27 ઓક્ટોબરના મહત્વના સમાચાર: મહેસાણા અમદાવાદ હાઇવે પર કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં 3 ના મોત
News Update : આજે 27 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. પીએમ મોદીની સાથે સ્પેનના પીએમ પણ વડોદરાની મુલાકાત લેવાના છે. બંને દેશના પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતના તિરંગા અને સ્પેના રાષ્ટ્ર ધ્વજથી વડોદરાના અનેક માર્ગોને શણગારવામાં આવ્યા છે. હેરિટેજ ઈમારતો અને લાઈટ્સના માધ્યમથી બંને દેશોની મિત્રતા દર્શાવાઈ છએ. રાજમાર્ગો પર રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.
રાજ્યના અન્ય સમાચારોની વાત કરીએ તો
- ગુજરાત ATSએ પોરબંદરથી જાસૂસની ધરપકડ કરી છે.
- જાસુસના મોબાઇલમાંથી મળ્યા કોસ્ટગાર્ડની જાસૂસીના પુરાવા મળ્યા છે.
- પાકિસ્તાની યુવતીના સંપર્કમાં હતો જાસૂસ.
- દિવાળી પહેલા અમદાવાદમાં 17 ગેમઝોનને મંજૂરી અપાઈ
- SOU સ્થિત એકતાનગરમાં ટોય ટ્રેનને શરતો સાથે લીલીઝંડી આપવામાં આવી
- અમદાવાદના કાલુપુરમાં જર્જરીત મકાન ધરાશાયી થયુ. મકાન ધરાશાયી થવાનો LIVE વીડિયો આવ્યો સામે. ફસાયેલા 10નું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ.
- રાજ્યભરમાં ACBએ કુલ 5 લાંચિયા કર્મીઓને ઝડપ્યા.
- અમદાવાદમાં 80હજારની લાંચ લેતા ઝડપાયા PSI તો રાજુલામાં 2 લાખની લાંચ લેતા ઝડપાયા RFO
આંતરરાષ્ટ્રીય સમાચાર
- 100થી વધુ ઈઝરાયલી ફાયટર જેટનો ઇરાનમાં 20 સ્થળો પર હુમલો.
- ઇરાનની પણ વળતા હુમલાની ચીમકી.
- બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારથી મુખ્ય સલાહકાર મહોમંદ યુનુસની વધી મુશ્કેલી.
- લાખો હિંદુઓએ રસ્તા પર ઉતરી સરકારને આપ્યું અલ્ટિમેટમ.
LIVE NEWS & UPDATES
-
શિવસેના શિંદે જૂથે જાહેર કરી બીજી યાદી, સંજય નિરુપમને ડિંડોશીથી મેદાનમાં ઉતાર્યા
એકનાથ શિંદેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ સંજય નિરુપમને ડિંડોશીથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કુડાલથી નિલેશ રાણેને ટિકિટ આપવામાં આવી છે. નિલેશ રાણે નારાયણ રાણેના પુત્ર છે. શિવસેનાએ અંધેરી પૂર્વથી મુરજી પટેલ અને પાલઘરથી રાજેન્દ્ર ગાવિતને મેદાનમાં ઉતાર્યા છે.
-
પંજાબમાં અત્યાર સુધીનું સૌથી મોટું હેરોઈનનું કન્સાઈનમેન્ટ ઝડપાયું
પંજાબ પોલીસે રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઈનનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે 105 કિલો હેરોઈન અને છ હથિયારો સાથે બે લોકોને પકડી પાડ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, પોલીસ ટીમોએ 31.93 કિલો કેફીન એનહાઇડ્રસ અને 17 કિલો ડીએમઆર પણ રિકવર કર્યું હતું, જેનો ઉપયોગ હેરોઇનની માત્રા ચાર ગણો વધારવા માટે કરવામાં આવી રહ્યો હતો. તુર્કિયે સ્થિત દાણચોર નવપ્રીત સિંહ ઉર્ફે નવ ભુલ્લર પાકિસ્તાન સ્થિત આ સીમા પાર દાણચોરીના રેકેટ પાછળ હોવાનું કહેવાય છે.
-
-
મહેસાણા અમદાવાદ હાઇવે પર કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં 3 ના મોત
મહેસાણા અમદાવાદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણાના જગુદણ ચોકડી પાસે કારનુ ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં દાદા, દાદી અને પૌત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પાટણથી મીનાવાડા દર્શનાર્થે જઈ રહેલા પરિવારને જગુદણ ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો.
