Rajkot: રાજકોટના પૂર્વ મેયરના ઘરે થઈ 19 લાખની ચોરી, ચોરો સોનાના દાગીના ચોરી ફરાર
Rajkot: રાજકોટના પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના ઘરે 23 જૂલાઈથી 26 જૂલાઈ દરમિયાન રિનોવેશનના કામ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. મેયરના ઘરેથી કબાટમાં રાખેલા 19 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા.
Rajkot: રાજકોટના રૈયા રોડ પર રહેતા પૂર્વ મેયર (Mayor) ગોવિંદ સોલંકીના ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગોવિંદ સોલંકીના ઘરે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન 23 જુલાઇથી 26 જુલાઇ દરમિયાન ઘરના નીચેના કબાટમાં રાખેલા સોનાના દાગીનાની ચોરી જેની કિંમત આશરે 19 લાખ રૂપિયા છે. તેની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા છે. જે અંગે પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના પુત્ર મોહિત સોલંકીએ ગાંધીગ્રામ પોલીસને ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
રિનોવેશન દરમિયાન થઇ ચોરી
ગાંધીગ્રામ પોલીસને મોહિત સોલંકીએ લખાવેલી ફરિયાદ પ્રમાણે રૈયા રોડ પર આવેલા તેના મકાનમાં છેલ્લા ત્રણ મહિનાથી રિનોવેશનનું કામ ચાલે છે. આ મકાનમાં તેના માતા પિતા રહે છે. જ્યારે પોતે બાજુની શેરીમાં આવેલા બીજા મકાનમાં રહે છે. ગત 22 તારીખના રોજ મારા માતાએ તેના કબાટમાંથી કેટલાક ઘરેણાં કાઢ્યા હતા.
જો કે ગત 26 તારીખના રોજ ફરી ઘરેણાં કાઢવા માટે કબાટ પાસે જતા કબાટનો દરવાજો તૂટી ગયેલી હાલતમાં હતા અને ઘરેણાં ભરેલી પોટલી ગાયબ હતી. જેના આધારે પોલીસને ફરિયાદ નોંધવામાં આવી હતી. પૂર્વ મેયરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજની મદદથી ચોર ટોળકીને શોઘવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
આ પણ વાંચો : Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રના 30 હજાર ઉઘોગોને સીધો જ ફાયદો થશે : ચેમ્બર ઓફ કોમર્સ
ચોરી થયેલા ઘરેણાની યાદી
- (1) ચાર તોલા વજનનું સોનાનું મંગળસુત્ર કિંમત આશરે રૂ.1.40 લાખ
- (2) ત્રણ તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.1.05 લાખ
- (3) બે તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.70,000
- (4) સવા તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.52,500
- (5) એક તોલા વજનનો સોનાનો ચેઈન અને પેન્ડલ કિંમત આશરે રૂ.35,000
- (6) ત્રણ તોલા વજનનો સોનાનો સેટ અને કાનમાં પહેરવાની બુટી કિંમત આશરે 1.05 લાખ
- (7) સાડા ત્રણ તોલા વજનનો મોતી વાળો સોનાનો ચેઈન કિંમત આશરે રૂ.1,22,500
- (8) બે તોલા વજનના સાદા સોનાના ચેઈન નંગ-2 તથા ડિઝાઈન વાળો સોનાનો ચેઈન જેની કિંમત આશરે રૂ.70,000
- (9) એક-એક તોલા વજનની પુરૂષને હાથમાં પહેરવાની વીંટી નંગ-4 કિંમત આશરે રૂ. 1.40 લાખ
- (10) ત્રણ તોલા વજનની સોનાની પાટલી બંગડી કિંમત આશરે 1.05 લાખ
- (11) પાંચ તોલા વજનની સોનાની બંગડી નંગ-4 કિંમત આશરે 1.75 લાખ
- (12) દોઢ તોલાનો વજનનો એક સોનાનો ઘોડો કિંમત આશરે રૂ.52,500
- (13) અડધા તોલા વજનની નાકમાં પહેરવાની વળી નંગ-2 કિંમત આશરે 17,500
- (14) અડધા તોલા વજનની હિરાની બુટી નંગ-2 કિંમત આશરે 2,62,500
- (15) એક તોલા વજનની સોનાની કાનમાં પહેરવાની બુટી નં-2 કિંમત આશરે 35,000
- (16) એક તોલા વજનની સોનાની કાનમાં પહેરવાની બુટી નં-2 કિંમત આશરે 35,000
- (17) સવા તોલા વજનની સોનાનું કાનમાં પહેરવાનું ઝુમર નં-2 કિંમત આશરે 43,750
- (18) બે તોલા વજનના સોનાના ઓમ વાળી ડિઝાઈનના પેન્ડલ નં-3 કિંમત આશરે 70,000
- (19) ત્રણ તોલા વજનની હાથમાં પહેરવાની સોનાની લકકી નંગ-1 કિંમત આશરે 1.05 લાખ
- (20) બે તોલા વજનની કાનમાં પહેરવાની મંગલસુત્ર સાથે આવેલ બુટી નંગ-2 કિંમત આશરે 70,000
- (21) બે તોલા વજનની કાનમાં પહેરવાની સોનાની સેટ નંગ-2 કિંમત આશરે 70,000
- (22) પોણા તોલા વજનની નાકમાં પહેરવાની સોનાની ચુક નંગ-3 કિંમત આશરે 26,250
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો