AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 ઓગસ્ટના મહત્વના સમાચાર : કાલાવડના હરીપર ગામેથી 7150 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરાયો, નિર્લિપ્ત રાયના આદેશથી પોલીસે પાડયા દરોડા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2026 | 10:07 PM
Share

Gujarat Live Updates આજ 23 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

23 ઓગસ્ટના મહત્વના સમાચાર : કાલાવડના હરીપર ગામેથી 7150 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરાયો, નિર્લિપ્ત રાયના આદેશથી પોલીસે પાડયા દરોડા

આજે 23 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Aug 2026 01:47 PM (IST)

    રાજ્યના અન્ય શહેરોમાં પણ ગુજકો મોલ શરુ કરવા ગુજકોમાસોલની જાહેરાત

    ગુજકોમાસોલે, વર્ષ 2025-26 માં ઐતિહાસિક 11479 કરોડનું ટર્નઓવર કરીને, ગ્રોસ પ્રોફિટ 152.63 કરોડ, જ્યારે કરવેરા બાદ 60 કરોડનો ચોખ્ખો નફો કર્યો હોવાની જાહેરાત આજે મળેલ  65 મી વાર્ષિક સાધારણ સભામાં કરાઈ હતી. ગુજકોમાસોલના નફાને ધ્યાને લઈને, ખેડૂતોને વાર્ષિક 20 ટકા ડિવિડન્ડ ચૂકવવા તેમજ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર સહિત સાત ગુજકો મોલને મળેલ સફળતાને ધ્યાને લઈને રાજ્યના અન્ય શહેરોમાં પણ ગુજકો મોલ શરૂ કરવાની જાહેરાત ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કરી હતી.

  • 23 Aug 2026 01:21 PM (IST)

    કાલાવડના હરીપર ગામેથી 7150 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરાયો, નિર્લિપ્ત રાયના આદેશથી પોલીસે પાડયા દરોડા

    રાજકોટ રેન્જ પોલીસે કાલાવડના હરીપર ગામે દરોડો પાડી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ પકડ્યું છે. ​દરોડા દરમિયાન આશરે 7150 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ​સ્થળ પરથી 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો છે. ​પોલીસ ટીમ દ્વારા 6 શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓના ઘર અને ડેરીઓ પર રેઇડ કરવામાં આવી હતી. ​નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ના આદેશથી કાર્યવાહી હાથ ધરાઈ છે. ​ફ્રૂડ સેફટી વિભાગે સ્થળ પર પહોંચી દૂધના સેમ્પલ લીધા અને બાકીના જથ્થાનો નાશ કર્યો. ​ભેળસેળયુક્ત દૂધનું વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની ઘટીત કાર્યવાહી શરૂ

  • 23 Aug 2026 12:08 PM (IST)

    પંચાયતના રેવન્યુ રેકર્ડમાં ખોટા પાના ઉભા કરી સરકારી દફતરોમાં ચેડાં કરનારા 2 તલાટી સામે પોલીસ ફરિયાદ

    દેવભૂમિદ્વારકાના ખંભાળીયાના વાડીનાર ગામે તત્કાલીન બે તલાટી કમ મંત્રી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં ખોટા પાના ઉભા કરી સરકારી દફતરોમાં ચેડાં કર્યાનો આરોપ. ખોટા દસ્તાવેજોને અસલી દસ્તાવેજો તરીકે રજૂ કરી છેતરપિંડી આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. વર્ષ 2003, 2004 અને 2005 દરમિયાન સરકારી રેકર્ડમાં છેડછાડ કરાઈ હોવાનો આક્ષેપ. ખંભાળિયાના તાલુકા વિકાસ અધિકારીએ વાડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. તત્કાલીન તલાટી કમ મંત્રી બી.એન. વાઘેલા અને સુરેશ એમ. મોટાણી સામે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 23 Aug 2026 12:07 PM (IST)

    રાજકોટમાં ચાની ચુસ્કી મોંધી થશે, આખી ચા માટે 30 રૂ. જ્યારે અડધી ચા રૂ. 15માં મળશે

    રાજકોટમાં ચા ની ચુસ્કી હવે મોંઘી બનશે. ટી એસોસિએશન દ્વારા લેવામાં આવશે નિર્ણય. આવતી પહેલી તારીખથી હોટલો પર વેચાતી ચાના ભાવમાં વધારો આવશે. 20 થી 24 રૂપિયામાં મળતી આખી ચા હવે ₹30ની વેચાશે. 10થી 12 રૂપિયાની મળતી અડધી ચા 15 રૂપિયાની વેચાશે.

