીન મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન. કહ્યું, ચીની સૈનિકોએ લદ્દાખમાં દિલ્લી જેટલી જમીન કબ્જે કરી. અમેરિકામાં રાહુલ ગાંધીના આક્ષેપ બાદ ભાજપે પલટવાર કર્યો. સંસદીય પ્રધાન કિરણ રિજીજુએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો.

  • 11 Sep 2024 08:48 AM (IST)

    રાજકોટમાં સાયબર ફ્રોડની મોટી ઘટના સામે આવી

    • રાજકોટમાં BPCL ના નિવૃત્ત કર્મચારી સાથે એક કરોડનું સાયબર ફ્રોડ થયું.
    • મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી મની લોન્ડરિંગમાં અરેસ્ટ વોરન્ટ નીકળ્યું છે તેમ કહી સુપ્રીમ કોર્ટની ફેક નોટિસ મોકલી રૂપિયા 1 કરોડ પડાવ્યા..
    • CBI ના નામે ડરાવી જીવને જોખમ હોવાની પણ ધમકી આપી..
    • સાયબર ક્રાઇમ પોલીસે અશ્વીનભાઈ માનસિંહ તલાટીયાની ફરિયાદ નોંધી..
    • અલગ અલગ ખાતામાંથી 1 કરોડ 3 લાખ ચૂકવ્યા બાદ ગઠિયાઓએ વધુ 30 લાખ રૂપિયાની માંગ કરતા મિત્ર પાસેથી ઉધાર રૂપિયા માંગતા સમગ્ર મામલો સામે આવ્યો અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ..
  • 11 Sep 2024 08:47 AM (IST)

    સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ-ટ્રમ્પ

    ચર્ચાના અંતે, ટ્રમ્પે બિડેન સરકારની ખામીઓ અંગે જણાવ્યું કે, “Joe Biden અને કમલા હેરિસ અમેરિકન ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે.

  • 11 Sep 2024 08:43 AM (IST)

    અમદાવાદના મણિનગર વિસ્તારની શાળામાં ફાયર સેફ્ટીને લઈ નોટિસ

    • અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલ ઓફ એચિવર્સ ને નોટિસ
    • શાળામાં ફાયર સેફ્ટી નો અભાવ, બેઝમેન્ટમાં વર્ગ ચાલતા હતા
    • ખુલ્લા ઈલેક્ટ્રીક વાયર હોવાનું પણ આવ્યું ધ્યાને
    • શાળાની બેદરકારી બદલ અમદાવાદ DEO એ નોટિસ આપી
    • 2 દિવસમાં રૂબરૂમાં ખુલાસો કરવા માટે આપી નોટિસ
  • 11 Sep 2024 08:43 AM (IST)

    બનાસકાંઠામાં ખનીજ ચોરી પકડાઈ

    • બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે મોટી ખનીજ ચોરી પકડાઈ
    • ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી કરતા 100 થી વધુ ડમ્પરો જપ્ત કર્યા
    • બનાસ નદીમાં બિન અધિકૃત રીતે ખનીજ ચોરી કરતા ખાણ ખનીજ વિભાગે રેડ કરતા કરોડોની ચોરી પકડાઈ
    • શિહોરી પોલીસની સાથે રાખી ખાણ ખનીજ વિભાગે મોડી રાત્રે કરી રેડ
    • ખાણ ખનીજ વિભાગની મોડી રાત સુધી કાર્યવાહી ચાલતી રહી કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી પકડવાની શક્યતાઓ
  • 11 Sep 2024 08:42 AM (IST)

    કચ્છ આરોગ્ય પ્રધાનની ભેદી મોત મુદ્દે બેઠક

    કચ્છમાં ભેદી બીમારીથી મોત બાદ રાજ્ય સરકાર એક્શનમાં. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કલેક્ટર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી. ઋષિકેશ પટેલની સાથે કચ્છના પ્રભારી શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા.  અધિકારીઓને લોકોના સર્વે સહિતના પગલા ભરવા નિર્દેશ આપ્યા.

  • 11 Sep 2024 08:41 AM (IST)

    ઉત્તરાખંડ હરિદ્વારમાં છવાયો વરસાદી માહોલ

    ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ. હરિદ્વાર શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા. વરસાદી માહોલના કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી.

