Gujarat Video: અમદાવાદના મણિનગરમાં ત્રણ ભૂવા પડતા લોકોમાં ભય, કેડિલા બ્રિજ પાસે પડ્યો મોટો ભૂવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 10:09 PM

Ahmedabad: મણિનગર વિસ્તારમાં ગોરના કૂવા પાસે એક અને મણિયાસા પાસે બે ભૂવા પડ્યા છે. વાહન વ્યવહારની જ્યાં સૌથી વધારે અવરજવર રહે છે એવા કેડિલા બ્રિજના છેડે ભૂવો પડ્યો છે.

 

અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો જારી છે. શહેરના અનેક વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે અને આમ ભૂવાની હારમાળા સર્જાઈ રહી છે. બીજી તરફ તંત્રની પોલ પણ ભૂવાઓ ખોલી રહ્યા હોય એમ અટકવાનુ નામ નથી લઈ રહ્યા અને વાહનચાલકોમાં ભૂવાને લઈ ભય વ્યાપી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પગપાળા કે વાહન લઈને રસ્તા પરથી પસાર થવા દરમિયાન ભૂવામાં પડવાનો ડર લાગી રહ્યો છે. શહેરમાં એવુ અનેક વાર બન્યુ છે કે, વાહનો કે આખી બસ ભૂવામાં ખાબકી હોય આ દ્રશ્યો ભૂવાને જોઈને નજર સામે તાજા થઈ જતા હોય છે.

શહેરના મણીનગર વિસ્તારમાં આવી જ રીતે ત્રણ ભૂવા પડ્યા છે. મણિનગર વિસ્તારમાં ગોરના કૂવા પાસે એક અને મણિયાસા પાસે બે ભૂવા પડ્યા છે. વાહન વ્યવહારની જ્યાં સૌથી વધારે અવરજવર રહે છે એવા કેડિલા બ્રિજના છેડે ભૂવો પડ્યો છે. ટ્રાફિકથી ધમધમતા બ્રિજના છેડે મોટો ભૂવો પડવાને લઈ વાહનચાલકો માટે જોખમી બન્યો છે. ભૂવા પડવા પાછળ અધિકારીઓની બેદરકારી હોવાનો રોષ ઠલવાઈ રહ્યો છે.

 

આ પણ વાંચો :  Gujarat Video: પૂર્વ IAS લાંગાની હાજરી ભરવાનો મામલો, ગાંધીનગર પોલીસને અંધારામાં રાખતા DySP રાઠોડને તપાસમાંથી હટાવાયા!

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 17, 2023 09:39 PM
g clip-path="url(#clip0_868_265)">