AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 માર્ચના મહત્વના સમાચાર : ભર ઉનાળે રાજ્યમાં ફરી ત્રાટકશે માવઠુ, 29 અને 30 માર્ચે ત્રણ સિસ્ટમની અસરથી હળવા કમોસમી વરસાદની શક્યતા,  અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 9:32 PM
Share

Gujarat Live Updates આજ 26 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 માર્ચના મહત્વના સમાચાર : ભર ઉનાળે રાજ્યમાં ફરી ત્રાટકશે માવઠુ, 29 અને 30 માર્ચે ત્રણ સિસ્ટમની અસરથી હળવા કમોસમી વરસાદની શક્યતા,  અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

આજે 26 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Mar 2026 09:00 PM (IST)

    ગાંધીનગર: સાંતેજ ગામમાં ઘરફોડ ચોરી કરતી ટોળકી પોલીસના સકંજામાં આવી

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકના સાંતેજ ગામમાં ઘરફોડ ચોરી કરતી ટોળકી પોલીસના સકંજામાં આવી છે. આ ટોળકી ધોળાદિવસે જ બંધ ઘર કે ફાર્મ હાઉસમાં ત્રાટકીને ચોરીને અંજામ આપતી હતી..ચોર ટોળકીના 9 આરોપીમાંથી પોલીસે 7 આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે બે આરોપી હાલ ફરાર છે. આરોપીઓ પાસેથી સોનાની બુટ્ટી, સોનાનું ડોકિયું, સોનાની વીંટી, સોનાના બાજુબંધ, ચાંદીના ઘરેણા સહિત કુલ 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. ચોર ટોળકીએ સાંતેજ, માણસા અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.ચોર ટોળકી પહેલા ભંગાર એકઠો કરવાના બહાને વિવિધ ઘરોની રેકી કરતી અને પછી તકનો લાભ લઈને બંધ મકાનમાં ધોળાદિવસે ત્રાટકીને ચોરીને અંજામ અપાતો હતો.

  • 26 Mar 2026 08:45 PM (IST)

    અમરેલી: એક મહિના પહેલા બનેલા CC રોડના સેમ્પલ ફેઈલ

    અમરેલી: એક મહિના પહેલા બનેલા CC રોડના સેમ્પલ ફેઈલ ગયા છે. રૂ.11 કરોડના ખર્ચે બનેલા રસ્તાની હલકી ગુણવત્તાનો ખુલાસો થયો છે. નબળા કામને લઈ મંત્રી કૌશિક વેકરીયાએ તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓને જિલ્લાના તમામ માર્ગના સેમ્પલ લેવા સૂચના હતી. તપાસ દરમિયાન રસ્તાના સેમ્પલ ફેઈલ થતાં રોડ તોડવા આદેશ કરાયો છે. આર્ટસ કોલેજ સામેનો 125 મીટર રોડ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. રોડ બનાવનાર એજન્સીએ પણ નબળી કામગીરી અંગે સ્વીકાર કર્યો છે.

  • 26 Mar 2026 08:21 PM (IST)

    વલસાડના ઉમરગામના માછીમારો ઈરાનમાં ફસાયા

    વલસાડના ઉમરગામના માછીમારો ઈરાનમાં ફસાયા છે. ઈરાનમાં માછીમારી કરવા ગયેલા માછીમારો ફસાયા. મરોલી અને ઉમરગામ તાલુકાના માછીમારોએ મદદ માગી. યુદ્ધના માહોલમાં ફસાતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. માછીમારોએ વીડિયો વાયરલ કરી મદદ માગી છે. વહેલી તકે ભારત પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવા માગણી કરાઈ છે.

  • 26 Mar 2026 08:01 PM (IST)

    પંચમહાલમાં તૂટેલા કોઝવેનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન

    પંચમહાલના કાલોલ અને ગોધરા તાલુકાને જોડતો આ કોઝવે ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. મેશરી નદી પર બાંધવામાં આવેલો આ કોઝવે. કાલોલના નાની ભાદરોલીને ગોધરાના ભાટપુરા ગામ સાથે જોડે છે પરંતુ, ચોમાસા દરમિયાન નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ કોઝવે ધોવાઈ ગયો હતો. તેવું આજ દિવસ સુધી સમારકામ નથી કરવામાં આવ્યું અને તેના કારણે બંને ગામ સહિત બંને તાલુકાના લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા કામકાજની સાથે મેડિકલ ઈમરજન્સીના સમયે લોકોને હેરાન થવું પડે છે.

