AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : MLA ગેનીબેન ઠાકોરે ગુજરાત વિધાનસભામાં ઉઠાવ્યો 33 ટકા મહિલા અનામતનો મુદ્દો, ઋષિકેશ પટેલે આપ્યો આ જવાબ

કોંગ્રેસના (Congress) ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દેશભરની મહિલાઓ વતી પીએમ મોદીને મહિલા અનામત માટે રજૂઆત કરી. ગેનીબેન ઠાકોરનો તર્ક છે કે કેન્દ્રની ભાજપ સરકાર પાસે બહુમતીને પગલે સરળતાથી મહિલા અનામતને મંજૂરી મળી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 4:53 PM
Share

ફરી એકવાર રાજ્યમાં મહિલા અનામતની માગ ઉઠી છે. આ માગ ગુજરાત વિધાનસભામાં પણ ગૂંજી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં મહિલા અનામતનો મુદ્દે ઉછાળ્યો છે. ગેનીબેન ઠાકોરે મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ સરકારની પીઠ થાબડતા દાવો કર્યો કે, કોંગ્રેસની UPA સરકારના રાજમાં રાજ્યસભામાં રાજીવ ગાંધીએ મહિલા અનામતનો ખરડો લાવ્યા હતા. ગેનીબેન ઠાકોરે માગ કરી કે જો પીએમ મોદી મહિલાઓના વિકાસની વાત કરતા હોય તો તેઓએ મહિલાઓને અનામતનો ન્યાય અપાવવો જોઇએ.

ગેનીબેન ઠાકોરે 33 ટકા અનામત અંગે કરી માગ

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દેશભરની મહિલાઓ વતી પીએમ મોદીને મહિલા અનામત માટે રજૂઆત કરી. ગેનીબેન ઠાકોરનો તર્ક છે કે કેન્દ્રની ભાજપ સરકાર પાસે બહુમતીને પગલે સરળતાથી મહિલા અનામતને મંજૂરી મળી રહેશે. વડાપ્રધાન મહિલાઓને પ્રોત્સાહીય કરવાની વાત કરતા હોય તો અનામત આપવી પડે. અત્યારે બહુમતી વાળી સરકાર કેન્દ્રમાં છે ત્યારે મહિલાઓને અનામત આપે. હું ભારતની મહિલાઓ વતી અનામત માટે વડાપ્રધાનને રજુઆત કરું છું.

અનામતની માગ અંગે ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

તો બીજી તરફ મહિલા અનામતની માગના ગેનીબેન ઠાકોરના નિવેદન મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ પ્રતિક્રિયા આપી. ઋષિકેશ પટેલે કટાક્ષમાં કહ્યું કે ભાજપ પહેલા કોંગ્રેસની જ સરકાર હતી. તેમણે ઉમેર્યું કે ભાજપ સરકારના રાજમાં ગ્રામ્ય સ્તરે મહિલાઓને અનામત રૂપી હક મળ્યો. તેઓએ દાવો કર્યો કે, નોકરી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામતની શરૂઆત ભાજપ સરકારે જ કરી હતી. ઋષિકેશ પટેલે કહ્યું કે ભાજપ સરકાર જ મહિલાઓના મુદ્દાઓની સતત ચિંતા કરે છે.

Follow Us
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
g clip-path="url(#clip0_868_265)">