  • 23 Aug 2026 11:57 AM (IST)

    વડોદરામાં ગણેશ આગમન યાત્રામાં પોલીસની હાજરીમાં બે જૂથ વચ્ચે મારામારી

    વડોદરામાં ગણેશ આગમન યાત્રામાં પોલીસની હાજરીમાં મારામારી થવા પામી હતી. બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. પ્રાથમિક વિગત અનુસાર ચાર દરવાજા વિસ્તારની ઘટના હોવાનું કહેવાય છે. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલો. પાણીગેટ પોલીસની હાજરીમાં જ ઘટના બની હોવાનો વીડિયો સામે આવ્યો. કાયદો હાથમાં લેનારા સામે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તેના પર નજર.

  • 23 Aug 2026 11:46 AM (IST)

    પાણી ભરેલ નહેરમાં બાઈક સાથે બે યુવકો ખાબક્યા, બાઈક મળી, યુવાનોની શોધખોળ યથાવત

    સુરત ગ્રામ્યમાં આવેલ પલસાણાના વાંકાનેડા ગામના 2 યુવકો મોટર સાયકલ સાથે નહેરમાં ખાબક્યા. ગઈકાલે રાત્રીના સમયે સાકી ગામ પાસે આવેલી નહેરમાં ખાબક્યા હતા. ચલથાણ ખાતે આવેલી ઇલેક્ટ્રીકની દુકાનેથી ઘરે જવા નીકળ્યા હતા. આજે રસ્તા પરથી પસાર થતા યુવકની નજર નહેરમાં પડેલી મોટરસાયકલની લાઈટ પર પડી હતી. તરત જ ફાયર વિભાગને અને પોલીસને જાણ કરવામાં આવી. મોટર સાયકલ તો બહાર કાઢી લેવામાં આવી પરંતુ યુવકો નહેરના પાણીમાં તણાયા હતા. ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  • 23 Aug 2026 11:29 AM (IST)

    વિશ્વામિત્રી નદીમાં લપસી પડેલા વ્યક્તિને મગર ખેંચી ગયો

    વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં લપસી પડેલા વ્યક્તિને મગર ખેંચી ગયો. તલસટ ગામે રણછોડભાઈ નામના વ્યક્તિ સાથે બની ઘટના. નદીમાં લપસી પડનાર વ્યક્તિને મગરે પાણીમાં ખેંચ્યો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. સ્થાનિકોના સહયોગથી મૃતદેહ બહાર કઢાયો. ઘટનાને પગલે તલસટ ગામમાં ચકચાર મચી જવા પામી છે.

  • 23 Aug 2026 11:07 AM (IST)

    સુરતના જહાંગીરપુરામાં આઠમા માળેથી પટકાતાં યુવકનું મોત

    સુરતના જહાંગીરપુરામાં આઠમા માળેથી પટકાતાં યુવકનું મોત થયું છે. કલર કામ કરતા યુવક નાઝીમ સૈયદનુ કરુણ મોત નિપજ્યું હતું. ભાગળ નજીક કલર કામ કરતી વખતે બની ગંભીર દુર્ઘટના. નિર્માણાધીન બિલ્ડિંગના 8મા માળે કલર કામ કરતા પટકાયા. મકાનની બાલકનીમાંથી પટકાયા હોવાનું સામે આવ્યું છે. કોઈપણ પ્રકારની સેફ્ટી ના હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

  • 23 Aug 2026 10:10 AM (IST)

    ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં સારવાર હેઠળના વધુ એક દર્દીનું મોત, મૃત્યુઆંક 13 ઉપર પહોંચ્યો

    ભાવનગરના લઠ્ઠાકાંડથી મૃત્યુ પામનારનો આંકડો 13 પર પહોચ્યો છે. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં સારવાર હેઠળના વધુ એક દર્દીનું મોત થયું છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં, સત્તાવાર રીતે કુલ 13 વ્યક્તિઓના  મોત થયા છે. કાળિયાબીડના સાગવાડીમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું સારવાર દરમ્યાન નીપજ્યું મોત. હજુ પણ ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઝેરી દારૂ પીવાથી 4 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ સવારે ભાર્ગવ ઉપાધ્યાયનું સારવાર દરમ્યાન મોત નિપજતા સત્તાવાર આંકડો 13એ પહોંચ્યો છે.

