31 ઓગસ્ટના મહત્વના સમાચાર : તહેવારો ટાણે રાજ્યમાં ખાંડની અછતની ભીતિ, સસ્તા અનાજની દુકાને પરમિટ ઈસ્યુ ન થતા હાલાકી, તો સરકારે કહ્યું નાગરિકોને સમયસર મળશે ખાંડ
Gujarat Live Updates આજ 31 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 31 ઓગસ્ટને 0000 વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
LIVE NEWS & UPDATES
-
જુનાગઢઃ મેંદરડામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની દયનીય સ્થિતિ
જુનાગઢના મેંદરડા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખડપીપળી ગામના ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. મગફળીના પાક બાદ આંતરપાક તરીકે અડદનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અડદનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે. વરસાદના અભાવે ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો પોતાની વ્યથા સાથે સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની અને મેંદરડા વિસ્તારમાં દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફ કરવાની પણ માગ ઉઠી છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે સરકાર ખેડૂતો માટે શું રાહત જાહેર કરે છે તેના પર નજર છે. -
બનાસકાંઠાઃ ડીસામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
બનાસકાંઠાના ડીસામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રોહિત માળીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. રોહિત માળીએ ચેતન સોની પાસેથી 67 તોલા સોનું 1 ટકા વ્યાજે ગિરવે મૂકીને રૂ.43 લાખ લીધા હતા. આક્ષેપ મુજબ, ચેતન સોનીએ બાદમાં 1 ટકાના બદલે 2.50 ટકા લેખે વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. રોહિતે પૈસા ચૂકવી દીધા હોવા છતાં વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આથી કંટાળીને રોહિતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલાં તેણે વીડિયો બનાવી પત્નીને ચેતન સોનીને ન છોડવાની વિનંતી કરી હતી. હાલ રોહિતને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
-
આંગણવાડી નંબર 59 માં એક્સપાયર કઠોળ અંગે ICDS વિભાગનો દાવો
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત મોતીતળાવ આંગણવાડી નંબર 59 અને અર્બન 2માં એક્સપાયરી ડેટ વિતેલા કઠોળના વિતરણ અંગે મનપાના ICDS વિભાગે દાવો કર્યો કે અમને એક ફરિયાદ મળી હતી જેની અમે તપાસ હાથ ધરી છે..જો કે કોઈ મોટી માત્રામાં કોઈ પાસે કઠોળ પહોંચ્યો નથી એકાદ જગ્યાએ ભૂલ થવાથી એક્સપાયરી ડેટવાળો કઠોળનો જથ્થો પહોંચ્યો હોય તેવી શક્યતા છે. આમ છતાં પુરવઠા વિભાગ સાથે મળીને અમે રેશનશોપમાંથી કેવી રીતે જથ્થો ત્યાં પહોંચ્યો તેની તપાસ અમે કરી રહ્યા છીએ..બે દિવસ પહેલા ભાવનગરની આંગણવાડીમાં એક્સપાયરી ડેટ વિતેલા કઠોળનું વિતરણ થયું હતું..સરકારી યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને અપાતા કઠોળની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે..
-
સુરતમાં હોટ ફિક્સિંગ મશીનના કચરાને લઈને વિવાદ
સુરતમાં હોટ ફિક્સિંગ મશીનના કચરાને લઈને વિવાદ વકર્યો છે. પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હોટ ફિક્સિંગ યુનિટ ધારકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરતી નથી અને કચરો લેવા માટે પાલિકાની ગાડીઓ પણ નિયમિત આવતી નથી. જેના કારણે કચરો બહાર નાખવાની ફરજ પડે છે. વેપારીઓએ આક્ષેપ કર્યો કે પાલિકા લોકોના ધંધા બંધ કરાવવા તરફ આગળ વધી રહી છે. એક વેપારીએ જણાવ્યું કે, અગાઉ પાલિકાને ત્રણ વખત રોજ કચરો લઈ જવા માટે અરજી કરવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય વ્યવસ્થા ન થતાં હવે નોટિસ આપવામાં આવી રહી છે. પાલિકાની દેખાવા પૂરતી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
-
સુરતઃ કોસંબામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી
સુરત જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોસંબાના તરસાડી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે વિભાગની ટીમે ગીતાંજલી ડેરી ફાર્મમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અખાદ્ય અને માનવ ઉપયોગ માટે અયોગ્ય ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી માવો, સોનપાપડી સહિત વાસી અને કલરયુક્ત કુલ 26 કિલો મીઠાઈ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.24 હજાર છે. ફૂડ વિભાગે સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત ડેરીમાંથી કાજુ કતરી અને મેંગો બરફીના નમૂના લેવામાં આવ્યા છે. અસ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ બદલ પેઢીને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
-
સુરતઃ કડોદરામાં અસામાજિક તત્વો વચ્ચે લોહિયાળ જંગ
સુરતના કડોદરામાં અસામાજિક તત્વો વચ્ચે લોહિયાળ ઘર્ષણ થતાં ચકચાર મચી છે. બે ગેંગના લોકો વચ્ચે ચપ્પુ અને બંદૂકથી મારામારી થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અજય બાદશાહ અને સાહીલ મકવાણાના ગ્રુપ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. દરમિયાન નયન પાટીલ નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા ઈજા પહોંચી હતી. જ્યારે અજય બાદશાહ અને કાલુ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે કડોદરા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
-
