ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી પર યુકેમાં હોબાળો, પીએમ ઋષિ સુનકે આપ્યો આ જવાબ, જુઓ Video
બ્રિટિશ પીએમ ઋષિ સુનક પણ બીબીસીની 'પ્રોપેગન્ડા સીરિઝ'થી નારાજ છે. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વ હનન સાથે સહમત નથી. અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલયે આ શ્રેણીને પક્ષપાતી અને દુષ્પ્રચારાત્મક ગણાવી હતી. જુઓ વીડિયો...
બીબીસીની નવી સીરિઝ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન હજુ સુધી ભારતમાં બતાવવામાં આવી નથી. જેના કારણે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેના પર કોઈ સીધી કોઈ ટિપ્પણી કરી નથી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે વિદેશમાં આ સિરીઝ વિશે તેમણે જે કહ્યું તેના પર તેનું નિવેદન આધારિત છે. પોતાના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે આ ડોક્યુમેન્ટરી બનાવનારી એજન્સી અથવા તેની સાથે સંકળાયેલા લોકો ફરીથી જૂની વાત કરી રહ્યા છે અને તેની પાછળનો એજન્ડા આપણને આશ્ચર્યચકિત કરે છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનક પણ આનાથી નારાજ છે. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીની પ્રતિષ્ઠાને ખરડવાની કામગીરી આશ્ચર્યચકિત છે તેમાં સહમત નથી.
જુઓ વીડિયો…
Published on: Jan 20, 2023 11:20 AM
Latest Videos