23 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ ચાર કરોડ ઠગાઈની ફરિયાદ, ઢોલરિયાએ આરોપો ફગાવ્યા, ગણાવી રાજનીતિક કિન્નાખોરી
Gujarat Live Updates આજ 23 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 23 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કચ્છ: ભૂજના ઢોરી ગામે પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા
કચ્છ: ભૂજના ઢોરી ગામે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. 29 વર્ષીય યુવતીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો છે. આરોપી યુવક ડેરીમાં કામ કરતો હતો. યુવતીને ડેરીમાં મળવા માટે બોલાવી હતી. યુવતીએ પ્રેમસંબંધનો અંત કરવાનું કહેતા હત્યા કરી દીધી હતી. યુવતીને પથ્થર વડે માથામાં ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી પ્રેમીએ પોલીસ મથકે સરેન્ડર કર્યુ છે. મૃતદેહને પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયો છે.
-
છોટાઉદેપુર: TV9 ના અહેવાલની અસર, 116 કરોડના ખર્ચે નવા રોડના નિર્માણની મંજૂરી
છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાની સમસ્યા અંગે ટીવી નાઈને રજૂ કરેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ખરાબ રસ્તાથી ગ્રામજનોની તકલીફનો અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોની વ્યથાને જાણી અને 116 કરોડના ખર્ચે નવા રોડના નિર્માણની મંજૂરી મળી. મોડાસરથી રંગલી ચોકડી, રંગલી ચોકડીથી પાવીજેતપુર અને રંગલી ચોકડીથી કવાંટ સુધીના રોડના નવીનીકરણને તાત્કાલિક મંજૂરી મળી છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને પાવીજેતપુર ધારાસભ્ય જેન્તી રાઠવાએ નવા રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. રસ્તા પર મસમોટા ખાડા પડી જવાથી બોડેલી, રાજપીપલા અને વડોદરા તરફ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી. પરંતુ ટીવી નાઈનના અહેવાલ બાદ આખરે ‘રસ્તો’ નીકળ્યો છે અને નવા રોડનું કામ મંજૂર થયું છે.
-
-
અમદાવાદ: બાવળામાં રૂ. 3 લાખ ભરેલી બેગની ચોરી
અમદાવાદ: બાવળામાં રૂ. 3 લાખ ભરેલી બેગની ચોરી થઈ છે. વેપારી વાહનનું સ્પેરવ્હીલ બદલતા હતા ત્યારે બન્યો ચોરીને અંજામ અપાયો હતો. ગઠિયાએ શર્ટ પર ગંદુ ફેંકીને બેગની ઉઠાંતરી કરી હતી. બાવળા પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
-
રાજકોટ: નશામાં ચૂર પિતાથીમાતાને બચાવવા જતા પુત્ર બન્યો હત્યારો
ચકચારી ઘટના બની રાજકોટના કોઠારિયા રોડ પર હુડકો ક્વાટર્સમાં જ્યાં રહેતા નરેશ નટવરલાલ દારૂનો નશો કરીને ઘરે પહોંચ્યા હતા અને ધમાલ મચાવી આખુ ઘર માથે લીધુ હતુ. એટલું જ નહીં પોતાની પત્ની સાથે માથાકૂટ કરી છરી લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જે જોઈને પુત્ર હર્ષ વ્યાસ તરત દોડી આવ્યો અને પિતાના હાથમાંથી ચપ્પૂ આંચકી છરીના ઘા ઝીંકી દેતા પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું. સમગ્ર મામલે મૃતકના બહેને પોતાની ભાભી અને ભત્રીજા સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે તપાસમાં માત્ર પુત્ર જ પિતાનો હત્યારો હોવાનું સાબિત થતા પોલીસે તેની ધરપકડ કરી છે. જ્યારે આ ઘટનામાં મૃતકની પત્નીનો કોઈ રોલ ન હોવાથી પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી.
-
વડોદરા: SIRની લાઈનમાં ઉભેલા અરજદારની તબિયત લથડી
વડોદરા: SIRની લાઈનમાં ઉભેલા અરજદારની તબિયત લથડી હતી. 2 કલાકથી લાઈનમાં ઉભેલા યુવકને ચક્કર આવતા જમીન પર પટકાયો હતો. યુવકને ખેંચ આવ્યા બાદ જમીન પર પટકાતા ઈજા પહોંચી હતી. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં SIRની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિસ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
-
-
અમદાવાદઃ વટવા GIDCમાં યુવકની હત્યા
અમદાવાદઃ વટવા GIDCમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ત્રિકમપુરા કેનાલ પાસે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. આરોપી સાથે મૃતકની બહેનનો પ્રેમ સંબંધ હતો. આરોપી યુવતીને પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતો હતો.
-
કુદરતી મોત સમજીને દફન કરાયેલા યુવકની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ
વડોદરાના તાંદલજા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુદરતી મોત સમજીને દફન કરાયેલા યુવકની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનો પરિવારજનોએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે. પોલીસે દફનવિધિ કરેલ મૃતદેહને કબરમાંથી બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. તાંદલજામાં રહેલા ઇર્શાદ નામના યુવકનું મોત થયું હતું. કુદરતી રીતે મોત થયાનું જણાવી કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઇ હતી. મૃતકના સ્વજનને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. હત્યામાં સામેલ એક મહિલાની ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે.
-
સુરત: જમાઈની હત્યા કરનારા આરોપી સસરાની ધરપકડ
સુરત: જમાઈની હત્યા કરનારા આરોપી સસરાની ધરપકડ કરાઈ છે. ચોક બજારમાં સસરાએ જમાઈની હત્યા કરી નાંખી હતી. જમાઈ આરોપીની દીકરી સાથે ઝઘડો કરતો હોવાથી બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલ સસરાએ ચપ્પૂના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી હતી. પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
વાવ થરાદ: ઢેરીયાણાના ખેડૂતએ જાતે કેનાલ સાફ કરી
વાવ થરાદ: ઢેરીયાણાના ખેડૂતએ જાતે કેનાલ સાફ કરવા મજબુર બન્યા છે. અનેક રજૂઆત બાદ પણ અધિકારીઓ દ્વારા કામગીરી નહીં કરાતા ખેડૂતોએ જાતે ઢેરીયાણા માઈનોર-1 કેનાલ સાફ કરી. રવિ સીઝનમાં વાવેતર સમયે કેનાલમાં સાફ-સફાઈનો અભાવ છે. ના તો કેનાલમાં હજુ સુધી પાણી પહોંંચ્યુ છે. ના તો કેનાલની સફાઈ કરાઈ છે. ત્યારે ખેડૂતોએ સફાઈ દરમિયાન અધિકારીઓ પર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.
