24 ઓગસ્ટના મહત્વના સમાચાર : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ પછી પ્રતિનિધિમંડળ સાથે આવશે ભારત
આજે 24 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 24 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ પછી પ્રતિનિધિમંડળ સાથે આવશે ભારત
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાત વર્ષ બાદ, એક મોટા પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાતને, ભારત-ચીન વચ્ચેના કેટલાક મુદ્દે વર્તાતો તણાવ ઓછો કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તેઓ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.
-
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાતા લોકમેળો વિરાસત થી વિકાસના નામે ઓળખાશે
રાજકોટમાં જન્માષ્ટમી પર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાતા લોકમેળાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. હવેથી રેસકોર્ષનો લોક મેળો, વિરાસત થી વિકાસના નામે ઓળખાશે. જિલ્લા કલેક્ટરે સત્તાવાર રીતે નામ જાહેર કર્યું. રાજકોટના અમિત કુકડિયા દ્રારા નામ આપવામાં આવ્યું હતું. જે જિલ્લા વહિવટી તંત્રએ પસંદ કર્યું છે.
-
-
ગુજરાત હાઈકોર્ટે ગવર્નમેન્ટ પ્લેડરને પુછ્યો સવાલ, વારંવારની મુદત છતા કોર્ટમાં હાજર ના રહેતા તપાસ અધિકારીઓ સામે કેવા પગલાં ભરવા ?
પોલીસ અધિકારીઓની સતત ગેરહાજરીને લઈને હાઇકોર્ટ નારાજ થઈ છે. વારંવારની મુદત બાદ પણ તપાસ અધિકારીઓ કોર્ટમાં હાજર ન રહેતા હાઈકોર્ટે લગાવી ફટકાર. આવા અધિકારીઓ સામે શું કરવું તે અંગે કોર્ટે GP (ગવર્નમેન્ટ પ્લેડર) ને પૂછ્યો સવાલ. સંબધિત કેસના તપાસ અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર હોવા જોઈએ તેમ હાઇકોર્ટે કહ્યું હતું. હવેથી સંબધિત SP, DIG અથવા જે ઉચ્ચ અધિકારી જવાબદાર રહેશે તેના વિરુદ્ધ હુકમ કરીશું તેવુ હાઈકોર્ટે નારાજગી સાથે જણાવ્યું હતું. રાજ્ય સરકારે અધિકારીઓની હાજરીને લઈને હાઇકોર્ટમાં આપ્યું નિવેદન. સંબધિત કિસ્સામાં યોગ્ય કાર્યવાહી અંગે કોર્ટમાં નિવેદન.
-
મહેસાણાના નુગર ગામના તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત
મહેસાણાના નુગર ગામના તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું. ગામના સરપંચે મહેસાણા મહાનગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કર્યું. તળાવમાંથી ચોવીસ વર્ષીય સચિન રાવળની ડેડબોડી બહાર કાઢવામાં આવી. ફાયર વિભાગે મૃતદેહને પરિવારના સભ્યોને સોંપી કાર્યવાહી હાથ ધરી. યુવાનના આકસ્મિક મોતથી નુગર ગામમાં ભારે શોકની લહેર ફરી વળી છે.
-
ડીસામાં મરચાના ઉત્પાદન એકમ પર ફૂડ વિભાગના દરોડા, 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો
બનાસકાંઠાના ડીસામાં અખાધ મરચાના ઉત્પાદન એકમ પર ફૂડ વિભાગના દરોડા. આરોગ્ય માટે જોખમી કલર પાવડર જપ્ત કરાયો ફૂડ વીભાગે 9 સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા. ડીસા GIDCમાં દર્શન માર્કેટિંગ પર ફૂડ વિભાગે દરોડા પાડી અને મરચું પાવડર નો જથ્થો જપ્ત કર્યો. મરચા પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભુસુ અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરાતી હતી. ફૂડ વિભાગ એ 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 2.45 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો. ફૂડ વિભાગે 2500 કિલો એક્સપાયરી જથ્થો ડમ્પીંગ સાઈડ પર નાશ કર્યો. ફુડ વિભાગે 6071 kg શંકાસ્પદ જથ્થા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
-
-
ધોળકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણી સામે પાંચ ગામના લોકોનું આંદોલન
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીના પ્રશ્ને ખેડૂતો અને ગ્રામજનો દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પાંચ ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો આંદોલનના સ્થળે એકઠા થયા હતા. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો પણ આંદોલન સ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસના ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ સહિત અનેક આગેવાનોએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું. આંદોલનમાં 1,000થી વધુ મહિલા-પુરુષો જોડાયા છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો અને ગ્રામજનો ધરણા પર બેઠા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે કેમિકલયુક્ત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને ખેડૂતોના ખેતરો તથા ગ્રામજનોને થઈ રહેલા નુકસાન અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે ત્રણ દિવસથી ચાલી રહેલા આ આંદોલન બાદ તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતો તથા ગ્રામજનોની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવે છે.
