વિકાસના નામે ‘મોટો ખેલ’! કરોડો રૂપિયા ખર્ચ્યા પણ કામ ડબ્બા જેવા કર્યા, નવસારીમાં વરસાદ આવતા જ ‘તંત્ર’ ની પોલ ખુલી – જુઓ Video
નવસારીમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ ભારે વરસાદમાં ધોવાઈ જતાં તેની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એક મહિના જૂના સિન્થેટિક ટ્રેકમાં ગાબડાં પડ્યાં છે, જ્યારે સરબતિયા અને ઇટાળવા તળાવના બ્યુટિફિકેશનમાં પણ ધોવાણ થયું છે. સ્થાનિકો અને વિપક્ષ દ્વારા તપાસ તથા જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઊઠી છે.
નવસારીમાં ભારે વરસાદે કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું પરંતુ ધોધમાર વરસાદમાં આ પ્રોજેક્ટ્સની કામગીરીની પોલ ખુલ્લી પડી છે.
માત્ર એક મહિના પહેલાં જ ₹5 કરોડના ખર્ચે બનેલા સિન્થેટિક ટ્રેકમાં ગાબડાં પડ્યા હતા. આ ઉપરાંત, સરબતિયા તળાવની પાળે ₹7 કરોડના ખર્ચ છતાં વોટર લોગિંગ અને ધોવાણની સ્થિતિ જોવા મળી. ઇટાળવા તળાવના ₹12 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પણ સાઇડનું ધોવાણ થતાં સ્થાનિકો અને વિપક્ષે કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.
વિપક્ષના આક્ષેપ મુજબ, લગભગ ₹1,000 કરોડના ભંડોળમાંથી થયેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તાનો અભાવ સ્પષ્ટ દેખાય છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઊઠી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ, વરસાદના કારણે કોન્ટ્રાક્ટરોના મશીનોને નુકસાન થયું છે અને આગામી બે સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરાશે.
‘વિકાસ’ ક્યાં ગયો? 25 દિવસમાં 5,000 ખાડા અને 900+ ફરિયાદ પેન્ડિંગ, અમદાવાદના રસ્તાઓ ધોવાતા તંત્રની પોલ ખુલ્લી – જુઓ Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ

