AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના ન્યારી ડેમમાં 2 મિનિટની રોલ બનાવવા યુવાનોએ જીવને જોખમમાં નાંખ્યો, જુઓ Video

Breaking News : રાજકોટના ન્યારી ડેમમાં 2 મિનિટની રોલ બનાવવા યુવાનોએ જીવને જોખમમાં નાંખ્યો, જુઓ Video

| Updated on: Aug 10, 2026 | 11:35 AM
Share

રાજકોટના કાલાવડ રોડ પર રિલ્સ બનાવવાની લ્હાયમાં કાર પાણીમાં ફસાઈ હતી.રિલ્સ બનાવવાની ઘેલછાએ યુવાનોએ કાર ન્યારી ડેમના પાણીમાં નાખી હતી.કાર પાણીમાં ફસાઈ જતાં સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા.

જ્યારથી ફોન આવ્યો છે. ત્યારથી લોકો ફોટો અને વીડિયો ક્લિક કરવા માટે એટલા ઉત્સુક બન્યા છે કે, પોતાનો જીવ પણ જોખમમાં મુકી દે છે. ઉંચા પહાડો હોય કે પછી પાણીનો પ્રવાહ હોય લોકો ફોટો અને રિલ્સ બનાવવા પહોંચી જાય છે. પરંતુ ક્યારેક એવી ગંભીર ઘટનાઓ બની છે. જેમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી છે.

સુરક્ષાને લઈ અનેક પ્રશ્ન ઉઠ્યા

રાજકોટ કાલાવડ રોડ પર ન્યારી ડેમનો બનાવ એક બનાવ સામે આવ્યો છે.રાજકોટના કાલાવડ રોડ પર રિલ્સ બનાવવાની લ્હાયમાં પાણીમાં કાર ફસાઈ હતી.રિલ્સ બનાવવાની ઘેલછાએ યુવાનોએ કાર ન્યારી ડેમના પાણીમાં નાખી હતી. રવિવાર હોવાથી ન્યારી ડેમમાં લોકોની ભીડ હતી જેથી સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા.જો કે ચોમાસાનું જાહેરનામું હોવા છતાં કાર ડેમમાં લઈ જતાં સુરક્ષાને લઈ અનેક પ્રશ્ન ઉઠ્યા હતા.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે.કોઇ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ તે મોટો સવાલ હાલ થઈ રહ્યો છે.

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">