-
‘નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ’ નામનું બોર્ડ ઉતારવા સુરત ફિશ મર્ચન્ટ એસો.ના પ્રમુખે કર્યો ઈન્કાર !
સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાળાએ, નવી મચ્છી માર્કેટ ઉપર લગાવેલા નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ નામનું બોર્ડ નીચે ઉતારવા માટે ઈન્કાર કર્યો છે. કલ્પેશ નવસારીવાળાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ, મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમારો માટે કરોડો રૂપિયાનું અલગ મંત્રાલય બનાવ્યું છે. સુરત મનપાના ઠરાવ મુજબ જ અમે આ મચ્છી માર્કેટ શરૂ કર્યું છે. મચ્છી માર્કેટના વેપારીઓએ રૂ. 43 લાખ ડિપોઝીટ ભરી છે. સાથોસાથ 6 મહિનાનું ભાડુ પણ એડવાન્સમાં આપેલ છે. ભાજપ નેતાઓના પ્રયાસથી જ આ માર્કેટ બન્યું છે. અમે ‘નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ’નું બોર્ડ ઉતારવા દેશું નહીં.”
-
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના બે કેસ સામે આવ્યા
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના બે કેસ સામે આવ્યા છે. 27 વર્ષની સગર્ભા મહિલા સહિત બીજા રાજ્યથી ટ્રાવેલ કરીને આવેલ પેથાપુરના 32 વર્ષીય પુરુષની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM)ના માર્ગદર્શન મુજબ નીચે મુજબના લક્ષણો જણાય તો તુરંત જાગૃત થવું જરૂરી છે.
-
સુરતમાં નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં આવેલ નવી ફિશ માર્કેટમાં ‘નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરત – નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં આવેલી માછીવાડની નવી ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ’ નામ અપાતાં વિવાદ સર્જાયો છે. મહાનગરપાલિકા કે સાંસ્કૃતિક સમિતિના કોઈપણ સત્તાવાર ઠરાવ વિના જ, મુખ્ય ગેટ પર મોટું બોર્ડ લગાવી દેવાયું છે. શુદ્ધ શાકાહારી વડાપ્રધાનના નામનો ઉપયોગ ફિશ માર્કેટ માટે થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ‘ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન’ દ્વારા બારોબાર આ પ્રકારનું બોર્ડ મૂકી દેવાયું હોવાનું સામે આવ્યું. મનપાની ટીમ બોર્ડ હટાવવા પહોંચી ત્યારે વેપારીઓએ જાતે જ બોર્ડ ઉતારી લેવાની ખાતરી આપી. ભાજપ શાસકોની જાણ બહાર જાહેર મિલકત પર આ નામકરણ કોની મંજૂરીથી થયું તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
-
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારી લાંચ લેતા ACBના હાથે ઝડપાતા, ફાર્માસીસ્ટ એસો.એ કેક કાપી-ફટાકડા ફોડી મનાવ્યો આનંદ
ભરૂચમાં લંચિયા અધિકારીઓ ACBના હાથે ઝડપાતા ફટાકડા ફોડીને કેક કાપીને ઉજવણી કરાઈ છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈ ઝડપાતા ઉજવણી કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર ફાર્માસીસ્ટ એસો. દ્વારા કેક કાપી ઉજવણી કરાઈ. ફટાકડા ફોડી ‘ભ્રષ્ટાચાર દૂર કરો’ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મેડિકલ સ્ટોરના લાઇસન્સને લઈ અધિકારીઓ સામે હપ્તા વસૂલવાના આક્ષેપ છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની GPAની માંગ.
-
વલસાડના તિથલ દરિયાકિનારા નજીક સગીરા પર 3 સગીરે આચર્યું દુષ્કર્મ
વલસાડના તિથલ દરિયાકિનારા નજીક સગીરા પર ગેંગરેપની ઘટના ઘટી છેે. ત્રણ જેટલા સગીરોએ સગીરા પર કર્યો ગેંગરેપ. ભોગ બનનાર સગીરા અને ત્રણેય સગીર વયના. ત્રણ સગીર પૈકી એક સગીરને સગીરા ઓળખતી હોવાથી રાત્રે મળવા ગઈ હતી. સગીર અને સગીરા બંને એક વર્ષથી એક બીજાને ઓળખાણમા હતા. સમગ્ર મામલે પોલીસે ત્રણેય સગીરોની અટકાયત કરી.