-
અમદાવાદના બોપલના સોબો સેન્ટરમાંથી તમંચો ઝડપાયો
બોપલ સોબો સેન્ટરમાં આવેલ રુદ્રા પ્રોપરાઈટસ નામની ઓફીસમાંથી અમદાવાદ ગ્રામ્ય SOG એ તમંચો ઝડપ્યો છે. મયુર સગારભાઈ બોરીચા નામના ઈસમની ઓફિસમાંથી દેશી તમંચો ગ્રામ્ય SOG એ કબજે કર્યો છે. મયુરભાઈ સગારભાઈ બોરીચા (આહિર) ઉ.વ.-39 ધંધો-બ્રોકર, રહે-4, સુંદ૨મ બંગ્લોઝ, આનંદ નિકેતન સ્કુલની સામે, સેટેલાઇટ અમદાવાદ, મુળ રહે-કંતાસીગામ તા-માળીયા મીયાણા જી.-મોરબીને પકડીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
બેસ્ટ સેફટી સિક્યુરિટી સિસ્ટમ માટે ગાંધીનગરને, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે સુરતને મળ્યા એવોર્ડ
અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાતના શહેરોને એવોર્ડ મળ્યા છે. ગાંધીનગર અને સુરતને વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્યાં છે. બેસ્ટ સેફટી સિક્યુરિટી સિસ્ટમ અને રેકોર્ડ કેટેગરીમાં ગાંધીનગરને એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે સુરતને પુરસ્કાર એનાયત કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના હસ્તે ગાંધીનગર અને સુરત શહેરને એવોર્ડ અર્પણ કરાયો હતો.
-
-
અકસ્માતમાં ઊના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનુ મોત, 3ને ઈજા
ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક સામસામે અથડાતાં, ઉના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર નું ઘટના સ્થળે મોત થું છે. સોનારીયા ગામ પાસે ઊનાથી પૂર્વ પાલિકા પ્રમુખના પુત્ર અને તેમનો મિત્ર બુલેટ લઈ રાજકોટ જતા હતા. તે દરમિયાન સોનારીયા પાસેથી આવતી ત્રણ સવારી બાઈક અને બુલેટ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બુલેટ સવાર નગરપાલિકા પૂર્વ પ્રમુખના પુત્ર પંકજ ચૌહાણનું ધટના સ્થળે મોત થયુ અને તેમના મિત્રને ઈજાઓ પહોંચી છે.
-
બનાસકાંઠાના ભાભરમાં બે મંદિરોમાં ત્રાટક્યા તસ્કરો, ચાર લાખથી વધુનો કર્યો હાથ ફેરો
બનાસકાંઠા જિલ્લાના ભાભરના કુવાળા ગામે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. ગામમા આવેલ બે મંદિરોમાંથી તસ્કારોએ હાથ ફેરો કર્યો હતો. માતાજીની મૃતિ અને આભૂષણો સહીત અંદાજિત ચાર લાખથી વધુની ચોરીની ઘટના બની છે. ગામમાં રબારીવાસમા આવેલ મંદિરને ગત મોડી રાત્રે તસ્કારોએ બનાવ્યા હતા નિશાન. સ્થાનિકોએ જાણ કરતા ભાભર પોલીસે તપાસ હાથ ધરી છે.
-
સૌરાષ્ટ્રમાં 5.16 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો
સૌરાષ્ટ્રમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજે 05:16 કલાકે 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 41 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપના આ આંચકાને કારણે જાનમાલના નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.
-
સુરતના ડુમસ રોડ પર આવેલ લા મેરેડિયન હોટલને ઉડાવી દેવાની ધમકી મળી
રાજકોટની ઘટના બાદ હવે સુરત શહેરમાં ફરી ડુમસ રોડ પર આવેલ લા મેરેડિયન હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે. મેલ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળ પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને બોમ્બ સ્કોડની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. દિવાળી સમય દરમિયાન ધમકી મળવાની ઘટના સામે આવી છે. ડુમસ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કોડની ટિમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.
-
કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી રાજકોટના સરઘારમાં ખેડૂતે કર્યો આપઘાત !
