28 જુલાઈના મોટા સમાચાર : આવતીકાલે શાળાઓમાં મુહર્રમની રજા રદ, શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 11:49 PM

Gujarat Live Updates : આજ 28 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

28 જુલાઈના મોટા સમાચાર : આવતીકાલે શાળાઓમાં મુહર્રમની રજા રદ, શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો આદેશ
Gujarat latest live news

આજે 28 જુલાઈને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jul 2023 11:49 PM (IST)

    Rajkot: રાજકોટમાંથી ઝડપાયુ ગેસ રિફિલિંગનું કૌભાંડ, 37 ગેસ સિલિન્ડર સાથે બે શખ્સોની ધરપકડ

    Rajkot:  જો આપના ઘરે ગેસ સિલીન્ડર આવતું હોય તો તેના વજનની ચકાસણી અવશ્ય કરી લેજો,ક્યાંક આપની સાથે કોઈ છેતરપિંડી તો નથી થતીને! રાજકોટ પોલીસે ગેસ સિલીન્ડર (Cylinder)માં છેતરપિંડી કરીને ગેરકાયદે રીતે રિફિલિંગ કરતા બે શખ્સોને પકડી પાડ્યા છે. આ શખ્સો પાસેથી ખાલી અને ભરેલા મળીને કુલ 37 જેટલા ગેસના સિલીન્ડર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેની પાસેથી 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  • 28 Jul 2023 11:32 PM (IST)

    Rajkot: રાજકોટના પૂર્વ મેયરના ઘરે થઈ 19 લાખની ચોરી, ચોરો સોનાના દાગીના ચોરી ફરાર

    Rajkot: રાજકોટના રૈયા રોડ પર રહેતા પૂર્વ મેયર (Mayor) ગોવિંદ સોલંકીના ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગોવિંદ સોલંકીના ઘરે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન 23 જુલાઇથી 26 જુલાઇ દરમિયાન ઘરના નીચેના કબાટમાં રાખેલા સોનાના દાગીનાની ચોરી જેની કિંમત આશરે 19 લાખ રૂપિયા છે. તેની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા છે. જે અંગે પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના પુત્ર મોહિત સોલંકીએ ગાંધીગ્રામ પોલીસને ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 28 Jul 2023 11:15 PM (IST)

    રાજકોટમાં કોલેરાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું, વિવિધ વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો

    Rajkot: કાલાવડ રોડ પર આવેલા અવધ રોડ પર રહેતા એક પરપ્રાંતિય મજૂરનો કોલેરાનો (Cholera) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે 45 પુરૂષનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્રારાઆ વિસ્તારમાં સઘન સર્વે હાથ ધર્યો હતો.

  • 28 Jul 2023 10:59 PM (IST)

    Ahmedabad : સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, કોર્પોરેશનને જવાબ રજુ કરવા આદેશ

    Ahmedabad:અમદાવાદની પ્રદુષિત(Pollution)  સાબરમતી નદી(Sabarmati River)  મુદ્દે થયેલ સુઓમોટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટમાં ફોટોગ્રાફ્સ સાથે રિપોર્ટ રજૂ કર્યો હતો.કોર્ટ મિત્રએ કહ્યું, હાલમાં પણ ગેરકાયદે કનેક્શનો છે અને પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે.ડેમેજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યા હોવાનું અમદાવાદ કોર્પોરેશનનું કહેવું છે.

  • 28 Jul 2023 10:34 PM (IST)

    આગામી 24 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતને મેઘરાજા ધમરોળશે

    હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક પણ રહેશે. ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ રાજ્યના અનેક હિસ્સાઓમાં વરસી શકે છે. વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા બરાબર ધમરોળશે. દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજ પ્રકારની આગામી દક્ષિણ ગુજરાતના ભરુચ અને વલસાડ જિલ્લા માટે કરવામાં આવી છે. જ્યાં પણ ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

  • 28 Jul 2023 10:15 PM (IST)

    આવતીકાલે શાળાઓમાં મુહર્રમની રજા રદ, શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો આદેશ

    Gandhinagar: આવતીકાલે શાળાઓમાં જાહેર કરાયેલી મુહર્રમની રજા રદ કરવાનો આદેશ કરાયો છે. અગાઉ શાળાઓમાં મુહર્રમની રજા જાહેર કરાઈ હતી. જો કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કરી રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે. નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી અખીલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્દઘાટન કરવાના છે. સવારના 9થી12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના પગલે અગાઉથી જાહેર કરાયેલી મુહર્રમની રજા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • 28 Jul 2023 10:08 PM (IST)