  • 26 Mar 2026 07:30 PM (IST)

    સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં આધેડની હત્યા

    સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં 3 થી 4 શખ્સોએ મળીને તિક્ષ્ણ હથિયાર વડે આધેડની હત્યા કરી નાખતા ચકચાર મચી છે.  પારિવારિક કારણોસર સામાન્ય બાબતમાં હત્યા થયાની આશંકા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલાક શખ્સોના નામ સામે આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Mar 2026 07:00 PM (IST)

    અમદાવાદઃ નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટરે કર્યો આપઘાત

    અમદાવાદઃ નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર જ્યંતિભાઈ પરમારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પત્ની, દીકરો અને સાળીના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ કરાયો છે.  બોલેરો પીકઅપમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું છે. સોલા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. નિવૃત્તિ બાદ ઘરમાં યોગ્ય રીતે રાખતા ન હોવાનો આરોપ છે. પત્ની જમવાનું આપતી નહોતી અને અપમાન કરતી હોવાની ફરિયાદ નોંધાઈ છે. દીકરો દારૂ પીને મારઝૂડ કરતો હોવાનો ગંભીર આક્ષેપ લગાવાયો છે. પેન્શનની રકમ માટે દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મૃતકે સુસાઇડ નોટ લખી આપઘાત કરતા પહેલા વ્યથા વ્યક્ત કરી છે.

  • 26 Mar 2026 06:30 PM (IST)

    નવસારી: વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિનો આક્ષેપ

    નવસારી: વાંસદાના સરા ગામે ફરી ધર્માંતરણની પ્રવૃત્તિનો આક્ષેપ લાગ્યા છે. નિવૃત્તિ સન્માન સમારોહની આડમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનો આક્ષેપ કરાયો છે. ગ્રામજનોએ પોલીસ મથકમાં અરજી કરી કડક કાર્યવાહી માગણી કરી છે. આદિવાસી પ્રજાને લાલચ આપી ધર્મપરિવર્તન કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે.  મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયલ શિંદે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ધરમપુરી અને કેવડી સહિતના ગામમાં વટાળ પ્રવૃત્તિ ચાલતી હોવાનો દાવો કરાયો છે. પૂર્વ મંજૂરી વગર કાર્યક્રમ યોજાયો હતો. તો બીજી તરફ વાંસદાના ધારાસભ્યે આ ઘટના અંગે કહ્યું કે લોકો એકઠા થઈને પ્રાર્થના કરે એ કોઈ ગુનો નથી અને અમે જન્મથી આદિવાસી છીએ ધર્મથી નહીં.

  • 26 Mar 2026 06:00 PM (IST)

    જામનગર: ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળતા ખળભળાટ

    જામનગર: ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાં મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પરપ્રાંતિય મહિલાનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. આડા સંબંધ અને પૈસાની આડમાં મહિલાની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. મૃતક વિધવા મહિલાને 3  સંતાનો હોવાનું સામે આવ્યું છે. પિતાના મોત બાદ માતાની હત્યા થતાં બાળકો નોંધારા થયા છે. પોલીસે આરોપીને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    મહત્વનું છે કે વિધવા મહિલાની શોધખોળ કરતાં એક મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શખ્સ અને મૃતક મહિલા વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધ હતા. જો કે આડા સંબંધ અને પૈસાની લેતીદેતી મામલે માનીતા ભાઈએ જ વિશ્વાસઘાત કરીને વિધવા મહિલાનું ઢીમ ઢાળી દીધું.. મૃતક મહિલાના પતિનું વર્ષ 2021માં મોત થયું હતું. જે બાદ હવે મહિલાની પણ હત્યા થતાં તેના 3 બાળકો નોંધારા થયા છે. ત્યારે હાલ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • 26 Mar 2026 05:25 PM (IST)

    ભાજપની સરકારે ટેન્કર રાજ ખતમ કરવાનું કામ કર્યુ- વિજય પટેલ

    ડાંગ જિલ્લામાં પાણીની અછત અને ટેન્કરથી પાણી પહોંચાડવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું છે..એક તરફ જનતા પાણી ઝંખે તો બીજી તરફ નેતાઓ એકબીજા પર આક્ષેપ કરવામાં વ્યસ્ત છે. વિવાદની શરૂઆત 14 માર્ચથી થઈ જ્યારે ડાંગના ધારાસભ્ય વિજય પટેલે જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે એક સમયે કોંગ્રેસના શાસનમાં ગામડામાં ટેન્કરરાજ ચાલતું હતું. લોકો ટેન્કરની રાહ જોતા અને ટેન્કર પાણી લઈને આવે એટલે બેડાયુદ્ધ થતું પરંતુ ભાજની સરકારે ટેન્કરરાજ ખતમ કરવાનું કામ કર્યું.

  • 26 Mar 2026 05:05 PM (IST)

    સુરત: ગોડાદરામાં દર્દીનો હાઈવોલ્ટેજ ડ્રામા

    સુરત: ગોડાદરામાં દર્દીએ હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો. હોસ્પિટલના ત્રીજા માળેથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. દર્દી કૂદવા જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. ફાયરની ટીમે દિલધડક રેસક્યુ કરી જીવ બચાવ્યો.

  • 26 Mar 2026 04:45 PM (IST)

    ગીર સોમનાથ : ઉનાના નવાબંદર ગામે દરિયાકાંઠે ફિશિંગ બોટોમાં આગ

    ગીર સોમનાથ : ઉનાના નવાબંદર ગામે દરિયાકાંઠે ફિશિંગ બોટોમાં આગ લાગી છે. અગમ્ય કારણથી લાગેલી આગમાં 4 થી 5 બોટ બળીને ખાખ થઈ ગઈ છે. પડતર બોટોમાં ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરી ફેલાઈ છે.  ફાયર વિભાગે કલાકોની ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો છે. પોલીસ અને સ્થાનિકોએ આગ બુઝાવવા મદદ માટે દોડી આવ્યા હતા. આગની ઘટનામાં બોટ માલિકોને લાખોનું નુકસાન થયુ છે.

  • 26 Mar 2026 04:20 PM (IST)

    ગીર સોમનાથ: ગીર ગઢડામાં સિંહ પરિવારના ધામા

    ગીર સોમનાથ: ગીર ગઢડામાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. હાઉસિંગ બોર્ડ કોલોનીમાં સિંહોનું ટોળું આવી ચઢ્યું છે. રહેણાંક વિસ્તારમાં સિંહો આવી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડી રાત્રે સિંહ પરિવારે ધામા નાખતા દ્રશ્યો સામે આવ્યા છે. કોલોની વિસ્તારને સિંહોએ બાનમાં લીધો છે.  સિંહોના આંટાફેરાના CCTV વાયરલ થયા છે.

  • 26 Mar 2026 04:05 PM (IST)

    સુરત: ગેસની અછત વચ્ચે લાકડા ચોરીની વધી ઘટના

    સુરત: ગેસની અછત વચ્ચે લાકડા ચોરીની ઘટના વધી છે. રસ્તા પર લાકડા દેખાતા જ વાહન ચાલકોએ લૂંટ ચલાવી હતી. વાહન ચાલકોએ બ્રેક મારીને કોથળો ભરી લાકડા લીધા હતા. ગણતરીની મિનિટોમાં જ વાહન ચાલક લૂંટ કરી ફરાર થયો. લાકડાની લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • 26 Mar 2026 03:49 PM (IST)

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ કાર્યાલયે નિરીક્ષકોની નિમણૂક માટે મળી બેઠક

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. એ પહેલા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની નિમણૂક માટે બેઠક મળી છે. ઉમેદવાર પસંદગી માટે ભાજપ નિરીક્ષકો મોકલશે. નિરીક્ષકો ફિલ્ડ પર જઈ ઉમેદવારોને સાંભળશે. જિલ્લા દીઠ 3 નિરીક્ષકો મુકવામાં આવશે. નિરીક્ષકો સંભવિત ઉમેદવારો ને સાંભળશે. નિરીક્ષકો સેન્સ લીધા બાદ ચૂંટણી સમિતિ સમક્ષ ઉમેદવારોની પેનલ મુકશે. આખરે ચૂંટણી સમિતિ ઉમેદવાર પસંદગી પર આખરી મહોર મારશે