ઉત્તર પ્રદેશઃ કૌશાંબીમાં ફટાકડાના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ, 7ના મોત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થતાં 7 લોકોના મોત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે અને કેટલાંક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે પોલીસ, વહીવટી તંત્ર અને રાહત-બચાવ ટીમોએ કામગીરી શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામ નજીક ફટાકડાની ફેક્ટરી અથવા ગોડાઉન કાર્યરત હતું. નિયમો મુજબ લાઇસન્સ હેઠળ મર્યાદિત માત્રામાં ગનપાઉડર સંગ્રહવાની મંજૂરી હોવા છતાં બ્લાસ્ટની તીવ્રતાને પગલે મોટી માત્રામાં વિસ્ફોટકનો સંગ્રહ થયો હોવાની આશંકા છે. સ્થાનિકોએ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
-
જામનગર: સામાન્ય બોલાચાલીમાં વૃદ્ધની હત્યા
જામનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો. સામાન્ય બાબતે એક વૃદ્ધની હત્યા નિપજાવાઈ. માતાએ પુત્રને કહ્યું કે આને પતાવી દે અને પુત્રે ધોકા વડે હુમલો કરી વૃદ્ધની હત્યા કરી. શહેરના શેતાવાડ વિસ્તારમાં બાળકોને રમવા દેવા જેવી નજીવી અને સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ અચાનક લોહિયાળ વળાંક લેતાં ખૂની ખેલ ખેલાયો.. મૃતક શેતાવાડ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પડોશમાં રહેતા પરિવાર સાથે બાળકોને રમવા બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. દરમિયાન, ફરી એકવાર આ બાબતે તકરાર ઉગ્ર બની. આરોપી અમન ઘાંચી અને તેમની માતા દ્વારા ઘર પાસે આવીને વૃદ્ધ સાથે ઝઘડો કર્યાનો આક્ષેપ કરાયો હતો. બોલાચાલી દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈને ધોકા વડે હુમલો કર્યો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું. પોલીસે બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
ડાંગના ગારખડીમાં ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા આક્રોશ
ડાંગના ગારખડીના સીતાવનમાં ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી અને માતા સીતાની મૂર્તિઓને અજાણ્યા ઈસમે ખંડિત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં હિન્દૂ સંગઠનો અને આગેવાનોમાં રોષ ફેલાયો હતો. વિરોધમાં જિલ્લા બિરસામુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. આ દરમિયાન ડાંગના SP અને કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી હતી. ડાંગ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. પોલીસે સ્થાનિક 100 લોકોના નિવેદન લીધા છે. ખંડિત મૂર્તિઓને FSL રિપોર્ટ માટે મોકલવામાં આવી હોવાનું SPએ જણાવ્યું છે.
-
સુરત: રેલવે સ્ટેશન પર આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડાંનો મામલો સામે આવ્યો છે. ટી સ્ટોલ પર રાખવામાં આવેલા પફ પર ઉંદર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં ફૂડ વિભાગ હરકતમાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ટી સ્ટોલને સીલ કરી દીધો છે. મુસાફરોને આપવામાં આવતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને બેદરકારી સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે ખાદ્યપદાર્થો ખુલ્લામાં રાખવા અને તેમાં ઉંદર હોવાના વીડિયો બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. હાલ ફૂડ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
પાટણ: ચાણસ્મા પોલીસની ‘દાદાગીરી’ સામે હાઈકોર્ટ લાલઘૂમ
પાટણના ચાણસ્મામાં કથિત આરોપીઓને દોરડાથી બાંધી જાહેરમાં વરઘોડો કાઢવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે. ચાણસ્મા પોલીસ સામેના આક્ષેપોને લઈને હાઈકોર્ટે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસકર્મીઓએ કથિત આરોપીઓને માર માર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, 30થી 40 પોલીસકર્મીઓએ માર માર્યો હતો. પોલીસના કથિત કૃત્યને લઈને હાઈકોર્ટમાં કોન્ટેમ્પ્ટ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે SP, DYSP, LCB અને SOG સહિત 20થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા આદેશ કરાયો છે. આ ઉપરાંત DGP અને ચીફ સેક્રેટરીને પણ ‘ઇન્ફોર્મલ પાર્ટી’ તરીકે નોટિસ પાઠવવામાં આવી છે.
-
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં સર્જિકલ ગ્લવ્ઝની અછત
-
અમદાવાદ એરપોર્ટઃ એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાથી નવી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટને ધમકી મળતા ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી. ફ્લાઈટને ઊભી રાખી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને બસ દ્વારા તેમને ટર્મિનલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ ફ્લાઈટની સઘન તપાસ હાથ ધરી હતી. હાલની તપાસમાં ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ધમકી કયા કારણોસર આપવામાં આવી અને તે અંગેની માહિતી મેળવવા સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફ્લાઈટના મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર જરૂરી તકેદારી રાખવામાં આવી છે. -
અમદાવાદ: ‘મલાલા’ પુસ્તક વાંચન વિવાદ વધુ વકર્યો
અમદાવાદમાં ‘મલાલા’ પુસ્તક વાંચનને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. વસ્ત્રાપુરમાં પુસ્તક વાંચન દરમિયાન હુમલાની ઘટના બાદ ફરી વાચકો સરદારબાગમાં એકઠા થયા હતા. ‘સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ’ના સભ્યો અને વાચકવર્ગે પુસ્તક વાંચન દરમિયાન હુમલો કરનાર ટોળા સામે કડક કાર્યવાહીની માગ કરી છે. હુમલાખોરો સામે 72 કલાકમાં કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ‘વાંચે ગુજરાત’ કેમ્પેઈન વચ્ચે વાંચન કરનાર લોકો પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાચકવર્ગે બજરંગ દળ સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે. જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોલેજ કેમ્પસમાં પુસ્તક વાંચન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસકર્મી પર હુમલાની કલમ ઉમેરવાની પણ માગ કરવામાં આવી છે.