    કરજણના કોળિયાદ પંથકમાં ધોધમાર વરસાદ, બેટમાં ફેરવાયુ ગામ

    વડોદરાના કરજણના કોલીયાદ પંથકમાં પણ ભારે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ગામ બેટમાં ફેરવાયું છે. કોલીયાદ ગામની ભાગોળે કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા. કોલીયાદ, કલ્લા ગામથી પાલેજ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો. તો રસ્તા પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો. વાહનવ્યવહાર બંધ થતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

  • 28 Jul 2023 09:55 PM (IST)

    જૂનાગઢના માંગરોળ શહેરમાં ફરી જોવા મળ્યું આંખલા યુદ્ધ

    જૂનાગઢના માંગરોળ શહેરમાં (Mangrol city) રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. ફરી એક વાર જાહેર માર્ગ પર આખલાયુદ્ધ સર્જાયું હતું જે ઘટનના વીડિયો સામે આવ્યા છે. બે આખલા બાખડતા લોકોમાં દોડધામ મચી હતી. વાહન ચાલકો અને સ્થાનિકો જીવ બચાવવા ભાગ્યા હતા. મહત્વનું છે કે અગાઉ આ પ્રકારે ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે.

  • 28 Jul 2023 09:32 PM (IST)

    Narmada: ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ, કરજણ ડેમમાં પાણીની પુષ્કળ આવક

    Narmada: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારામાં સારા વરસાદથી કરજણ ડેમ (Dam)માં પાણીની ભરપૂર આવક થઈ છે. કરજણ ડેમના ત્રણ દરવાજા 1.4 મીટર ખોલીને 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. કરજણ નદી બેકાંઠે વહેતા નીચાણવાળા ભદામ, ધાનપોર, ધમણાચા, ભચરવાળા અને હજરપુરા ગામને સાવચેત કરવામાં આવ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં મોટા પ્રમાણમાં પાણી આવતા ખેડૂતો ખુશ થયા છે.

  • 28 Jul 2023 09:14 PM (IST)

    યુનિયન નેતા દત્તા સાવંત હત્યા કેસમાં CBI કોર્ટે ડોન છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો

    યુનિયન લીડર દત્તા સાવંત હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે ડોન છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો છે. ડૉ. દત્તા સાવંત માત્ર મુંબઈના જ નહીં, પરંતુ દેશના ટ્રેડ યુનિયનના નેતાઓમાંના એક હતા. ડૉ.દત્તાની 1997માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડોન છોટા રાજન પર આ હત્યાનું કાવતરું ઘડવાનો અને તેને અંજામ આપવાનો આરોપ હતો.

  • 28 Jul 2023 08:58 PM (IST)

    ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે ખોદકામ કરતી વખતે ગેસની લાઇન લીક થઈ, લાગી આગ

    1. અમદાવાદ- ઘોડાસર સ્મૃતિ મંદિર પાસેનો બનાવ
    2. ખોદકામ કરતી વખતે ગેસની લાઇન લીક થઈ
    3. ગેસ લાઇન લીક થતા લાઈનમાં લાગી આગ
    4. ફાયર બ્રિગેડની 1 ગાડી અને ટીમ સ્થળ પર પહોંચી
    5. ગેસ કંપનીના કર્મચારી પણ સ્થળ પર પહોંચ્યા
    6. ગેસ લાઇન બંધ કરી લીકેજ અને આગ પર મેળવાશે કાબુ
    7. ઘટના સ્થળેથી લોકોને દૂર રખાઈ રહ્યા છે
  • 28 Jul 2023 08:06 PM (IST)

    અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે વાહનોમાંથી નંબર પ્લેટો વરસાદી પાણીમાં તણાઈ

    શનિવારે અમદાવાદમાં (Ahmedabad) પડેલા ભારે વરસાદના કારણે શહેર બેટમાં ફેરવાયું જે પાણી ઓસર્યા બાદ શહેરના રસ્તા ધોવાયા, રસ્તા ઉપર ખાડા પડ્યા જેની વચ્ચે વાહનોમાંથી નંબર પ્લેટો પણ વરસાદી પાણીમાં તણાઈ. જે નંબર પ્લેટો લગાવવા તેમજ ખોવાયેલી નંબર પ્લેટની જગ્યાએ નવી નંબર પ્લેટ લગાવવા આરટીઓમાં વેઈટિંગ ચાલી રહ્યું છે. વરસાદના કારણે શહેરના રસ્તા ધોવાયા તો રસ્તા ઉપર ખાડાઓ પણ પડ્યા છે. વરસાદી પાણીમાં વાહનો ફસાતા નંબર પ્લેટો પણ તણાઈ હોવાની ઘટના બની છે. ગુમ નંબર પ્લેટોની જગ્યાએ નવી પ્લેટો લગાવવા માટે આરટીઓમાં વેટિંગ જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરમાં 22 જુલાઈની સાંજ કે જે લોકો ક્યારેય ભૂલી નહિ શકે. કેમ કે તે સાંજે અમદાવાદમાં ભારે વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું હતું.

