24 માર્ચના મોટા સમાચાર : રાજ્યની તમામ જેલમાં એક સાથે દરાડો પાડવામાં આવ્યા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 10:12 PM

Rahul Gandhi latest news: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં તેને બે વર્ષની સજા થઈ હતી. જોકે તેને જામીન મળી ગયા હતા. આ નિર્ણયથી જ તેમની સંસદ સભ્યપદ પર સંકટના વાદળો મંડરાતા હતા.

24 માર્ચના મોટા સમાચાર : રાજ્યની તમામ જેલમાં એક સાથે દરાડો પાડવામાં આવ્યા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી

આજે 24 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Mar 2023 10:11 PM (IST)

    ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સાંજે 7 વાગ્યાથી ડીજી ઓફિસમાં ઉચ્ચસ્તરીય બેઠક

    ડીજી ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુપ્ત બેઠક યોજાઈ છે. જેમાં ડીજીપી, એડીજીપી, આઈબી, સીઆઈડી એડીજીપી સહિતના અધિકારીઓ હાજર છે. ડીજી ઓફિસ ખાતે સવા બે કલાકથી બેઠક ચાલી રહી છે.  ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોઇ મોટી કાર્યવાહી થવાના એંધાણ છે . આ બેઠકમાં ગૃહ વિભાગના સચિવ પણ હાજર છે.

  • 24 Mar 2023 09:02 PM (IST)

    રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા

    રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે.

  • 24 Mar 2023 08:30 PM (IST)

    CMO માંથી હિતેશ પંડ્યાએ આપ્યું રાજીનામુ, કિરણ પટેલના કેસમાં હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ ચર્ચામાં

    કિરણ પટેલના કેસમાં ગુજરાત CMOમાંથી હિતેશ પંડ્યાએ રાજીનામુ આપ્યું છે. નોંધનીય છે કે  ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. કિરણ પટેલના કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ  ચર્ચા હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે. આ શકયતાઓ વચ્ચે હિતેશ પંડ્યાના રાજીનામાના અહેવાલ સામે આવ્યા છે.

  • 24 Mar 2023 07:35 PM (IST)

    રાજ્યમાં હજુ પણ રહેશે વરસાદી માહોલ, શું છે હવામાન વિભાગની આગાહી

    રાજ્યમાં હજુ પણ 24 કલાક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે.

  • 24 Mar 2023 06:46 PM (IST)

    લોકસભાની વેબસાઈટ પરથી રાહુલ ગાંધીનું નામ સાંસદ તરીકે હટાવી દેવામાં આવ્યું

    લોકસભાની વેબસાઈટ પરથી રાહુલ ગાંધીનું નામ સાંસદ તરીકે હટાવી દેવામાં આવ્યું છે.

  • 24 Mar 2023 06:24 PM (IST)

    Rahul Gandhiનું ટ્વિટ, કહ્યું, “હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું”

    કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા-સાસંદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ  શુક્રવારે કહ્યું કે તેઓ ભારતના અવાજ માટે લડી રહ્યા છે અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

  • 24 Mar 2023 06:16 PM (IST)

    રાયપુરમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારો

    રાયપુરમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું અને કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારો પણ થયો છે.

  • 24 Mar 2023 05:42 PM (IST)

    Rahul Gandhi News: હું ભારત દેશના અવાજ માટે લડી રહ્યો છું, કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું – રાહુલ ગાંધી

    માનહાનિના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. જ્યારે વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે ભાજપે આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે. દરમિયાન રાહુલ ગાંધીની પ્રથમ પ્રક્રિયા આવી ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

  • 24 Mar 2023 05:33 PM (IST)

    Gujarati News Live : રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા પર અનુરાગ ઠાકુરે કહ્યુ ‘વાયનાડના લોકોને છૂટકારો મળ્યો’

    રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા પર અનુરાગ ઠાકુરે કહ્યુ ‘વાયનાડના લોકોને છૂટકારો મળ્યો’

  • 24 Mar 2023 05:06 PM (IST)

    Rahul Gandhi latest news Live: ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને કોર્ટમાંથી રાહત, વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે

    બીજેપી ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે વિજેન્દર ગુપ્તાને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. આ સાથે કોર્ટે વિજેન્દર ગુપ્તાને ગૃહની ગરિમા જાળવી રાખવાની સલાહ પણ આપી છે. જણાવી દઈએ કે વિજેન્દર ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાંથી 1 વર્ષ માટે સસ્પેન્શનના પ્રસ્તાવને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

  • 24 Mar 2023 04:39 PM (IST)

    Rahul Gandhi latest news Live: સંવિધાનના નિયમોનો ભંગ કરી સભ્યપદ રદ કરાયું લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ

    રાહુલ ગાંધીના સાસંદ પદ રદ થવા મુદ્દે કોંગ્રેસે કહ્યું કે સંવિધાનના નિયમોનો ભંગ કરી સભ્યપદ રદ કરાયું છે.લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ છે. બે વર્ષની સજા પર સ્ટે મેળવવો પ્રાથમિકતા છે અને આ માત્ર કાનૂની મુદ્દો નહિ પરંતુ ગંભીર રાજકીય મુદ્દો છે કેમકે રાહુલને ગાંધીને સત્ય બોલવા બદલ સજા મળી છે. રાહુલ ગાંધી નિર્ભયતાથી નિવેદનો આપે છે અને ખાસ કરી ને ભારત જોડો યાત્રા બદલ રાહુલ ગાંધીને કિંમત ચૂકવવી પડી છે. અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા રાહુલ ગાંધી પર એક્શન લેવાયા છે. આ આ ધમકી, પ્રતિશોધ અને ઉત્પીડનની રાજનીતિ છે.

  • 24 Mar 2023 04:31 PM (IST)

    Rahul Gandhi News: સજા મળી, સભ્યપદ ગુમાવ્યું, હવે Rahul Gandhi માટે બીજી મુશ્કેલી ઉભી થઇ

    રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. લોકસભા સચિવાલયે 24 માર્ચે આ સંદર્ભમાં એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 102(1)(E)ની કલમ 8 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (representation of people’s act 1951) હેઠળ 23 માર્ચથી રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.

    રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ ગુજરાતની એક અદાલતે તેમને સંસદના સભ્યપદને અયોગ્ય ઠેરવવાનું આધાર બનાવ્યું છે. લોકસભા સચિવાલયની આ સૂચના બાદ હવે ચૂંટણી વાયનાડ સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેમજ કોંગ્રેસના નેતાને સાંસદ તરીકે તેમને ફાળવવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવી શકે છે.

  • 24 Mar 2023 04:25 PM (IST)

    Rahul Gandhi latest news Live: માત્ર રાહુલ ગાંધી જ નહીં, ઈન્દિરા અને સોનિયા ગાંધી પણ પોતાનું સભ્યપદ ગુમાવી ચુક્યા છે

    મોદી સરનેમના મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગુરુવારે સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવ્યા બાદ શુક્રવારે તેમનું લોકસભાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા આવો કિસ્સો કોંગ્રેસ માટે મોટો ફટકો છે. જો કે ગાંધી પરિવારમાં રાહુલ ગાંધી પહેલા તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ સભ્ય બની ચૂક્યા છે.

  • 24 Mar 2023 04:06 PM (IST)

    Rahul Gandhi latest news Live: સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે, સરકાર વાસ્તવિક મુદ્દાઓથી વિમુખ થઈ રહી છે – કોંગ્રેસ

    કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી આવા ષડયંત્રથી ડરતા નથી.

  • 24 Mar 2023 04:03 PM (IST)

    Rahul Gandhi latest news Live: રાહુલની સદસ્યતા રદ થશે તો ભાજપ પ્રચાર અભિયાન છેડશે

    સૂત્રોને ટાંકીને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદ ભવનમાં તમામ OBC મંત્રીઓ સાથે બેઠક કરશે. જો રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવે તો ભાજપ દેશભરમાં પ્રચાર કરશે કે રાહુલે ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે. જો રાહુલ ગાંધીની સદસ્યતા રદ થશે તો તમામ OBC મંત્રીઓ નિવેદન આપશે

  • 24 Mar 2023 03:34 PM (IST)

    Rahul Gandhi latest news Live: સોનિયા અને પ્રિયંકા રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા

    રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવ્યા બાદ થયેલા હોબાળા વચ્ચે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા છે. માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

  • 24 Mar 2023 03:32 PM (IST)

    Rahul Gandhi latest news Live: આ તમામ મુદ્દાઓ ભાજપનો નાશ કરશેઃ અખિલેશ

    સપા પ્રમુખ અખિલેશ યાદવે રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ તમામ મુદ્દાઓ ભાજપનો નાશ કરશે.