-
મહેસાણામાંથી જુગાર રમતા, પૂર્વ ડેલિગેટ, મહિલા ડેલિગેટના પતિ અને પૂર્વ સરપંચ ઝડપાયા
મહેસાણા જિલ્લાના અગોલ ગામે એક ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 21 જુગારીને ઝડપી પાડ્યા. પોલીસે રોકડ સહિત કુલ 22.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો દાઉદ જાદવ પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો હતો. બાવલુ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો. એલસીબી પીઆઈ કામળીયાની ટીમે સફળતાપૂર્વક મોટી કાર્યવાહી કરી. જાદવ સાહિલભાઈ, અગોલ મહિલા ડેલિગેટ પતિ છે. કુરેશી કાળુંભાઈ ચેહાભાઈ માજી ડેલિગેટ છે. જાદવ ઉસ્માનભાઈ જામાભાઈ, અગોલના પૂર્વ સરપંચ છે. આ બધા જૂગાર રમતા ઝડપાયા હોવાની વિગતો પોલીસે જાહેર કરી છે.
-
સુરતઃ BRTS બસમાંથી પટકાતા યુવકનું મોત
સુરતના ભાઠેના વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક 17 ઓગસ્ટે BRTS બસમાં ચઢવા જતા યુવક દરવાજેથી નીચે પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવક નીચે પટકાતા બસનું ટાયર તેના પગ પર ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. અકસ્માની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં BRTS બસમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળે છે. બસમાં ચઢવા માટે મુસાફરોની ભીડ વચ્ચે બસ ચાલુ થતાં યુવક દરવાજા પરથી નીચે પટકાય છે અને ત્યારબાદ બસનું ટાયર તેના પગ પર ફરી વળે છે. યુવકના મોતને પગલે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાવનગરઃ લઠ્ઠાકાંડમાં SMCએ વધુ 13 આરોપીને ઝડપી પાડ્યા
-
દિલ્લી-NCRમાં એકાએક વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
દિલ્લી-NCRમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વરસાદ અને પવનના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી થોડા કલાકોમાં અતિભારે વરસાદની ચેતવણી સાથે આશરે 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ખરાબ હવામાનની અસર હવાઈ સેવા પર પણ જોવા મળી છે અને દિલ્લી આવી રહેલી 12 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે.
-
મહેસાણામાં કેનાલમાં ડૂબવાથી યુવક અને યુવતીના મોત
મહેસાણા જિલ્લાના દેત્રોજના સુવાલા ગામની કેનાલમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં મનપાની ફાયર ટીમે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને બંને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદમાં તહેવાર પહેલા મનપાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો
અમદાવાદમાં તહેવાર પહેલા મનપાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો. શ્રાવણ માસમાં મીઠાઈ વિક્રેતાઓ ને ત્યાં મનપાના આરોગ્ય વિભાગે ચકાસણી અને તપાસ હાથ ધરી..મણિનગરમાં આવેલી વિવિધ મિઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી મિઠાઈ અને ફરસાણનું ગુણવત્તા અંગે સ્થળ પર તપાસ કરી. રેપિડ ટેસ્ટ કિટ અને લેબ ટેક્નિશિયન દ્વારા સ્થળ પર જ મિઠાઈની ગુણવત્તાની તપાસ કરવામાં આવી. જેના કારણે હવે તહેવારો પર મિઠાઈ યોગ્ય છે કે નહીં તેના પરિણામો જોવા રાહ નહીં જોવી પડે. મિઠાઈમાં અખાદ્ય કલરની મિલાવટ છે કે નહીં. સાથે મિઠાઈમાં વપરાતો માવાની ગુણવત્તાની સ્થળ પર જ જાણ થશે.
