9 August 2026

ચોમાસામાં ફ્રિજનું તાપમાન કેટલું રાખવું યોગ્ય?

Photo Credit - iStock

વરસાદની ઋતુ દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય છે.

પરંતુ ભેજમાં નોંધપાત્ર વધારો થાય છે.

તેથી ઉનાળામાં રાખવામાં આવતી ફ્રિજની સેટિંગ દરેક સમયે યોગ્ય રહેતી નથી.

ફ્રિજમાં તાપમાન સેટિંગ્સ 1થી 5 હોય તો ચોમાસાની ઋતુમાં 3 અથવા 4 પર સેટ કરવું.

ફ્રિજમાં સેટિંગ્સ 1થી 7 હોય તો તેને 4 અથવા 5 પર સેટ કરવું.

આ યોગ્ય ઠંડક સુનિશ્ચિત કરશે અને વીજળી બચાવશે.

દર થોડી વારે ફ્રિજ ખોલવાથી તેની અંદર ભેજ વધી શકે છે.

જેના કારણે દુર્ગંધ અને ફૂગ થવાનું જોખમ પણ વધી જાય છે.

એટલે જરૂર ન હોય ત્યારે વારંવાર ફ્રિજ ખોલવાનું ટાળવું જોઈએ.

રાંધેલો ખોરાક પહેલાં સામાન્ય તાપમાને ઠંડો થવા દો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.