Gujarat Video: છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ બાદ રજાનગર બેટમાં ફેરવાયુ, પાણીનો નિકાલ ન થતા પારાવાર હાલાકી
Chhota udepur: છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. બોડેલીના રજાનગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળભરાવની સમસ્યા સર્જાઈ છે. જેમા સમગ્ર રજાનગર બેટમાં ફેરવાયુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
Chhota udepur: છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે રજાનગર બેટમાં ફેરવાયુ છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યુ છે. પાણીનો નિકાલ ન થતા લોકોનો તંત્ર સામે રોષ ભભુકી ઉઠ્યો છે. દર ચોમાસે આ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.
આ પણ વાંચો : Monsoon 2023 : છોટાઉદેપુરના મેરિયા નદી ઉપરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ, જુઓ Video
અનેક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા, ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને પારાવાર નુકસાન
આજે વરસેલા ધોધમાર વરસાદ બાદ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા છે. જ્યાં જુઓ ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. માર્ગો જાણે બેટમાં ફેરવાયા છે, જેના કારણે વાહનચાલકોને પણ પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. પાણીનો નિકાલ ન થતા લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે. દર વર્ષે આ પ્રકારે પાણી ભરાવાને કારણે લોકોને વ્યાપક નુકસાની વેઠવી પડે છે. જેની તંત્રને તો કંઈ પડી નથી. ત્યારે લોકોને પાણી ભરાવાની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે તેવો સવાલ હરકોઈ કરી રહ્યા છે.
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો