AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદી ઉપર રાહુલ ગાંધીની જેમ થશે કેસ ? એક દિગ્ગજ નેતાએ કરી તૈયારી, જાણો સંપૂર્ણ વિગત

મોદી અટકને લઈને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટે ફટકારેલી બે વર્ષની જેલની સજાને લઈને કોંગ્રેસમાં ભારે હલચલ મચી છે. કોંગ્રેસ પણ આવો જ એક કેસ વડાપ્રધાન સામે કરવાની તૈયારી કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદી ઉપર રાહુલ ગાંધીની જેમ થશે કેસ ? એક દિગ્ગજ નેતાએ કરી તૈયારી, જાણો સંપૂર્ણ વિગત
PM Modi and Renuka Chowdhury
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 1:40 PM
Share

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે, મોદી અટકને બદનામ કરવાના કેસમાં સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીએ કોર્ટના આ ચૂકાદા સામે જામીન પણ મેળવી લીધા હતા. પરંતુ રાહુલ ગાંધી સામે જે રીતે માનહાનીનો કેસ દાખલ થયો તેવો જ કેસ વડાપ્રધાન મોદી સામે કરવા માટે કોંગ્રેસે તૈયારીઓ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે તેઓ 2018માં સંસદમાં કરેલી ‘શુપર્ણખા’ ટિપ્પણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે.

રેણુકા ચૌધરીએ કેમ કહ્યુ- પીએમ સામે કેસ કરીશ ?

2019ના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે કરેલ સજાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌધરીએ ગઈકાલ ગુરુવારે અજૂગતી ગણાવી હતી. રેણુકા ચૌધરીએ તેમના ટ્વિટર હેન્ડલ પર 2018 ની સંસદની ક્લિપ પણ શેર કરી હતી. જેમાં પીએમ મોદી રાજ્યસભાના અધ્યક્ષને કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીને બોલવા દેવા માટે કહી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા રેણુંકાએ લખ્યુ છે કે, “તેમણે (પીએમ મોદીએ) મને સદનના ફ્લોર પર શુપર્ણખા તરીકે ઓળખવી. હું તેમની સામે માનહાનિનો કેસ કરીશ. જોઈએ હવે કોર્ટ કેટલી ઝડપી કાર્યવાહી કરે છે.”

રેણુકા ચૌધરીએ કહ્યું કે તેઓ, 2018માં રાજ્યસભામાં વડાપ્રધાને કરેલી ટિપ્પણીને લઈને પીએમ મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. રાહુલ ગાંધી પર સુરત કોર્ટના નિર્ણય બાદ વિપક્ષના અનેક નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકાર ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ દ્વારા અથવા એફઆઈઆર, માનહાનિના કેસ દ્વારા વિપક્ષી નેતાઓનો અવાજ બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ શુ કહ્યું હતુ ? જુઓ વીડિયો

જુઓ 7 ફેબ્રુઆરી 2018ના રોજ રાજ્યસભામાં પીએમ મોદીએ શુ કહ્યું હતુ ? 5.50 મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન, રેણુંકા ચૌધરી સંદર્ભે રાજ્યસભામાં શું બોલી રહ્યાં છે. સાંભળો શું કહ્યુ હતુ પીએમ મોદીએ ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં તેમના સંબોધન દરમિયાન, રેણુકા ચૌધરીને કશુ ના કહેવા માટે રાજ્યસભાના અધ્યક્ષને જણાવ્યું હતું.  વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “સભાપતિજી, રેણુંકાજીને તમે કશુ ના કહેશો…. સભાપતિજી મારી આપને વિનંતી છે રેણુંકાજીને કશુ ના કહેશો, રામાયણ સીરીયલ પછી આવુ સુંદર હાસ્ય સાંભળવાનુ આજે સૌભાગ્ય મળ્યું છે.”

કોંગ્રેસે રાહુલ ગાંધી સામેના કેસ પરના ચુકાદાના વિરોધમાં વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતાઓ સંસદથી વિજય ચોક સુધી વિરોધ રેલી કાઢશે. અન્ય વિપક્ષી નેતાઓ સાથેની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા બિન-કોંગ્રેસી મુખ્યપ્રધાન, વિપક્ષી નેતાઓએ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ બોલ્યા છે અને રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">