-
અમદાવાદઃ સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીઓને 20 વર્ષની સજા
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના સગીરા દુષ્કર્મ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કેસમાં દર્શી ઉર્ફે બબલુ પંચાલ સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. POCSO એક્ટ હેઠળ ચારેય આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત IPC કલમ 376(3) હેઠળ પણ 20 વર્ષની સજા ફટકારાઈ છે. જોકે, બંને સજા એકસાથે ભોગવવાનો કોર્ટે આદેશ કર્યો છે. દરેક આરોપીને રૂ.5 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ન ભરે તો ત્રણ મહિનાની વધારાની સાદી કેદની સજા ભોગવવી પડશે. દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. જામીન પર રહેલા ચારેય આરોપીઓને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
-
મહેસાણાઃ કુખ્યાત ભાવેશ ઝીલીયા સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ
મહેસાણામાં કુખ્યાત ભાવેશ ઝીલીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ફાયરિંગના કેસમાં પોલીસે ભાવેશ ઝીલીયા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન તેમની ફોર્ચ્યુનર કારના ડેશબોર્ડમાંથી ગેરકાયદે રિવોલ્વર મળી આવી હતી. પોલીસે રિવોલ્વર ઉપરાંત છ જીવતા કારતૂસ અને એક છરો પણ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ રિવોલ્વર ગાંધીધામના એક શખ્સ પાસેથી 40 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી હતી. પોલીસે કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ભાવેશ ઝીલીયા સહિત આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે રિવોલ્વર ક્યાંથી અને કયા હેતુથી લાવવામાં આવી હતી તે અંગે તપાસ કરી રહી છે.
-
દિલ્લીમાં ચાલુ સ્લીપર બસમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ
દિલ્લીમાં ચાલુ સ્લીપર બસમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ઘટના 4 ઓગસ્ટની હોવાનું સામે આવ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની સગીરા પરિવારની નારાજગીના કારણે ઘરેથી નીકળી નોઈડામાં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જઈ રહી હતી. ભારે વરસાદ અને અંધારાને કારણે તે પરી ચોક વિસ્તારમાં ઉતરી ગઈ હતી. દરમિયાન એક સ્લીપર બસને રોકી ડ્રાઈવર અને કંડક્ટરે તેને નોઈડા સેક્ટર-63 ઉતારવાની વાત કહી બસમાં બેસાડી હતી. આરોપ છે કે બાદમાં બંનેએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને વિરોધ કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી.
લગભગ 47 કિલોમીટરની સફર બાદ આરોપીઓ સગીરાને કશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ નજીક ઉતારી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સગીરા પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર ઘટના જણાવી હતી. CCTV ફૂટેજની મદદથી પોલીસે બસની ઓળખ કરી અને 39 વર્ષીય કુલદીપ તથા 26 વર્ષીય સંદીપની તિમારપુરના બસ પાર્કિંગમાંથી ધરપકડ કરી હતી. પોલીસે સ્લીપર બસ જપ્ત કરી ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. સગીરાની મેડિકલ તપાસ અને નિવેદન બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.
-
સુરતમાં હોટ ફિક્સિંગ મશીનના કચરાને લઈને વિવાદ
સુરત શહેરમાં હોટ ફિક્સિંગ મશીનમાંથી નીકળતા કચરાને લઈને વિવાદ વકર્યો છે. ચોક્કસ વિસ્તારોમાં હોટ ફિક્સિંગના કચરામાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં લાગેલી આગમાં 5 વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા, જેમાં મોટાભાગના વાહનો બિનવારસી હોવાનું સામે આવ્યું છે. આગના બનાવોને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કચરાના નિકાલના નામે કોન્ટ્રાક્ટ લેવાનો તેમજ એજન્સીઓ અને રાજકીય સાંઠગાંઠનો પણ આક્ષેપ કર્યો છે. મીડિયા અહેવાલ બાદ પાલિકા તંત્ર નોટિસ આપવા પહોંચતા સ્થાનિકોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. સ્થાનિકોએ પાલિકાની કચરાની ગાડીઓ ન આવતી હોવાનો આક્ષેપ કર્યો. વિવાદ વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીએ મશીન સીલ કરવાને બદલે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે.
-
રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી રહેવાની સાથે પવનની ગતિ વધુ રહેવાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત્ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી દિવસોમાં પણ વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્તરે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
-
સુરતઃ સાયણ સુગરમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી અટકી
સુરતની મહત્વની ગણાતી સાયણ સુગરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી હજુ સુધી થઈ નથી. ચૂંટણીના પરિણામો જાહેર થયાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં સત્તાવાર વરણી ન થતાં ચર્ચા શરૂ થઈ છે. સાયણ સુગરમાં પ્રમુખ પદ માટે કેતન પટેલ અને રાકેશ પટેલ બંને દાવેદાર હોવાનું સામે આવ્યું છે. પ્રમુખ પદને લઈને ખેંચતાણ વચ્ચે આવતીકાલે ખેડૂતો દ્વારા મેન્ડેડ પ્રથાનો વિરોધ કરવામાં આવશે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં વિલંબને લઈને સહકારી ક્ષેત્રમાં પણ ચર્ચા તેજ બની છે. હવે ખેડૂતોના વિરોધ બાદ સમગ્ર મામલે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ, પ્રમુખ પદ માટે બંને દાવેદારોમાંથી કોની પસંદગી થાય છે તે પણ જોવું મહત્વનું રહેશે.