કમોસમી વરસાદના લીધે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે નુકસાની સહન નહીં કરનાર ખેડૂતે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.જો કે ખેડૂતે પાક નિષ્ફળ જવાને કારણે જ આત્મ હત્યા કરી છે કે અન્ય કોઈ કારણોસર આપઘાત કર્યો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. આ કિસ્સા અંગે સામે આવેલ અને ચર્ચાતી વિગતો અનુસાર રાજકોટના સરધારના ખેડૂતે પોતાના ખેતરની અંદર કોથમીર અને મગફળી જવા પાકનો વાવેતર કરેલું હતું. જેમાં વરસાદને કારણે પાક નિષ્ફળ થતાં આ ખેડૂતે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું કહેવાય છે.
-
મોરબી: ટંકારા પોલીસે જુગારધામ પર પાડ્યા દરોડા
- મોરબી: ટંકારા પોલીસે જુગારધામ પર પાડ્યા દરોડા
- રાજકોટ હાઈવે પર ખાનગી રિસોર્ટમાં જુગારધામનો પર્દાફાશ
- પોલીસે રિસોર્ટમાંથી આઠ લોકોની ધરપકડ કરી, એક ફરાર
- આરોપીઓ રિસોર્ટમાં રૂમ રાખીને જુગાર રમતા હોવાનો ખુલાસો
- પોલીસે રોકડ રકમ, બે કાર સહિત 63.15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
- ફરાર આરોપીને પકડવા પોલીસે હાથ ધરી તજવીજ
-
પંચમહાલ: મોરવા હડફના ભંડોઈ ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત
- પંચમહાલ: મોરવા હડફના ભંડોઈ ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત
- બાઈક ઉપર પસાર થઈ રહેલા બે સગા ભાઈ અને ભાણિયાના મોત
- જમીન પર પડેલા જીવંત વીજ વાયરને કારણે થયા મોત
- જીવંત વીજ વાયરના સંપર્કમાં આવેલી બાઈક પણ બળીને ખાક
- મોરા સરકારી હોસ્પિટલમાં ત્રણેય મૃતકોના કરાયા પીએમ
- ધારાસભ્ય નિમિષા સુથારે સમગ્ર ઘટના અંગે વ્યક્ત કર્યું દુ:ખ
- તમામ નિયમ મુજબ સરકારી સહાયની ધારાસભ્યએ આપી ખાતરી
-
અમદાવાદઃ નારોલમાં દેવી સિન્થેટીક કંપનીમાં ગેસ લીકેજથી 2ના મોત
- અમદાવાદઃ નારોલમાં દેવી સિન્થેટીક કંપનીમાં ગેસ લીકેજથી 2ના મોત
- ગેસ લિકેજથી 9 લોકોને થઈ અસર, 3 લોકો ગંભીર
- સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતુ હતું તે સમયે બની ઘટના
- બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં કામદારોને અસર
- તમામ અસરગ્રસ્તો હાલ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
- સેફ્ટીના સાધનો ન હોવાનો પરિવારજનોનો આરોપ
- GPCB, ફેક્ટરી ઈન્સ્પેક્ટ સહિતના અધિકારીઓની તપાસ શરૂ
-
બોટાદ: પોલારપુરના ઉપસરપંચ લાંચ માંગતા હોવાનો વીડિયો વાયરલ
- બોટાદ: પોલારપુરના ઉપસરપંચ લાંચ માંગતા હોવાનો વીડિયો વાયરલ
- વિકાસના કામના બિલમાં ટકાવારી માંગતા હોવાનો વીડિયો
- ઉપસરપંચે ગામમાં થયેલ કામોમાં કટકીની કરી માગ
- ઉપસરપંચ વાસુદેવસિંહ ચુડાસમાએ કોન્ટ્રાક્ટર પાસે માગી લાંચ
- કોન્ટ્રાક્ટરે ગામમાં 2 લાખ 54 હજારનું પેવર બ્લોકનું કર્યું હતું કામ
- બ્લોક પેવરના કામમાં ઉપસરપંચે કોન્ટ્રાક્ટરે પાસેથી ટકાવારી માગી
- ઉપસરપંચે TDO, SO, તલાટી અને પંચાયતના સભ્યોની પણ માગી લાંચ
- ઉપસરપંચે પંચાયત માટે 22 હજાર કમિશન માગ્યું
- કુલ 54 હજાર રૂપિયા ટકાવારી માંગતા હોવાનો વીડિયોમાં કેદ
- ઉપસરપંચ દ્વારા કોને કેટલી ટકાવારી આપવાની ચર્ચા કેમેરામાં કેદ
- વીડિયોમાં બરવાળા TDO સહિતના સરકારી અધિકારી લાંચ લેતા હોવાનો ઉલ્લેખ
-
પોરબંદર: ગુજરાત ATS દ્વારા ઝડપાયેલ જાસૂસને કોર્ટમાં રજૂ કરાયો
- પોરબંદર: ગુજરાત ATS દ્વારા ઝડપાયેલ જાસૂસને કોર્ટમાં રજૂ કરાયો
