28 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આવનારા સપ્તાહમાં મેઘ મહેરની હવામાન વિભાગની આગાહી, 2 જુલાઈથી ભારે પવન સાથે વરસાદની શક્યતા
Gujarat Live Updates આજ 28 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 28 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરત: રેલવે સ્ટેશન પર યાત્રીઓ મારપીટનો આક્ષેપ
સુરત: રેલવે સ્ટેશન પર યાત્રીઓ મારપીટના આક્ષેપ થયા. પોલીસે યાત્રીઓ સાથે મારપીટ કર્યાનો આરોપ છે. ઉધના રેલવે સ્ટેશન પરની ઘટનાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. યાત્રીઓ સાથે મારપીટ અને ગેરવર્તણૂકના આક્ષેપ થઈ રહ્યા છે. મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
-
અમદાવાદ: સેમિ કંડકટર કંપનીઓના આગમનથી EC એન્જિનિયરની વધી માગ
અમદાવાદ: સેમિ કંડકટર કંપનીઓના આગમનથી EC એન્જિનિયરની માગ વધી છે. સેમિ કંડકટર કંપનીઓના આગમનથી વિદ્યાર્થીઓની EC એન્જિનિયરીંગ પ્રથમ પસંદ બની છે. અમદાવાદમાં 2 સરકારી અને 7 સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં EC બ્રાન્ચની બેઠકો ભરાઈ છે. IT અને કોમ્પ્યુટર કરતા પણ EC એન્જિનિયરીંગની ડિમાન્ડ વધી. 5G, AI અને સેમિ કંડક્ટર ક્ષેત્રે પ્રગતિ થતા વિદ્યાર્થીઓમાં EC નો ક્રેઝ વધ્યો છે. છેલ્લા 2-3 વર્ષથી સેમિ કંડક્ટર કંપનીઓના કારણે EC માં વિદ્યાર્થીઓની રુચિ વધી છે.
-
-
સુરત: પાંડેસરામાં જવેલર્સની દુકાનમાંથી રૂ. 20 લાખની ચોરી
સુરતમાં ચોરીની એક એવી ઘટના બની કે જોનારા પણ ચોંકી ઉઠ્યા. જ્વેલર્સની દુકાનમાં ચોરો દુકાનની છત તોડીને દુકાનમાં ઘૂસ્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. મધરાત્રિએ છતમાં ગાબડું પાડી તસ્કરો ત્રાટક્યા અને ચાંદીના દાગીના સહિત રૂપિયા 20 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદ નોંધી. ચોરોની શોધખોળ હાથ ધરી. જે દુકાનમાં ચોરી થઈ તે દુકાનને તસ્કરોએ અગાઉ પણ બે નિશાન બનાવી હતી પરંતુ તે વખતે નિષ્ફળ રહ્યા હતા. આખરે 20 લાખનો મુદ્દામાલ લઈને ચોરો ફરાર થઈ ગયા છે. અને પોલીસ હવે તેમનું પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે.
-
જામનગરઃ વૃદ્ધ હત્યા કેસમાં પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
જામનગરઃ વૃદ્ધ હત્યા કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. જૂની તકરારમાં યુવકે છરી વડે વૃદ્ધ પર હુમલો કર્યો હતો. પુરાવા એકત્ર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
-
સુરત એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ વખતે મોટી સુરક્ષા ચૂક
સુરત એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ વખતે મોટી સુરક્ષા ચૂક સામે આવી છે. દિલ્હીથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ પર લેસર લાઈટ ફેંકી. પાયલટની આંખો સામે લેસર લાઈટ આવી. પાઈલટે ATCને જાણ કરતા દુર્ઘટના ટળી છે. એરપોર્ટ ઓથોરિટી, CISF અને પોલીસ એક્શનમાં આવી છે અને કોણે લાઈટ ફેંકી તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
-
-
ગાંધીનગરઃ હોટલની આડમાં દેહવેપારનો પર્દાફાશ
ગાંધીનગરઃ હોટલની આડમાં દેહવેપારનો પર્દાફાશ થયો છે. રાંધેજા-રૂપાલ રોડ પર આવેલી હોટલમાં કૂટણખાનું ઝડપાયું છે. દિલ્લી અને વડોદરાની યુવતી પાસે દેહવેપાર કરાવાતો હતો. પોલીસે દેહ વેપારમાંથી યુવતીઓને મુક્ત કરાવી છે. 2 આરોપી ઝડપાયા છે મુખ્ય સૂત્રધાર ફરાર છે.
-
ખેડાઃ કપડવંજ બ્લાસ્ટ: MGVCLની ટીમ કનેકશન દૂર કરવા પહોંચી
ખેડાઃ કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ MGVCLની ટીમ કનેકશન દૂર કરવા ઘટનાસ્થળે પહોંચી હતી. વીજ કનેક્શન કાપવા પહોંચેલી MGVCLની ટીમ મીડિયાને જોઈને ભાગી હતી. મંજૂરી વગર ચાલતી ફેક્ટરીમાં MGVCLએ કેવી રીતે ક્નેક્શન આપ્યુ તે મોટો સવાલ છે. ત્યારે સવાલોથી બચવા MGVCLની ટીમ મીડિયાથી બચતી જોવા મળી હતી. ગેરકાયદે વીજ કનેક્શન અપાયાનો સ્થાનિકોનો આરોપ છે. કેમિકલ ભરેલા પીપની બાજુમાં જ વીજ મીટર કાર્યરત હતુ. MGVCLએ ગેરકાયદે ક્નેક્શન આપ્યાનો સ્થાનિકોનો આરોપ છે.
-
અમરેલીમાં દીપડાની દહેશત
અમરેલી જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાના દહેશત સામે આવી. જાફરાબાદના ધોળાદ્રી ગામે શિકાર કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો. રસ્તા પર બેઠેલા શ્વાન પર દીપડાએ તરાપ મારી અને પળભરમાં શ્વાનને ઝડપીને દીપડો લઈ ગયો. રહેણાક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. દીપડાને પાંજરે પુરવા ગ્રામજનોની માગણી
-
કસ્ટમ્સ વિભાગે 11 કરોડના હાઈડ્રોપોનીક ગાંજા સાથે શખ્સ ઝડપ્યો
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે 11 કરોડની કિંમતના હાઈડ્રોપોનીક ગાંજા સાથે શખ્સને ઝડપ્યો. બેંગકોકથી આવેલા જૂનાગઢના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો. સમગ્ર ઑપરેશનમાં કસ્ટમ્સના એક વર્ષના સ્નિફર ડોગની મહત્વની ભૂમિકા રહી. સ્નિફર ડોગે તેના પ્રથમ કેસમાં જ કમાલ કરી બતાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તપાસ દરમિયાન, સ્નિફર ડોગે માદક દ્રવ્યોની હાજરીનો સંકેત આપ્યો હતો. બેગેજ ટેગના આધારે, મુસાફરની ઓળખ કરવામાં આવી હતી. પેસેન્જરની ટ્રોલી બેગમાં સિલ્વર કલરની 5 પોલિથીન બેગમાં છુપાવેલુ ડ્રગ્સ ડોગની મદદથી શોધી કાઢવામાં આવ્યુ.
-
ભાવનગર પંથકમાં વરસાદી માહોલ
ભાવનગર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી જમાવટ થઈ. જુના પાદર, વીરપુર, સેવડીદર સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો. આ તરફ તળાજા પંથકમાં પણ વરસાદનું આગમન થયુ. જેસર બાદ તળાજા તાલુકાના ગામડામાં મેઘરાજા વરસ્યા. કુંઢેલી, સાંગાણા, દેવળીયા અને ઠળિયા ગામમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
-
મેઘરાજાને રિઝવવા પાલનપુરની મહિલાઓ વર્ષો જૂની પરંપરા ફરી જીવંત કરી
હાલ ગુજરાતભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં તો હજુ સુધી વરસાદ પડ્યો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાને રિઝવવા માટે પાલનપુરની મહિલાઓ વર્ષો જૂની પરંપરા ફરી જીવંત કરી. વર્ષોથી ચાલી આવતી લોકપરંપરા મુજબ વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ ઢુંઢીયા બાવજીની મુર્તિ બનાવી ગામમાં ફેરવે છે પરંપરાગત ગીતો ગાય છે અને મેઘરાજાને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે. પાલનપુરમાં પણ મહિલાઓ આ જ આસ્થા સાથે એકત્રિત થઈ વરસાદ માટે પ્રાર્થના કરી. માટીમાંથી મહિલાઓ ઢુંઢીયા બાવજીની મુર્તિ બનાવી તેના પળ જળ અભિષેક કરીને ગામની શેરીએ-શેરીએ ફેરવવામાં આવી. માન્યતા છે કે જ્યારે-જ્યારે વરસાદની ખેંચ પડે ત્યારે આ રીતે પ્રાર્થના કરવાથી મેઘરાજા મહેરબાન થાય છે. આ અંગે ગ્રામજનોએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારી પ્રાર્થનાથી મેઘરાજા મહેર કરશે.
-
વડોદરા: લહેરીપુરા ગેટ નીચે રોડ પર રીલ અને ફોટોશૂટનો વીડિયો વાયરલ
વડોદરા: લહેરીપુરા ગેટ નીચે રોડ પર રીલ અને ફોટોશૂટનો વીડિયો વાયરલ થયો છે. મંજૂરી વગર જાહેર સ્થળે રીલ અને ફોટોશૂટ કરાયાનો આરોપ છે. રીલ બનાવવાના ચક્કરમાં સામાન્ય નાગરિકો હેરાન થતા જોવા મળ્યા. વાહનચાલકો અને રાહદારીઓને સાઈડમાંથી પસાર થવાનું કહેવાયું છે. ટ્રાફિક સુરક્ષા અને નિયમોના પાલન અંગે સવાલ ઊભા થયા છે.
-
વરસાદ ખેંચાતા છોટા ઉદેપુર જિલ્લાનું કુંદનપુર તળાવ થયુ સૂકુભઠ
છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું ગણાતું તળાવ. એટલે બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ. પરંતુ, આ તળાવ હાલ સૂકુંભઠ બન્યું છે. છોટાઉદેપુરમાં કુલ 11 જેટલાં સિંચાઈ તળાવો આવેલા છે. જેમાં કુંદનપુરનું તળાવ જ સૌથી મોટું છે. 20 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેવી આ તળાવની ક્ષમતા છે. પરંતુ, ચિંતાનજક વાત એ છે કે હાલ આ તળાવમાં પાણીનું ટીપું પણ નથી. એક તરફ વરસાદની આશાએ ખેડૂતો વાવણી કરીને બેઠાં છે. બીજી તરફ ન તો વરસાદ આવી રહ્યો છે કે ન તો સિંચાઈના પાણીનો લાભ મળી રહ્યો છે. જેના પગલે ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.
-
નર્મદાઃ ગરુડેશ્વરમાં ડિમોલિશન ડ્રાઈવ મુદ્દે MLA દર્શના દેશમુખનું નિવેદન
નર્મદાઃ ગરુડેશ્વરમાં અધિકારીઓના મકાન પર તંત્રની ડિમોલિશન ડ્રાઈવ મુદ્દે ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નિવેદન આપ્યુ કે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા 3 નોટીસ અપાઈ હતી. નોટીસનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. અધિકારીઓએ આ વિસ્તારમાં જમીન કેમ માગી તે સવાલ છે. જવાબદાર અધિકારીની જવાબદારીની તપાસ થવી જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા જમીનના ભાવ ઉંચકાયા હતા. 13 જેટલા તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને પ્લોટ ફાળવાયા હતા.
-
મહેસાણા: રેલવે સ્ટેશન પર મહિલા TTE અને મુસાફર વચ્ચે બબાલ
મહેસાણા: રેલવે સ્ટેશન પર મહિલા TTE અને મુસાફર વચ્ચે બબાલ થઈ. ટિકિટ ચેકિંગ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ. મહિલા TTE અને વડોદરાના મુસાફર પરિવાર વચ્ચે ઘર્ષણ સર્જાયુ. ટિકિટ હોવા છતાં TTEએ પૈસા માગ્યાનો મહિલા મુસાફરે આક્ષેપ કર્યો. મહિલા TTEએ બાળકોને ધક્કો માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો. સમગ્ર મામલે બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા રેલવે પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી.
-
વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર
વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર, ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી સપ્તાહમાં વરસાદ થશે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ પણ સક્રિય થતા વરસાદ પડશે. રાજ્યભરમાં 2 થી 3 જૂલાઈએ વરસાદ પડશશે. 1 અને 2 જૂલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાંઆવી છે. 40 થી 60 કિલોમમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી રહેશે. એક તરફ વરસાદ બીજી તરફ ગરમીના કારણે બફારો રહેશે. ભેજનું પ્રમાણ વધતા ગરમીની અસર રહેસે. ચોમાસુ ધીરે ધીરે આગળ વશે. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સ્થિર થયુ છે.
-
પાટણના હાજીપુર ગામે સામાજિક વૈમનસ્યની ઘટના આવી સામે
પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાજીપુર ગામે સામાજિક વૈમનસ્ય ની એક ઘટના સામે આવી. હાજીપુર ગામના રહેવાસીના લગ્ન પ્રસંગને લઈને પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. ગણેશ સ્થાપના સહિતની વિધિ પુર્ણ થયા બાદ સાંજે વરઘોડો ગામમાં ફરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે ગામમાં ઠાકોર મહોલ્લામાં વાઘેશ્વરી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઠાકોર સમાજનો એક વ્યક્તિ અચાનક વરઘોડાની વચ્ચે ધસી આવ્યો અને સાથે 5 જેટલા શખ્સોએ જાતિવાચક શબ્દો કરીને વરરાજાને ઘોડા પરથી નીચે પાડી દઈ તેનો સૂટ ફાડી નાખ્યો. જેમાં વરરાજાને બચાવવા તેના પરિવારજનો તથા સમાજના શખ્સો વચ્ચે પડતા વરરાજાના પરિવારજનો પર પણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી અને ફરી આ વિસ્તારમાં વરઘોડો ન કાઢવાની ધમકી પણ આપી, જેનાથી ખુશીનો માહોલ ક્ષણભરમાં ચિંતામાં બદલાઈ ગયો.
-
મોરબી: જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ન સ્વીકાર્યું
મોરબી: સરકારે આંદોલનકારી ખેડૂતોને વાતચીત માટે તેડું મોકલ્યું. પરંતુ જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ન સ્વીકાર્યું. ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે બેઠક કરવા ખેડૂતોને સરકારે આમંત્રણ મોકલ્યુ હતુ. આંદોલનકારી ખેડૂતોએ સરકારના આ આમંત્રણનો અસ્વીકાર કર્યો અને જણાવ્યુ કે અમારી માંગણી સ્વીકારવાનો ઉલ્લેખ આ પત્રમાં નથી. અમારી છ માંગણી સ્વીકારવાનો લેખિત ડ્રાફ્ટ આપવામાં આવે પછી અમે ચર્ચા કરીશું. આ આમંત્રણ પત્ર અમે સ્વીકારતા નથી.
-
સુરતમાં રૂપિયા 12,07,750ની કિંમતના 24.155 કિલો ગાંજા સાથે એક પુરુષ અને મહિલાની ધરપકડ
સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને પુરુષની ધરપકડ કરવામાં આવી છે. સુરત રેલવે પોલીસે રેલવે સ્ટેશન બહારથી કરી ધરપકડ. 24.155 કિલો કિંમત રૂપિયા 12,07,750 નો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
મોરબી જેતપર ખાતે ખેડૂત આંદોલનના સમર્થનમાં જામનગરના 30 ગામના ખેડૂતો જોડાયા
જામનગરના ખેડૂતો મોરબી જેતપર ખાતે ખેડૂત આંદોલનને સમર્થન આપવા જોડાયા. 150થી વધુ વાહનના કાફલા સાથે ખેડૂતો રવાના થયા. દોઢીયા ગામ સહિત 30થી 40 ગામોના ખેડૂતોની ભાગીદારી. જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ. યોગ્ય વળતર અને ન્યાયની માંગ સાથે વિરોધ. “જય જવાન, જય કિસાન”ના નારા સાથે ખેડૂતોનો આક્રોશ. માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી.