-
ગુજરાતમાં 2 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી- અંબાલાલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. 5 સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જ્યારે પંચમહાલ, વડોદરા, અમદાવાદ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી ઝાપટાં વધી શકે છે. 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે. અરબી સમુદ્ર સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના મતે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ અને ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદની શક્યતા છે. જોકે, અલનીનોની અસર યથાવત રહેવાની સંભાવના છે.
-
નેપાળમાં પૂરના પાણીમાં દટાયેલો ‘ખજાનો’ બહાર કઢાયો
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભયંકર પૂરે ત્રિશૂલી-ઢુંગે સ્થિત કૃષિ વિકાસ બેંકની શાખાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. બેંકના પરિસરમાં પાણી ફરી વળતાં અંદર કરોડોની સંપત્તિ ફસાઈ ગઈ હતી. હવે સ્થિતિ સામાન્ય થતાં પોલીસ અને અન્ય ટીમોએ લગભગ 8 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નેપાળી ચલણ મુજબ અંદાજે 50 કરોડ રૂપિયાનું સોનું બહાર કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત લગભગ દોઢ કરોડ રૂપિયાની રોકડ, ચાંદી અને બેંકના મહત્વના દસ્તાવેજો પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કરોડોની સંપત્તિ બહાર કાઢવાનું તંત્ર માટે મોટો પડકાર હતું. જોકે, સંપત્તિ સુરક્ષિત મળતાં તંત્ર અને બેંક અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
-
કિર્ગિસ્તાનમાં PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત
કિર્ગિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પ્રથમ વખત મુલાકાત થઈ છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. આ ઉપરાંત બંને દેશોના સંયુક્ત હિતો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો. પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર સહયોગ વધારવા સહિતના મુદ્દાઓને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. બેઠકને ભારત-ઈરાનના સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. -
નેપાળ: ભીષણ પૂરમાં મૃત્યુઆંક 900ને પાર
નેપાળમાં ભીષણ પૂરની તબાહીના છઠ્ઠા દિવસે પણ સ્થિતિ ગંભીર છે. પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 919 પર પહોંચ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકો હજુ લાપતા છે. અત્યાર સુધીમાં 4,451 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. કાદવ અને કાટમાળમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. કેટલાક મૃતદેહો અત્યંત ખરાબ હાલતમાં મળી રહ્યા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આથી ચિતવનના દેવઘાટ જંગલમાં તંત્ર દ્વારા સેંકડો કબરો ખોદવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં ઓળખી ન શકાય તેવા 196 મૃતદેહોની દફનવિધિ કરવામાં આવી છે. બીજી તરફ, તિબેટમાં પણ 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 546 લોકો હજુ લાપતા છે.
-
ગાંધીનગર: આજોલ પ્રાથમિક શાળામાં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળ્યા
ગાંધીનગરના આજોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળી આવતા ચકચાર મચી છે. શાળામાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન આ સિક્કા મળી આવ્યા હતા. સિક્કા મળ્યા બાદ શાળાના શિક્ષકે સમગ્ર મામલે તાત્કાલિક મામલતદાર અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મામલતદારે પણ સમગ્ર વિગતો પુરાતત્વ વિભાગને પહોંચાડી છે. હવે પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા સિક્કાની તપાસ કરવામાં આવશે. સિક્કા કયા સમયગાળાના છે અને તેનો ઐતિહાસિક વારસો શું છે તે અંગે માહિતી મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. સિક્કાની ચોક્કસ સંખ્યા અને તેની કિંમત સહિતની વિગતો પુરાતત્વ વિભાગની તપાસ બાદ સામે આવે તેવી શક્યતા છે.
-
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.7 હજારનો ઘટાડો થતાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1.55 લાખ પર પહોંચ્યો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં રૂ.12 હજારનો ઘટાડો નોંધાતા ભાવ રૂ.2.36 લાખ થયો છે. નિષ્ણાતોના મતે ડોલર ઈન્ડેક્સમાં ફેરફાર અને ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેની અસર કિંમતી ધાતુઓ પર જોવા મળી રહી છે. આગામી એક અઠવાડિયા દરમિયાન સોનાનો ભાવ રૂ.1.55 લાખથી રૂ.1.60 લાખ વચ્ચે રહેવાની શક્યતા છે. નિષ્ણાતો આ ઘટાડાને સોના-ચાંદીની ખરીદી માટે સારી તક માની રહ્યા છે. આગામી એક મહિનામાં સોનાનો ભાવ રૂ.1.75 લાખ અને ચાંદી રૂ.2.50 લાખને પાર કરી શકે છે.
-
વડોદરા ભાયલી દુષ્કર્મ કેસમાં પાંચેય આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા
વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. જજ સી.એમ. પવારે ચુકાદામાં ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. 4 ઓક્ટોબર, 2024ની રાત્રે સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. 20 ઓગસ્ટે કોર્ટે મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ કિસ્મતઅલી બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસનને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે દરેક આરોપીને રૂ.50 હજારનો દંડ પણ ફટકાર્યો છે અને પીડિતાને રૂ.10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન બનેલી ઘટનાને કોર્ટે સમાજ માટે ગંભીર અને અસહ્ય કૃત્ય ગણાવ્યું હતું.
-
અમદાવાદઃ રાજ્યમાં હળવા વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહિવત
-
ગાંધીનગરઃ આજોલ પ્રાથમિક શાળાના ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન સિક્કા
ગાંધીનગરના આજોલ ગામમાં પ્રાથમિક શાળાના ખોદકામ દરમિયાન પ્રાચીન સિક્કા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાઈ છે. ખોદકામ દરમિયાન સિક્કા મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક મામલતદાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. મામલતદારે પ્રાચીન સિક્કા મળ્યા હોવાની માહિતી પુરાતત્વ વિભાગને પણ આપી છે. સિક્કા કયા સમયગાળાના છે અને તેમની ઐતિહાસિક કિંમત કેટલી છે તે અંગે પુરાતત્વ વિભાગની તપાસ બાદ જ વધુ માહિતી સામે આવશે.
