સુરતમાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ, સ્કૂલે જતા બાળકો અટવાયા, જૂઓ Video
વરસાદી પાણી ભરાવાના કારણે અશ્વિની કુમાર વિસ્તારમાંથી સ્કૂલે (School) જવા માટે પસાર થતા બાળકો અટવાયા હતા. શાળાની બહાર જ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા.
Surat : સુરતમાં વહેલી સવારથી જ વરસાદી (Rain) માહોલ છવાયો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સુરતમાં વરસાદ બાદ પાણી ભરાઇ જવાની ઘટના કોઇ નવી નથી, ત્યારે આજે પણ વરસાદ વરસતા અશ્વિની કુમાર વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.
વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો વરસાદી પાણી ભરાવાના કારણે અશ્વિની કુમાર વિસ્તારમાંથી સ્કૂલે (School) જવા માટે પસાર થતા બાળકો અટવાયા હતા. શાળાની બહાર જ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News