    પાણી ઓસર્યા બાદ રસ્તા ધોવાયા, રસ્તા પર ખાડા પડયા, જેના કારણે લોકો હલાકીમાં મુકાયા છે. તો વરસાદ વચ્ચે પાણીમાં વાહનો ફસાયા વાહનો બંધ પડતા ગેરેજમાં વાહનો શરૂ કરવા વેઇટિંગ સર્જાયું. તો સાથે જ વરસાદી પાણીમાં વાહનોની નંબર પ્લેટ નીકળી જવાની પણ સમસ્યા સામે આવી. જે નંબર પ્લેટ લગાવવા RTO માં HSRP નંબર પ્લેટ સેન્ટર પર નંબર પ્લેટ લગાવવા લોકો વાહનો લઈને પહોચી રહ્યા છે.

  • 28 Jul 2023 07:48 PM (IST)

    Surat Rain: બારડોલીની મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો, 50 જેટલા મકાનો પાણીમાં ડૂબ્યા

    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતી જોવા મળી છે. સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતના બારડોલી વિસ્તારમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ પૂર આવ્યુ હતુ. જેને લઈ નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદીના કિનારે આવેલા ખાડાવાળા વિસ્તારમાં 50 જેટલા મકાનો પાણીમાં ડૂબી ગયા હતા. જેને લઈ આ વિસ્તારના અનેક પરીવારોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

  • 28 Jul 2023 07:34 PM (IST)

    સ્ટેટ GST વિભાગના કોમ્પ્યુટર કોચીગ ક્લાસ પર દરોડા

    1. અમદાવાદ- સ્ટેટ GST વિભાગના કોમ્પ્યુટર કોચીગ ક્લાસ પર દરોડા
    2. 15 પ્રાઈવેટ ક્લાસીસ સર્વિસ આપતા હોવા છતાં વેરો ભરતા ના હતા
    3. 15 ક્લાસીસના 31 સ્થળો પર જીએસટી વિભાગે કરી કાર્યવાહી
    4. કોચીગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા અને ફી ની રકમ છુપાવવામાં આવી
    5. વિદ્યાર્થીઓ પાસેથી ફીના રોકડ રૂપિયા લઇ તેનો વેરો ભરવામાં આવતો ના હતો
    6. જીએસટીને 20 કરોડ રૂપિયાના બે હિસાબી વ્યવહારો મળ્યા
    7. અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી
  • 28 Jul 2023 07:12 PM (IST)

    છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ બાદ રજાનગર બેટમાં ફેરવાયુ, પાણીનો નિકાલ ન થતા પારાવાર હાલાકી

    Chhota udepur: છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે રજાનગર બેટમાં ફેરવાયુ છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યુ છે. પાણીનો નિકાલ ન થતા લોકોનો તંત્ર સામે રોષ ભભુકી ઉઠ્યો છે. દર ચોમાસે આ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

  • 28 Jul 2023 06:51 PM (IST)

    શિમલામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, NH-5 બંધ

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે, શિમલાના બ્રોની નાલા અને કિન્નૌર જિલ્લાના કાકસ્થલમાં નેશનલ હાઈવે-5 સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. પથ્થર પડતા જોઈને આખો રસ્તો ખાલી કરાવવામાં આવ્યો છે.

  • 28 Jul 2023 06:24 PM (IST)

    જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે ભૂવો, 15 દિવસથી પડેલા ભુવાને લઈ લોકોને હાલાકી

    જૂનાગઢના ચિત્તખાના પાસે છેલ્લા 15 દિવસથી ભૂવો પડ્યો છે. જે બાદ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રજાક હાલાએ મનપાના અધિકારી અને કર્મચારીઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભૂવો પડ્યો (sink hole) હોવાને લઈ કોર્પોરેટર રજાક હલાએ મનપાના કર્મીઓએ ખખડાવ્યા. અનેક દિવસથી ભૂવો પડ્યો હોવા છતાં મનપાના કર્મીઓએ સુધી મુલાકાત લીધી નથી.

  • 28 Jul 2023 06:08 PM (IST)

    Surat: સચિન GIDC વિસ્તારમાં વીજ કરંટ લાગતા યુવકનુ મોત

    સુરતના સચિન વિસ્તારમાં આવેલી GIDC માં એક યુવકનુ વીજ કરંટ લાગવાને લઈ મોત નિપજ્યુ હતુ. ખાનગી કંપનીમાં ઈલેક્ટ્રીકનુ કામ કરતા યુવકને વીજ કરંટ લાગવાને લઈ તે બેભાન થઈ ગયો હતો. સ્થાનિક ફાયર ટીમને ઘટના અંગે જાણ થતા સ્થળ પર પહોંચી પતરાના શેડ પર બેભાન જણાતા યુવકને નિચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક યુવાનની પત્નિએ એક માસ અગાઉ જ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો.

