AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, ચારે બાજુ હરિયાળી અને વાદળોથી ઘેરાયેલા પર્વતનો સુંદર નજારો આવ્યો સામે- જુઓ Video

ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, ચારે બાજુ હરિયાળી અને વાદળોથી ઘેરાયેલા પર્વતનો સુંદર નજારો આવ્યો સામે- જુઓ Video

| Updated on: Aug 09, 2026 | 5:15 PM
Share

ચોમાસુ અને વરસાદને કારણે ગિરનાર પર્વત પર 8 દિવસ સુધી રોપવે સેવા બંધ કરી દેવાઈ હતી. આજે 9 મા દિવસે વાતાવરણ અનુકૂળ રહેતા રોપવેને ફરી શરૂ કરાયો હતો અને પ્રવાસીઓ પણ જાણે રોપવે શરૂ થવાની રાહે જ બેઠા હોય તેમ સવારથી જ મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો. ચોમાસામાં ચારે બાજુ હરિયાળી છવાઈ જતા ગિરનાર પર્વતનું અદ્દભૂત, મંત્રમુગ્ધ કરી દેનારુ સૌદર્ય ભાસી રહ્યુ છે.

જુનાગઢમાં ગિરનાર પર્વતનો મનમોહક નજારો સામે આવ્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં વાદળો જાણે ગિરનાર પર્વતને ઘેરી વળ્યા છે અને ચારેબાજુ ધુમ્મસની ચાદર છવાઈ જવાથી પર્વતનો અદ્દભૂત નજારો સામે આવ્યો છે.

વરસાદી ઋતુ અને વાતાવરણમાં વિઝિબિલિટી ન હોવાના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. હવે જ્યારે વાતાવરણ અનુકૂળ થતા ફરી રોપવેને શરૂ કરાયો છે. સતત 8 દિવસ સુધી રોપવે બંધ રહ્યા બાદ નવમાં દિવસે રાબેતામુજબ શરૂ કરવામાં આવ્યુ છે. હાલ યાત્રિકોને રજિસ્ટ્રેશન બાદ ગિરનારની જુની સીડી , નવી સીડી રોપવેના માધ્યમથી જવા દેવામાં આવી રહ્યા છે.

રોપવે સેવા શરૂ થતા સવારથી પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચોમાસામાં સોળે કળાએ ખીલેલા ગીરનાર પર્વતનું સૌદર્ય માણવા પહોંચ્યા હતા. એકતરફ ચારે બાજુ હરિયાળી છવાઈ જતા આખા પર્વતે જાણે લીલી ઓઢણી ઓઢી લીધી હોય તેવો સુંદર ભાસી રહ્યો છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણ ને કારણે વાદળો પણ ગિરનાર પર્વત સાથે વાતો કરી રહ્યા હોય તે પ્રકારે પર્વતને ઘેરી વળ્યા છે, જેને લઈને સુંદર કુદરતી દૃશ્ય માણવા મળી રહ્યા છે. ખાસ કરીને પ્રકૃતિપ્રેમીઓ આવા દૃશ્યો માણવા માટે રાહ જોતા હોય છે. દર ચોમાસાએ વરસાદ બાદ ગિરનાર પર્વત આ જ પ્રકારે કુદરતી સૌદર્યથી દીપી ઉઠે છે અને તેની આ સુંદરતાને માણવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

 

પોતાનાથી 10 વર્ષ નાના ક્રિકેટરને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? સંબંધો પર તોડ્યુ મૌન

 

Published on: Aug 09, 2026 04:51 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">