-
સુરતઃ રેલવે સ્ટેશન પર પફ પર ઉંદર ફરતો હોવાનો વીડિયો વાયરલ
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં થતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ટી સ્ટોલ પર રાખવામાં આવેલા પફ પર ઉંદર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત ટી સ્ટોલને સીલ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને વેચાતા ખાદ્યપદાર્થોની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે બેદરકારી સામે આવતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ખાદ્યપદાર્થોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
-
વડોદરાઃ ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા
વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. 4 ઓક્ટોબર, 2024ની રાત્રે સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી, જેના 22 મહિના બાદ પીડિતાને ન્યાય મળ્યો છે. પોક્સો કોર્ટના જજ સી.એમ. પવારે ચુકાદો આપતા ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. જજે પોતાના જજમેન્ટમાં જણાવ્યું હતું કે, “મા અંબાની આરાધનાના પર્વ દરમિયાન બનેલી ઘટના સાંખી લેવાય નહીં.” કોર્ટે કેસની ગંભીરતા અને આરોપીઓના કૃત્યને ધ્યાનમાં રાખીને પાંચેય આરોપીઓને કડકમાં કડક સજા સંભળાવી છે.
-
સુરતમાં નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે બનેલા બે બ્રિજ તૂટશે, 5 વર્ષમાં જ બાંધકામ પર સવાલ
સુરતના નેશનલ હાઈવે પર સાવા અને નંદાવ બ્રિજનું ડિમોલેશન કરવામાં આવનાર છે. બંને બ્રિજના પુરાણની માટી બેસી જતા બ્રિજની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. NHAI દ્વારા બંને બ્રિજના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં હાલ નંદાવ બ્રિજનું ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે બનેલા આ બંને બ્રિજને માત્ર પાંચ વર્ષમાં જ તોડી પાડવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ બ્રિજના બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી સમગ્ર મામલે તપાસની માગ કરી છે. અકસ્માતોની ઘટનાઓ બાદ સ્થાનિકોએ બ્રિજ બનાવવા માટે આંદોલન કર્યું હતું, ત્યારે હવે થોડા જ વર્ષોમાં બ્રિજ તોડવાની નોબત આવતા બાંધકામની ગુણવત્તા અને જવાબદારી અંગે સવાલો ઉઠી રહ્યા છે.
-
રાજકોટઃ સસ્તા અનાજના દુકાનદારો માટે ખાંડનું રજીસ્ટ્રેશન બંધ
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોના દુકાનદારો માટે ખાંડના જથ્થાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અચાનક બંધ થતાં મુશ્કેલી સર્જાઈ છે. દુકાનદારોના જણાવ્યા મુજબ, અંદાજે 35 ટકા દુકાનદારોનું રજીસ્ટ્રેશન બાકી હોવાથી સપ્ટેમ્બર મહિનામાં તેમને ખાંડનો જથ્થો નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અંત્યોદય અને BPL કાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતી ખાંડનું રજીસ્ટ્રેશન બંધ થતાં તહેવારોના સમયમાં લાભાર્થીઓને મુશ્કેલી પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે સસ્તા અનાજના ધંધાર્થીઓએ પુરવઠા વિભાગને જાણ કરી છે અને રજીસ્ટ્રેશન બાકી હોય તેવા દુકાનદારોની નોંધણી તાત્કાલિક શરૂ કરાવી સપ્ટેમ્બરનો ખાંડનો જથ્થો ફાળવવામાં આવે તેવી માગણી કરી છે.
-
દેવળીયા સફારી પાર્ક નજીકના ગેરકાયદે રિસોર્ટ-હોટલ પર તંત્રે ફેરવ્યું બુલડોઝર
જૂનાગઢ ગીર બોર્ડર પર સરકારી તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે હોટલ તેમજ રિસોર્ટ ઉપર બુલડોઝર ફેરવ્યું છે. દેવળીયા સફારી પાર્ક નજીક આવેલ અનેક હોટલ, રિસોર્ટ ઉપર તંત્રે હથોડો ઉગામ્યો છે. મેંદરડા મામલતદાર સહિતની ટીમ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે કાર્યવાહી કરી રહ્યાં છે. ગેરકાયદે રિસોર્ટ અને હોટલ તોડવા માટેની કામગીરીમાં રેવન્યુ, પોલીસ અને વનવિભાગનો સંયુક્ત કામગીરી હાથ ધરી છે. ઈકો સેન્સિટિવ ઝોનમાં આવેલ રિસોર્ટ અને હોટલનું ડિમોલિશન શરૂ કરાયું છે.
-
સુરતની હોટલ મેરિયોટના કૂકીઝમાંથી લાકડાનો ટુકડો નીકળવાની ફરિયાદ
સુરત શહેરની જાણીતી હોટલ મેરિયોટ આવી વિવાદમાં. કૂકીઝમાંથી લાકડાનો ટુકડો નીકળવાની ફરિયાદ સામે આવી. મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે હોટલ પર તપાસ હાથ ધરી. હોટલમાંથી કૂકીઝના સેમ્પલ મેળવીને સંચાલકોને નોટિસ ફટકારી. કૂકીઝ બહારથી સપ્લાય થતી હોવાથી મુખ્ય સપ્લાયર પાસેથી પણ નમૂના લેવાયા. ઉત્પાદક SMC હદ બહાર હોવાથી સંબંધિત વિભાગને જાણ કરાઈ. ફૂડ સેફ્ટીના નિયમોની ચકાસણી માટે આગળની કડક કાર્યવાહી હાથ ધરી.