  • 23 Aug 2026 09:44 AM (IST)

    પોલીસ ધારે તો બધુ કરી શકે ! જમીનમાં દાટેલો ઈંગ્લિશ દારુનો જથ્થો પકડી પાડ્યો

    સુરેન્દ્રનગર LCB પોલીસે વઢવાણ સરકારી ગોડાઉન પાછળના ખેતરમાં ખાડો કરીને દાટેલો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપી વનરાજસિંહ સોલંકીએ તેની વાડીમાં ખાડો કરી અને ગેરકાયદેસર ઇંગલિશ દારૂ સંતાડ્યો હોવાની પોલીસને મળી હતી બાતમી. પોલીસે વાડીમાં રેડ પાડી અને ખેતરમાં દાટેલો દારૂ ₹ 1.54 લાખનો ઝડપી પાડ્યો. પોલીસે દારૂ કબજે કરી અને નાશી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

  • 23 Aug 2026 09:36 AM (IST)

    સુરતના ઉધનામાં જર્જરીત એપી માર્કેટમાંથી માનવ હાડપિંજર મળ્યું

    સુરતના ઉધનામાં જર્જરીત માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઉધના-નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામેની ઘટના. જર્જરીત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડી આવી. ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે FSLની ટીમની મદદથી તપાસ હાથ ધરી. દુર્ઘટના બાદ એપી માર્કેટને એક વર્ષથી પાલિકાએ સીલ કરી હતી. માનવ કંકાલ કોનું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી.

  • 23 Aug 2026 09:11 AM (IST)

    સુરતમાંથી રૂ. 213 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

    રૂપિયા 213 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. સાયબર ક્રાઇમ પોલીસે રાજદીપ રણજીતભાઈ ધાંધલની ધરપકડ કરી. બોગસ ફર્મ બનાવી 7 બેંકોમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યા. બેંક કીટ દીઠ રૂ. 40 હજારનું કમિશન મેળવતો હોવાનો ખુલાસો. 154 બેંક એકાઉન્ટ્સમાંથી રૂ. 212.88 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા. નેશનલ પોર્ટલ પર દેશભરમાં 410 ફરિયાદો નોંધાઈ. 410 ફરિયાદોમાં રૂ. 40.58 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે.

  • 23 Aug 2026 07:23 AM (IST)

    ગુજરાત પોલીસમાં ભરતી માટે આજે અમદાવાદમાં યોજાશે લેખિત પરીક્ષા

    ગુજરાત પોલીસ ભરતીની 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે લેખિત પરીક્ષા. ગેરરીતિ અટકાવવા AI અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની લેખિત પરીક્ષા લેવાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરાઈ છે પરીક્ષાની જાહેરાત. રાજ્ય પોલીસ દળમાં પીએસઆઈ (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન. પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ 17 ઓગસ્ટથી કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 25,000 ઉપર ઉમેદવારોએ પોતાના કોલ લેટર મેળવી લીધા છે. આ તમામ પરીક્ષાઓ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારે પાસ થવા માટે પાસિંગ માપદંડ મુજબ Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે. તેમજ ખોટા જવાબ માટે માઇનસ પદ્ધતિ લાગુ રહેશે.

  • 23 Aug 2026 07:21 AM (IST)

    વીજપોલના વળતર બાબતે કાંતિ અમૃતિયા બોલ્યા, અમે સોબર રહીએ એટલે વધુ ધોકા મારે, ખેડૂતોની જમીન સરકાર કે કંપની લઈ જવાની નથી

    વીજપોલના વળતર બાબતે ગુજરાત સરકારના પ્રધાન કાંતિ અમૃતિયાએ મૌન તોડ્યું. મોરબી સિરામિક એસોસિયેશનના કાર્યક્રમમાં કાંતિ અમૃતિયાનું વીજ પોલ મુદ્દે મોટું નિવેદન. મેં કોંગ્રેસનું પણ શાસન જોયું છે અને ભાજપનું પણ. એક વીજ થાંભલા માટે ખેડૂતોને 70 લાખ રૂપિયા મળે છે. 70 લાખ રૂપિયા માત્ર થાંભલા અને તાર નાખવાના મળે છે, કોઈક એવો નેતા હોય જેની પાસે રજૂઆત માટે જઈ ના શકો અથવા જવા માટે દલાલની જરૂર પડે, પણ અમે સોબર રહીએ એમ વધુ ધોકા મારે છે. ખેડૂતોની જમીન તો ખેડૂતોની જ રહેવાની છે, જમીન સરકાર કે કંપની લઈ જવાની નથી. સરકાર ખેડૂતોના હિતમાં દરેક બાબતે પોઝિટિવ છે. વીજ થાંભલા બાબતે ચિંતા કરીને તો મારું વજન બે કિલો ઘટી ગયું છે.

Published On - Aug 23,2026 7:20 AM

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">