Porbandar : આ દેશભક્તિ ગજબ છે ! પોરબંદરમા શિયાળાની કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદન, 23 વર્ષની પરંપરા અકબંધ

શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી છે. છેલ્લા 20 વર્ષથી ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ પર પોરબંદરના દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે.

Porbandar : આ દેશભક્તિ ગજબ છે ! પોરબંદરમા શિયાળાની કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદન, 23 વર્ષની પરંપરા અકબંધ
Porbandar Republic Day celebrated in a unique way in Porbandar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 1:21 PM

આજના દિવસે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આજના દિવસે અલગ- અલગ થીમ રાખીને પણ આ ખાસ પર્વેની ઉજવણી કરતા હોય છે. પોરબંદરમાં 74 ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી છે. છેલ્લા 20 વર્ષથી ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ પર પોરબંદરના દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં શ્રીરામ સ્વીમિંગ ક્લબના સભ્યો 23 વર્ષથી ધ્વજવંદન માટે આયોજન કરે છે.જેમાં સંસ્થાના મેમ્બરો અને પેરાસ્વીમરો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પેરાસ્વીમરો દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

આ પણ વાંચો : Republic Day: પરેડમાં સ્વદેશી ક્ષમતા, મહિલા શક્તિ અને નવું ભારત, વાંચો 1 0 Points

વડોદરાના કરજણમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન થયુ. આ દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન કરતા હર્ષ સંઘવીએ ડ્ર્ગ્સ સામેના અભિયાનને પણ વધુ મજબૂત કરવા જણાવ્યુ હતુ.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરતા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. બોટાદના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેના સ્વાગત ગીત અને બોટાદ ગીતે બોટાદવાસીઓને ઘેલા કર્યાં હતા. G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">