-
અમદાવાદના અખબારનગર અંડરબ્રિજમાં BRTS બસે બ્રેક મારતા 5 કાર એકબીજા સાથે અથડાઈ પડી
અમદાવાદના અખબારનગર અંડરબ્રિજમાં અકસ્માત સર્જાયો છે. પ્રગતિનગર ચાર રસ્તા બાજુ અંડરબ્રિજમાં અકસ્માત થયો હતો. 5 કાર અને BRTS વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી કાર એકબીજા સાથે અથડાઈ છે. પાછળથી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ પડતી અકસ્માત થયો. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોચી કાર્યવાહી શરૂ કરી. અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ.
-
જન્માષ્ટમીના તહેવારોને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરાઈ
જન્માષ્ટમીના તહેવારોને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. આગામી 4 તારીખના રોજ શુક્રવાર અને 5 તારીખના રોજ શનિવારના રજા રહેશે. મુખ્ય બેડી યાર્ડ અને યાર્ડ શાકભાજી યાર્ડ બંધ રહેશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધિશો દ્વારા ખેડૂતો, મજૂરો અને વેપારીઓને જાણ કરવામાં આવી છે.
-
ગાંધીનગરની આજોલ પ્રાથમિક શાળામાં ખોદકામ દરમિયાન મળી આવ્યા પ્રાચિન સિક્કા
ગાંધીનગરમાં પ્રાથમિક શાળાના ખોદકામ દરમિયાન સિક્કા મળ્યા. આજોલ ગામની પ્રાથમિક શાળામાં ખોદકામ વખતે પ્રાચિન સિક્કા મળી આવ્યા છે. મામલતદાર અને પોલીસને જાણ કરતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. મામલતદાર દ્વારા સમગ્ર ઘટના અંગે પુરાતત્વ વિભાગને જાણ કરાઈ છે.
-
ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં પકડાયેલા 14 આરોપીઓને જેલમાં મોકલવા કોર્ટે કર્યો આદેશ
ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પકડાયેલા આરોપીઓને જેલમાં મોકલી દેવા કોર્ટે આદેશ કર્યો છે. વરતેજ પોલીસ મથકમાં 21 આરોપીઓ સામે, લઠ્ઠાકાંડની નોંધાઈ હતી ફરિયાદ. ફરીયાદમાં નોંધાયેલા 21 પૈકી 14 આરોપીઓની SMCએ કરી હતી ધરપકડ. જેમાં લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈસ અંસારી સહિત 14 વ્યક્તિઓ હતા 10 દિવસ ના રિમાન્ડ ઉપર હતા. રિમાન્ડ પુરા થતા કોર્ટ માં 14 આરોપીઓને હાજર કરવામાં આવ્યા. કોર્ટ દ્વારા 14 આરોપીઓને જેલ હવાલે કરવાનો કરવામાં આવ્યો હુકમ. મહત્વનું કહી શકાય કે SMC દ્વારા 14 આરોપીઓના ફર્ધર રિમાન્ડ માંગવામાં નથી આવ્યા.
-
સુરતમાં ગેરકાયદેસર બાંધકામ સામે સ્થાનિકોએ કાઢી રેલી
સુરતમાં ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિને લઈ સ્થાનિક લોકો મેદાને ઉતર્યા છે. સરથાણા ઝોન ખાતે સંત દેવીદાસ સોસાયટીના રહીશો મેદાને આવ્યા. કોમર્શિયલ એક્ટિવિટી અટકાવવા લોકોએ કરી હતી અનેક રજૂઆત. પાલિકાના અધિકારીઓએ નોટીસ આપીને સંતોષ માની લીધો. લોકોએ અધિકારીઓની કામગીરીથી નારાજ થઈ રેલી કાઢી. અસામાજિક તત્વો મારી નાખવાની ધમકી આપતા હોવાના આક્ષેપ.
-
Mahesana News : ભાવેશ ઝીલીયા પર ફાયરિંગની ઘટના બાદ, પોલીસે ભાવેશ ઝીલીયા સામે પણ નોંધી ફરિયાદ
મહેસાણામાં ગત રાત્રે ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભાવેશ ઝીલીયા પર ફાયરિંગની ફરિયાદ બાદ ભાવેશ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલીયા વિરુદ્ધ પણ નોંધાઈ ફરિયાદ. ભાવેશની ફોર્ચ્યુનર કારમાંથી ગેરકાયદેસર રિવોલ્વર મળતા નોંધાઈ ફરિયાદ. મહેસાણામાં ફોર્ચ્યુનર કારમાંથી ગેરકાયદે રિવોલ્વર સાથે ત્રણ ઝડપાયા. બી ડિવિઝન પોલીસે ભાવેશ ઝીલીયા સહિત ત્રણને દબોચ્યા. નંબર પ્લેટ વગરની કારના ડેશબોર્ડમાંથી મળી આવી રિવોલ્વર. પોલીસે છ જીવતા કારતૂસ અને છરો પણ જપ્ત કર્યા. ગાંધીધામના શખ્સ પાસેથી ચાલીસ હજારમાં રિવોલ્વર ખરીદી હતી. પોલીસે કુલ અગિયાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.
