5 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂંક કરી
આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 5 જુલાઈ બુધવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રેલવે ટૂંકા અંતરની વંદે ભારત ટ્રેનોના ભાડા ઘટાડવાની તૈયારી કરી રહી છેઃ સૂત્રો
રેલવે કેટલીક ટૂંકા અંતરની વંદે ભારત ટ્રેનોમાં ખાલી બેઠકોને ધ્યાનમાં રાખીને ભાડું ઘટાડવા માટે ટિકિટના ભાવની સમીક્ષા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમાણમાં ઓછા અંતરવાળી કેટલીક વંદે ભારત ટ્રેનોમાં સીટો સંપૂર્ણ રીતે ભરાઈ રહી નથી. આવી સ્થિતિમાં, રેલવે તેમના ભાડાની સમીક્ષા કરીને ભાડામાં કાપ મૂકવાની યોજના બનાવી રહી છે.
-
શિંદેએ ધારાસભ્યોને આશ્વાસન આપતા કહ્યું – 2024માં પણ એકનાથ શિંદે જ રહેશે મુખ્ય પ્રધાન
અજિત પવાર અને NCPના 8 ધારાસભ્યોએ મહારાષ્ટ્ર સરકારમાં પ્રવેશ કરીને અને શિંદે-ફડણવીસ સરકારમાં મંત્રીઓ બનવાથી શિંદે જૂથના ધારાસભ્યોમાં ગણગણાટની સાથે વિરોધની લાગ્ણી પ્રસરી ગઈ છે. શિંદે જૂથના ઘણા ધારાસભ્યોએ પણ આ ગઠબંધન ઉપર સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ધારાસભ્યોને ખાતરી આપી છે કે, તેઓ 2024માં પણ મુખ્યમંત્રી રહેશે. શિંદેએ કહ્યું કે અમે 50 ધારાસભ્યો જીતીને આવીશું.
-
-
Gujarat News Live : અમરેલીના સોનારીયા ગામે વીજળી પડતા એક આધેડનું મોત
અમરેલીના સોનારીયા ગામે વાડીએથી પરત આવતા આધેડ ગામના પાદરે ઉભા હતા ત્યારે તેમના પર વીજળી પડતા મોત થયું હતું. સોનારીયા ગામે રહેતા બાલાભાઈ રણછોડભાઇ વાઘેલા ઉપર વીજળી પડતા તેમનુ મોત થયું હતું. જ્યારે 10 વર્ષની માહી મનુભાઈ વાઘેલાનો આબાદ બચાવ થયો છે. મૃતકના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
-
Gujarat News Live : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં SIUએ આતંકવાદીઓના ઘર પર દરોડા પાડ્યા
જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) એ બુધવારે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદી ભંડોળના સંબંધમાં, છ સ્થળોએ આતંકવાદીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. કિશ્તવાડ જિલ્લામાં કિશ્તવાડ પોલીસના SIU દ્વારા દરોડા પાડવામાં આવેલા ઘરો આતંકવાદીઓના છે. જેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.
-
Gujarat News Live: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કોઈપણ ભાગોમાં નદીઓમાં પૂર આવવાની સંભાવના વ્યકત કરી છે. 7 જુલાઈથી 12 જુલાઈ સુધી મેઘરાજા ધમરોળશે ગુજરાતને તેવી આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, સૌરાષ્ટ્રના રાજકોટ ગીર સોમનાથ સહિત જુનાગઢ અને જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
-
-
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરી
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરી, ભાજપ દ્વારા ચૂંટણી ઇન્ચાર્જની કરાઈ નિમણૂંક, રજની ભાઈ પટેલ,વર્ષા બેન દોશી તથા ગણપત વસાવાની કરાઈ નિમણૂંક.
-
Maharashtra : કાકા શરદ પવારને પદ પરથી હટાવી,અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ
અજિત પવાર અને શરદ પવાર વચ્ચેની રાજકીય લડાઈ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અજિત પવારે કાકા શરદ પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવ્યા છે.અજિત પવાર પોતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.
-
પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લા પર NSA લગાવવામાં આવ્યો છે
જાહેરમાં કોઇ વ્યક્તિ પર પેશાબ કરવાના આરોપમાં પ્રવેશ શુક્લા પર NSA લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આજે ભાજપે પણ આ મામલે પોતાની તપાસ સમિતિ બનાવી છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે અમે આ ઘટના પર અમારી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છીએ. આરોપીઓને પણ કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
-
Sana Khan Baby: સના ખાનના ઘરમાં ગુંજી કિલકારી, લગ્નના અઢી વર્ષ બની બાદ માતા
Sana Khan Become Mother: અભિનેત્રી સના ખાન માતા બની છે અને તેણે પુત્રને જન્મ આપ્યો છે. આ ખુશખબર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના પછી અભિનેત્રીને સતત અભિનંદન મળી રહ્યા છે.