  • 26 Mar 2026 03:47 PM (IST)

    કડી તાલુકાના ઈન્દ્રાડ ગામે મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર

    મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં દટાયેલી હાલમાં મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં મહિલાના હત્યા થયાનું સામે આવ્યું છે. ઘાસચારો લેવા ગયેલ 54 વર્ષીય મહિલાનો મૃતદેહ જમીનમાં દાટેલી હાલતમાં મળ્યો હતો. લૂંટના ઈરાદે મહિલાની હત્યા થયાનું અનુમાન છે. મહિલાના પુત્રે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સોનાની બંગડીઓ અને ચાંદીના કડલા સહિત કુલ 4.40 લાખના દાગીનાની લૂંટ થયાનું સામે આવ્યું છે. મહિલાના કાનમાંથી વાળીઓ અને બુટ્ટીઓ ખેંચી કાઢતાં કાન ચીરાયેલા જોવા મળ્યા હતા.

  • 26 Mar 2026 02:41 PM (IST)

    બનાસકાંઠામાં નકલી ક્રિકેટ એસોસિએશન ! કોંગ્રેસે કરી માંગ, GCA જાહેર કરે કયુ ક્રિકેટ એસોસિએશન છે સાચુ

    બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન લઈને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાનું નિવેદન. બનાસકાંઠા જિલ્લામાં બે ક્રિકેટ એસોસિએશન ચાલે છે !! શંશિકાંત પંડ્યા દ્વારા ડીસામાં અલગ ક્રિકેટ એસોસિએશનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ સામે જૂના સ્થાનિક ક્રિકેટ એસોસિએશન સભ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે. 1960માં “ધ બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન” અમલમાં આવ્યું હતું. શશીકાંત પંડ્યાએ 2025 વર્ષમાં નવું બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન તૈયાર કર્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસીએશન નક્કી કરે કે ક્યુ એસોસિએશન સાચું. કોંગ્રેસ દ્વારા આ ક્રિકેટ એસોસિએશન તપાસ કરવાની કરી માંગ.

  • 26 Mar 2026 02:38 PM (IST)

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે 518 PIની બદલીના કરાયા આદેશ

    રાજ્યના 518 PIની બદલીના DGPએ કર્યા છે આદેશ. આગામી ચૂંટણીને ધ્યાને લઈ કરવામાં આવી બદલી. 3 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા PIની બદલી.

  • 26 Mar 2026 02:09 PM (IST)

    ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમની જોવા મળશે અસર, 29 અને 30 માર્ચે વીજળી પડવા, તોફાની પવન ફુંકાવા સાથે તુટી પડશે વરસાદ

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય ઉપર 3 સિસ્ટમની અસર થશે. 29 અને 30 માર્ચે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળી પડવાની પણ હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. ભારે પવન ફુંકાવાની પણ હવામાન વિભાગે આપી આગાહી. અમદાવાદમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે. 28-29 તારીખે દરિયામાં 45-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભારે પવન ગાજવીજ વરસાદની આગાહી કરાઈ છે. બે અપર એર સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય છે. સાથોસાથ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 29 અને 30 માર્ચના કમોસમી વરસાદની આગાહી. 29 માર્ચના કચ્છ બનાસકાંઠા માં થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 માર્ચના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં પણ થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી. 28 અને 29 માર્ચના માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

  • 26 Mar 2026 02:07 PM (IST)

    અમદાવાદમાં નિવૃત્ત PI જયંતિ પરમારે વખ ઘોળ્યું

    અમદાવાદમાં નિવૃત્ત PI જયંતિ પરમારે ઘર કંકાસને કારણે ઝેર પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પત્ની , પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળીને ભર્યુ અંતિમ પગલું. બોલેરો કારમાં ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યુ. સોલા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી. નિવૃત્તિ બાદ ઘરમાં પત્ની જમવાનું ન આપીને અપમાન કરતી હતી. દારૂડિયો પુત્ર પિતાને મારઝૂડ કરી પેન્શનના પૈસા માટે દબાણ કરતો હતો. મૃતકે સુસાઇડ નોટમાં પોતાની તમામ પીડા અને વ્યથા વર્ણવી છે.