-
અમદાવાદમાં બેંક કર્મચારીની ઓળખ આપીને રૂ. 4.57 લાખની આચરી છેતરપિંડી
અમદાવાદમાં બેંક કર્મચારીની ઓળખ આપીને છેતરપિંડી આચરવાનો કેસ સામે આવ્યો છે. ફરીયાદીને વિશ્વાસમાં લેવા બેંક કર્મચારી હોવાનું આઇ.ડી મોકલ્યું હતુ. વીડિયો કોલ કરી બેંકમાં જ હોવાનું પણ સાબિત કર્યું. kyc ના બહાને ડેબીટકાર્ડની વીગતો મેળવી લીધી. ફરીયાદીના ખાતામાંથી 4.57 લાખ ઉપાડી લીધા. કૃષ્ણનગર પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી.
-
અમદાવાદના ઈસનપુરમાં ઓનલાઇન જમવાનો ઓર્ડર કેન્સલ કરવા બાબતે યુવાનને માર મારતા થયુ મોત
અમદાવાદમાં ઇસનપુરમાં યુવકના મોત મામલે નોંધાઇ ફરિયાદ. ઓનલાઇન જમવાનો ઓર્ડર કેન્સલ કરવા બાબતે થઇ હતી બોલાચાલી. આફતાબ નામના યુવકને માર મારતા થયું હતું મોત. પોસ્ટમોટ્મના રિપોર્ટ બાદ નોંધાઇ ફરીયાદ. માથાના ભાગે અને મણકાના ભાગે ઇજા થવાથી મોત થયુ હોવાનું સામે આવ્યું. રેહાન ઉર્ફે બોબો શેખ વિરુદ્ધ નોંધાઇ ફરીયાદ. 13મી મેના મોડી રાત્રે બન્યો હતો બનાવ. ઇસનપુર પોલીસએ ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી.
-
સુરતના ઘોડાદોડ રોડના રામચોક ખાતે ગણપતિ આગમન સમયે સર્જાઈ અવ્યવસ્થા
સુરતના ઘોડાદોડ રોડના રામચોક ખાતે ગણપતિ આગમનમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. બીજા “સરકાર” ગ્રુપના ગણપતિ આગમનમાં ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. ભીડ વધતા આગમન કાર્યક્રમનું મેનેજમેન્ટ ખોરવાયું. વીડિયોગ્રાફર માટે બનાવેલું ટેબલ તૂટી પડતાં અનેક લોકો નીચે પટકાયા. ટેબલ પડતાં અનેક લોકોને પગમાં ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. મોટી સંખ્યામાં ભક્તો વચ્ચે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. ગણપતિ આગમન દરમિયાન અવ્યવસ્થાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
-
ગીર-સોમનાથના વેરાવળના ભેટાળી ગામમાં ખેડૂતના મકાનમાં ધૂસેલા દીપડાએ વાછરડાનો કર્યો શિકાર
ગીર-સોમનાથના વેરાવળના ભેટાળી ગામમાં ખેડૂતના મકાનમાં ઘૂસ્યો દીપડો. ખેડૂતે હિંમત દાખવી દીપડાને ઘરમાં જ પૂરી દરવાજો લોક કર્યો. દીપડાએ મકાનમાં રહેલા એક વાછરડાનો શિકાર પણ કર્યો. વન વિભાગની ટીમને જાણ કરતાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. દીપડાને પાંજરામાં પૂરી સલામત સ્થળે ખસેડવા હાથ ધરાઈ કામગીરી.
-
ગુજરાતના CM-DyCM આજે દિલ્હીમાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને ભારત મંડપમ ખાતે ઉદ્યોગ જગતના અગ્રણીઓને સંબોધશે
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવી આજે દિલ્હીની એક દિવસીય મુલાકાતે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો કર્ટન રેઝર કાર્યક્રમ ભારત મંડપમ ખાતે યોજાશે. જ્યા ઉદ્યોગ જગતના અગ્રણીઓને કરશે સંબોધન. વિવિધ ઉદ્યોગ જગતના ceo સાથે કરશે બેઠકો. બેઠક બાદ 11:30 એ વાયબ્રન્ટ ગુજરાત સમિટ નું કરટેન રેઝર કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી દિલ્હીમાં ટાટા રિન્યુએબલ,જેએસડબલ્યુ એમજી મોટર,શ્નાઈડર ઈલેક્ટ્રિક સહિત અનેક દિગ્ગજ કંપનીઓના CEO સાથે વન-ટુ-વન બેઠકો કરશે. આ બેઠકોમાં ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AI જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ અંગે વિશેષ ચર્ચા થશે. સાંજે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ દેશોના મિશન હેડ્સ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ઉચ્ચસ્તરીય સંવાદ યોજાશે. આગામી 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગુજરાતમાં યોજાશે વાયબ્રન્ટ સમિટ
-
વડોદરાના વારણામાંથી 139 પેટી વિદેશી દારૂ ઝડપાયો
વડોદરાના વરણામાંથી ઝડપાયો વિદેશી દારૂ. પોલીસે 139 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોર GIDCમાંથી દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો. 7.49 લાખના દારૂ સાથે 25.49 લાખનો મુદ્દામાલ કબજે. વરણામાં પોલીસે 2 આરોપીઓને પણ ઝડપી પાડ્યા.
-
જામનગર-લાલપુર હાઈવે પર કાર, બાઈક અને રિક્ષા વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, 7 ઈજાગ્રસ્ત
જામનગર-લાલપુર હાઈવે પર કાર, બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. ચેલા ગામ નજીક કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. શ્રાવણ માસના સોમવારે ભોળેશ્વરથી પરત ફરતી વખતે અકસ્માત થયો. અકસ્મતામાં રિક્ષાચાલક વૃદ્ધ સહિત 3 લોકોના મોત થયા છે. બાઈક સવાર બે યુવાનોના પણ ઘટના સ્થળે મોત થયા છે. અકસ્મતમાં કુલ 3 લોકોના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. 5 બાળકો અને 2 મહિલાઓ સહિત અનેક લોકોને ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને 4 જેટલી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે.
