AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'વિકાસ' ક્યાં ગયો? 25 દિવસમાં 5,000 ખાડા અને 900+ ફરિયાદ પેન્ડિંગ, અમદાવાદના રસ્તાઓ ધોવાતા તંત્રની પોલ ખુલ્લી - જુઓ Video

‘વિકાસ’ ક્યાં ગયો? 25 દિવસમાં 5,000 ખાડા અને 900+ ફરિયાદ પેન્ડિંગ, અમદાવાદના રસ્તાઓ ધોવાતા તંત્રની પોલ ખુલ્લી – જુઓ Video

| Updated on: Aug 09, 2026 | 4:25 PM
Share

અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ બની છે. 25 દિવસમાં 5,000 થી વધુ ખાડા પડ્યા છે, જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે. 900 થી વધુ ફરિયાદોનું નિરાકરણ હજુ બાકી છે. નવા બનેલા સર્વિસ રોડ પણ ધોવાઈ જતાં રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.

અમદાવાદમાં વરસાદ બાદ શહેરના રસ્તાઓની હાલત દયનીય બની છે. છેલ્લા 25 દિવસમાં 5,000 થી વધુ ખાડા પડ્યા હોવાના અહેવાલો છે, જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે.

ધ્યાન દોરવા જેવી વાત એ છે કે, 900 થી વધુ ફરિયાદોનું નિરાકરણ હજુ પણ બાકી છે. નવા બનાવાયેલા સર્વિસ રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે, જે ગણતરીના મહિનાઓમાં જ રસ્તાઓની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

વાહનચાલકોને માથે મુસીબત

ખાસ કરીને SG Highway ના સર્વિસ રોડ પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. લોકો તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ મુદ્દે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ગુણવત્તાયુક્ત રસ્તાઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને મટિરિયલ તથા મશીનરીનો યોગ્ય ઉપયોગ થાય તેની ખાતરી કરવા રજૂઆત કરી છે.

Breaking News : સફેદ કોટમાં કાળો કારોબાર! ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ, 3ની ધરપકડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">