  • 26 Mar 2026 02:02 PM (IST)

    લો બોલો, ગુજરાત પોલીસે જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા ! પોલીસ કસ્ટડીમાંથી ડ્રગ્સ પણ ચોરાઈ ગયું

    ગુજરાતમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. CAG દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં એવુ જાહેર કરવામાં આવ્યું છે કે, ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા છે. વિધાનસભામાં રજૂ થયેલા CAG ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસની કસ્ટડીમાંથી 2332.68 માદક પદાર્થ ગાયબ થયો છે. ઓક્ટોબર 2022થી જુલાઈ 2023 જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી જથ્થો ગાયબ. 6510.54 કી.લો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો. 4177.86 કી.લો. માદક પદાર્થનો જથ્થો નાશ કરાયો હતો. પકડાયેલા અને નાશ કરાયેલા માદક પદાર્થના જથ્થામાં 2332.68 કીલો નો તફાવત સામે આવ્યો છે. પકડાયેલા માદક પદાર્થના જથ્થામાંથી 35 ટકા જથ્થો ગાયબ હોવાનું  CAGના અહેવાલમાં જાહેર કરાયું છે. ગૃહ વિભાગે માદક પદાર્થો ગાયબ થવા પાછળ CAGને 3 કારણો આપ્યા છે. અંદાજિત 144.180 કીલો. ગાંજાની ચોરી થઈ ગઈ છે, તેમ ગૃહ વિભાગે જણાવ્યું છે. યોગ્ય સંગ્રહ સુવિધાઓના અભાવે ઉંદરો દ્વારા નાશ કરાયું હોવાનું તેમજ ગાંજો અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજન ઓછું થયું હોવાનું કારણ ગૃહ વિભાગે આગળ ધર્યું છે. 35 ટકા માદક પદાર્થો ગાયબ થવાના કારણો ઉપર CAG દ્વારા આશંકા જતાવવામાં આવી.

  • 26 Mar 2026 01:57 PM (IST)

    વાવ થરાદના દિયોદરના કુવારવાના ખેતરમાં લીમડાના વૃક્ષ પર લટકેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    વાવ થરાદના દિયોદરના કુવારવાના ખેતરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. લીમડાના વૃક્ષ પર લટકેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો. સ્થાનિકોએ આ ઘટના અંગે દિયોદર પોલીસને જાણ કરી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાઈ. યુવકની આ આત્મહત્યા છે કે હત્યા તે રહસ્ય. દિયોદર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી.

  • 26 Mar 2026 01:54 PM (IST)

    અમદાવાદમાં, PSIથી PI થયેલા 254 પોલીસકર્મીઓને અપાયું પોસ્ટિંગ

    અમદાવાદમાં, PSIથી PI થયેલા પોલીસકર્મીઓને અપાયું પોસ્ટિંગ. બઢતી મળેલા 254 PIને આપવામાં આવ્યુ પોસ્ટિંગ. પ્રમોશન બાદ લાંબા સમયથી જોવાતી હતી રાહ. ટૂંક સમયમાં રાજ્યના PIની પણ કરવામાં આવશે બદલી

  • 26 Mar 2026 01:45 PM (IST)

    સુરતમાં પહેલા માળથી નીચે પટકાતા મનપાના ઈજનેરનું મોત

    સુરતમાં પહેલા માળથી નીચે પટકાતા મનપાના ઈજનેરનું મોત થયું છે. ઉધના બમરોલી રોડ પર નવનિર્મિત બિલ્ડિંગમાં ચાલતુ હતું કામ. નવનિર્મિત બિલ્ડિંગમાં અંધારું હોવાથી લિફ્ટના પેસેજમાં પટકાયા. લિફ્ટ પેસેજમાં ઊંચાઈથી પટકાતા ઈજનેરને પહોંચી ગંભીર ઈજા. ઘટના સ્થળે આવેલી 108 ટીમે તપાસીને ઈજનેરને મૃત જાહેર કર્યા. 45 વર્ષીય ઈજનેર દીપક વાઘેલાના નિધનથી પરિવારમાં શોક. ઉધના પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી.