- જાસૂસને પોરબંદર ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયો
- ATSએ માંગ્યા 7 દિવસના પોલીસ રિમાન્ડ
- જાસૂસ પંકજ કોટિયાની વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડની માંગ
- આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પરિવાર દોડી આવ્યો
-
વડોદરા: PM મોદી અને સ્પેનના PMના આગમનને લઈ તૈયારીઓ
- વડોદરા: PM મોદી અને સ્પેનના PMના આગમનને લઈ તૈયારીઓ
- મોડીરાત્રે 1.30 વાગ્યે PM પેડ્રો સાંચેઝ પહોંચશે વડોદરા
- આવતીકાલે સવારે 9.30 વાગ્યે વડાપ્રધાન મોદી વડોદરા આવશે
- બન્ને દેશના વડાપ્રધાનને આવકારવા વિશાળ રંગોળી બનાવાઈ
- જિલ્લા સેન્ટ્રલ જેલમાં બન્ને દેશના વડાપ્રધાનની આકૃતિ દર્શાવતી રંગોળી
- SPG અને સ્થાનિક પોલીસ દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું
- આજે રાતના 10 વાગ્યાથી શહેરના 33 રસ્તાઓ કરાશે બંધ
- એરપોર્ટથી ટાટા એરબસ યુનિટ અને હોટેલ સુધી રૂટનું નિરીક્ષણ
- લક્ષ્મી વિલાસ પેલેસથી એરપોર્ટ સુધીના રૂટનું કરાયું રિહર્સલ
-
અમરેલી: રાજુલામાં વન અધિકારી 2 લાખની લાંચ લેતા પકડાયો
- અમરેલી: રાજુલામાં વન અધિકારી 2 લાખની લાંચ લેતા પકડાયો
- જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રવુભાઇ ખુમાણે તપાસની કરી માગ
- “વન વિભાગના સ્થાનિકથી લઈ ઉચ્ચ અધિકારીઓની કરવી જોઈએ તપાસ”
- ઝાંઝરડા વિસ્તારમાં સરકારે બનાવેલી બિલ્ડિંગમાં અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ
- “રાજુલા રેન્જથી પાલીતાણા શેત્રુંજી ડિવિઝન સુધી ઉચ્ચ અધિકારીઓની થાય તપાસ”
- “અધિકારીઓએ સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ કર્યો તેની તપાસ જરૂરી”
- “અગાઉ ઝાંઝરડામાં ભ્રષ્ટાચાર મામલે વન-પર્યાવરણ પ્રધાનને લખ્યો હતો પત્ર”
-
બનાસકાંઠાઃ પાલનપુર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપના મેન્ડેટ ના ઉમેદવારનો પરાજય
- બનાસકાંઠાઃ પાલનપુર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપના મેન્ડેટ ના ઉમેદવારનો પરાજય
- ભાજપના મેન્ડેટ સામે ડિરેક્ટરે ઉમેદવારી કરતા થઈ ચૂંટણી
- પાલનપુર માર્કેટ યાર્ડની વાઇસ ચેરમેનની ચૂંટણીમાં થયો બળવો
- ભાજપના ઉમેદવાર સામે વેપારી વિભાગના ડિરેક્ટર યશવંત પટેલની વરણી
- યશવંત પટેલને 12 મત જ્યારે ભાજપના ઉમેદવાર ભગુ કુગસિયાને સાત વોટ
- ભાજપના ઉમેદવાર ભગુભાઈ કુગસિયાની અવગણના કરાઈ
- અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ભાજપે આપ્યો હતો મેન્ડેટ
- ચાર દિવસ અગાઉ થયેલી ચૂંટણીમાં જેમાં ભાજપના મેન્ડેટ પર ચેરમેન બિનહરીફ ચૂંટાયા
-
સુરત: ઉધના રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ
- સુરત: ઉધના રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ
- દિવાળી અને છઠ પૂજા માટે પરપ્રાંતિયો વતન જવા માટે રવાના
- ઉધના રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા
- ગતરોજ સાંજથી જ લોકો પરિવાર સાથે ઉભા છે લાઈનમાં
- પ્લેટફોર્મ સુધી જ મુસાફરો ન પહોંચી શકતા ભારે મુશ્કેલી
- ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની ભારે ભીડ
- દિવાળીને લઈને 85થી વધુ સ્પેશિયલ ટ્રેન પણ કરાઈ શરૂ
- UP, બિહારના 1380 ફેરા મારશે સ્પેશિયલ ટ્રેન
- ભીડને કારણે મુસાફરોને ટ્રેનમાં બેસવાની સીટ પણ ન મળી
