2 માર્ચના મહત્વના સમાચારઃ તેલંગાણાના હનુમકોંડામાં હોટલમાં ભીષણ લાગી આગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2024 | 12:05 AM

આજે 2 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

2 માર્ચના મહત્વના સમાચારઃ તેલંગાણાના હનુમકોંડામાં હોટલમાં ભીષણ લાગી આગ

વડાપ્રધાન મોદી બિહારમાં ફરીથી એનડીએની સરકાર બન્યા બાદ પ્રથમ વખત રાજ્યનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદી બેગૂસરાયમાં 1.64 લાખ કરોડથી વધારેની 51 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનની ધોલપુર સરહદથી બપોરે 1.30 વાગ્યે મધ્યપ્રદેશના મુરૈનામાં પ્રવેશ કરશે. 6 માર્ચ સુધી રાહુલ ગાંધી અલગ અલગ રોડ શો અને ઘણી સભાઓને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એનયુસીએફડીસીનો શુભારંભ કરશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર બારામતીમાં નમો રોજગાર મેળામાં પહોંચશે. દેશ-દુનિયા સાથે જોડાયેલા તમામ મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર અહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Mar 2024 11:58 PM (IST)

    તેલંગાણાના હનુમકોંડામાં હોટલમાં ભીષણ આગ લાગી

    તેલંગાણાના હનુમકોંડામાં એક ખાનગી હોટલના રસોડામાં ભીષણ આગ લાગી છે. આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. આગ સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

  • 02 Mar 2024 11:38 PM (IST)

    અમરેલી જિલ્લા કલેક્ટરે દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા

    અમરેલી જિલ્લા કલેક્ટરે દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરી હતી.કલેક્ટર અજય દહિયા કોસ્ટગાર્ડની શીપમાં સવાર થઈને દરિયાઈ સીમાની સમીક્ષા કરી આ સાથે તેમણે શિયાળ બેટ ટાપુ પર 5 મતદાન બુથની પણ મુલાકાત લીધી હતી.

  • 02 Mar 2024 11:38 PM (IST)

    ઘૂસિયા ગામે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ભૂલકા મેળાનું કરાયુ આયોજન

    ગીરસોમનાથ: તાલાલાના ઘૂસિયા ગામે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા જ્ઞાન-ગમ્મતસભર “ભૂલકાં મેળો” યોજાયો હતો. જેમા ધારાસભ્ય ભગવાન બારડ પણ બાળકો સાથે બાળક જેવા બનીન્ નાચતા કૂદતા જોવા મળ્યા હતા. સંસ્કાર સભર ભારતની નવી પેઢીનું નિર્માણ થાય અને બાળકોની આંતરિક શક્તિઓને બહાર લાવવા આ ભૂલકા મેળાનું આયોજન કરાયુ હતુ.

  • 02 Mar 2024 10:59 PM (IST)

    ભાજપે મધ્યપ્રદેશની 29 પૈકી 24 બેઠકોના ઉમેદવારોના નામો કર્યા જાહેર

    ભાજપે મધ્યપ્રદેશની 29 પૈકી 24 સીટોના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જ્યોતિરાદિત્ય સિમધિયા ગુના અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે સતત વિવાદોમાં રહેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પત્તુ કપાયુ છે.

  • 02 Mar 2024 10:59 PM (IST)

    ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર

    લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 80 પૈકી 51 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમા બનારસ બેઠક પરથી સતત ત્રીજીવાર પીએમ મોદી ચૂંટણી લડશે. જ્યારે અમેઠીથી બીજીવાર સ્મૃતિ ઈરાનીને રિપીટ કરાયા છે, જ્યારે મથુરાથી હેમા માલિનીને રિપીટ કરવામાં આવ્યા છે.

  • 02 Mar 2024 06:43 PM (IST)

    ગુજરાતની 26 સીટમાંથી 15 સીટ માટે ઉમેદવારોના નામ જાહેર

    ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં તેના મુખ્ય કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતની કુલ 26 સીટમાંથી 15 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

    • કચ્છ -વિનોદભાઈ ચાવડા
    • બનાસકાઠાં – રેખાબેન હિતેશભાઈ ચૌધરી
    • પાટણ – ભરત ડાભી
    • ગાંધીનગર – અમિત શાહ
    • અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
    • રાજકોટ – પુરષોત્તમ રૂપાલા
    • પોરબંદર – મનસુખભાઈ માંડવિયા
    • જામનગર – પૂનમબેન માડમ
    • આણંદ – મિતેષભાઈ પટેલ
    • ખેડા – દેવુસિંહ ચૌહાણ
    • પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
    • દાહોદ – જશવંત સિંહ ભાંભોર
    • ભરૂચ – મનસુખભાઈ વસાવા
    • બારડોલી – પ્રભુભાઈ વસાવા
    • નવસારી – સી.આર. પાટીલ
  • 02 Mar 2024 06:40 PM (IST)

    લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે જાહેર કરી 195 ઉમેદવારોની પ્રથમ યાદી

    લોકસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા છે. જેમા 1950 જેટલા ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ છે. જેમા પીએમ મોદી, રાજનાથસિંહ, અમિત શાહ સહિતના દિગ્ગજોના નામ સામેલ છે. 34કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. જેમા 28 મહિલાને ટિકિટ આપવામાં આવી છે. 50 વર્ષથી ઓછી ઉમરના 47 યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની 15 સીટોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અસમની 14 પૈકી 11 સીટોની જાહેરાત કરવામાં આવી છએ. દિલ્હીની 5 સીટોની જાહેર કરવામાં આવી છે. જમ્મુકાશ્મીર 2, ગોવા 1 ત્રિપુરા 1, અંદામાન નિકોબાર 1, દીવ અને દમણ 1ની 1 બેઠક જાહેર કરવામાં આવી છે.

  • 02 Mar 2024 06:04 PM (IST)

    ભાજપ ટૂંક સમયમાં લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી કરશે જાહેર

    રેસલિંગ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને લોકસભા ચૂંટણીમાં ફરીથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા નથી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને આ વખતે ટિકિટ આપવામાં આવી રહી નથી. ભાજપ દ્વારા ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવનાર છે.

  • 02 Mar 2024 05:20 PM (IST)

    રાજકોટમાં લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન

    રાજકોટમાં અનેક લગ્નોમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નો બગડ્યા છે. લગ્નની સિઝન હોવાથી અનેક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પગલે અનેક લગ્નોમાં માવઠાએ લગ્નની મજા બગાડી છે.

  • 02 Mar 2024 04:29 PM (IST)

    ભાજપ આજે સાંજે 6 વાગ્યે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

    ભારતીય જનતા પાર્ટી આજે સાંજે 6 વાગ્યે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 125 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.

  • 02 Mar 2024 04:11 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના નેશનલ હાઈવે-44 પર ભૂસ્ખલન, રસ્તા પરનો વાહનવ્યવહાર થંભી ગયો

    જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રામસુમાં હિગ્ની પાસે NH 44 પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

  • 02 Mar 2024 03:57 PM (IST)

    PM મોદીએ ઔરંગાબાદમાં કહ્યું.. હવે બિહારને લૂંટનારાઓની ઉંઘ ઉડી ગઈ છે

    બિહારના ઔરંગાબાદમાં એક સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અહીં ફરી એકવાર ડબલ એન્જિનની સરકારે ગતિ પકડી છે. બિહારમાં પરિવાર આધારિત રાજકારણ હાંસિયામાં ધકેલાઈ ગયું છે. હવે જેણે બિહારને લૂંટ્યું તેની ઉંઘ ઉડી ગઈ છે. બિહાર આજે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલું છે.

  • 02 Mar 2024 03:28 PM (IST)

    ગંભીર બાદ હવે બીજેપીના સાંસદ જયંત સિંહાએ પણ કરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત

    પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરના રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ હવે બીજેપીના અન્ય સાંસદ જયંત સિન્હાએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. હજારીબાગના બીજેપી સાંસદ જયંત સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે. તેઓએ તેમને પ્રત્યક્ષ ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવા જોઈએ જેથી કરીને તેઓ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે તેમના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અલબત્ત તે આર્થિક અને શાસનના મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

  • 02 Mar 2024 02:43 PM (IST)

    યુપીના પોલીસ ભરતીના પેપર આઉટ કેસ, બે આરોપી ઝડપાયા

    ઉત્તર પ્રદેશ ભરતી અને પ્રમોશન બોર્ડ દ્વારા 17 અને 18 ફેબ્રુઆરીના રોજ આયોજિત અનામત પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં ઘૂસીને પેપર બહાર પાડનાર ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

  • 02 Mar 2024 02:11 PM (IST)

    રાહુલ ગાંધી પણ કોંગ્રેસને અન્યાય કરી રહ્યા છે – શિવરાજ સિંહ ચૌહાણ

    મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તેઓ ન્યાય યાત્રા કહે છે પરંતુ રાહુલ ગાંધી પોતે કોંગ્રેસને અન્યાય કરી રહ્યા છે. કોંગ્રેસને આ પદ પર લાવવાનો શ્રેય તેમને જ જાય છે. કોંગ્રેસના નેતાઓ સતત કોંગ્રેસ છોડી રહ્યા છે. અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ખરાબ રીતે પરાજય થયો હતો અને હવે લોકસભાની ચૂંટણીમાં જ્યાં પણ તેઓ પસાર થઈ રહ્યા છે અને સમગ્ર મધ્યપ્રદેશમાં ભાજપ 29માંથી 29 બેઠકો જીતશે.