-
રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત
રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે.
-
ભારતે રોમાંચક ફાઇનલમાં કુવૈતને હરાવીને 9મી વખત ચેમ્પિયનનો તાજ પોતાના નામે કર્યો
ભારતે 9મી વખત SAF ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. સુનીલ છેત્રીના ખેલાડીઓએ રોમાંચક ફાઇનલમાં કુવૈતને હરાવ્યું. બંને વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. સડન ડેથમાં ગુરપ્રીત સિંહ સંધુએ પેનલ્ટી રોકીને ભારતને 5-4થી જીત અપાવી હતી. ભારતે અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં આ ખિતાબ જીત્યો હતો.
-
દેગંગામાં ટીએમસીની રેલીમાં બોમ્બ વિસ્ફોટ, 17 વર્ષીય કિશોરનું મોત
ઉત્તર 24 પરગણાના દેગંગામાં મોડી રાત્રે ટીએમસીની રેલી પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 17 વર્ષના છોકરાનું મોત થયું છે. પંચાયત ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે અને રાજ્યમાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ટીએમસીએ આ ઘટના માટે સીપીએમ અને આઈએસએફને જવાબદાર ઠેરવ્યા છે.
-
અમદાવાદમાં જુદા જુદા સર્કલ પર “વેસ્ટમાંથી બેસ્ટ” થીમ પર બનાવવામાં આવેલ સ્કલ્પચર્સ ખુલ્લા મુકાયા
G20 અને U20ને લઈને અમદાવાદમાં (Ahmedabad) આવેલ જુદા જુદા સર્કલ પર “વેસ્ટમાંથી બેસ્ટ” થીમ આધારિત સ્કલ્પચર્સ બનાવવામાં આવ્યા છે. જેને આજે ખુલ્લા મુકાયા છે.
-
સુરેન્દ્રનગરમાં ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ, પ્રતિમા પાસે ગંદકી જોવા મળતા લોકોમાં રોષ
સુરેન્દ્રનગર શહેરના સિવિલ હોસ્પિટલમાં (civil Hospital) મહાત્મા ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થવાના અહેવાલ સામે આવ્યા છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પરથી 6 મહિનાથી ચશ્મા ગાયબ થતા લોકોમાં નારાજગી જોવા મળી છે.
-
ભાવનગરમાં લાંચના કેસમાં RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયોની કરી અટકાયત
ભાવનગરમાં રૂપિયા એક લાખની લાંચ કેસમાં ફોરેસ્ટ ઓફિસર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદ બાદ ACBએ બંને આરોપી સામે કાર્યવાહી કરી છે. ACBએ છટકુ ગોઠવીને લાંચની રકમ સાથે RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયા ધવલ પ્રજાપતિની અટકાયત કરી હતી.
-
ગાંધીનગર : કેબિનેટ બેઠકમાં બહુચરાજી મંદિર મામલે લેવાયો નિર્ણય
- કેબિનેટ બેઠકમાં બહુચરાજી મંદિરના નવનિર્માણ મામલે થયો નિર્ણય
- બહુચરાજી મંદિરના શિખરની ધ્વજા 81 ફૂટ કરવાનો લેવાયો છે નિર્ણય
- અગાઉ 71 ફૂટ ઊંચી ધ્વજા કરવાનું થયું હતું નક્કી
-
Accident CCTV : હૈદરાબાદમાં કારે ત્રણ મહિલાઓને મારી ટક્કર
Hyderabad: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ઝડપી કારે ત્રણ લોકોને ટક્કર મારી હતી, જેના કારણે તે તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ તમામ લોકો મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે એક ઝડપી કારે તેનું સંતુલન ગુમાવી દીધું હતું અને વોક કરી રહેલી ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી
-
Surat: સુરતમાં માથાભારે ટોળકીનો માસ્ટર માઈન્ડ ઝડપાયો, 8 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા
Surat: સુરતના ડિંડોલી (Dindoli) અને લિંબાયત પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આ મોસ્ટ વોન્ટેડ આરોપીને પાલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. લસ્સી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાતા પોલીસને અન્ય ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે.
-
Breaking News : હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલેથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થાય તેવી સંભાવના છે. 7 જુલાઈ એ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહે તેવી સંભાવના છે.