- મુસાફરોએ ટ્રેનમાં બોગી વધારવાની માગ કરી
- મુસાફરોની સંખ્યા વધતા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓ તૈનાત
- કોઈ દુર્ઘટના ન થાય તે માટે પોલીસે સંભાળ્યો મોરચો
-
રાજકોટ: પાક નિષ્ફળ જતાં સરધાર ગામના ખેડૂતે કર્યો આપઘાત
- રાજકોટ: પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
- માવઠાના માર સહન ન થતાં ખેડૂતો કરી આત્મહત્યા
- સરધાર ગામના ખેડૂત જેસિંગ મકવાણાએ જીવન ટૂંકાવ્યું
- બે એકર જમીનમાં વાવેલ પાક નિષ્ફળ જતાં ભર્યું પગલું
- ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
- હોસ્પિટલ સારવાર દરમિયાન ખેડૂતનું મોત
- વેરી બનેલા વરસાદથી કોથમીર અને મગફળીનો પાક થયો હતો નિષ્ફળ
- પોલીસ વધુ તપાસ હાથ ધરી
-
જામનગર: eKYCની કામગીરી પૂર્ણ ન કરનારાઓ શિક્ષકોને નહીં મળે રજા
- જામનગર: eKYCની કામગીરી પૂર્ણ ન કરનારાઓ શિક્ષકોને નહીં મળે રજા
- eKYCનું કામ 100 ટકા પૂર્ણ ન થયું હોય તો શિક્ષકો, સ્ટાફને નહીં મળે દિવાળી વેકેશન
- સરકારના આદેશનો શિક્ષણ સંઘો-મંડળોએ વિરોધ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
- ગુજરાત નગર પ્રાથમિક શિક્ષણ સંઘની રાજ્યના શિક્ષણ મંત્રી અને મુખ્યપ્રધાનને રજૂઆત
- આદેશ અંગે ફેર વિચારણા કરવાની શિક્ષણ મંડળોએ કરી માગ
- શિક્ષકો, સ્ટાફને દિવાળી વેકેશન નહીં મળેના આદેશનો સમગ્ર રાજ્યમાં વિરોધ
-
ગીર સોમનાથ: ઉનામાં માછીમાર પર સિંહે કર્યો હુમલો
- ગીર સોમનાથ: ઉનામાં માછીમાર પર સિંહનો હુમલો
- નવાબંદર ગામે વનરાજે વ્યક્તિ પર કર્યો હુમલો
- ઇજાગ્રસ્ત માછીમારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
- નવાબંદર ગામમાં રોજ બરોજ સિંહના આંટાફેરા
- માછીમાર રાત્રે કામ કરતો હતો તે સમયે સિંહે હુમલો કર્યો
- સિંહના આંટાફેરા CCTVમાં કેદ થયા
- સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાઈ
-
સુરતના માંગરોળમાં જલેબી હનુમાનજીનું અપમાન કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો
- સુરતઃ માંગરોળમાં જલેબી હનુમાનજીનું અપમાન કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો
- માંગરોળ પોલીસ મથક ખાતે ધર્મેન્દ્ર બારોટ વિરૂદ્ધ ગુનો દાખલ થયો
- હનુમાનજીની પુજાને લઈને કરી હતી વિવાદીત ટિપ્પણી
- પોલીસે ધર્મેન્દ્ર બારોટ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો
- હજારોની સંખ્યામાં ભક્તોએ આપ્યું હતું મામલતદારને આવેદનપત્ર
-
રાજભા ગઢવીએ ડાંગના લોકો માટે કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો
- રાજભા ગઢવીએ ડાંગના લોકો માટે કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો
- ટિપ્પણી બાદ આદિવાસી સમાજમાં રોષ
- ડાંગના સાંસદ ધવલ પટેલે રાજભા ગઢવીને માફી માગવા માગ
- રાજભાએ દિલથી માફી ન માગી હોવાનો પણ આક્ષેપ
- માફીના નામે માત્ર ગોળગોળ વાતો કરી હોવાનો આપો
ડાયરામાં આ ટિપ્પણી બાદ ગાયક કલાકાર રાજભા ગઢવીએ વીડિયો જાહેર કરી માફી પણ માગી હતી. ગાયક કલાકારે માફી માગતો વીડિયો બનાવ્યો પરંતુ ડાંગના લોકો સહિત ડાંગના સાંસદ આ માફીને માત્ર ગોળ-ગોળ વાતો ગણાવી રહ્યા છે. સાથે ભવિષ્યમાં કોઈપણ સમાજ કે ધર્મ પર ટિપ્પણી નહીં કરેની બાંહેધરી માગી રહ્યા છે ત્યારે હવે એ જોવું રહ્યું કે રાજભા ફરી માફી માગે છે કે પછી ડાંગની જનતા તેમને માફ કરી દેશે.