  • 02 Mar 2024 01:46 PM (IST)

    ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્સને હટાવવા અંગે સરકારે કડક વલણ દર્શાવ્યું છે

    ગૂગલ દ્વારા પ્લે સ્ટોર પરથી એપ હટાવવા પર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે એપને હટાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

  • 02 Mar 2024 01:14 PM (IST)

    બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં બોમ્બ બ્લાસ્ટની તપાસ NIA દ્વારા થવી જોઈએ: BJP

    બેંગલુરુ કેફે બ્લાસ્ટ પર કર્ણાટક બીજેપીના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ કહ્યું કે ગઈકાલે રામેશ્વરમ કેફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પર ભાજપે માંગ કરી છે કે રાજ્ય સરકાર તાત્કાલિક આ કેસ NIAને સોંપે. ગયા અઠવાડિયે વિધાનસૌધામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા, પરંતુ કોંગ્રેસ સરકારે આ મુદ્દે કોઈ ગંભીર પગલાં લીધા ન હતા.

  • 02 Mar 2024 12:52 PM (IST)

    બિલકિસ બાનો કેસમાં એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

    બિલકિસ બાનો કેસમાં એક દોષિતે કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બનેલી બે બેન્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર દ્વારા સજામાં માફીના નિયમના મામલે વિરોધાભાસી આદેશો આપ્યા છે.

  • 02 Mar 2024 12:51 PM (IST)

    ગરીબોનું રાશન લુટવામાં પણ પાછલ નથી રહી TMC સરકાર, પીએમ મોદીના મમતા સરકાર પર આકરા પ્રહારો

    પશ્ચિમ બંગાળમાં મોદી સરકારે મમતા દીદી અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મોદી સરકારે કહ્યું હતુ કે ટીએમસી સરકારમાં અંદણખાને શું ચાલી રહ્યું છે તમે નથી જાણતા, ટીએમસી એટલે “તુ મેં કરપ્શન હી કરપ્શન ” છે તેમ કહી મમતા દીદી પર આકરા પ્રહાર કર્યા છે. આ સાથે એ પણ કહ્યું કે TMC સરકાર ગરીબોનું રાશન લુટવામાં પણ પાછલ નથી રહી

  • 02 Mar 2024 11:52 AM (IST)

    અત્યાચાર અને વિશ્વાસઘાતનુુ બીજુનામ એટલે TMC: પશ્ચિમ બંગાળમાં બોલ્યા PM

    પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે અમે પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવા માટે વધુ એક પગલું ભરી રહ્યા છીએ. આજે મને રૂ. 15,000 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વીજળી, રસ્તા અને રેલ્વેની સારી સુવિધાઓ તમારું જીવન સરળ બનાવશે. આ વિકાસ કાર્યો પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ આપશે.

  • 02 Mar 2024 11:11 AM (IST)

    બંગાળના આર્થિક વિકાસને ગતિ આપવા કટિબદ્ધ-પશ્વિમ બંગાળમાં બોલ્યા PM મોદી

    પીએ મોદી હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે ત્યારે ત્યારે બંગાળમાં ભાષણ આપતા પીએમ મોદીએ કહ્યું હતુ કે અમે બંગાળના આર્થિક વિકાસને ગતિ આપવા કટિબદ્ધ છીએ. આ સાથે યુવાનો માટે નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવશે

  • 02 Mar 2024 11:07 AM (IST)

    ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયો પરિપત્ર, ખોટી માહિતી ફેલાવનારની ખેર નહીં

    બોર્ડની પરીક્ષામાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. બોર્ડની પરીક્ષામાં અનેક લોકો પેપરલીકની ખોટી માહિતી ફેલાવતા હોય છે. ખોટી માહિતી ફેલાવનારાઓ સામે IPC અને IT ACT મુજબ કાર્યવાહી થશે. બોર્ડની પરીક્ષા પહેલા કેટલાક લેભાગુ તત્વો વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિ કરતા હોય છે. તેમની પાસે પ્રશ્નપત્ર આવી ગયુ હોવાની અથવા લીક થયુ હોવાની ખોટી માહિતી ફેલાવતા હોય છે. આ તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. અગાઉ આવા અનેક બનાવ બની ચુક્યા છે.