  • 11 Sep 2024 08:24 AM (IST)

    મહેસાણા ઊંઝામાં વહેલી સવારે ધોધમાર વરસાદ

    મહેસાણાના ઊંઝામાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. ઉત્તર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી.

  • 11 Sep 2024 07:11 AM (IST)

    સુરેન્દ્રનગરઃ થાનગઢ તાલુકાના સોનગઢ ગામે પ્રેમી પંખીડાનો આપધાત

    • સોનગઢ ગામે પરણીતા અને યુવક વચ્ચે હતો પ્રેમ સંબધ પ્રેમ સંબંધમાં સાથે નહિ રહી શકે તેમ હોવાથી કર્યો આપધાત.
    • બન્ને પ્રેમીઓ એ ઘરમાં છત સાથે સાડીથી ફાસો લગાવી કર્યો આપઘાત
    • પોલીસ એ બન્ને મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી
  • 11 Sep 2024 06:56 AM (IST)

    US રાષ્ટ્રપતિ ચૂંટણી: કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચર્ચા શરૂ

    મહાસત્તા અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી બની રસપ્રદ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રેસિડેન્સિયલ ડિબેટ. વિવિધ મુદ્દાઓ પર બંને એકબીજા પર વરસ્યા. બંધારણ, એબોર્સન સહિત ટ્રમ્પ પરના કેસો મુદ્દે બંનેના એકબીજા પર શાબ્દિક પ્રહાર..

  • 11 Sep 2024 06:34 AM (IST)

    તુલસીશ્યામ રેન્જમાં દીપડો કુવામાં ખાબક્યો

    અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં માલકનેસ ગામના કુવામાં દીપડો ખાબક્યો. વનવિભાગે ઘટના સ્થળ પર પહોંચી હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો.

  • 11 Sep 2024 06:34 AM (IST)

    દિલ્હીમાં મંકીપોક્સનો કેસ સામે આવ્યો, ડોક્ટરે કહ્યું, ગભરાવાની જરૂર નથી

    દિલ્હીમાં મંકીપોક્સનો એક મામલો સામે આવ્યો હતો, જેના પર એલએનજેપી હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, અમારી પાસે એક દર્દી આવ્યો હતો, તે મંકીપોક્સ પોઝિટિવ હતો, હાલમાં અમે તેને સારવાર માટે પૂણે મોકલી દીધો છે. લક્ષણોનું વર્ણન કરતાં ડૉક્ટરે કહ્યું કે, દર્દીને તાવ હતો અને તેના શરીરમાં ખૂબ દુખાવો હતો.

  • 11 Sep 2024 06:32 AM (IST)

    તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ, માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રખાઈ

    રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ મુદ્દે તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ. માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મુદ્દે વેપારીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો અને ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરી હતી. “ચાઈના લસણ બંધ કરો”ના પોસ્ટર હાથમાં રાખી વિરોધ દર્શાવ્યો હતો. મહત્વનું છે કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા ચાઈનીઝ લસણની આવક થઈ હતી.

  • 11 Sep 2024 06:30 AM (IST)

    ભરૂચમાં મોડી રાતે વાતાવરણમાં પલટો

    • ભરૂચ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો
    • બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ હાજરી પુરાવી
    • હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની કરાઇ હતી આગાહી
  • 11 Sep 2024 06:16 AM (IST)

    આગામી 2 દિવસ અતિભારેની આગાહી

    રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી. આગામી 2 દિવસ અતિભારે વરસાદનું હવામાન વિભાગે કર્યું અનુમાન. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા.

  • 11 Sep 2024 06:16 AM (IST)

    ભરૂચ: શુકલતીર્થ રોડ પર અકસ્માતની ઘટના બની

    ભરૂચના શુક્લતીર્થ રોડ પર કાર ચાલકે 2 બાઈકને અડફેટે લીધા. 1 બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં નિપજ્યું મોત. અન્ય બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો.  પોલીસે હાથ ધરી તપાસ.

Published On - Sep 11,2024 6:15 AM

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">