50થી વધુ ફૂલના નિશાન, કૂવો અને 2 વડના વૃક્ષ…સંભલની શાહી જામા મસ્જિદમાં મળ્યા મંદિરના ‘પુરાવા’
શાહી જામા મસ્જિદમાં 2 વડના વૃક્ષ છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મંદિરોમાં વડના વૃક્ષની પુજા કરવામાં આવે છે. મસ્જિદમાં કૂવો પણ છે, જે અડધો અંદર અને અડધો બહાર છે. બહારવાળા ભાગને ઢાંકી દેવામાં આવ્યો છે. જ્યારે કૂવાનો અડધો ભાગ મસ્જિદની અંદર છે. 50થી વધુ ફૂલના નિશાન મળ્યા છે.
સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ASI રિપોર્ટમાં અંદરની વિગતો સામે આવી છે. સર્વેના પ્રથમ દિવસે એટલે કે 19 નવેમ્બરના રોજ લગભગ દોઢ કલાકની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી, જ્યારે 24 નવેમ્બરે લગભગ 3 કલાકની વીડિયોગ્રાફી કરવામાં આવી. આ સર્વેમાં કુલ સાડા 4 કલાકની વીડિયોગ્રાફી અને 1200ની આસપાસ ફોટા લેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મસ્જિદમાં મંદિરના પુરાવા મળ્યા છે.
શાહી જામા મસ્જિદમાં 2 વડના વૃક્ષ છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મંદિરોમાં વડના વૃક્ષની પુજા કરવામાં આવે છે. મસ્જિદમાં કૂવો પણ છે, જે અડધો અંદર અને અડધો બહાર છે. બહારવાળા ભાગને ઢાંકી દેવામાં આવ્યો છે. જ્યારે કૂવાનો અડધો ભાગ મસ્જિદની અંદર છે. 50થી વધુ ફૂલના નિશાન મળ્યા છે. ગુંબજના ભાગને પ્લેન કરી દીધો છે. મસ્જિદના જૂના બાંધકામમાં ફેરફારના પુરાવા મળ્યા છે. તો નવા બાંધકામના પણ પુરાવા મળ્યા છે. મંદિરના આકારને પ્લાસ્ટર કરીને રંગવામાં આવ્યો છે.
19 નવેમ્બરે કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો
મસ્જિદમાં જ્યાં મોટો ગુંબજ છે, તે ગુંબજ પર ઝુમ્મરને તાર સાથે બાંધીને એક સાંકળથી લટકાવવામાં આવ્યું છે. આ પ્રકારની સાંકળનો ઉપયોગ મંદિરમાં ઘંટ બાંધવા માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જિલ્લા અદાલતે 19 નવેમ્બર, 2024ના રોજ શાહી જામા મસ્જિદમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. તે જ દિવસે સાંજે કોર્ટ કમિશ્નરે ટીમ સાથે મસ્જિદનો સર્વે કર્યો હતો. ટીમે શાંતિપૂર્ણ રીતે સર્વે કર્યો હતો. જો કે, બીજી વખત 24 નવેમ્બરે જ્યારે ટીમ સર્વે માટે પહોંચી ત્યારે ખાસ ધર્મના લોકો ગુસ્સે થયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા.
સંભલ હિંસામાં 11 કેસ નોંધાયા, 47 લોકોની ધરપકડ
આ દરમિયાન સંભલમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અને પ્રશાસને હિંસા રોકવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો, પરંતુ ચાર યુવકોના મોત થયા. સંભલમાં ઘણા દિવસોથી તણાવ હતો. હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. પોલીસ-પ્રશાસનની ટીમ હિંસા ભડકાવનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. હિંસા સંબંધિત મામલામાં અત્યાર સુધીમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. હિંસા અંગે અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે.
શું છે શાહી જામા મસ્જિદની કહાની ?
સંભલ શહેરના કોટ ગરવી વિસ્તારમાં આવેલી આ મુઘલ યુગની શાહી જામા મસ્જિદ છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી છે, ત્યાં પહેલા હરિહર મંદિર હતું. શાહી જામા મસ્જિદ સંભલ જિલ્લાના સૌથી જૂના સ્મારકોમાંથી એક છે. એવું કહેવાય છે કે શાહી જામા મસ્જિદનું નિર્માણ મીર બેગ દ્વારા 1529માં મુગલ બાદશાહ બાબરના આદેશ પર કરવામાં આવ્યું હતું. એવો પણ દાવો કરવામાં આવે છે કે અહીં હાજર હરિહર મંદિર મસ્જિદના નિર્માણ દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું. આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.