22 એપ્રિલના મહત્વના સમાચાર : સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક સુરતની તાપી નદીમાંથી શોધી કઢાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2024 | 9:49 PM

Gujarat Live Updates : આજ 22 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

22 એપ્રિલના મહત્વના સમાચાર : સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક સુરતની તાપી નદીમાંથી શોધી કઢાઈ

લોકસભા અને પેટાચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી શકશે. આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થશે.  રાજસ્થાનના ઝાલોરમાં વડાપ્રધાને સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યું, જે મેદાન છોડીને ભાગ્યા, તે હવે રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા. ચૂંટણીના પ્રચાર વચ્ચે રાહુલ ગાંધી બીમાર પડ્યા છે. રાંચીની રેલીમાં તેઓ હાજર ન રહ્યા, તો મધ્યપ્રદેશનો પ્રવાસ પણ રદ કરાયો. સુરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો હાજર નહીં રહેતા ઉમેદવારી ફોર્મ રદ થયુ છે. ભાજપે સત્તાનો દુરુપોગ કર્યાના આરોપ સાથે કોંગ્રેસ હાઈકોર્ટના દ્વારે જશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Apr 2024 09:41 PM (IST)

    સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગમાં વપરાયેલી બંદૂક સુરતની તાપી નદીમાંથી શોધી કઢાઈ

    મુંબઈમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં વપરાયેલી બંદૂક અને તેની કેટલીક ગોળીઓ મળી આવી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર સુરતની તાપી નદીમાંથી બંદૂક મળી આવી હતી.

  • 22 Apr 2024 06:44 PM (IST)

    વેંકૈયા નાયડુ, મિથુન ચક્રવર્તી સહિત આ હસ્તીઓ પદ્મ પુરસ્કારથી સન્માનિત

    રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલ લોકોને એવોર્ડ આપી રહ્યા છે. તેમણે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને જાહેર કાર્યો માટે, અભિનેતા મિથુન ચક્રવર્તીને કલા માટે, ગાયિકા ઉષા ઉથુપ અને બિંદેશ્વર પાઠક (મરણોત્તર)ને સામાજિક કાર્યો માટે સન્માનિત કર્યા. બિંદેશ્વર પાઠકના પત્ની અમોલા પાઠકે એવોર્ડ મેળવ્યો હતો.

  • 22 Apr 2024 06:14 PM (IST)

    તાનાશાહનો અસલી ચહેરો ફરી એકવાર સામે આવ્યો..સૂરતમાં ભાજપની જીત પર રાહુલ ગાંધી

    ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતાં અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હવે ભાજપની આ બિનહરીફ જીત પર નિશાન સાધ્યું છે. બાકીના ઉમેદવારો દ્વારા નામાંકન પરત ખેંચવા પર પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.

  • 22 Apr 2024 05:45 PM (IST)

    આજે દેશમાં પહેલું કમળ ખીલ્યું છે… બિનહરીફ જીત પર બોલ્યા મુકેશ દલાલ

    સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા પર ભાજપના મુકેશ દલાલે કહ્યું કે અમે વિકસિત ભારત માટે વોટ માંગીએ છીએ, અમે વડાપ્રધાન મોદીના કામ માટે વોટ માંગીએ છીએ. આજે દેશમાં પ્રથમ કમળ ખીલ્યું છે. કોંગ્રેસનું ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું અને બાકીના ઉમેદવારોએ વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના વિઝનના સમર્થનમાં તેમના ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

  • 22 Apr 2024 05:09 PM (IST)

    પહેલા તબક્કામાં ગરમીને લઈ ઓછા મતદાનથી ચૂંટણી પંચને ચિંતા

    લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછું મતદાન નોંધાયું હતું. જે બાદ ચૂંટણી પંચે મતદાનની નોંધાયેલ ઓછી ટકાવારી પર ચિંતા વ્યક્ત કરી છે. મોટાભાગના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ હીટ વેવને લઈને વ્યવસ્થા સુધારવાની ખાતરી આપી છે. રાજ્ય સરકારો પણ હવે પછીના તબક્કાઓના મતદાન સમયે વધુ સારી વ્યવસ્થા માટે પગલાં લેશે. સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે.

  • 22 Apr 2024 04:37 PM (IST)

    ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

    ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના OPDમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો પ્રયાસ કર્યો હતો.

    આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પણ હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા.તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આગ ACમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

  • 22 Apr 2024 04:14 PM (IST)

    વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, કાર ચાલકે વાલ્વ તોડી નાખતા સર્જાઈ મોટી સમસ્યા

    વડોદરાના પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને પીવાના પાણી સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. આજવા નિમેટા વચ્ચે ચંપાલીયપુરા પાસે ફીડરનો વાલ્વ તૂટતા હવે પીવાનું પાણી નહી મળી શકે .મળતી માહિતી મુજબ કારચાલકે વાલ્વ તોડી નાંખતા વડોદરાના લોકોને પીવાનું પાણી નહિ મળી શકે. ત્યારે હવે પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે. જ્યાં સુધી સમારકામ પુરુ નહીં થાય ત્યાં સુધી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે.

  • 22 Apr 2024 03:38 PM (IST)

    રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને, ભાવનગરમાં યોજાઈ બેઠક

    રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને ઉતર્યા છે. પરસોત્તમ રુપાલાના નિવેદન બાદ થોડા સમયથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ક્ષત્રિયો ભાજપ રાજકોટ ઉમેદવાર રુપાલાનો વિરોધ કરી રહ્યા છે અને તેમનાનું ફોર્મ રદ કરવાની માંગણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપે ઉમેદવારના બદલતા રુપાલાને જ મેદાને ઉતાર્યા છે જેને લઈને ક્ષત્રિયોમાં ભાજપ તરફ નારાજગી જોવા મળી રહી છે.

  • 22 Apr 2024 02:19 PM (IST)

    મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપના ખાતામાં, મુકેશ દલાલ બિનહરીફ વિજેતા

    ગુજરાતની 26 બેઠક પૈકી એક બેઠક ભાજપે કબ્જે કરી લીધી છે. મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે.

  • 22 Apr 2024 02:08 PM (IST)

    અપક્ષ ઉમેદવારી કરવારા મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું

    વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. અપક્ષ ઉમેદવારી કરવારા મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું છે. મધુ શ્રીવાસ્તવના દીકરી નીલમે પણ ઉમેદવારી પરત ખેંચી છે. મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ડિપોઝીટ પણ ગુમાવી હતી.

  • 22 Apr 2024 01:40 PM (IST)

    ગાંધીનગરના સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગના OPDમાં લાગી આગ

    ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગના OPDમાં  આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

  • 22 Apr 2024 12:56 PM (IST)

    યાત્રાધામ દ્વારકામાં ધોમધખતા તડકામાં દર્શનાર્થીઓની લાંબી કતાર

    યાત્રાધામ દ્વારકામાં ધોમધખતા તડકામાં દર્શનાર્થીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. દર્શન માટે એક તરફ લાંબી કતાર છે, બીજી તરફ VIP સુવિધાથી નારાજગી જોવા મળી રહી છે. લાગવગ ધરાવતા લોકો VIP રીતે આરામથી મંદિરમાં પ્રવેશ કરતા હોવાનો અને બીજી તરફ બાળકો અને વૃદ્ધો સહિતના ભક્તો કલાકો સુધી કતારમાં ઉભા રહેતા હોવાનો યાત્રાળુઓ આક્ષેપ કરી રહ્યા છે.

  • 22 Apr 2024 11:42 AM (IST)

    ભાવનગર: રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને

    રુપાલાનો વિરોધ ઠામવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી મેદાનમાં ઉતર્યા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને સંગઠનના પ્રધાન રત્નાકરજી ભાવનગરમાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખાનગી હોટલમાં જીતુ વાઘાણી અને નીમુ બાંભણિયા સાથે બેઠક છે. ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયા હોવાની માહિતી છે.

  • 22 Apr 2024 11:06 AM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રખ્યાત માતાના મઢના દર્શને જશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રખ્યાત માતાના મઢના દર્શને જશે. આશાપુરા માતાજીના મંદિરે મુખ્યપ્રધાન સ્વખર્ચે માતાજીની સાડી, ફૂલહાર, તલવાર અને પ્રસાદ ભોગ પણ લઈ જશે. તેઓ પૂજન અર્ચના કરી રાજ્યની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરશે. મુખ્યપ્રધાન પોતાના કાર્યકાળમાં સૌપ્રથમ વખત માતાના મઢે જશે.

  • 22 Apr 2024 10:04 AM (IST)

    વિવાદ બાદ ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીની મતગણતરી

    બોટાદના ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં વિવાદ બાદ મતગણતરી શરૂ થઇ છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં મતગણતરી શરુ થાય તે પહેલા  વિરોધ થયો હતો. 8 વાગ્યે મતગણતરી શરુ થવાની હતી પણ શરૂ થાય તે પહેલા વિરોધ થયો હતો. મતગણતરી મથક પર કાગળ-પેન લઈ જવા ન દેતા વિરોધ થયો હતો. આચાર્ય પક્ષના વિરોધ બાદ ચૂંટણી અધિકારીએ મંજૂરી આપતા હવે  મતગણતરી શરુ થઇ છે.

  • 22 Apr 2024 09:02 AM (IST)

    જોરદાર પવન અને ભારે વરસાદથી દિલ્હીમાં ગરમીથી રાહત

    22 એપ્રિલની વહેલી સવારે દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ગાજવીજ અને જોરદાર પવનો પણ આવ્યા હતા, જેના કારણે હવામાનનો પ્રવાહ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. સારા વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. સવારે પણ આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જેના કારણે દિવસ દરમિયાન પણ વરસાદની સંભાવના છે.

  • 22 Apr 2024 08:42 AM (IST)

    મણિપુરના 11 મતદાન મથકો પર આજે ફરી થઈ રહ્યું છે મતદાન

    લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન મણિપુરમાં જ્યાં હિંસા થઈ હતી તે મતદાન મથકો પર સોમવારે કડક સુરક્ષા હેઠળ મતદાન થઈ રહ્યું છે. મતદારો પોતાના વારાની રાહ જોઈને મતદાન મથકો પર લાઈનોમાં ઉભા છે. મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કહે છે કે રાજ્યમાં 11 મતદાન મથકો પર ફરીથી મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 19 એપ્રિલે મણિપુરમાં 69.18 ટકા મતદાન થયું હતું.

  • 22 Apr 2024 08:39 AM (IST)

    આગ્રામાં મોટો અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર પલટી, પાંચ લોકોના મોત

    આગ્રામાં રવિવારે એક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી જવાથી પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે તેઓ શનિવારે મોડી રાત્રે ગ્રેટર નોઈડાથી બિહારના દેવરિયા જઈ રહ્યા હતા. દરમિયાન, એતમાદપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ યમુના એક્સપ્રેસ વે પર કુબેરપુર વળાંક પાસે કારનો અકસ્માત થયો હતો, જેની સ્પીડ ઘણી વધારે હતી.

  • 22 Apr 2024 08:35 AM (IST)

    હનુમાન જયંતિ પહેલા અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા

    હનુમાન જયંતિ પહેલા અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી છે. હનુમાન જયંતિની કેમ્પ હનુમાનમાં ભવ્ય ઉજવણી કરાશે. ઉજવણી કરવા પિતાની મંજૂરી લેવા હનુમાનજી કેમ્પથી વાસણામાં વાયુદેવ મંદિર સુધી શોભાયાત્રા થકી જશે. શોભાયાત્રામાં અયોધ્યા રામ મંદિરની થીમનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. શોભાયાત્રામાં ટેબ્લો, ભજન મંડળી, ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિત ભક્તો જોડાયા છે. કેમ્પ હનુમાન ટ્રસ્ટી સુધીર નાણાવટી, સુપ્રીમનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એમ. આર. શાહ પણ યાત્રામાં જોડાયા છે.

  • 22 Apr 2024 07:15 AM (IST)

    અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો

    છે.ત્યારે તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે.અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.ત્યારે સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઇ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળીએ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરાઇ હતી.

  • 22 Apr 2024 07:13 AM (IST)

    પાટણ: મણુંદ નજીક તળાવમાં ત્રણ વ્યક્તિઓ ડુબ્યા

    પાટણના મણુંદ નજીક તળાવમાં ત્રણ વ્યક્તિઓ ડુબ્યા છે. એક મહિલા અને બે પુરૂષ તળાવમાં ડુબ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે મહિલાને બચાવી લીધી છે. એક પુરૂષનો મૃતદેહ મળ્યો, અન્ય પુરૂષની શોધખોળ શરૂ છે. ઘટનાની જાણ થતાં ચૂંટણી પ્રચારમાં ગામમાં હાજર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્રણેય વ્યકિત તળાવમાં ન્હાવા પડ્યા હોવાથી ડુબ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

  • 22 Apr 2024 07:12 AM (IST)

    ત્રીજી તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ

    ત્રીજી તબક્કાની  લોકસભા અને પેટાચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થશે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનું પણ આજે ચિત્ર સ્પષ્ટ થશે. વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી શકશે.

Published On - Apr 22,2024 7:09 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">