  • 24 Mar 2023 03:17 PM (IST)

    Rahul Gandhi latest news Live: રાહુલ ગાંધી પાસે હવે કેવા પ્રકારનો વિકલ્પ

    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, રાહુલ માટે સદસ્યતા જાળવી રાખવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્યાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આવે તો સભ્યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્ટે નહીં આપે તો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્યપદ બચાવી શકાય છે. પરંતુ જો તેમને ઉપરની કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

  • 24 Mar 2023 03:14 PM (IST)

    Rahul Gandhi latest news Live: જરૂર પડી તો જેલ જવા માટે પણ તૈયાર- ખડગે

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપે તેમને ગેરલાયક ઠેરવવા માટે તમામ રીતો અજમાવી. જેઓ સત્ય બોલે છે તેમને તેઓ રાખવા માંગતા નથી, પરંતુ અમે સત્ય બોલતા રહીશું. અમે જેપીસીની માંગણી ચાલુ રાખીશું, જરૂર પડશે તો લોકશાહી બચાવવા જેલમાં જઈશું.

  • 24 Mar 2023 03:08 PM (IST)

    Rahul Gandhi latest news Live: રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતાની સમાપ્તિ સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ- અશોક ગેહલોત

    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતાની સમાપ્તિ સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ છે. ભાજપે એ ન ભૂલવું જોઈએ કે તેઓએ આ જ પદ્ધતિ શ્રીમતી ઈન્દિરા ગાંધી સામે પણ અપનાવી હતી અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. શ્રી રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે હવે આ તાનાશાહી સામે વધુ મજબૂત બનશે.

  • 24 Mar 2023 03:04 PM (IST)

    Rahul Gandhi latest news Live: રાહુલ ગાંધીની સદસ્યતા પર કોંગ્રેસની પ્રતિક્રિયા, કહ્યું- લડાઈ ચાલુ રહેશે

    રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત કરવા પર કોંગ્રેસે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું છે કે રાહુલ ગાંધી રસ્તાથી સંસદ સુધી દેશ માટે લડી રહ્યા છે.

  • 24 Mar 2023 02:58 PM (IST)

    પ્રિયંકાએ કહ્યું- જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, તેમના પર કેસ કરવામાં આવી રહ્યા છે

    રાહુલ ગાંધીના સંસદમાં જવાના નિર્ણયના થોડા સમય પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, સરકાર તેમના પર કેસ લાદી રહી છે.

  • 24 Mar 2023 02:58 PM (IST)

    પીએમ મોદી અને શાસક ગેંગનો અસલી ચહેરો સામે આવ્યોઃ સુરજેવાલા

    કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને સત્તાધારી પાર્ટીનો અસલી ચહેરો સામે આવ્યો છે.

  • 24 Mar 2023 02:19 PM (IST)

    રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ થયુ રદ, માનહાની કેસ બાદ લેવાયો નિર્ણય

    રાહુલ ગાંધીને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. રાહુલની સંસદની સદસ્યતા રદ કરવા માટે સેશન્સ કોર્ટ દ્વારા તેમને દોષિત જાહેર કરવા પૂરતું છે. જો કોર્ટના નિર્ણય પર જલદી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે. ત્યારે હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે.

  • 24 Mar 2023 02:11 PM (IST)

    ઉદયપુરમાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કેસ દાખલ, ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ

    ધીરેન્દ્ર શાસ્ત્રી પર ગુરુવારે નવા વર્ષ નિમિત્તે ઉદયપુરના ગાંધી ગ્રાઉન્ડમાં આયોજિત ધર્મસભામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. આ માટે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

  • 24 Mar 2023 01:10 PM (IST)

    Gujafrat News Live: કચ્છ અને ગીર સોમનાથમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ , જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ ફંગોળાઇ

    ઉનાળાની શરુઆત થઇ ગઇ હોવા છતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો કચ્છમાં જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો છે. જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ કિનારા નજીક ફંગોળાતી જોવા મળી રહી છે. અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

  • 24 Mar 2023 12:26 PM (IST)

    Breaking News: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, ત્રણ દિવસમાં બીજી વખત આવ્યા ભૂકંપી આંચકા

    મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે 10: 31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હોવાનું કહેવાય છે.

  • 24 Mar 2023 12:25 PM (IST)

    ‘રાહુલ ગાંધીનો ઘમંડ બહુ મોટો છે અને સમજણ નાની’ – જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર !

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ તરફથી આ નિર્ણય પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતા અને પાર્ટીએ તેમના ઘમંડની સામે OBC સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ઓબીસી સમાજ રાહુલ પાસેથી આ અપમાનનો બદલો લેશે.

