20 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યભરમાં ઉડ્યા દારૂબંધીના ધજાગરા, અમદાવાદ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, ખેડા સહિત નવસારીમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
આજે 20 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટમાં નંબર પ્લેટ વગરની કારમાં પેટ્રોલ ભરાવતાં કાર્યવાહી, બે સામે ગુનો
રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં આપવાના જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. ભક્તિનગર પોલીસે ઢેબર રોડ પર આવેલા પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ અને કારચાલક જયભાણ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. નંબર પ્લેટ વગરની કારમાં પેટ્રોલ પુરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
-
ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક પાંચ થયો, 21 સામે ફરિયાદ
ભાવનગરના નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને પાંચ થયો છે. SMCની તપાસ બાદ વરતેજ પોલીસ મથકમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓ સામે BNS અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી તેજ કરતાં નકલી દારૂ કેસમાં અત્યાર સુધી 12 વ્યક્તિઓને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
દિલ્લીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
દિલ્લીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. એરપોર્ટ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે દ્વારકા અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. સાઉથ દિલ્હીમાં ભારે વરસાદને કારણે પણ જનજીવન પ્રભાવિત થયું છે અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી રહી છે.
-
અમદાવાદ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, ખેડા સહિત નવસારીમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
છેલ્લા 24 કલાકમાં આપણા દારૂબંધી વાળા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોથી લઇને નવસારી અને ખેડા જેવા નાના શહેરોમાં દારૂની રેલમછેલ પકડાઇ છે.પોલીસે મોટા પ્રમાણમાં દારૂ પકડ્યો છે. અમદાવા સાબરમતી પોલીસે સરસ્વતી વિભાગ એકમાં આવેલા મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો છે.વિજય બોડાણ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 1740 દારૂની બોટલ સાથે કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વડોદરામાં જો હદ જ થઇ ગઇ. પોલીસ કર્મચારી જ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે. પોલીસ કર્મચારી જ નિકળ્યો બુટલેગર. ગોધરા રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો છે.નવસારી જિલ્લામાં ચીખલી પોલીસે 2.52 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.
આજે 20 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Aug 20,2026 7:38 AM
