29 મેના મહત્વના સમાચાર : ગુજરાતની ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબડના નાના પુત્રની મનરેગાના વધુ એક કૌંભાડમાં પોલીસે કરી ધરપકડ
આજે 29 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 29 મેને ગુરુવારના રોજ, પાકિસ્તાનની સરહદે અડીને આવેલ ગુજરાત સહીતના રાજ્યોમાં આગામી 31મી મેના રોજ મોકડ્રીલ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના નાના પુત્રની મનરેગાના વધુ એક કૌંભાડમાં પોલીસે ધરપકડ કરી છે. IPL 2025ની ક્વોલિફાયર-1 મેચમાં RCBએ કિંગ્સ ઈલેવન પંજાબને હરાવીને IPL 2025ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતની ભાજપની સરકારના મંત્રી બચુભાઈ ખાબડના નાના પુત્રની મનરેગાના વધુ એક કૌંભાડમાં પોલીસે કરી ધરપકડ
ગુજરાતની ભાજપની સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્રોનો જામીન પર છુટકારો થયા બાદ, બચુભાઈ ખાબડના નાના પુત્રની દાહોદ પોલીસે ફરી ધરપકડ કરી છે. ભાજપ સરકારના મંત્રી પુત્ર કિરણ ખાબડની પોલીસે વધુ એક મનરેગા કૌભાંડમાં નામ ખુલતા ધરપકડ કરી છે. જો કે મંત્રી પુત્રને આજે જ કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.
-
કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં યોજવા ચક્રો ગતિમાન, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી- 3 IAS અધિકારીઓ જશે ઈંગ્લેન્ડ
કોમનવેલ્થ ગેમને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું ડેલીગેશન લંડન જશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને 3 ઉચ્ચ IAS અધિકારીઓ જશે લંડન. IAS અશ્વિની કુમાર, બચ્ચનિધિ પાની તથા એમ થેન્નારસનનો પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરવામા આવ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં યોજવા અંગે લંડન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. કોમન વેલ્થ કમિટી સાથે ગુજરાતના ડેલીગેશનની થશે બેઠક.
-
-
જામનગરમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ, કુલ 11 કેસ નોંધાયા
જામનગરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જામનગરની કામદાર કોલોની વિસ્તારમાં એક પુરુષ કોરોનાના વાયરસથી સંક્રમિત થયો છે. કોરોનાનો વધુ એક કેસ સામે આવતા, આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જામનગરમાં કોરોનાના કુલ 11 કેસ એક્ટિવ છે.
-
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ઓપરેશન સિંદૂરની યાદમાં જગતપુર પાસે સિંદૂર વન બનાવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓપરેશન સિંદૂરની યાદમાં શહેરમાં સિંદૂર વન બનાવશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. 40 લાખ વૃક્ષો વાવવાનું AMC નુ આયોજન છે. જગતપુર બ્રિજ પાસે વૃક્ષ રોપણ કાર્યક્રમ યોજાશે. 500 જેટલા સિંદૂરના રોપા વાવવામાં આવશે. જગતપુર ખાતે સિંદૂર વન બનાવવામાં આવશે.
-
પાકિસ્તાન સાથે સરહદથી જોડાયેલા રાજ્યોમાં હવે 31 મી મેના રોજ યોજાશે મોકડ્રીલ
પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ. હવે 31મીના રોજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અગાઉ આજે ગુરુવારના રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજવાનુ આયોજન કરાયું હતું. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલનું આયોજન કરાશે. સૂત્રોએ એવી પણ માહિતી આપી હતી કે, પાકિસ્તાન સાથે સરહદથી જોડાયેલ ભારતના રાજ્યોના જિલ્લાઓમાં દર મહિને મોકડ્રીલનુ આયોજન કરાશે.
-
-
સવારના 6થી સાંજના 6 સુધીમાં 34 તાલુકામાં વરસાદ
સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ભરૂચ, તાપી, વડોદરા, મહેસાણા, ખેડા, પંચમહાલ, નવસારી, નર્મદા, સુરત, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
-
શાળાઓ શરૂ થાય તે પહેલા સ્કૂલ વર્ધીના વાહન ચાલકોને RTO નિયમાનુસાર કાર્યવાહી પૂર્ણ કરી લેવા તાકીદ
સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર RTO દ્વારા જાહેર કરાયા છે. શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વર્ધીના વાહનચાલકોએ આરટીઓની પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાય છે. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ છે. RTO નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. ઓટો રિક્ષામાં 6 નાના બાળકો, વેનમાં 8 બાળકોને બેસાડી શકાશે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો, PUC ફરજિયાત છે. શાળા શરૂ થતા જ આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાશે. જેથી વાહનચાલકોએ જરૂરી તમામ કાર્યવાહી અટોપી લેવા તાકીદ કરવામાં આવી છે.