-
નવસારીમાં પાછોતરા વરસાદે ખેડૂતોની દશા બગાડી
છેલ્લા કેટલાક વર્ષો વાતાવરણમાં આવતા અચાનક ફેરફારથી ખેડૂતોની માઠી બેઠી છે. ચાલુ વર્ષે પાછાતરો વરસાદ અને માવઠાના કારણે અનેક ખેડૂતો પાયમાલ થયા ત્યારે હવે લાંબા ચોમાસાના કારણે બાગાયતી પાક કેરીને લઈને પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઠંડી અને ગરમીના કારણે બદલાતું વાતાવરણ બાગાયતી પાક કેરી માટે ખતરા રૂપ સાબિત થઈ રહ્યું છે. લાંબા ચોમાસાના કારણે આંબાના પાકોમાં નવી પીલવણીની શરૂઆત થઈ છે. જમીનમાં ભેજ રહેવાના કારણે નવી પીલવણી પર મોર આવવાની શક્યતાઓ નહીંવત રહે છે. રાત્રી દરમિયાન 18 ડિગ્રી જેટલું તાપમાન અને દિવસે 25થી 30 ડિગ્રી તાપમાનએ કેરીના મોર આવવા માટે અનુકૂળ વાતાવરણ મનાય છે. જાન્યુઆરી માસની ઠંડીથી મોર આવવાની શરૂઆત થતી હોય છે પરંતુ નીકળી રહેલી નવી પિલવણી ખેડૂતોની ચિંતા વધારી રહી છે
-
અમદાવાદમાં 3 વર્ષીય પુત્ર સાથે માતાએ રેલવે ટ્રેક પર પડતુ મુક્યુ
અમદાવાદમાં 3 વર્ષીય પુત્ર સાથે માતાએ આપઘાત રેલવે ટ્રેક પર પડતુ મુકી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પતિ, સાસુ અને સસરાના ત્રાસથી પરિણિતાઓ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. સાસરિયાઓ પર શારીરિક, માનસિક ત્રાસ આપવાનો આરોપ પરિજનોએ લગાવ્યો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અંગે સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહિલાઓ સોલા રેલવે ટ્રેક પર નીચે પડતુ મુકી આપઘાત કર્યો છે. પરિણીતાના ભાઈના લગ્નમાં જવા બાબતે ઝઘડો થયો હતો. હાલ પતિ, સાસુ અને સસરા સામે બોડકદેવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
-
છોટાઉદેપુર: રસ્તાના અભાવે BLO મહિલા ઝેરોક્સ મશીન માથા પર મુકી ગામમાં પહોચ્યા
નસવાડી તાલુકામાં કુપ્પા મતદાન મથકથી સાંકડીબારી ગામે કાચો માર્ગ હોવા છતાં SIRની કામગીરી માટે તમામ મુશ્કેલીઓને પાર કરીને મહિલા BLO ગામે પહોંચી.. ડુંગર અને ઢોળાવ વાળા રસ્તે ચાલવુ પણ મુશ્કેલ છે એવા રસ્તે પોતાના ભાઈને સાથે રાખી બાઈક પર ગામમાં જવા માટે નીકળી.. કાચા માર્ગે એક વખત બાઈક ડગમગી ગઈ પણ મહિલા BLOની ફરજ પ્રત્યે નિષ્ઠા નહીં. બાઈક ન ચાલી તો મહિલા BLO માથા પર ઝેરોક્સ મશીન મૂકીને ગામ તરફ ચાલવા લાગી.ખાસ વાત એ છે કે ગામના લોકોને દસ્તાવેજોની નકલ કઢાવવા નસવાડી ન જવુ પડે તે માટે મહિલા BLO ઝેરોક્સ મશીન લઈને પહોંચી હતી. તેવામાં ગામના લોકોની સાથે સાથે સૌ કોઈ મહિલા BLOની કામગીરીને બિરદાવી રહ્યાં છે અને સરકાર નવો રસ્તો બનાવી આપે તેવી માગ કરી રહ્યાં છે.
-
સુરતમાં 5 વર્ષના બાળક પર રખડતા શ્વાને કર્યો હુમલો, આવી ગંભીર ઈજા
સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી. સચિન GIDC વિસ્તારના ઈકો ડાયમંડ પાર્ક પાસે એક 5 વર્ષનું બાળક રમી રહ્યું હતું અને તે જ દરમિયાન રખડતા શ્વાનોનું ટોળું ત્યાં ધસી આવ્યું. લગભગ પાંચેક જેટલાં શ્વાન માસૂમ બાળક પર એકસાથે તૂટી પડ્યા. બાળકે ચીસાચીસ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને બાળકને શ્વાનના ટોળાથી છોડાવ્યું હતું.
રખડતા શ્વાનના હિંસક હુમલાને પગલે બાળકને માથાથી લઈ પગ સુધી 20થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું હતું. જ્યાં હાલ તે અંડર ઓબ્ઝર્વેશન છે. પુત્રની સ્થિતિ જોતા જ માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને તેના આક્રંદે સૌને હચમચાવી દીધાં હતા.