-
ભાવનગરઃ લઠ્ઠાકાંડમાં રો-મટીરીયલ સપ્લાય કરનારની તપાસ
-
વડોદરાઃ ભીલ કેનાલ રોડ પરથી મગરનું રેસ્ક્યૂ
-
વડોદરાઃ વડસર વિસ્તારમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો
વડોદરાના વડસર વિસ્તારમાં નજીવી બાબતે રિક્ષાચાલક સાથે મારામારી બાદ તેના પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હુમલાખોરને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
-
સુરતઃ બાપા સીતારામ ચોક નજીક સાસુ-વહુના ઝઘડામાં મારામારી
-
અમદાવાદઃ તહેવાર પહેલા આરોગ્ય વિભાગની તવાઈ
અમદાવાદમાં તહેવારો પહેલા AMCના આરોગ્ય વિભાગે મણિનગર વિસ્તારમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમોએ મીઠાઈની ગુણવત્તા અને તેમાં કોઈ પ્રકારની મિલાવટ કરવામાં આવી છે કે નહીં તે અંગે તપાસ કરી હતી. લેબ ટેક્નિશિયન દ્વારા સ્થળ પર જ મીઠાઈના નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓ સામે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
-
સુરતઃ SRK કંપની પાસે ₹25 લાખની ખંડણી માંગનાર આરોપી ઝડપાયો
સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની પાસે ₹25 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. કંપનીના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માગવામાં આવતા કતારગામ પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે આરોપી વિજય દેસાઈને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શેરબજારમાં થયેલું આશરે ₹15થી ₹20 લાખનું દેવું ચૂકવવા માટે આરોપીએ ખંડણી માગી હતી. વધુ તપાસમાં આરોપી પૂર્વ કર્મચારી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીએ પુરાવા નષ્ટ કરવા માટે ભિક્ષુકના નામે લીધેલું સિમકાર્ડ અને મોબાઈલ નદીમાં ફેંકી દીધા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-
નવસારીઃ વાંસદાના ઉપસળ ગામમાં દીપડાનો આતંક
નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામના કાજિયા કૂવા ફળિયામાં દીપડાએ હુમલો કરતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે રાણી ફળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે અને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ બીજી ઘટના સામે આવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
-
અમદાવાદઃ ચૈતર વસાવાને હાઇકોર્ટથી મોટો ઝટકો
MLA ચૈતર વસાવાને રાહત આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના અગાઉના ચુકાદાને યથાવત્ રાખતા ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ‘કાયદો સર્વોપરી છે અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.’ સાથે જ હાઇકોર્ટે જણાવ્યું કે ચૈતર વસાવાને રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે.
-
189 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
સુરતમાં સતત છઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગની ટીમોએ હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરી હતી. આજે 189 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન કુલ 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે નિયમોના ભંગ બદલ 110 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા છ દિવસમાં કુલ 1,535 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં તપાસ હાથ ધરાઈ છે. આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 817 એકમોને નોટિસ આપવામાં આવી છે અને કુલ 55,768 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. ઉપરાંત, આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં કુલ રૂ.28.75 લાખનો દંડ વસૂલ્યો છે.
-
વડોદરાઃ દંતેશ્વર તળાવમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો
-
સુરતઃ ઘોડદોડ રોડ પર ગણેશ આગમન વચ્ચે ધક્કામુક્કી
સુરતના ઘોડદોડ રોડ પર રામચોક વિસ્તારમાં ગણેશ આગમન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી. ભીડ વધતાં ધક્કામુક્કી થઈ હતી, જેમાં કેટલીક મહિલાઓ દબાઈ ગઈ હતી અને અનેક લોકોને ગભરામણ થઈ હતી. સ્થિતિ એટલી વણસી હતી કે ધક્કામુક્કી બાદ રસ્તા પર ચંપલના ઢગ જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
-
અમદાવાદઃ બહેરામપુરા પોલીસ ચોકી નજીક પથ્થરમારો
-
સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર
-
અમદાવાદઃ બહેરામપુરામાં પથ્થરમારો, વાહનોને નુકસાન
અમદાવાદના બહેરામપુરા પોલીસ ચોકી નજીક પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું. રકઝક ઉગ્ર બનતા બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ટોળાએ પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બંને પક્ષો દ્વારા દાણીલીમડા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
-
મહારાષ્ટ્રના અમરાવતીમાં હોસ્પિટલના શિશુ વોર્ડમાં ભીષણ આગ, 3 નવજાતના મોત
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં જિલ્લા મહિલા હોસ્પિટલના શિશુ વોર્ડમાં વહેલી પરોઢે ભીષણ આગ લાગતા ત્રણ નવજાતના કરૂણ મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ NICUના વેન્ટિલેટરમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં બચી ગયેલા છ નવજાત બાળકોને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
-
ગુજરાતમાં સમગ્ર સિઝનમાં 13 ટકા વધુ વરસાદ
ગુજરાતમાં સમગ્ર સિઝન દરમિયાન સામાન્ય કરતા 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતા 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ યથાવત છે. સમગ્ર રાજ્યની સરેરાશ સ્થિતિ જોતા હજુ સામાન્ય કરતા 4 ટકા વરસાદની ઘટ છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં વધુ સુધારો થવાની શક્યતા છે.
-
આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નથી. આગામી દિવસોમાં અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે, ભારે વરસાદને લઈને હાલ કોઈ મોટી આગાહી કરવામાં આવી નથી.
Published On - Aug 24,2026 7:13 AM