-
8 સપ્ટેમ્બરે વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે. 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાત. વડોદરા અને નવસારીની લેશે મુલાકાત. બપોરે 12 વાગે વડોદરામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના 30 હજાર કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જાહેર સભાને કરશે સંબોધન. વડોદરાથી નવસારી જવા થશે રવાના. 3 વાગે નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન. કાર્યકર્તાને કરશે સંબોધન. નવસારી કાર્યક્રમ બાદ મુંબઇ જવા થશે રવાના.
-
વરસાદના અભાવે ધરોઈ ડેમની જળસપાટીમાં છ દિવસમાં 0.11 ફૂટનો ઘટાડો
મહેસાણામાં આવેલ ધરોઈ ડેમની જળસપાટીમાં છ દિવસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જળસપાટી 607.62 ફૂટથી ઘટીને 607.51 ફૂટ પર પહોંચી છે. વરસાદને અભાવે, ધરોઈ ડેમમાં સંગ્રહાયેલ પાણીની સપાટીમાં કુલ 0.11 ફૂટનો સીધો ઘટાડો થયો છે. ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 51.89 ટકાએ પહોંચી ગયો છે. છ દિવસમાં જળ સંગ્રહમાં 0.33 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં ધરોઈ ડેમમાં પાણીની નવી આવક અને જાવક સંપૂર્ણ શૂન્ય છે. વરસાદ ન થતાં ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે.
-
મહેસાણાના નાગલપુર ચાર રસ્તા પાસે ફાયરિંગ
મહેસાણાના નાગલપુર ચાર રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે. માધવી પાર્લર પાસે ઊભેલી ગાડીને સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. ભાવેશ જીલિયા અને તેના મિત્રો ગાડીમાં બેઠા હતા. સફેદ સ્કોર્પિયો સવારોએ ફોર્ચ્યુનર ગાડી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળેથી મિસફાયર રાઉન્ડ અને ખાલી કારતૂસ મળી આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી દીધી. બી ડિવિઝન પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
-
દેશી દારૂની ભઠ્ઠી સામે બરવાળા પોલીસની કાર્યવાહી
બરવાળા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી સામે મોટી કાર્યવાહી કરી છે. બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના તાલુકાના બેલા ગામેથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. બાતમીના આધારે બરવાળા પોલીસની સર્વેલન્સ ટીમે કરી કાર્યવાહી. બેલા ગામથી ગુંદા ગામ તરફ જવાના કાચા રસ્તે ખરાબા વાળી જગ્યાના ખેતર પાસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી સાથે ભઠ્ઠી ચલાવતો આરોપી ઝડપાયો. આરોપી કિશન રાજુભાઈ શિહોરા બેલા ગામના યુવાનને પોલીસે ઘટના સ્થળેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. દેશી દારૂ ગાળવાનો 5,000 લીટર આથો કિંમત રૂપિયા 1,25, 000 (સવા લાખનો) ઝડપાયો.
દેશી પીવાનો દારૂ 150 લીટર, કિંમત રૂપિયા 30,000 પણ ઝડપી લેવાયો. પોલીસે કુલ રૂપિયા 1.55 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બરવાળા સર્વેલન્સ ટીમની કામગીરી. દારૂના ગેરકાયદે ધંધા સામે બરવાળા પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
-
ખંભાતના શકરપૂર ખાતે ખાડઉ સીમ વિસ્તારની તલાવડીમાં ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત
ખંભાતના શકરપૂર ખાતે ખાડઉ સીમ વિસ્તારની તલાવડીમાં ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. ખાડઉ સીમ વિસ્તારમાં આવેલ તળાવ કિનારે ત્રણેય બાળકી શૌચ કરવા ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર બાળકીઓ તળાવમાં પડી જતા ડૂબી ગઈ. પરિવારજનો તેમજ સગાસબંધીઓએ ખેતરમાં તેમજ આસપાસ 2 કલાક સુધી શોધખોળ કરી હતી. તળાવ કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી દેખાતા તળાવમાં શોધખોળ કરી હતી. જેમાં સ્થાનિક યુવકે તળાવમાં પડી ત્રણેય બાળકીઓને મૃત હાલતમાં બહાર કાઢી હતી. ત્યારબાદ ત્રણેય બાળકીઓને 108 એમ્બયુલન્સ વાન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને ત્રણેય બાળકીઓને મૃત જાહેર કરી હતી. ત્રણેય બાળકીઓ ફરજ પરના ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. શકરપૂર મોસમ ફળીયા ખાતે રહેતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ પુત્રી પ્રિયા (ઉ.વ. 13), ઈશા (ઉ.વ. 11), રીના (ઉ.વ. 8) તળાવમાં ડૂબી જવાથી મોત થયું.
-
32 દિવસ બાદ અમેરિકાએ ઈરાન પર કર્યો હુમલો, ઈરાને પણ કર્યો પ્રતિકાર, 2ના મોત
રવિવારે, યુએસ સૈન્યએ એક મહિના બાદ ઈરાન ઉપર ફરીથી હુમલો કર્યો. આ હુમલામાં હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની રોકેટ લોન્ચરને નિશાન બનાવવામાં આવ્યું. આ કાર્યવાહીએ છ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પ્રવર્તતી શાંતિને તોડી નાખી. ઈરાને પણ તરત જ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને ત્યારબાદ યુએસ જહાજોને નિશાન બનાવ્યા. આ હુમલાઓમાં બે લોકો માર્યા ગયા.
Published On - Aug 31,2026 7:13 AM