-
આમોદ નજીક ટ્રક ચાલકનું હાર્ટ એટેક આવતા મોત
ભરૂચના આમોદ નજીક એક ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે અને LIVE હાર્ટ એટેકના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા છે. આમોદ નજીક આવેલ એક હોટલમાં ટ્રક ચાલક સોડા લેવા ગયો હતો. તેણે પૈસા ચુકવ્યા. કંઈ વાત કરતાં કરતાં કાઉન્ટર પર ટેકો દીધો અને ત્રણ જ સેકન્ડમાં તે ઢળી પડ્યો. એકાએક હાર્ટ એટેક આવતા ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
આ તરફ કર્ણાટકના માંડ્યા જિલ્લામાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. એક વ્યક્તિ અહીં પેઈન્ટની દુકાનમાં ખરીદી માટે પહોંચ્યો હતો અને વાત કરતાં કરતાં જ એકદમ ઢળી પડ્યો. દુકાનદારે તેને પકડીને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મળતી વિગતો અનુસાર ઘટનાસ્થળે જ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતકની ઉંમર 58 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
-
ગીર સોમનાથ: વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોત મામલે ઘટસ્ફોટ
ગીર સોમનાથ: વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહિલાની હત્યા કરાઇ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હત્યા કરનારો સિરિયલ કિલર હોવાનું ખૂલ્યું છે. પોલીસે હત્યારા સિરિયલ કિલરની ધરપકડ કરી છે. એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને મહિલાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હુડકો સોસાયટી વિસ્તારમાં મહિલાની હત્યા થઇ હતી. મહિલાના ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટીની લૂંટ કરી હતી. 4 મહિના અગાઉ મિત્રની પણ હત્યા કરી હોવાની શંકા છે. દારૂમાં મોર્ફિન નાખી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા છે. દાગીના અને રોકડની લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. મિત્ર પાસેથી અંદાજે એક લાખની રોકડની લૂંટ કરી હતી.
-
ગીર સોમનાથમાં જૂની દુકાનો પર ફર્યુ બુલડોઝર
ગીર સોમનાથમાં જૂની દુકાનો પર બુલડોઝર ફરી વળ્યુ છે. સોમનાથ મંદિરના વિકાસને લઈને દુકાનો તોડી પાડી છે. મુખ્ય માર્ગ પર દુકાનો હોવાથી દુકાનો તોડી પડાઈ સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાઈ છે.
-
બનાસકાંઠામાં પીવાનું પાણી ના મળે પણ દારુ ખુલ્લેઆંમ મળેઃ અમિત ચાવડા
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુર પહોચતા, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. પાલનપુરના માર્ગો પર જન આક્રોશ યાત્રા ફરી પાલનપુર કોઝી ટાવર સામે યાત્રાનું સ્વાગત થયું હતું. બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા. દારૂ અને ડ્રગ્સના મુદ્દાની રજૂઆત કરનાર કોંગ્રેસને હર્ષ સંઘવી દબાવવા માંગે છે. બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું પરંતુ દારૂ આસાનીથી મળી રહ્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો આજે હવે પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહીં. પહેલા ઘરનો છોકરો વ્હાલું હોય અને પછી પારકા વ્હાલા હોય એટલે આપણા ગયેલા લોકો ત્યાં પસ્તાય છે. સંસદ ગેનીબેન એ કહ્યું કોઈપણ મંદિર ખરાબ હોતું નથી ક્યારેક કોઈ ભુવો ખરાબ આવી જાય છે. કોંગ્રેસ છોડી અને ભાજપમાં જનારા લોકો પર કર્યા સાંસદે આકરા પ્રહાર
-
હથિયારોના બોગસ લાઇસન્સ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો, 5 દિવસના રિમાન્ડ મેળવાયા
અમદાવાદમાં બોગસ હથિયાર લાઇસન્સ કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો. દેવાકાન્ત પાંડેને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. દેવાકાન્ત પાંડે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં બોગસ હથિયાર કેસમાં વોન્ટેડ હતો. આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બોગસ હથિયાર કેસમાં રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસા થવાની સંભાવના છે. દેવાકાન્ત પાંડેએ અનેક લોકોને ગેરકાયદેસર હથિયાર પૂરા પાડ્યા હતા.
-
અમદાવાદમાં કુખ્યાત આરોપીઓની ઈમારત પર બુલડોઝર ફરી વળ્યું
અમદાવાદમાં કુખ્યાત આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. જમાલપુરના તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલકાદરની બિલ્ડિંગને ડિમોલેશન કરવામાં આવી છે. AMC અને ગાયકવાડ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMC ની પરવાનગી વગર બનાવ્યું હતું બિલ્ડિંગ. છ માળના બિલ્ડિંગને ડિમોલેશન કરવામાં આવ્યું. 5 નોટિસ છતાં બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. AMC અને મોન્યુમેન્ટની મંજૂરી વગર જ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું. ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર તોસીફ કાદરી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો.
-
લૂંટેરી દુલ્હન કેસમાં પોલીસે નોટરની કરી અટકાયત
‘લૂંટેરી દુલ્હન’ની આંતર જિલ્લા ટોળકીનો પર્દાફાશ કર્યા બાદ, બહુચરાજી પોલીસે હવે ભીમજી ચૌહાણ નામના નોટરીની અટકાયત કરી છે. નોટરી વકીલે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં કરી હતી મદદગારી. મુખ્ય આરોપી ચાંદનીએ રાજ્યભરમાં 15થી વધુ યુવકો સાથે કર્યા લગ્ન. લગ્નના ચાર દિવસ બાદ પિતાની બીમારીનું બહાનું કાઢી દુલ્હન ફરાર થઈ જતી. દાગીના અને રોકડ લઈ ફરાર થઈ જતી લૂટેરી દુલ્હન. અમદાવાદના ‘શુભમ’ અને ‘જયમાડી’ મેરેજ બ્યુરોની મદદથી ચાલતું હતું લગ્નનું કૌભાંડ. છૂટાછેડા માંગતા પીડિતોને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તોડ કરવામાં આવતો. ટોળકીએ ખોટા આધારકાર્ડ અને એલ.સી. બનાવી લગ્નના નામે 52 લાખથી વધુની રકમ ખંખેરી હતી. દુલ્હન ચાંદની, તેની માતા, દલાલ રાજેશ અને અન્ય મહિલા સહિત 4 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવી ચૂક્યા છે.
-
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક, 5 વર્ષના બાળકને 20 ઈજા, હાલત ગંભીર
સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક, 5 વર્ષના બાળકને 20 ઈજા સાથે હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યો છે. સચિન વિસ્તારમાં રખડતા 4 થૂ 5 જેટલા શ્વાનના ટોળાએ એક પાંચ વર્ષના બાળકને નિશાન બનાવ્યું હતું. હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. બાળકને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. માથા સહિત શરીર પર 20થી વધુ ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. હાલ બાળકની હાલત ગંભીર હોવાનું ફરજ પરના તબીબોનું કહેવું છે.
-
સુરતમાં નવમા માળેથી કુદતા પહેલા મહિલા ડોકટરે ઝેરી ટીકડા ખાધા હતા
સુરત મહિલા ડોક્ટર આપઘાતના કેસમાં નવો ખુલાસો થયો છે. ફિઝીયોથેરાપી 28 વર્ષીય ડોક્ટર રાધિકાએ નવમા માળેથી કૂદી કર્યો હતો આપઘાત. રાધિકાના પોસ્ટમોર્ટમ સેમ્પલ લેતા ગંભીર બાબત સામે આવી છે. મહિલાએ નવમા માળેથી કુદતા પહેલા ચાય પાર્ટનર કાફેમાં બેસી અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાધી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ અને ઝેરની અસર જાણવા મૃતક મહિલા ડોક્ટરના વિસેરાના સેમ્પલ પણ લેવાયા છે. પોલીસે મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ શરૂ કરી છે. ડોક્ટર રાધિકા કોટડીયા અને મંગેતર કિશન વચ્ચે નાની નાની બાબતે ઝઘડો થયા કરતો હતો. પોલીસને રાધિકા અને કિશનની whatsapp મેસેજની ચેટ મળી છે. રાધિકાએ મંગેતરને કહ્યું હતું કે નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ના કહેવાય. ડોક્ટર રાધિકા કોટડીયાના 19 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. સરથાણા પોલીસે સીસીટીવી લઇ વધુ તપાસ કરી છે.