-
દિલ્હી: તીસ હજારી કોર્ટમાં વકીલો વચ્ચે ગોળીબાર
દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી છે. વકીલો વચ્ચેના પરસ્પર ઝઘડામાં હવામાં ગોળીબાર થયો હતો. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
-
અમે ભાજપમાં નહીં પણ સરકારમાં જોડાયા છીએઃ છગન ભુજબળ
અજિત પવાર સાથે ગયેલા છગન ભુજબળે કહ્યું છે કે અમારા પર સવાલો ઉભા થાય છે કે અમે ભાજપ સાથે કેવી રીતે ગયા? જો આપણે શિવસેના સાથે જઈ શકીએ તો ભાજપમાં શું ખોટું છે. પરંતુ અમે ભાજપમાં નહીં પરંતુ સરકારમાં જોડાયા છીએ. અમે NCPમાં છીએ.
-
જુહાપુરામાં એક જ કિલોમીટરમાં મસ મોટા ચાર ભૂવા પડ્યા
અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં એક જ કિલોમીટરની અંદર ચાર મોટા ભૂવા (Sinkhole) પડ્યા છે. કોર્પોરેશન દ્વારા ભૂવા પડવાના સ્થળ પર લોકોને સાવચેત રહેવા સૂચન કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ભૂવા ચોમાસામાં પડતા હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય કોઈપણ સિઝનમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે.
-
અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
Ahmedabad : અમદાવાદમાં ચોમાસાની (Monsoon 2023) શરુઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શરદી-તાવ, ઝાડા ઉલ્ટી સહિતના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં રોગચાળાની વાત કરીએ તો સાદા મલેરિયાના 56 અને ડેન્ગ્યૂના 25 નોંધાયા છે. તો ચિકનગુનિયાના 2 કેસ સામે આવ્યા છે. જો પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા-ઉલટીના 755 દર્દી, કમળાના 132 અને ટાઈફોઈડના 297 કેસ નોંધાયા છે.
-
Surat : સાયકલ ચોરી કરતા ૩ યુવકને SOGએ ઝડપ્યા
સુરત શહેરમાં સાયકલોની ચોરી કરતા ૩ ઈસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીની કુલ 2.14 લાખની કિમતની ચોરી કરેલી 42 નંગ સાયકલો અને સાયકલોની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી એક રીક્ષા પણ કબજે કરી હતી.
-
તિસ્તા સેતલવાડની જામીન અરજી પર SCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ
તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી છે. તેમને વચગાળાની રાહત ચાલુ રહેશે. આગામી સુનાવણી 19 જુલાઈએ થશે.
-
સુરતમાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ, સ્કૂલે જતા બાળકો અટવાયા
Surat : સુરતમાં વહેલી સવારથી જ વરસાદી (Rain) માહોલ છવાયો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સુરતમાં વરસાદ બાદ પાણી ભરાઇ જવાની ઘટના કોઇ નવી નથી, ત્યારે આજે પણ વરસાદ વરસતા અશ્વિની કુમાર વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. અશ્વિની કુમાર વિસ્તારમાંથી સ્કૂલે (School) જવા માટે પસાર થતા બાળકો અટવાયા હતા. શાળાની બહાર જ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
-
સુરત : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
Surat: સુરતમાં સતત મોબાઈલમાં (Mobile) મશગૂલ રહેતા બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ક્રિશ એન્ક્લેવમાં રહેતા હીરા વેપારીના 14 વર્ષના પુત્ર અયાનનું 9મા માળેથી પટકાતા મોત નીપજ્યું છે. અયાન ધોરણ 9મા અભ્યાસ કરતો હતો.
-
અમદાવાદ : એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા પડવાની ઘટના
અમદાવાદ શહેરમાં ‘ભૂવા’રાજથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા (Sink hole) પડવાની ઘટના બની છે. ભૂવા પડવાના કારણે શહેરના 19 માર્ગો બંધ કરાયા છે.
-
જમ્મુ-કાશ્મીર : RS પુરા સેક્ટરમાં ઝડપાયો પાકિસ્તાની, બીએસએફ કરી રહી છે પૂછપરછ
જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં BSFએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે. પકડાયેલા પાકિસ્તાની નાગરિકની બીએસએફ પૂછપરછ કરી રહી છે.
-
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર પ્રવીણ કુમારને નડ્યો અકસ્માત
ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર પ્રવીણ કુમારની કારને એક ખરાબ અકસ્માત થયો છે. જો કે આટલા મોટા અકસ્માત બાદ પણ ભારતના આ ડેશિંગ ક્રિકેટરનો જીવ બચી ગયો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં રમી રહેલા ભારતના સ્વિંગ બોલર પ્રવીણ કુમારની કારને એક કેન્ટરે ટક્કર મારી હતી.
