AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રિંકુ સિંહ ભારે તબાહી મચાવી રહ્યો હતો, મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી અને ટીમને વિજેતા જાહેર કરાઈ

UP T20 League 2026: રિંકુ સિંહે યુપી ટી20 લીગ 2026 માં શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, મેચ બંધ થઈ ત્યારે પણ તેની ઇનિંગ ચાલુ હતી. જાણો શા માટે?

Breaking News  : રિંકુ સિંહ ભારે તબાહી મચાવી રહ્યો હતો, મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી અને ટીમને વિજેતા જાહેર કરાઈ
Image Credit source: AI
| Updated on: Aug 20, 2026 | 8:03 AM
Share

રિંકુ સિંહ હાલમાં પોતાના સ્ટેટની ટી20 લીગમાં રમી રહ્યો છે. 19 ઓગ્સ્ટના રોજ તે લીગની સીઝનમાં પોતાની ત્રીજી મેચ રમવા ઉતર્યો હતો. આ મેચમાં તેમણે તબાહી મચાવી દીધી હતી. રિંકુ સિંહની વિસ્ફોટક ઈનિગ્સ ચાલું હતી અને મેચ અધવચ્ચે રોકી દેવામાં આવી હતી. મેચ રોકવામાં તો આવી પરંતુ ફરી શરુ કરવામાં આવી ન હતી અને રિંકુ સિંહને ટીમની વિજેતા જાહેર કરવામાં આવી હતી.

રિંકુ સિંહની ટીમની સામે 184 રનનો ટાર્ગેટ હતો

19 ઓગસ્ટના રોજ યુપી ટી20 લીગ 2026માં રિંકુ સિંહની ટીમ મેરઠ માવરિક્સની મેચ લખનૌ ફાલ્કસ સામે હતી. આ મેચમાં લખનૌ ફાલ્કંસે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 6 વિકેટ પર 183 રન બનાવ્યા હતા. તેના જવાબમાં રિંકુ સિંહની મેરઠ માવરિક્સની સામે 184 રનનો ટાર્ગેટ હતો.લખનૌ ફાલ્કસની બોલિંગ લાઈન અપમાં ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી બોલર હતા. જેના કારણે ટાર્ગેટ વધુ મુશ્કેલ લાગી રહ્યો હતો.

82 રન પર આઉટ થઈ અડધી ટીમ

જ્યારે મેરઠ મેવેરિક્સનો રન ચેઝ શરૂ થયો, ત્યારે પરિસ્થિતિ પણ આવી જ થઈ. ટીમના ટોચના ત્રણ બેટ્સમેન સ્કોરબોર્ડમાં 25 રન ઉમેરાય તે પહેલાં જ આઉટ થઈ ગયા. જોકે, ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ. ટીમની ચોથી વિકેટ 74 રન પર પડી ગઈ. તે પછી, પાંચમો બેટ્સમેન થોડી જ વારમાં આઉટ થઈ ગયો. અડધી ટીમ ફક્ત 82 રન સાથે ડગઆઉટમાં પાછી ફરી, અને લક્ષ્ય હજુ દૂર હતો. આવી સ્થિતિમાં, છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહેલા રિંકુ સિંહે અલગ જ પ્રભાવ પાડ્યો.

રિંકુ સિંહે મચાવી તબાહી

છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહે 6 સિક્સ ફટકારી હતી. હજુ 24 બોલમાં 55 રન બનાવી રિંકુ સિંહ રમી રહ્યો હતો. આ વચ્ચે મેચને રોકી દેવામાં આવી હતી. મેરઠ માવરિક્સનો સ્કોર ત્યારે 16.5 ઓવરમાં 6 વિકેટ પર 154 રન હતો. આ મેચ રોકવાનું કારણ લખનૌમાં વરસાદ પડ્યો હતો. જ્યાં આ મેચ રમાઈ રહી હતી. વરસાદના કારણે મેચ એખ વખત બંધ થયા પછી ફરી શરુ થઈ ન હતી. પરિણામ એ આવ્યું કે, ડકવર્થ લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિંકુ સિંહની ટીમ 5 રનથી જીતી

ડકવર્થ લુઈસના નિયમ હેઠળ રિંકુ સિંહની ટીમ વિજેતા જાહેર થઈ હતી. જેમાં લખનૌ ફાલ્કન્સ વિરુદ્ધ મેચ 5 રનથી જીતી હતી.

ક્રિકેટરના પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પત્ની સાંસદ જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">