-
મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં નવ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
જામનગર: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત
- જામનગર: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત
- જોડીયાના લખતર, ભાદરા, બાલંભા, રણજીતપર, હીરાપર ગામોની લીધી મુલાકાત
- રાઘવજી પટેલે કરી પાક નુકસાની અંગે સમીક્ષા
- ખેતરોનું નિરીક્ષણ કરી ખેડૂતોનું સાથે કર્યો સંવાદ
- ખેડૂતોને યોગ્ય સહાય મળે તે રીતે કામગીરી હાથ ધરવા ખેતીવાડી વિભાગને સૂચના
- ગામોનો સંપૂર્ણ સરવે તાકીદે પૂર્ણ કરી તાત્કાલિક સહાય ચૂકવવા સૂચન
-
ભાવનગર મનપાનો અંધેર વહીવટ, રાજ્ય સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી પરંતુ વાપરી જ નહીં
ભાવનગર મહાનગરપાલિકામાં આસપાસના અનેક ગામો ભેળવવામાં આવ્યાં છે.. જેના માટે વર્ષ 2023-24માં રાજ્ય સરકારે 21 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આઉટ ગ્રોથ એરીયા માટે ફાળવી હતી. દોઢ વર્ષ છતાં અત્યાર સુધી ગ્રાન્ટનો વપરાશ થયો નથી. 18 કામ મંજૂર કરાયા પણ એમાંથી પણ 5 કામના હજુ પણ ઠેકાણા નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાના વચનો માત્ર પોકળ સાબિત થયા. પ્રજા તો હાલ પણ સુવિધાઓથી વંચિત છે.
ભાવનગર મનપાએ 200 કરોડની ઉપલબ્ધ ગ્રાન્ટ સામે 385 કામોના આયોજન કરી સરકારમાં મોકલ્યા. જે અંતર્ગત ભેળવવામાં આવેલા ગામોના વિકાસ માટે 51 કરોડના કામ મોકલ્યાં. જોકે અગાઉ 18 કામ માટે જે 21 કરોડની ગ્રાન્ટ ફાળવી એ કામ હજુ પણ બાકી છે.
-
28 ઓક્ટોબરથી ત્રણ દિવસ પીએમ મોદીના ગુજરાતમાં ધામા
- 28 ઓક્ટોબરે સવારે 9 કલાકે રોડ શોનું આયોજન
- PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો રોડ શો
- એરપોર્ટથી ટાટા યુનિટ સુધી રોડ શોનું આયોજન
- સવારે 10 કલાકે ટાટા એરબસના એસેમ્બલી યુનિટ પર પહોંચશે
- એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ, ત્યારબાદ 1500 ઉદ્યોગપતિને સંબોધન
- દોઢ કલાકના કાર્યક્રમ બાદ લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે
- લક્ષ્મીવિલાસ પેલેસમાં ભારત અને સ્પેન વચ્ચે ઐતિહાસિક કરાર
- બન્ને દેશના વડાપ્રધાન રાજવી પરિવાર સાથે લેશે ભોજન
Published On - Oct 27,2024 8:27 AM