AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, ભાગવા જતા પગમાં વાગી ગોળી

મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસ આરોપી ધર્મસિંહને ઘટનાસ્થળે પંચનામા માટે હેબતપુર લઈ ગઈ હતી. પંચનામા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા જતાં ઝપાઝપી થઈ હતી, જેમાં એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી.

Breaking News : PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો, ભાગવા જતા પગમાં વાગી ગોળી
Ahmedabad PG Rape Case
| Updated on: Aug 10, 2026 | 9:38 AM
Share

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપીએ પંચનામા દરમિયાન પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ હેબતપુર વિસ્તારમાં પંચનામા માટે લઈ જવાયેલા આરોપી ધર્મસિંહે પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસ આરોપી ધર્મસિંહને ઘટનાસ્થળે પંચનામા માટે હેબતપુર લઈ ગઈ હતી. પંચનામા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા જતાં ઝપાઝપી થઈ હતી, જેમાં એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી.

પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ આરોપી અને ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં કાન પકડી માફી માગતો જોવા મળ્યો

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી પોલીસ સમક્ષ ક્યારેક હાથ જોડતો તો ક્યારેક લંગડાતા પગે કાન પકડીને માફી માગતો જોવા મળ્યો હતો. આરોપી “હવે આવું નહીં કરું, એકવાર માફ કરી દો” કહીને માફી માગતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને પગલે JCP અને DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ પર હુમલો અને ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.

યુવતી સાથે ધાબા પર દુષ્કર્મનો આરોપ

આનંદનગરમાં ફ્લેટ ભાડે રાખીને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતી રાત્રિના સમયે સોસાયટીના ધાબા પર ચાલવા ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પરપ્રાંતિય આરોપી ધર્મસિંહે યુવતીના ગળામાં વાયર વીંટી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

ઘટના બાદ આનંદનગર પોલીસે આરોપીને ઝડપી લેવા માટે આશરે 10 ટીમો બનાવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. હવે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.

Ahmedabad Breaking : આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ, 3 દિવસ પહેલા જ લાગ્યો હતો નોકરીએ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">