Narmada: ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ, કરજણ ડેમમાં પાણીની પુષ્કળ આવક- જુઓ Video
Narmada: ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ બાદ કરજણ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. કરજણ ડેમના ત્રણ દરવાજા 1.4 મીટર ખોલીને 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.
Narmada: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારામાં સારા વરસાદથી કરજણ ડેમ (Dam)માં પાણીની ભરપૂર આવક થઈ છે. કરજણ ડેમના ત્રણ દરવાજા 1.4 મીટર ખોલીને 16,128 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. કરજણ નદી બેકાંઠે વહેતા નીચાણવાળા ભદામ, ધાનપોર, ધમણાચા, ભચરવાળા અને હજરપુરા ગામને સાવચેત કરવામાં આવ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં મોટા પ્રમાણમાં પાણી આવતા ખેડૂતો ખુશ થયા છે.
આ તરફ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 129.28 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 21 સેમીનો વધારો થયો છે. ડેમમાં હાલ 27,766 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. છેલ્લા ત્રણ કલાકમાં સરેરાશ 24,304 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 22,001 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી પણ 5,491 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમની મહત્તમ જળસપાચી 138.68 મીટર છે.
નર્મદા જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