-
આણંદ LCBના ઇન્ચાર્જ પીઆઈ બી. એમ. માળીને રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરાયા
આણંદ LCBના ઇન્ચાર્જ પીઆઈ બી. એમ. માળીને રેન્જ આઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. અગાઉ આણંદ SOG પોલીસ મથકમાં પીઆઈ તરીકે ભાર્ગવ માળીએ મસમોટા જમીન કૌભાંડનો કારસો રચ્યો હોવાની ચર્ચા! પેટલાદ તાલુકાના પાળજ ગામની જમીનના કથિત કૌભાંડના કેસમાં સંડોવણી બદલ આ મોટી કાર્યવાહી. પાળજ ગામની જમીનમાં બોગસ વારસાઈના આધારે અમદાવાદના બે ભાઈઓ (ભૈરુલાલ લાલચંદ ચોપરા અને પ્રીતલાલ લાલચંદ ચોપરા)નાં નામો ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી. બંને ભાઈઓની ઉંમર 50 વર્ષથી વધુ હોવા છતાં, સરકારી દસ્તાવેજોમાં 20 થી 22 વર્ષ બતાવીને મોટો ખેલ કરવામાં આવ્યો હતો. આ બોગસ વારસાઈનો ઉપયોગ કરીને ખોટા ખેડૂત બની બાવળા તાલુકાના ગાગડ ગામની જમીન ખરીદવાનો પ્લાન હતો. આ સમગ્ર મામલે પીઆઈ બી. એમ. માળીએ પોતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવ્યો હતો. જે હવે તપાસના દાયરામાં છે.
-
સ્ટચ્યુ ઓફ યુનિટી ખાતે 11 અધિકારીઓને ફાળવેલા પ્લોટની જમીન શ્રી સરકાર કરાઈ, બાંધકામ તોડવા હાથ ધરાઈ કાર્યવાહી
ગરૂડેશ્વરમાં સરકારી તંત્રે, સરકારી અધિકારીઓા દબાણને તોડી પાડવા હાથ ધરી કાર્યવાહી. અધિકારીઓના સરકારી મકાનો શ્રી સરકાર થતા કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા જમીનનો ઉચકાયો હતો ભાવ. 11 જેટલા તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને ફળવાયા હતા પ્લોટ. તત્કાલીન કલેક્ટર આર.એસ.નિનામાએ ફાળવ્યા હતા પ્લોટ. જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને કરી હતી ફાળવણી. વર્ષ 2019માં આ પ્લોટ ફાળવવા આવ્યા હતા. આજે પાંચ અધિકારીઓના બંગલાઓનું ડીમોલેશન હાથ ધરાયું.
-
અમદાવાદમાં વ્યાસવાડી વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 3 ઈજાગ્રસ્ત
વ્યાસવાડી ચાર રસ્તા પાસે અકસ્માત થયો હતો. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક પર સવાર ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસ એ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
-
ભુજના સુખપરમાં સરકારી જમીન પરથી ગેરકાયદે 4 ધાર્મિક દબાણ દૂર કરાયા
ગૌચર જમીન પર થયેલું આશરે 300 ચો.મી.નું દબાણ તંત્રે હટાવ્યું. મામલતદાર, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની હાજરીમાં હાથ ધરાઈ કાર્યવાહી. JCB સહિતની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. આશરે 3 લાખની કિંમતની સરકારી જમીન કબજામુક્ત કરાઈ. જિલ્લા વહીવટી તંત્રે ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી યથાવત રાખવાનો સંદેશ આપ્યો.
-
સૈન્ય મથકો, ડ્રોન સ્થળો… અમેરિકાએ 24 કલાકમાં બીજી વખત ઈરાન પર કર્યો મોટો હુમલો
અમેરિકાએ જણાવ્યું છે કે, ઈરાને પનામાના ધ્વજવાળા તેલ ટેન્કર પર ડ્રોન હુમલો કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેના જવાબમાં, હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની લશ્કરી થાણાઓ પર નવા હુમલા કરવામાં આવ્યા. અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કર્યો છે. 24 કલાકની અંદર બીજી વખત, અમેરિકાએ શનિવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા.
On Truth Social, US President Donald Trump posts, “United States aircraft just struck Iranian missile and drone storage locations, and coastal radar sites, for violating the Cease Fire Agreement, again!… There may come a point when we are no longer able to be reasonable and… pic.twitter.com/W0SLAif8aj
— Tv9 Gujarati (@tv9gujarati) June 28, 2026
Published On - Jun 28,2026 7:24 AM
