AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 મેના મહત્વના સમાચાર: રાજ્યમાં ગરમીમાંથી મળશે આંશિક રાહત, તાપમાનમાં એકથી બે ડિગ્રી ઘટવાનું અનુમાન

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2026 | 8:36 AM
Share

આજે 19 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

19 મેના મહત્વના સમાચાર: રાજ્યમાં ગરમીમાંથી મળશે આંશિક રાહત, તાપમાનમાં એકથી બે ડિગ્રી ઘટવાનું અનુમાન

LIVE NEWS & UPDATES

  • 19 May 2026 08:36 AM (IST)

    બનાસકાંઠા: દાંતામાં પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં લાગી આગ

    બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ મંદિરની છત તેમજ બાજુમાં આવેલી ફિલ્મ સિટીના અંબા મહેલ સુધી ફેલાઈ ગઈ હતી. મંદિરની પાછળ આવેલા ફિલ્મ સિટીના અનેક ઓરડાઓ આગની ચપેટમાં આવતા ભારે નુકસાન થયું હતું. દાંતામાં પૂરતી ફાયર સુવિધાનો અભાવ હોવાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અનેક ઓરડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અંબાજીથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 19 May 2026 07:54 AM (IST)

    આગ ઝરતી ગરમીમાં દેશના અનેક રાજ્યો શેકાયા

    દેશભરમાં આગ ઝરતી ગરમીનો કહેર યથાવત રહ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. દેશના 22થી વધુ શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. બીજી તરફ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારે ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાપમાનમાં સતત વધારો થતાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે.

  • 19 May 2026 07:37 AM (IST)

    રાજ્યમાં ગરમીમાંથી મળશે આંશિક રાહત

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવનોની દિશામાં ફેરફાર થવાને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે હજુ પણ અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરેન્દ્રનગરમાં 43.3 અને અમરેલીમાં 42.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજકોટ, વડોદરા, ડીસા, ભૂજ અને ભાવનગરમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો.

આજે 19 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - May 19,2026 7:36 AM

Follow Us
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
g clip-path="url(#clip0_868_265)">