-
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટેનુ પ્રેઝન્ટેશન રજૂ કરવા સ્કોટલેન્ડ જતા અધિકારીઓ
કોમનવેલ્થ ગેમ્સને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને એએમસી અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના થયા છે. 2030માં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ માટે રજૂ કરાશે પ્રેઝન્ટેશન. કમિટી સમક્ષ રાજ્ય સરકાર રજૂ કરશે પ્રેઝન્ટેશન. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે 24 થી 27 નવેમ્બર સુધી ચાલશે પ્રક્રિયા. રાજ્ય સરકારના અધિકારીઓ અને એએમસી કમિશનર રજૂ કરશે પ્રેઝન્ટેશન. કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ કરાશે પ્રેઝન્ટેશન. અમદાવાદ શહેર બનશે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન. નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું તૈયાર કરાયું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ.
-
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા 14 સિનિયર સ્ટુડન્ટને હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા 14 સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જીએમઇઆરએસ (GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ‘ઇન્ટ્રો’ આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરતા હતા. બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે સત્તાધિશોએ સસ્પેન્ડ કરી સંતોષ માન્યો છે. સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તે માટે નરમનીતિ અપનાવી છે. 14 વિધાર્થીના પરિવારને બોલાવીને પણ જાણ કરવામાં આવી છે. સેકન્ડ યર ના વિધાર્થીઓને 6 મહિના માટે જ્યારે થર્ડ યર ના વિધાર્થીઓને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટીકેટ કરાયા છે.
-
અમદાવાદના વટવામાં પ્રેમ પ્રકરણમાં યુવકની કરાઈ હત્યા
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગત્ત મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસી વટવા પાસે આવેલ ત્રિકમપુરા કેનાલના પુલ પાસે કરવામાં આવી હત્યા. મનિષ સુથાર નામના વ્યક્તિની અશ્વિન ઝાલાએ કરી હત્યા. મનિષની બહેનને આરોપી અશ્વિન સાથે હતો પ્રેમ સંબંધ. આરોપી યુવતીને પ્રેમ સબંધ રાખવા માટે કરતો હતો દબાણ. મોઢા, ગળાના તથા છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી કરવામાં આવી હત્યા. આરોપી અશ્વિન ઝાલા હત્યા કરી થયો ફરાર. વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાજપ પ્રદેશ પ્રમુખ- સરકારના પ્રધાનો આજે SIR ની કામગીરી સંદર્ભે મતદાન મથકોની લેશે મુલાકાત
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR)ના ભાગરૂપે આજે બુથલેવલ ઓફિસર સવારે 9થી 1 સુધી મતદાન મથકોએ ઉપસ્થિત રહેશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, વિવિધ મતદાન મથકની મુલાકાત લેશે. રાજ્ય સરકારના 13 મંત્રીઓ પણ રાજ્યના વિવિધ બુથોની લેશે મુલાકાત. ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR અભિયાન અંતર્ગત બુથોની લેશે મુલાકાત. પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના 7 મતદાન મથકોની મુલાકાત લઈ કરશે સમીક્ષા. સમગ્ર કામગીરીમાં BLO ની સાથે સાથે BLA એટલે બુથ લેવલ એજન્ટ ની પણ મહત્વની ભૂમિકા. વિવિધ મતદાન બુથ ઉપર અન્યુમરેશન ફોર્મ જમા કરાવવા માટે આજે BLO કરી રહ્યા છે કામગીરી.