-
વડાપ્રધાનના નિવાસસ્થાને ચાલી રહી છે કેબિનેટની બેઠક
વડાપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની બેઠક ચાલી રહી છે. આ બેઠક પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ રહી છે.
-
મુસ્લિમ પર્સનલ બોર્ડની બેઠક ચાલુ, UCC પર થઈ રહી છે ચર્ચા
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ની બેઠક ચાલી રહી છે. આ બેઠક યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને યોજાઈ રહી છે. જેમાં ચેરમેન સહિત 33 લોકો ઓનલાઈન જોડાયેલા છે. આ બેઠકમાં ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.
-
Breaking News : GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું
Rajkot : GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ બોગસ બિલીંગ કાંડ રાજકોટ ડિવીઝનમાંથી પકડી પાડવામાં આવ્યુ છે. 10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં 50 જેટલી બોગસ પેઢીઓ મળી આવી છે.
-
Mehsana : અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, 18 પાનાની સુસાઇડ નોટ મળી
Mehsana : મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલની (kirit patel) આત્મહત્યા (Suicide) કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કિરીટ પટેલે લખેલી 18 પાનાની સુસાઇડ નોટ સામે આવી છે. ત્યારે કિરીટ પટેલના ભાઇએ પોલીસ પર જ ગંભીર આરોપ લગાવ્યાં છે. મૃતકના ભાઇએ મહેસાણા SP અને PSI પર ગંભીર આરોપ લગાવ્યાં છે. આત્મહત્યા પાછળ ષડયંત્ર રચાયું હોવાનો આરોપ છે. એટલું જ નહીં કિરીટ પટેલની આત્મહત્યા નહીં પણ માનવ વધ હોવાનો પણ આરોપ છે. સાથે જ દાવો છે કે કિરીટ પટેલના ઘરમાંથી સ્ફોટક પુરાવા મળી આવ્યાં છે. જે સમય આવે રજૂ કરવામાં આવશે.
-
રાજકોટ ભાજપના મહિલા નેતાના પતિનું કારસ્તાન, ફરિયાદમાં પોતે કોર્પોરેટર કહી પોલીસને ગેરમાર્ગે દોરી
Rajkot : મહિલા સશક્તિકરણની વાતો જોરશોરથી કરવામાં આવે છે અને રાજનીતિમાં મહિલાઓને પૂરતું પ્રાધાન્યના દાવા કરવામાં આવે છે, પરંતુ મહિલાઓના નામે ચૂંટણી જીતીને તેમના પરિવારના જ પુરૂષો પદાધિકારી તરીકે રોફ જમાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જયાં શહેરના વોર્ડ નંબર-5ના ભાજપના (BJP) મહિલા કોર્પોરેટર (Corporator) વજી ગોલતરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઓળખ ભાજપના કોર્પોરેટર તરીકે આપી હતી.
-
NCERTએ ધોરણ 1 અને 2ના નવા પુસ્તકો લોન્ચ કર્યા, બાળકો ‘સારંગી’થી હિન્દી અને ‘મૃદંગ’થી અંગ્રેજી વાંચશે
NCERT New Textbook 2023: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 1 અને 2 માટે નવા પાઠ્યપુસ્તકો લોન્ચ કર્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવા પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે.કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને નવા પાઠ્યપુસ્તકોનું વિમોચન કર્યું હતું. ટૂંક સમયમાં જ રિલીઝ થયેલા પુસ્તકોની ડિજિટલ એડિશન પણ કાઉન્સિલની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તે જ સમયે, અન્ય ભાષાઓમાં પુસ્તકો પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
-
શેરબજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 65500 નીચે સરક્યો
Share Market Today : ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત (Share Market Opening Bell )નજરે પડી છે. છેલ્લા ઘણા સમયની તેજી બાદ આજે બજારની ગતિમાં થોડી બ્રેક લાગી છે. ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું.
જોકે કારોબારની શરૂઆત સમયે બંને મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાન ઉપર જ ખુલ્યા હતા પાર નફાવસૂલી થઈ હતી. અગાઉથી વૈશ્વિક બજારના સંકેતોએ પણ ફ્લેટ ઓપનિંગનો ઈશારો આપ્યો હતો.
