AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ કોહલી અને હાર્દિક પંડયા

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પરંતુ બંને ખેલાડીઓને IPLમાં તેમની ટીમની નિષ્ફળતા માટે સૌથી વધુ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. હવે 2007નો વર્લ્ડ કપ વિજેતા એસ શ્રીસંત આ બંનેના સમર્થનમાં સામે આવ્યો છે. તેણે આ જોડીને ભારત માટે ગેમ ચેન્જર ગણાવી છે.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ કોહલી અને હાર્દિક પંડયા
Hardik Pandya & Virat Kohli
| Updated on: May 03, 2024 | 9:29 PM
Share

T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એ બે નામ છે જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. એક તરફ વિરાટના સ્ટ્રાઈક રેટને લઈને હોબાળો થઈ રહ્યો છે તો બીજી તરફ પંડ્યાના ફોર્મ પર સવાલો થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવતા અનેક ફેન્સની સાથે ઘણા ક્રિકેટ એક્સપર્ટ પણ નારાજ થયા હતા. આ બંને ખેલાડીઓ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે 2007નો T20 વર્લ્ડ કપ વિજેતા એસ શ્રીસંત તેમના સમર્થનમાં સામે આવ્યો છે. શ્રીસંતનું માનવું છે કે આ બંનેની હાજરીથી ભારતને ઘણો ફાયદો થવાનો છે. આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

કોહલી અને પંડ્યાની જોડી કમાલ કરશે

એસ શ્રીસંતે કોહલી અને પંડ્યાની જોડીને ભારત માટે ફાયદાકારક ગણાવી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વર્લ્ડકપ ટીમનું વિશ્લેષણ કરતા તેણે કહ્યું કે બંને ખેલાડીઓ મોટી મેચોમાં ખૂબ જ ઉપયોગી થશે. ખાસ કરીને રન ચેઝ દરમિયાન, આ બંનેની જોડી અજાયબીઓ કરી શકે છે. જેમ બંનેએ 2022 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હારને પલટી નાખી હતી.

ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ અને હાર્દિક

હાર્દિકની બોલિંગના વખાણ કરતા તેણે કહ્યું કે તે નવા અને જૂના બંને બોલથી ઓવર નાંખી શકે છે. મોટી મેચોમાં બંનેનું પ્રદર્શન શાનદાર છે, આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ ફરી એકવાર ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. તેણે હાર્દિકને સલાહ આપી કે તેણે IPL ભૂલીને T20 વર્લ્ડ કપમાં ભાગ લેવો જોઈએ.

હાર્દિક જેવું કોઈ નથી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી અને શ્રીસંત ચર્ચા કરી રહ્યા હતા. મૂડીએ કહ્યું કે ભારત પાસે હાર્દિકના કદનો કોઈ ખેલાડી નથી. અલબત્ત, કેટલાક ખેલાડીઓએ IPLમાં તેના કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટોપ-6માં બેટિંગ કરી શકે અને 4 ઓવર પણ ફેંકી શકે તેવો કોઈ ખેલાડી નથી.

IPLમાં વિરાટ-હાર્દિકનું પ્રદર્શન

વિરાટ કોહલી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે 10 ઈનિંગ્સમાં 500 રન પણ બનાવ્યા છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ ચિંતાનો વિષય હતો. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આના કારણે ભારતને નુકસાન થઈ શકે છે. ઈજામાંથી પરત ફરેલા હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપના વિવાદનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય તેનું આ સિઝનમાં પ્રદર્શન એવરેજ રહ્યું છે. તે 10 મેચમાં માત્ર 6 વિકેટ લઈ શક્યો છે જ્યારે તેના બેટથી પણ માત્ર 197 રન જ બનાવી શક્યા હતા.

આ પણ વાંચો : IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્મા બહાર, કેપ્ટન હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">