-
હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધીનું જાહેર કર્યુ નાવકાસ્ટ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદના એંધાણ
હવામાન વિભાગે આજે નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી સાંજના 4 થી 7 કલાક સુધીના 3 કલાક સુધીમાં રાજ્યના 15 જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદના એંધાણ છે. અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
પહેલગામ આતંકી હુમલાનો ભોગ બનેલ ભાવનગરના પિતા પુત્રના પરિવારજનોને, આસામ સરકારે અર્પણ કરી 10 લાખની સહાય
પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના કાળિયાબીડ સ્થિત પિતા-પુત્રના પરિવારજનોની, આસામના જળસંસાધન પ્રધાને મુલાકાત લીધી હતી. આસામના જળ સંશાધન મંત્રી પ્રિજસ હાજરીકા મૃતકોના પરિવારજનોને મળીને દિલસોજી વ્યક્ત કરવાની સાથે આસામ રાજ્ય સરકાર વતી, મૃતકના પરિવારજનોને રૂપિયા 5 લાખની આર્થિક સહાય અર્પણ કરી હતી. મૃતકોના પરિવારજનોએ, આસામના પ્રધાન સમક્ષ રોજગારી અર્થે નોકરી આપવા રજુઆત કરી હતી.
-
રાજનાથસિંહનું સુચક નિવેદન- PoK મા રહેતા નાગરિકો ભારતીયો જ છે
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે એક કાર્યક્રમમાં ખૂબ જ સુચક નિવેદન કરતા કહ્યું કે, Pokમાં રહેતા નાગરિકો ભારતીયો જ છે. આજે નહીં તો આવતીકાલે તેઓ ભારતમાં સામેથી જોડાઈ જશે.
मैं मानता हूँ कि पाक अधिकृत कश्मीर (PoK) के लोग हमारे अपने हैं, हमारे परिवार का हिस्सा हैं। हम “एक भारत श्रेष्ठ भारत” के संकल्प के लिए प्रतिबद्ध है और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग है, वे भी अपने स्वाभिमान, आत्मा की आवाज और…
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 29, 2025
-
અમદાવાદ: પહેલા વરસાદે જ મકાન ધરાશાયી
અમદાવાદ: પહેલા વરસાદે જ મકાન ધરાશાયી થયુ છે. ધનાસુથારની પોળમાં જર્જરીત મકાન ધરાશાયી થતા મકાનની દીવાલ પડતા મહિલાનું મોત નીપજ્યું છે. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. AMCની મકાનના અન્ય જર્જરિત ભાગને ન વાપરવા નોટિસ આપી.
-
રાજકોટઃ શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા
રાજકોટઃ શહેરમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના કુલ 15 સક્રિય કેસ છે. રૈયાચોકડી, ઓસ્કાર ટાવર, બિગ બઝાર ચોકમાં પોઝિટિવ કેસ છે, મઘુરમ પાર્ક અને સેટેલાઇટ ચોકમાં કેસ નોંધાયા છે.
-
મહેસાણા: નુગર બાયપાસ પાસે વીજળી પડતા આગની ઘટના
મહેસાણા: નુગર બાયપાસ પાસે વીજળી પડતા આગની ઘટના બની. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. મારૂતિ ગેસ પંપના મશીન ઉપર વીજળી પડતા આગ લાગી. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.
-
સુરતમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા
સુરતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. સુરતમાં વધુ બે કોરોના કેસ પોઝિટિવ છે. નાનપુરાના 30 વર્ષીય યુવક અને ઘોડદોડ રોડની 64 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વૃદ્ધા હોમ આઇસોલેશનમાં છે. એક જ સપ્તાહમાં સુરતમાં સાત કોરોના કેસ પોઝિટિવ. બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા.
-
24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ
24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો. 21 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો. અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતીમાં 2.17 ઈંચ વરસાદ, પાટણ અને અંકલાવમાં 1.97 ઈંચ વરસાદ, મહેસાણામાં 1.81 તો પોશીનામાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો છે.
-
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આહવા, વઘઈ, સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સુબીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
-
કલોલમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ
કલોલમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ ખાબક્યો. ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયુ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાના મંડાણ છે.
-
એલોન મસ્કે છોડ્યો યુએસ સરકારનો સાથ
એલોન મસ્કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાસ સલાહકાર પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ફેડરલ નોકરશાહીમાં સુધારાના તેમના પ્રયાસોનો ઉલ્લેખ કરીને ટ્રમ્પના મોટા ખર્ચ બિલની ટીકા કરી હતી. મસ્કે તેમના DOGE મિશન (સરકારી કાર્યક્ષમતા પ્રોજેક્ટ)નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે સરકાર ચલાવવાનો એક સારો માર્ગ બનશે.
Published On - May 29,2025 7:43 AM