  • 28 Jul 2023 05:53 PM (IST)

    પાકિસ્તાની યુવતી વિઝા અને પાસપોર્ટ વગર જયપુર એરપોર્ટ પહોંચી

    જયપુર એરપોર્ટ પરથી પાકિસ્તાની યુવતીની અટકાયત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતી ટિકિટ લેવા માટે વિઝા અને પાસપોર્ટ વગર એરપોર્ટ પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે અને છેલ્લા 3 વર્ષથી શ્રીમાધોપુરમાં તેની માસીના ઘરે રહેતી હતી. આ કેસમાં બે યુવકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

  • 28 Jul 2023 05:41 PM (IST)

    Gujarat Latest News : અરવલ્લીના મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ

    અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મોડાસાના લાલપુર, સરડોઈ, દાવલી, નવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ ભિલોડાના વાશેરા કંપા, સુનોખ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. વાશેરા કંપામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

  • 28 Jul 2023 05:22 PM (IST)

    Gujarat Latest News : ઈસ્કોન અકસ્માત કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે સરકારની હાઈકોર્ટમાં રજૂઆત

    તથ્ય પટેલે સર્જેલ અકસ્માતનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજુઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્યારે ગૃહપ્રધાન હર્ષ સંધવીએ જાહેરાત કરી હતી કે, અકસ્માતનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે. સાત દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે.

  • 28 Jul 2023 04:55 PM (IST)

    Gujarat Latest News : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ભોગ બનેલ સુરેન્દ્રનગરના 4 મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલી

    અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે બનેલા ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયેલા સુરેન્દ્રનગરના 4 યુવાનોને, સુરેન્દ્રનગરમાં વિશાળ મૌન રેલી યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથોસાથ એવી માંગ પણ કરવામાં આવી હતી કે, આ ઘટનાને અકસ્માત નહી પરંતુ નરસંહાર ગણીને પગલા લેવા જોઈએ. આંબેડકર ચોકથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ એસોસિયેશન, વેપારીઓ, આગેવાનો સહિત શહેરીજનો અને મૃતકોના મિત્રો, પરિવારજનો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં મૌન રેલીમાં જોડાયા હતા. આ બનાવને અકસ્માત નહિ નરસંહાર ગણી આરોપી પુત્ર અને પિતાને કડક સજા આપવાની માંગ કરાઈ હતી.

  • 28 Jul 2023 04:40 PM (IST)

    Gujarat Latest News : DGCA એ ઈન્ડિગો એરલાઈન્સને ફટકાર્યો 30 લાખ રૂપિયાનો દંડ

    ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે ઈન્ડિગો એરલાઈન્સને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ એરલાઇનને કારણ બતાવો નોટિસ પણ ઈસ્યું કરી છે. DGCA એ IndiGo ને નિર્ધારિત જરૂરિયાતો અને માર્ગદર્શિકા અનુસાર તેના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.

  • 28 Jul 2023 04:19 PM (IST)

    Gujarat Latest News : બાપુનગરના ગરીબનગર પાસે મકાનનો એક ભાગ ધરાશાયી

    અમદાવાદના બાપુનગરમાં આવેલ ગરીબનગર પાસે એક મકાનનો ભાગ ધરાશાયી થતા એક મહિલા દટાઈ હતી. મોમીન મસ્જિદ પાસે મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કાટમાળમાં એક મહિલા દટાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટિમ સ્થળ પર પહોંચીને મહિલા અને બાળકી સહિત 4નું રેસ્ક્યુ કરાયું હતું.

  • 28 Jul 2023 04:12 PM (IST)

    Gujarat Latest News : સપ્તાહમાં એક દિવસ ટિફિન બેઠક યોજવા ધારાસભ્યો, મંત્રીઓને પીએમની સૂચના

    પ્રધાનમંત્રી મોદીએ ધારાસભ્યો એક્ટિવ રહેવા સૂચના છે. ધારાસભ્યો મંત્રીઓને ટિફિન બેઠક યોજવા માટે પીએમ મોદીએ સૂચના આપી છે. વિધાનસભાના ફ્લોર પર કોણ શું અને કેવું બોલે છે તેની જાણ પોતાને હોવાની પીએમએ વાત કરી હતી. વિધાનસભાના ફ્લોર પર બોલો ત્યારે વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ, કોઈપણ બે વિષયમાં પારંગત બનો તેવી ધારાસભ્યોને ટકોર કરી છે.

  • 28 Jul 2023 04:01 PM (IST)

    Gujarat Latest News : સાબરમતી નદીમાં આજે પણ ઠવલાઈ રહ્યું છે પ્રદૂષિત પાણી, કોર્ટ મિત્રના રિપોર્ટમાં કરાયો ઉલ્લેખ

    સાબરમતી નદીમાં પ્રદૂષણનો મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો મામલે હાથ ધરાઈ સુનાવણી. કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટ સમક્ષ ફોટોગ્રાફ્સ સાથેના રિપોર્ટમાં દર્શાવ્યું સાબરમતી નદીમાં આજે પણ ઠલવાઈ રહ્યું છે પ્રદૂષિત પાણી. AMC એ કહ્યું ક્ષતિ પામેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યા છે. હાઈકોર્ટે કહ્યું કોર્પોરેશન સુનિશ્ચિત કરે કે તેમની ડ્રેનેજ લાઈનમાં ક્ષતિ ન પહોંચે. બંધ પડેલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ પાણીના નિકાલ માટેનો પ્રપોઝલ રિપોર્ટ CPCB-AMCને સોંપે.

  • 28 Jul 2023 03:15 PM (IST)

    Gujarat Latest News : અભિષેક બેનર્જી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર ED પાછી ખેંચે- સુપ્રીમ કોર્ટ

    સુપ્રીમ કોર્ટે EDને TMC સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ લુક-આઉટ-સર્કુલર (LOC) પાછું ખેંચવા કહ્યું છે. જોકે, ED દ્વારા જણાવવામાં આવ્યું હતું કે TMC સાંસદ અભિષેક બેનર્જી અને તેમની પત્ની સામેની LOC પાછી ખેંચી લેવામાં આવી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બેનર્જીને વિદેશ જતા પહેલા એજન્સીની પરવાનગી લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે અભિષેક બેનર્જી એક સપ્તાહ અગાઉ EDને જાણ કર્યા બાદ વિદેશ પ્રવાસ કરી શકે છે.

  • 28 Jul 2023 02:42 PM (IST)

    2018ના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં બે આરોપીઓને જામીન

    સુપ્રીમ કોર્ટે 2018ના ભીમા કોરેગાંવ હિંસા કેસના બે આરોપી વર્નોન ગોન્સાલ્વિસ અને અરુણ ફરેરાને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે બંને આરોપીઓને તેમના પાસપોર્ટ જમા કરાવવા અને મહારાષ્ટ્ર ન છોડવાનો નિર્દેશ આપ્યો છે.

  • 28 Jul 2023 02:41 PM (IST)

    ED-SC એ અભિષેક બેનર્જી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પાછો ખેંચ્યો

    સુપ્રીમ કોર્ટે EDને TMC સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ લુક-આઉટ-સર્કુલર (LOC) પાછું ખેંચવા કહ્યું છે. જોકે, ED દ્વારા જણાવવામાં આવ્યું હતું કે TMC સાંસદ અભિષેક બેનર્જી અને તેમની પત્ની સામેની LOC પાછી ખેંચી લેવામાં આવી છે.ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બેનર્જીને વિદેશ જતા પહેલા એજન્સીની પરવાનગી લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે અભિષેક બેનર્જી એક સપ્તાહ અગાઉ EDને જાણ કર્યા બાદ વિદેશ પ્રવાસ કરી શકે છે.

  • 28 Jul 2023 01:52 PM (IST)

    અમદાવાદ: હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી

    • રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે
    • આવતી કાલથી છુટોછવાયો વરસાદ રહેશે
    • દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે
    • સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે
    • 24 કલાકમાં છોટાઉદેપુરમાં ભારેથી અત્યંત અતિભારે વરસાદ રહેશે
    • ભરૂચ. વડોદરા. દાહોદ. પંચમહાલ. વલસાડ. દમણ દાદરા નગર હવેલી અતિભારે
    • સુરત તાપી નવસારી ડાંગમાં ભરે વરસાદ
    • સોમનાથ, અમરેલી, ભાવનગર ભારે વરસાદ
    • રૂરલ અમદાવાદ, ખેડા, આનંદમાં ભારે
    • દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ
    • મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ
    • ગતરોજ સુરત. વલસાડ. નવસારીમાં ભારે વરસાદ પડ્યો હતો
    • ગુજરાતમાં હાલ સુધી 85 ટકા ઉપર વરસાદ પડ્યો
  • 28 Jul 2023 01:38 PM (IST)

    અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ

    • તથ્ય પટેલના પિતાના નામની ઓડિયો ક્લિપ વાયરલ
    • પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા વાયરલ
    • આ જીવનમાં કંઈ નહિ થાય, ગોડ બેલસ બધાને, આવું તો ઠોકાય હવે, ગાડી તો થોકાયને, 19 -20 વર્ષના છોકરાથી આવી રીતે કોક દિવસ થઇ જાય
    • એમાં બોવ ટેન્શન નહિ કરવાનું પણ એને માપમાં રાખવાના હોય એ મારી રીતે રાખી દઈશ ટેન્શન ના કરીશ.
    • આ ઓડીયો ક્લિપની ટીવીનાઈન પુષ્ટિ કરતુ નથી
  • 28 Jul 2023 12:12 PM (IST)

    હું યુવા પેઢીને આગ્રહ કરુ છુ કે પ્રદર્શન જોવા જરુર જવુ: PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન થયું છે. સાથે જ તેમણે સેમિકોન ઇન્ડિયા 2023ના પ્રદર્શનને નિહાળ્યુ હતુ. જે પછી તેમણે આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે જણાવ્યું કે મે સેમિકોન ઇન્ડિયા 2023નું પ્રદર્શન જોયુ. હું યુવા પેઢીને આગ્રહ કરુ છુ કે પ્રદર્શન જોવા જરુર જવુ. જેથી દુનિયાએ શું ટેકનોલોજી ઊભી કરી છે તે જાણી શકે. સાથે જ તેમણે ભારત ટેક્નોલોજીને લઇને કેટલુ આગળ વધી રહ્યુ છે તેની માહિતી આપી હતી.

  • 28 Jul 2023 11:57 AM (IST)

    ‘સેમિકોન ઇન્ડિયા 2023’માં PMનું સંબોધન

    Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન થયુ છે. હવે રાષ્ટ્રીય સ્તરના સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે. સેમીકન્ડક્ટર ક્ષેત્ર (Semiconductor Sector) સાથે સંકળાયેલી નામાંકીત કંપનીઓ સેમિકોન ઇન્ડિયા 2023માં ગુજરાતમાં આવશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ છે.

    ‘સેમિકોન ઇન્ડિયા 2023’માં PMએ સંબોધન કરતા કહ્યું કે આ ક્ષેત્રમાં અનેકગણી પ્રગતિ થઈ છે. ભારતમાં રોકાણ કરવા કંપનીઓ પાસે અનેક તકો છે

  • 28 Jul 2023 11:49 AM (IST)

    વલસાડ: મધુબન ડેમમાં છેલ્લા બે દિવસથી પાણીમાં ધરખમ વધારો

    • મધુબન ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં છેલ્લા બે દિવસથી પાણીમાં ધરખમ વધારો
    • મધુબન ડેમની સપાટી હાલ 72.70 મીટર પર
    • ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી દર કલાકે તબક્કા વાર પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે
    • મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી 10 દરવાજા 4 મીટર ખોલી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું
    • જેને લઈ દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું
    • વલસાડ જિલ્લાના 13 ગામો, દાદરા નગર હવેલીના 14 ગામો, અને દમણના 10 ગામોને સાવચેત કરાયા
    • તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ
  • 28 Jul 2023 11:23 AM (IST)

    રાજકોટ: રાજ્યની મેડિકલ કોલેજોમાં એડમિશનમાં સરકાર દ્વારા ધળખમ ફી વધારાનો વાલીઓ દ્વારા વિરોધ

    • રાજ્યની મેડિકલ કોલેજોમાં એડમિશનમાં સરકાર દ્વારા ધળખમ ફી વધારાનો વાલીઓ દ્વારા વિરોધ
    • GMERSમાં મેનેજમેન્ટ ક્વોટામાં 89 ટકા જનરલ કોટામાં 66 ટકા જેટલો ફી વધારો
    • આ પહેલા આટલો તોતિંગ ફી વધારો ભૂતકાળમાં ક્યારેય નથી લદાયો
    • 10-12% ફી વધારો આવ્યો છે,પરંતુ 66 અને 89% ફી વધારો મધ્યમ અને ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ચૂકવવો અસહ્ય
    • વાલીઓ અને બાળકો મૂંઝવણમાં મુકાયા
    • વાલીઓ કાનૂની લડત લડવાની તૈયારીઓ કરી રહ્યા છે
    • વાલીઓ વકીલની સલાહ લઈ કાનૂની લડતના મંડાણ કરશે
    • રાજકોટ અને ગુજરાતમાં ધારાસભ્યો સાંસદ અને આરોગ્ય મંત્રીને અગાઉ રજુઆત કરી ચૂક્યા છે
    • આરોગ્ય વિભાગ 20/07/23નો પત્ર પરત ખેચવા માટે વાલીઓની માગ
  • 28 Jul 2023 10:56 AM (IST)