  • 24 Mar 2023 12:25 PM (IST)

    porbandar : પક્ષીઓના આશ્રય સ્થળ મોકર સાગરને વિકસાવાશે, રાજ્ય સરકારે ફાળવ્યા આટલા કરોડ રુપિયા

    ગુજરાતમાં વિવિધ પ્રવાસન સ્થળોના વિશેષ વિકાસ માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઇકો ટુરીઝમ માટે સરકારે વિશેષ પ્રાધાન્ય આપીને કામો હાથ ધર્યા છે. પોરબંદરના પ્રભારી મંત્રી અને જળ સંપતિ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિશ્વ જળ દિવસ નિમિત્તે પોરબંદરના મોકર સાગર સ્થળની મુલાકાત લીધી. અને અહીં પક્ષીઓના આશ્રય સ્થળને રૂ.200 કરોડના ખર્ચે વિકસાવવાના પ્રોજેક્ટ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર, બોડ વોક અને પી .પી .પી ના ધોરણે એકોમોડેશન કરાશે.

  • 24 Mar 2023 12:24 PM (IST)

    અમેરિકામાં કાશ્મીર પર ચર્ચા, રોષે ભરાયેલા પાકિસ્તાનીઓએ વોશિંગ્ટન ડીસીમાં હંગામો મચાવ્યો

    પાકિસ્તાને ફરી એકવાર પોતાની હરકતોથી દુનિયાની સામે શરમજનક સ્થિતિ સર્જી છે. હકીકતમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીની નેશનલ પ્રેસ ક્લબમાં કાશ્મીરને લઈને ચર્ચા થઈ હતી. ત્યારે જ કેટલાક પાકિસ્તાનીઓ ત્યાં પહોંચી ગયા અને હંગામો મચાવવા લાગ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં આગ લાગી છે. તે કાશ્મીરમાં થઈ રહેલા વિકાસને પચાવી શકતો નથી. તેઓ કાશ્મીરમાં થયેલા ફેરફારો પર ચર્ચા કરવાનું પણ ચૂક્યા નથી.

  • 24 Mar 2023 12:23 PM (IST)

    Gujarat News Live: ગુજરાત વિધાનસભાની કામગીરી હવે સોશિયલ મીડિયા પર જોઇ શકાશે, ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરાઇ વેબસાઇટ

    ગુજરાત વિધાનસભાને હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. જે પછી તમામ પ્રશ્નતરી મહ્ત્વમાં ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે.

  • 24 Mar 2023 12:22 PM (IST)

    યુપી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના કેસની સુનાવણી 27 માર્ચ, સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે

    ઉત્તર પ્રદેશમાં અર્બન બોડી ચૂંટણી કેસની સુનાવણી 27 માર્ચ, સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણીમાં ઓબીસી અનામતના મુદ્દાની તપાસ માટે રચાયેલા પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.

  • 24 Mar 2023 12:21 PM (IST)

    વર્લ્ડ ટીબી સમિટમાં પીએમ મોદીની અલગ શૈલી… હર હર મહાદેવ સાથે ભાષણની શરૂઆત

    વન વર્લ્ડ ટીબી સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર હર મહાદેવ કહીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે કાશીમાં આયોજિત આ કાર્યક્રમથી હું ખૂબ જ ખુશ છું. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારતમાં ટીબી સામેની લડાઈનું નવું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતમાં ટીબી માટે સ્થાનિક ભાષામાં ક્ષય શબ્દ પ્રચલિત છે.

  • 24 Mar 2023 10:25 AM (IST)

    Gujarat News Live : PM મોદી વારાણસીમાં, આજે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ અને લોકાર્પણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મતવિસ્તાર વારાણસી પહોંચી ગયા છે. તેઓ તેમના વારાણસી પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી યોજનાઓનું શિલાન્યાસ કરવાની સાથે લોકોપયોગી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

  • 24 Mar 2023 10:21 AM (IST)

    Gujarat News Live : સુરતના રાંદેરમાંથી લોકોને ઠગતુ કોલ સેન્ટર ઝડપાયું

    રાંદેરમાં લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ઠગતુ કોલસેન્ટર ઝડપાયુ છે. કોલ સેન્ટરના સંચાલક ઓનલાઈન ડેટાબેઝ ખરીદી લોકોનો સંપર્ક કરી ફોરેક્ષ માર્કેટમાં રોકાણની લોભામણી સ્કીમ આપતા હતા. વિવિધ એપ્લિકેશન દ્વારા નાણાં ભરાવીને લોકોને છેતરતા હતા.

  • 24 Mar 2023 08:22 AM (IST)

    Gujarat News Live : ભારતના પ્રવાસે આવેલા અજય બંગા covid ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યા, આજે PM મોદી સાથે કરવાના છે મુલાકાત

    વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત અજય બંગા તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે. પરંતુ નવી દિલ્હીમાં નિયમિત કોરોના પરીક્ષણ દરમિયાન, બંગા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેઓ આઇસોલેશનમાં છે. યુએસ નાણા વિભાગે ગુરુવારે આ માહિતી આપી છે.

Published On - Mar 24,2023 8:21 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">