  • 26 Mar 2026 12:11 PM (IST)

    જામનગરની ડિફેન્સ કોલોનીમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

    જામનગરની ડિફેન્સ કોલોનીમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો છે.  કોલોનીના મકાનમાંથી મહિલાનો મૃતેદહ મળતા તર્ક-વિતર્ક સર્જાયા છે. પરપ્રાંતિય મહિલાના ગળેટુંપો દઈ હત્યા કરાઈ હોવાની આશંકા. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસકર્મીઓ પહોંચ્યા ઘટનાસ્થળે.

  • 26 Mar 2026 11:56 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે આવશે ગાંધીનગર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે આવશે ગાંધીનગર. કોબાના મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્રની લેશે મુલાકાત. મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્રમાં વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો. વહીવટી તંત્રએ કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી. GMCએ રજાના દિવસે પણ રસ્તાની સાફ-સફાઈ શરૂ કરી. વડાપ્રધાનના આગમનને લઈ પાટનગરવાસીઓમાં ઉત્સાહ.

  • 26 Mar 2026 11:36 AM (IST)

    નવસારી વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ

    નવસારી વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ પોલીસ મથકે લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. નિવૃત્તિ સન્માન સમારોહની આડમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનો ગંભીર આરોપ. પરપ્રાંતિય પાસ્ટરોથી ભોળી આદિવાસી પ્રજાને લાલચ આપી ધર્મપરિવર્તન કરાવવામાં આવતુ હોવાનો આક્ષેપ કરાયો છે. મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયલ શિંદે અને ટોળકી સામે ગ્રામજનોમાં ભારે રોષ. ધરમપુરી અને કેવડી સહિતના ગામમાં વટાળ પ્રવૃત્તિ ચાલતી હોવાની ચર્ચા. કોઈપણ પૂર્વ મંજૂરી વગર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ.

  • 26 Mar 2026 11:32 AM (IST)

    સોશિયલ મીડિયામાં બંદૂક સાથે ફોટો વાયરલ કરનાર યુવકની ધરપકડ

    સુરેન્દ્રનગર SOGએ હથિયાર સાથે યુવકની કરી ધરપકડ. સોશિયલ મીડિયામાં બંદૂક સાથે ફોટો વાયરલ કર્યો હતો. ચોટીલાના યુવકે હથિયાર સાથે મૂક્યો હતો ફોટો. પોલીસ તપાસમાં બંદૂક પાચાવાડા ગામના યુવકની નીકળી. માત્ર દેખાડો કરવા માટે ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યુ.

  • 26 Mar 2026 11:13 AM (IST)

    ગાંધીનગરના છત્રાલ હાઈવે પર ખાનગી કંપની પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત, એકનુ મોત

    ગાંધીનગરના છત્રાલ હાઈવે પર ખાનગી કંપની પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત, એકનુ મોત થયું છે. બિલેશ્વરપુરા પાસે સર્વિસ રોડ પર સર્જાયો અકસ્માત. 2 બાઈક સામસામે અથડાતાં 1 યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે. અન્ય બાઈકચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. બિસ્માર સર્વિસ રોડ અને ગેરકાયદે કટ બન્યા જીવલેણ. તંત્રની બેદરકારી, ગેરકાયદે દબાણથી વધ્યા અકસ્માત.

  • 26 Mar 2026 10:05 AM (IST)

    ન્યાયથી બચવાનો નીરવ મોદીનો પ્રયાસ નિષ્ફળ ; પ્રત્યાર્પણને પડકારતી અરજીને લંડન કોર્ટે ફગાવી

    યુકે કોર્ટ દ્વારા પ્રત્યાર્પણના આદેશ સામે કાર્યવાહી ફરી શરૂ કરવાની નીરવ મોદીની અરજી આજે લંડનના કિંગ્સ બેન્ચ ડિવિઝનના હાઈકોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ઉન પ્રોસિક્યુશન સર્વિસના એડવોકેટ દ્વારા આ મામલાની મજબૂત દલીલ કરવામાં આવી હતી, જેમાં સુનાવણી માટે લંડન ગયેલા તપાસ અધિકારીઓ સહિત સમર્પિત સીબીઆઈ ટીમનો પણ સમાવેશ થતો હતો.