    ગાંધીનગરઃ PM મોદીએ સેમિકોન ઇન્ડિયા 2023 કોન્ફરન્સનું કર્યુ ઉદ્ઘાટન

    ગાંધીનગર મહાત્મા મંદિરથી કાર્યક્રમની શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિદેશપ્રધાન એસ જયશંકર રહ્યા રહેશે તાઈવાન કંપની ફોક્સકોન અને વેદાંતાના ચેરમેન પણ રહ્યા રહેશે ગુજરાત સાથે MoU કરનાર અમેરિકન કંપની માઈક્રોનના ચેરમેન પણ હાજર

  • 28 Jul 2023 10:39 AM (IST)

    રાજકોટ: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ટીવી9 દ્વારા દેશભરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ

    આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ટીવી9 દ્વારા દેશભરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થઇ રહ્યો છે.આજે સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને વિધાર્થીઓ જોડાયા હતા.ટીવી9 નેટવર્ક દ્રારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં લીમડો,બોરસલી,પારીજાત અને ટગરના વિવિધ છોડનું વાવેતર કર્યુ હતું. યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે દેશમાં વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાતે આપણને ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું અને વૃક્ષો ઓક્સિજન આપીને જીવન પ્રદાન કરે છે ત્યારે ટીવી9 નેટવર્કની આ ઝૂંબેશ થકી લોકોમાં વૃક્ષો પ્રત્યે વધુ જાગૃતતા આવશે. આ અભિયાનને આવકાર્યું હતું.

  • 28 Jul 2023 10:09 AM (IST)

    વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદ

    Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઔરંગ નદી 6 મીટરની ઉપર વહેતી થતા વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું છે. તો બીજી તરફ વલસાડના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

    વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાંથી 35 લોકોને વહીવટી તંત્ર દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. SDRFની ટીમ અને વહીવટી તંત્રના અધિકારીઓની સાથે પાલિકાનો સ્ટાફ રાતભર ખડેપગે રહ્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પાણી ભરાયા તે વિસ્તારોની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

    તો બીજી તરફ ભારે વરસાદના પગલે દાદરા નગર હવેલીની સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ થતા ચોતરફ પાણી ફરી વળ્યા છે. ભગતપાડા વિસ્તારમાં નદી કિનારેના દસથી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

  • 28 Jul 2023 09:57 AM (IST)

    તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ

    • જિલ્લામાં વાલોડ 5.28 ઈંચ તો સોનગઢમાં 5.64 ઈંચ વરસાદ વરસ્યો
    • રાત્રી દરમિયાન વરસેલા વરસાદની વાત કરીએ તો જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ ને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ
    • વ્યારા માંથી પસાર થતી મીંઢોળા બંને કાંઠે વહેતી થઈ જેને લઈ નદી કિનારે ના ગામો ને સાવચેતી ના ભાગરૂપે એલર્ટ કરાયા
    • વ્યારાના મીંઢોળા નદી તટે આવેલ મંકમેશ્વર મહાદેવ દાદાનું મંદિર જતાં કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો જેથી મંદિર જતો સીધો માર્ગ બંધ થયો
  • 28 Jul 2023 09:44 AM (IST)

    નવસારી: જિલ્લાની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો

    જિલ્લાની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરના ભેદ ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એક ફૂટથી લઈને ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે બેશક ખાડા વિસ્તારમાંથી 100 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને પૂર્ણ નદીની જળ સપાટીમાં વધારો થતા હજુ વધુ પાણી ભરાય તેવી શક્યતાઓના પગલે વધુ સતર્કતાથી કામ કરી રહ્યા છે.

  • 28 Jul 2023 09:42 AM (IST)

    છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ

    • બોડેલી અને પાવીજેતપુરમાં આભ ફાટ્યું
    • બોડેલીમાં 2 કલાકમાં 4 ઈંચ જ્યારે પાવીજેતપુરમાં 2 કલકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
    • છોટાઉદેપુરમાં પણ 1 ઈંચ અને સંખેડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો
  • 28 Jul 2023 09:13 AM (IST)

    રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યુ, સૌથી વધુ સુરતના મહુવામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો

    Monsoon 2023 : ગુજરાતમાં રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) ખાબક્યો છે. સૌથી વધુ સુરત (Surat) જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના મહુવામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં પણ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના જલાલપોરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.