આજના કારોબારની શરૂઆત જોઈએતો મંગળવારે સેન્સેક્સ 65,479.05 ઉપર બંધ થયો હતો જે આજે 65,493.68 ઉપર ખુલ્યો છે. આ સમયે ઇન્ડેક્સમાં અત્યંત સામાન્ય 14.63 અંક અથવા 0.022%નો વધારો નોંધાયો હતો. નિફટી ઉપર નજર કરીએતો ઈન્ડેક્સ 16.95 પોઇન્ટ અનુસાર 0.087% વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો હતો. સવારે 9.17 વાગે સેન્સેક્સ 65350 નજીક 120 અંક ઘટાડા સાથે નજરે પડ્યો હતો.
-
ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહેશે કે લાગશે બ્રેક? કરો એક નજર વૈશ્વિક બજારના સંકેત તરફ
Global Market : ભારતીય શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલેકે 5 જુલાઈએ ફ્લેટ ખુલી શકે છે. GIFT NIFTY મામૂલી અપટ્રેન્ડ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એશિયન અને અમેરિકન માર્કેટમાં નરમાશ છે. ડૉલર ઈન્ડેક્સ પણ 103ની નીચેની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા મંગળવારે બજારો રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 65,479 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ બજારના સ્ટાર પર્ફોર્મર્સ હતા. બજાજ ફાઇનાન્સ 7.17 ટકા અને બજાજ ફિનસર્વ 5.76 ટકાના વધારા સાથે રૂ. 1629 પર બંધ થયા હતા. ટેક મહિન્દ્રા 2.39 ટકા, સન ફાર્મા 1.61 ટકા, એનટીપીસી 1.54 ટકા, ટાઇટન કંપની 1.39 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ શેરબજારની તેજી છતાં ભારતી એરટેલ 1.54 ટકા, એક્સિસ બેન્ક 1.18 ટકા, રિલાયન્સ 1.04 ટકા ઘટીને બંધ થયા હતા.
-
Gujarat Weather forecast : આજે સુરત સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના
Monsoon 2023 : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી કેટલાક દિવસ વરસાદથી રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તે વચ્ચે આજે બુધવારે અમદાવાદ, અમરેલી,બનાસકાંઠા,ભાવનગર,દાહોદ, જામનગર, જુનાગઢ, મહેસાણા, નર્મદા તેમજ સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
-
તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Ahmedabad: વર્ષ 2002માં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગુજરાતને બદનામ કરવાના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) આરોપી તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવીને તાત્કાલિક સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર પર સ્ટે લગાવ્યો હતો.
-
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી, પોલીસે યુવકની અટકાયત કરી
Gandhinagar : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જેમાં છત્રાલ પાસે કાર ચાલકે મુખ્યમંત્રીના કાફલા સાથે પોતાની નંબર પ્લેટ વગરની કાર હંકારી દીધી હતી. જેમાં કાર ચાલકે પોલીસે આપેલી સૂચનાને નજર અંદાજ કરી હતી. જો કે આ ઘટના બાદ પોલીસે કાર રોકાવી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી. તેમજ આ ઘટના બાદ કાર ચાલકનો જામીન ઉપર છુટકારો થયો હતો.
-
વંથલીથી વડાલ વચ્ચે બની રહેલ બાયપાસ રોડના કામને કારણે ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યા વરસાદી પાણી
જુનાગઢમાં વંથલીથી વડાલ સુધી છેલ્લા 4 વર્ષથી બની રહેલા બાયપાસ રોડના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યુ છે. બાયપાસ રોડના કારણે વરસાદી પાણીનો નિકાલ આસપાસના ખેતરોમાં થવા લાગ્યો છે. સર્વિસ રોડ પર પાણીના નિકાલની જગ્યા રાખવામાં ન આવતા ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. જેને લઈને ખેડૂત કિસાન સંઘે રોષ વ્યક્ત કર્યો છે. આ મામલે સરકાર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી તાત્કાલિક નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી થઈ રહી છે. સાથે જ નુકસાનીનું વળતર ચુકવવાની પણ માગ કરી છે.
-
Jamnagar: વરસાદ બાદ જાહેર સ્થળોએ ઠેક ઠેકાણે ભરાયેલા રહેતા રોગચાળો જવાની ભીતિ
Jamnagar: જામનગરમાં વરસાદના વિરામ બાદ પણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઇ રહી. વરસાદે વિરામ લેતા ઘરોમાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે. પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં જાહેર સ્થળો પર વરસાદી પાણી ભરાયેલા છે. જેને લઇ રોગચાળો ફેલાવાની ભીતિ છે. ગુલાબનગર નજીક આવેલી અનેક સોસાયટીમાં ખુલ્લામાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જેને કારણે લોકોને રોગચાળો ફેલાવવાનો ભય લાગી રહ્યો છે.
Published On - Jul 05,2023 6:33 AM