  • 02 Mar 2024 10:34 AM (IST)

    ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત, લોકસભાની ચૂંટણી નહીં લડે

    પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે પોતે જ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે, જે બાદ ગૌતમ ટિકિટની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

  • 02 Mar 2024 10:28 AM (IST)

    રાજકોટમાં બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ, 500 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો

    1. રાજકોટમાં બિલ્ડરો પર ITના દરોડામાં મોટો ઘટસ્ફોટ
    2. ITની તપાસમાં 500 કરોડથી વધુના બેનામી વ્યવહારોનો ખુલાસો
    3. બિલ્ડરોના હિસાબની ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામ ખૂલ્યા
    4. જેમના નામો ખુલ્યા તેમની પણ આગામી દિવસોમાં થશે પૂછપરછ
    5. આગામી મહિને ખોલવામાં આવશે બેંકના લોકર
    6. લાડાણી અને ઓરબીટ ગ્રુપને ત્યાં 4 દિવસથી ચાલી રહ્યું છે સર્ચ
    7. GST ચોરીની શક્યતાને પગલે તપાસ રિપોર્ટ GST વિભાગને સોંપાયો
  • 02 Mar 2024 10:20 AM (IST)

    ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના

    હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.દરિયામાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં માવઠું થાય તેવી સંભાવના છે.

  • 02 Mar 2024 09:29 AM (IST)

    વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા, કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ

    1. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા
    2. 2 દિવસની વરસાદની કરવામાં આવી છે આગાહી
    3. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ
    4. અંજાર-ગાંધીધામ મુન્દ્રા વિસ્તારમાં વરસાદી ઝાંપટા
  • 02 Mar 2024 08:58 AM (IST)

    બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો, વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ

    1. બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો
    2. વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ
    3. લાખણીના કુડા, કોટડા, ડેરા તેમજ સહિતના ગામોમાં છૂટા છવાયા વરસાદી છાંટા
    4. વાવના રાધાનેસડા, કુંડાળીયા, માવસરી સહિત ગોમોમાં કમોસમી વરસાદ
    5. થરાદના પઠામડા,પીલુડા,જાડારા સહિતના ગામોમાં કમોસમી વરસાદ
    6. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં
    7. જીરું,ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન થવાની આશંકા
    8. તૈયાર પાકની લણણી સમયે માવઠું થતા ભારે નુકસાન થશે ખેડૂતોને
  • 02 Mar 2024 08:14 AM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ આજે જશે અયોધ્યા, રામલલ્લાના કરશે દર્શન

    1. ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ આજે જશે અયોધ્યા
    2. રામલલ્લાના કરશે દર્શન
    3. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત દંડક ટીમ પણ જોડાશે
    4. 11 વાગે તેઓ અયોધ્યા પહોંચશે
    5. 11.30થી 12.00 કલાક દરમિયાન કરશે દર્શન
    6. સરયુ નદી સમીપે ટેન્‍ટ સિટીની પણ મુલાકાત કરશે
    7. મોડી સાંજે અમદાવાદ પરત આવશે
  • 02 Mar 2024 07:54 AM (IST)

    પાલનપુર શહેરમાં ગેસ સિલિન્ડરોની કાળા બજારની આશંકાએ દરોડો, 45 બોટલ વધારે મળતા કાર્યવાહી

    પાલનપુર સહિતના વિસ્તારમાં રાંધણ ગેસને લઈ મોટી ગોલ માલ થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન પુરવઠા વિભાગ દ્વારા પાલનપુર શહેરમાં વડલીવાળા પરાંમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પાલનપુર શહેરમાં રહેણાંક વિસ્તારમાં જ ચાલતા ગોડાઉનમાં મર્યાદા કરતા વધારે સ્ટોક રાખવામાં આવેલો હોવાનું સામે આવતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

    બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સપાટો બોલાવવામાં આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં સરકારી સસ્તા અનાજને સગેવગે કરવાને લઈ ઉપરા છાપરી દરોડાની કાર્યવાહી કરવામાં આવતા કૌભાંડીઓમાં ફફાડાટ વ્યાપી ગયો છે. આ દરમિયાન હવે રાંધણગેસના બાટલાઓને લઈને પણ કાર્યવાહી હાથ ધરતો દરોડો પાડવામાં આવ્યો છે.

  • 02 Mar 2024 07:06 AM (IST)

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જૂન ખડગે અને જયરામ રમેશને મોકલી લીગલ નોટિસ

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.

  • 02 Mar 2024 06:25 AM (IST)

    વડાપ્રધાન મોદી આજે બિહારને આપશે 1.64 લાખ કરોડ રૂપિયાની ભેટ

    વડાપ્રધાન મોદી બિહારમાં ફરીથી એનડીએની સરકાર બન્યા બાદ પ્રથમ વખત રાજ્યનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદી બેગૂસરાયમાં 1.64 લાખ કરોડથી વધારેની 51 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Published On - Mar 02,2024 6:24 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">