    ડાંગના સુબીરમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામ, આહવા, વઘઇ, પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વાલોડ, ભાવનગર, ચોર્યાસી, વ્યારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

    જુઓ વીડિયો

  • 28 Jul 2023 08:56 AM (IST)

    ડાંગ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

    • મુખ્ય મથક આહવા પાસે આવેલો શિવઘાટ રોદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો
    • મુખ્ય મથક આહવાથી 4 કિલોમીટર દૂર પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે શિવઘાટ
    • વરસાદને પગલે સાપુતારાથી આહવા જતા માર્ગ ઉપર શિવઘાટ નજીક ભેખળો પડતા માર્ગ બંધ કરવામાં આવ્યો
    • વહીવટી તંત્ર એ સુરક્ષાને ધ્યાનમાં રાખી વાહન વ્યહાર બંધ કરાવ્યો
  • 28 Jul 2023 08:46 AM (IST)

    અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતનો કેસ

    • આરોપી પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી
    • પ્રજ્ઞેશ પર મુખ્ય આરોપીને ઘટના સ્થળેથી ફરાર કરવા મદદગારીનો આરોપ
    • ઘટનાસ્થળે હાજર લોકો સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ પ્રજ્ઞેશ પર આરોપ
    • હાલ પ્રજ્ઞેશ પટેલ સાબરમતી જેલમાં બંધ
  • 28 Jul 2023 08:40 AM (IST)

    ગાંધીનગર: PM મોદીએ ગુરુવારે રાજભવનમાં CM સહિત મંત્રી મંડળ સાથે કરી બેઠક

    • 1 કલાકની બેઠકમાં મંત્રીઓની કામગીરી પર થઇ ચર્ચા
    • મંત્રીઓના કામની કરાઈ સમીક્ષા
    • કેટલાક મંત્રીઓને કામગીરી પર કરાઈ ટકોર
    • રાજ્યના પ્રજાલક્ષી કામોને વેગ આપવા PMની સરકારને ટકોર
    • રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો યોગ્ય રીતે પ્રચાર પ્રસાર કરવા સૂચના
    • સરકારની યોજનાઓમાં ડીઝીટલ માધ્યમ તથા QR કોડનો આગ્રહ રાખવા સૂચન
    • ગુજરાત મોડેલને મજબૂત કરવા PMનું વર્તમાન સરકારને સૂચન
    • અંદાજે એક કલાક ચાલી હતી બેઠક – સૂત્રો
  • 28 Jul 2023 08:07 AM (IST)

    વલસાડ: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી

    • વલસાડ શહેરથી ખેરગામ તાલુકા સહિત 40 ગામને જોડતો કૈલાશ રોડનો બ્રિજ નદીના પાણીમાં ડૂબ્યો હતો
    • જોકે પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા
    • બ્રિજ પરથી પાણી વહીયા બાદ કેટલીક જગ્યાએ બ્રિજ પર એપ્રોચ ધોવાયો તો સાથે ડામર ના પોપડા ઉખડયા
    • વલસાડ શહેરથી તાલુકાના મુખ્ય ગામોના જોડતો બ્રિજ ડૂબાણમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ નોકરિયાત વર્ગને હાલાકી
  • 28 Jul 2023 07:36 AM (IST)

    મુંબઈમાં વરસાદે તબાહી મચાવી, રોડ અને રેલવે ઠપ્પ, થાણેમાં તમામ શાળાઓ બંધ

    ઉત્તર ભારત બાદ હવે પશ્ચિમ ભારતમાં હવામાનની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હાલત ખરાબ છે, મુંબઈમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ અને આસપાસના અનેક વિસ્તારોમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાયા છે, હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

    મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ સહિતના અન્ય વિસ્તારો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. આ ખરાબ હવામાનને કારણે રસ્તાઓ પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેથી ટ્રેનની મુસાફરી પણ મુશ્કેલ બની ગઈ છે. હવે હવામાન વિભાગે શુક્રવારે પણ મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

  • 28 Jul 2023 07:21 AM (IST)

    નવસારી: ફરી મેઘાની તોફાની બેટિંગ

    • નવસારી શહેરમાં રાત્રે પડ્યો હતો ધોધમાર વરસાદ
    • ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા
    • ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી
    • શહેરમાં ભારે વરસાદને પગલે લોકોમાં ચિંતા વ્યાપી
    • નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં
  • 28 Jul 2023 07:15 AM (IST)

    મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

    દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં બંધ મનીષ સિસોદિયાના જામીન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

  • 28 Jul 2023 06:42 AM (IST)

    ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિકોન ઇન્ડિયા સેમિનારનું ઉદઘાટન કરશે

    આજે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં ગુજરાતના પ્રધાનમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. રાજભવનમાં મળનારી આ બેઠક માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે 28 જુલાઇના રોજ તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિકોન ઇન્ડિયા સેમિનારનું ઉદઘાટન કરશે. જેમાં સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી વિશ્વની જાયન્ટ કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરશે. બપોરે વડાપ્રધાન મોદી સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે લંચ કરશે.

Published On - Jul 28,2023 6:40 AM

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">