-
રાજકોટ મવડી વિસ્તારમાં મોડી રાત્રે કારમાં આગ, લાગી કે લગાડી ?
રાજકોટ મવડી વિસ્તારમાં મોડી રાત્રે કારમાં અચાનક લાગી આગ. સ્થાનિક લોકોમાં ચર્ચાઓ કે કોઈએ કારમાં આગ લગાડી છે. જૂની અદાવતના કારણે કારમાં કોઈએ આગ લગાવી હોવાની આશંકા સેવાઈ રહી છે. આગને કારણે, કાર સંપૂર્ણ પણે બળીને થઈ ખાક થઈ ગઈ છે. સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. સમગ્ર મામલે માલવિયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાવનગરના અકવાડામાં ગેરકાયદે મદરેસાનું બાંધકામ તોડી પડાશે
ભાવનગર શહેરના અકવાડા નજીક આવેલ એક મદરેસાનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકાની ટીમ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરી. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત મુકાયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગેરકાયદે બાંધકામ માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
-
સતત બદલાતુ વાતાવરણ બાગાયતી પાક માટે ભારે નુકસાનકારક
વાતાવરણની અનિશ્ચિતતા એ ખેડૂતોના જીવ તાળવે ચોંટાડ્યા છે. આ વર્ષે મે મહિનાથી શરૂ થયેલું ચોમાસું થોડુ વધુ લંબાયું અને કમોસમી વરસાદ અને ચોમાસાનો વરસાદ ચાર માસ સુધી વરસ્યો. જેને લઇ ડાંગર તથા શાકભાજીના પાકને તો મોટા પાયે નુકસાન થયું છે. સાથોસાથ લાંબા સમય વરસેલા વરસાદને કારણે બાગાયતી પાક અને કેરીને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે. ઠંડી અને ગરમીના કારણે બદલાતું વાતાવરણ બાગાયતી પાક માટે ખતરા રૂપ સાબિત થઈ રહ્યું છે.
-
જસદણના કનેસરા ગામ નજીક બે બાઈક સામસામે અથડાયા, એકનુ મોત
જસદણના કનેસરા ગામ નજીક સર્જાયો અકસ્માત. સામ સામે બાઈક અથડાતા આધેડનું મોત થયુ છે. સામ સામે બાઈક અથડાતા એકનું મોત બે ઘાયલ થયા છે. અકસ્માત થતા રાજાવડલા ગામના વિઠ્ઠલ જાદવ ઘોડકિયાનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતક વિઠ્ઠલભાઈના ભાણેજના લગ્ન માટે પતિ પત્ની જસદણ ખરીદી કરવા માટે આવ્યા હતા. મૃતદેહને PM અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. ભાડલા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી
-
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને અન્ય 12 પોલીસ સમક્ષ થયા હાજર
ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને અન્ય 12 સહિત કુલ 13 લોકો સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ હાજર થયા હતા. મોડી રાત સુધી આ 13 લોકોની પુછપરછ અને નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મુળ રાજસ્થાનના ગોંડલમાં રહી UPSC ની તૈયારી કરતા વિધાર્થી રાજકુમાર જાટની શંકાસ્પદ મોતને લઈને વિવાદ સર્જાયો હતો. તેની હત્યા થઇ હોવાના આક્ષેપો થયા અને આ ચકચાર કેસમાં ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ઉપર પણ આક્ષેપો થયા હતા. ત્યાર બાદ ફરીયાદ પણ દાખલ થયેલ અને આ ઘટનાના ના પડધા રાજસ્થાનમાં પણ પડ્યા હતા. રાજકુમાર જાટને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી. ગોંડલ પોલીસ પાસેથી આ તપાસ હાઇકોર્ટ એ હુકમ કરી સુરેન્દ્રનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને ધ્રાગધ્રા DYSP જે.ડી. પુરોહીતને ખાસ સોંપી હતી.
Published On - Nov 23,2025 7:19 AM