  • 26 Mar 2026 09:58 AM (IST)

    દિલ્લી અને મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા નદી ઉપર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ, ભરૂચ-અંકલેશ્વરનો 30 કિમીનો ફેરો ઘટશે

    નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો છે. 2.2 કિલોમીટર લાંબા બ્રિજથી અનેક વાહન ચાલકોને ફાયદો થશે. ભરૂચ, અંકલેશ્વરનો 30 કિમીનો ફેરો ઘટ્યો. લોકોની 90 મિનિટ બચી જશે. 32 હજાર મેટ્રિક ટન સ્ટીલથી થયું બ્રિજનું નિર્માણ. બ્રિજ શરૂ થવાથી દિલ્લી અને મુંબઈ વચ્ચે 8થી 10 કલાકનો સમય ઘટશે. બ્રિજ ભૂકંપ અને પૂરનો સામનો કરે તેવો બનાવવામાં આવ્યો છે.

  • 26 Mar 2026 09:00 AM (IST)

    અમદાવાદના શેલામાં બહુમાળી સ્કાય સિટી ફ્લેટના સી બ્લોકના ત્રીજા-ચોથા-પાંચમા માળે લાગી આગ

    અમદાવાદના શેલામાં આવેલ સ્કાય સિટી  ફ્લેટના સી બ્લોકમાં આગ છે. બહુમાળી ફ્લેટના ત્રીજા અને ચોથા માળે આગ લાગ્યાના સમાચાર મળતા જ, અમદાવાદ ફાયર બ્રિગેડના 12 વાહનોમાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી.

  • 26 Mar 2026 08:37 AM (IST)

    પાલનપુરમાં હનુમાન ટેકરી નજીકથી હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

    બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હનુમાન ટેકરી નજીક મહિલાની કરપીણ હત્યા કરાઈ મહિલાનો મૃતદેહ મળ્યો છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલાની ત્રણ દિવસથી હતી ગુમ. પાલનપુર પશ્ચિમ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 26 Mar 2026 08:35 AM (IST)

    શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ જામી

    પંચમહાલ : યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ જામી છે. નિજ મંદિર પરિસર અને પગથિયાં પર દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. ચૈત્રી નવરાત્રિના આઠમને લઈ પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું. ચૈત્રી નવરાત્રીના પર્વને લઈ વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. નિજ મંદિરના દ્વાર ખુલતાં જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

  • 26 Mar 2026 08:18 AM (IST)

    યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ પાક-અફઘાન સરહદે ગોળીબાર; બે નાગરિકોના મોત, ફરી હિંસા ભડકી

    રમઝાન મહિના દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાળવામાં આવેલ કામચલાઉ યુદ્ધવિરામ બુધવારે સમાપ્ત થયો. અહેવાલો દર્શાવે છે કે, બુધવારે સરહદ પારથી થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે નાગરિકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, બંને દેશો વચ્ચેની સરહદ પર ફરી એકવાર હિંસા ભડકી ઉઠી હતી. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુનાર પ્રાંતના નારાય અને સરકાનો જિલ્લામાં અથડામણ થઈ હતી, જ્યાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

  • 26 Mar 2026 07:13 AM (IST)

    કચ્છમાં કેટલાક સ્થળે કરા સાથે વરસ્યો કમોસમી વરસાદ

    કચ્છમાં ગઈકાલ બુધવારે વરસ્યો કમોસમી વરસાદ, માધાપરમાં ચાલી રહેલ કથામાં વરસાદ વિધ્ન બન્યો. કચ્છમાં સાંજે એકાએક હવામાન પલટાને કારણે નુકશાની સર્જાઈ. ભુજ તાલુકામાં પડેલા માવઠાથી માધાપર, ભુજોડી અને પદ્ધર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન ખરાબ થતા માધાપરમાં ચાલતી કથામાં મંડપ ધ્વસ્ત થયો.

Published On - Mar 26,2026 7:12 AM

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">