Vadodara : MS યુનિવર્સિટી આવી ફરી વિવાદમાં, SYB.comનું પરિણામ જાહેર ન થતા AGSG ગૃપનું વિરોધ પ્રદર્શન- જુઓ Video

Vadodara : MS યુનિવર્સિટી આવી ફરી વિવાદમાં, SYB.comનું પરિણામ જાહેર ન થતા AGSG ગૃપનું વિરોધ પ્રદર્શન- જુઓ Video

yunus.gazi
| Edited By: | Updated on: Jul 04, 2023 | 11:41 PM

Vadodara: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના બીજા વર્ષનું પરિણામ જાહેર ન થતા AGSG ગૃપે વિરોધ પ્રદર્શન કર્યુ. યુનિવર્સિટી તંત્રના બહેરા કાને વાત પહોંચાડવા વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો. 

Vadodara: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના બીજા વર્ષનું પરિણામ જાહેર ન થતા AGSG ગૃપે વિરોધ પ્રદર્શન કર્યુ. યુનિવર્સિટી તંત્રના બહેરા કાને વાત પહોંચાડવા વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો. વહેલી તકે પરિણામ જાહેર કરવા માટે વિદ્યાર્થીઓએ કોમર્સ ફેક્ટરીના ડીનને રજૂઆત કરી હતી.

SY B.comનુ પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં રોષ

વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીમાં કોમર્સના બીજા વર્ષનું (S.Y.B.com) પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. યુનિવર્સિટીના તંત્રના બહેરા કાને વાત પહોંચાડવા વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો. વહેલી તકે પરિણામ જાહેર કરવા માટે વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરી હતી. AGSG ગૃપના ત્રણ વિદ્યાર્થીએ પરિણામ ના આવે ત્યાં સુધી પગરખા નહીં પહેરવાનો નિર્ણય લીધો. આ ગૃપે યુનિવર્સિટી તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો 48 કલાકમાં પરિણામ નહીં આવે તો વધુ વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાશે

આ પણ વાંચો : Vadodara : MS યુનિવર્સિટીમાં બે ગ્રુપના વિદ્યાર્થીઓ બાખડ્યા, જૂઓ Video

ડીને વિદ્યાર્થીઓની વાત મેનેજમેન્ટ સુધી પહોંચાડવાની આપી ખાતરી

કોમર્સ ફેકલ્ટીના ડીને પરિણામ જાહેર ન થયાની વાત સ્વીકારી કહ્યું, પરિણામ આપવામાં મોડું થયું છે. પરંતુ વહેલી તકે પરિણામ આપવાની દિશામાં કામ ચાલુ છે. ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી પરિણામ આપવામાં મુશ્કેલી પડી છે. વિદ્યાર્થીઓની વાત મેનેજમેન્ટ સુધી પહોંચાડવાની ડીને ખાતરી આપી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">